________________
૧૦૦
વિશ્વની અસ્મિતા
જ રાત્રિએ તીર્થમાં એક ઇલાયદી રૂમમાં પૂરી દેવામાં આવ્યાં. આવી એકાએક તકલીફો ઊભી થવાથી સંધમાં આવનાર વ્યક્તિઓ પૈકી એક શ્રી મણિલાલ મોહનલાલ પાદરાકરે સલાહ આપી કે સંધમાં ભંગ ન કરવો હોય તે તમો બધો સત્વરે સાધન કરી પેથાપુર પાછા વળી જાઓ. (કારણું પાદરકરને શ્રીમદ્જીએ આ બેટા મુદત વિષે જાણુ કરી હતી.) તેમને બીજે દિવસે ગાડાનું સાધન કરી ઉદેપુર પહોંચાડવામાં આવ્યાં તેમાં શ્રી માણેકબેન, તેમની દીકરી તથા ગાંડપણ હાલેલું તે તેમનાં ધર્મપત્ની – આ ચારે જણ ઉદેપુરથી એક સ્પેશિયલ ડબ્બો, એંજિન તથા ગાર્ડને ડબ્બા મળી ત્રણે ભાગની એક સ્પેશિયલ ટ્રેન કરી પેથાપુર આવી ગયા તેમ જ આવ્યા બાદ શ્રી કેસરિયાજી તીર્થની બાધા રાખી કે, છોકરીને સારું થઈ જાય તે તેના ભારોભાર કેસરથી તળીને તે કેસર શ્રી કેસરિયાજી ભગવાનને ચઢાવવું. ચાર દિવસ પછી સંધ પણ જાત્રા કરી પાછા આવી ગયે. બીજે જ દિવસે ભીખાભાઈ તથા શ્રી મણિલાલ પાદરાકર આ૦ ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી જ્યાં હતા ત્યાં પહોંચી ગયા. હકીકતથી તેઓને વાકેફ કર્યા. મહારાજશ્રીએ વાસક્ષેપ મંત્રી આપ્યો. પંદર દિવસમાં બને સારાં થઈ ગયાં. ત્યારથી પેથાપુરવાસીઓને મહારાજશ્રી ઉપર ઘણું જ શ્રદ્ધા બેસતી ગઈ. બીજે વરસે કેસરિયાજી જઈ ભારોભાર કેસરથી તૈલીને કેસર શ્રી કેસરિયાછતીર્થમાં જઈને ચઢાવી આવ્યા હતા.
ધરમપુર, કપડવણજ, બીલીમોરા, વાપી, દમણ, બગવાડા, પારડી, અમલસાડ, નવસારી, પાલેજ, કરજણ, ઈટાલા, માતર, કણેરા, બારેજા, નારોલ, પાનસર, સેજા, નારદીપુર, રીદ્રોલ, વગેરે વગેરે ગામમાં પત્રિકાઓ સંઘે ઉપર મેકલાઈ હતી. વાજતેગાજતે ખૂબ જ ધૂમધામપૂર્વક શ્રીમદ્જીની આચાર્ય પદવી ઊજવાઈ હતી. તે અગાઉ સંવત ૧૯૭૦ના માગશર સુદિ ૧૩ના દિવસથી સુદિ ૧૪ સુધી પેથાપુરના દક્ષિણ દિશાના મેટા વાંધામાં સુંદર ટેકરા ઉપર બેસીને સૂરિમંત્રની ગરજ પીઠનું ધ્યાન કર્યું હતું. સાથે અમદાવાદના શ્રાવક મંગળદાસ રતનચંદને રાખેલા હતા કે જેઓ તેમની સંભાળ રાખે ને સમાધિભંગ ન થાય તેની તકેદારી રાખે, એટલે કે તે ટાઈમમાં કોઈની મુલાકાત થાય નહીં તે ધ્યાન રાખવાનું હતું. સંવત ૧૯૬૦ના માગશર સુદિ પૂર્ણિમા શનિવાર તા. ૧૩-૧૨-૧૯૧૩ના દિને ચતુર્વિધ સંઘ સમક્ષ આચાર્ય પદ ગ્રહણ કર્યું.
સાથે સાથે રોજમેળ ડાયરી છાપેલી મિતિના અડધિયામાં તેમના જીવનની ને જ્ઞાનની કાર્યવાહી લખે જતા, જેના ઉપલબ્ધમાં તેમનું જીવન ઝરમર મેળવવામાં સરળ થયું હતું. તેમને જન્મ વિજાપુરમાં થયો હતો. દીક્ષા પાલણપુરમાં થઈ. આચાર્ય પદવી સંવત ૧૯૭૦ માં પેથાપુર મુકામે થઈ હતી. જીવનની અંતિમ ઘડીને શ્વાસોશ્વાસ મહુડી (મધુપુરી) માં લેવાતો હતે. કાળધર્મના દિવસે મહુડીથી ડાળી દ્વારા સવારના છ વાગે તેમને વિજાપુર લઈ
જવામાં આવ્યા હતા. આઠ વાગે પહોંચીને સવા આઠ વાગે તેમને વિજાપુરના જ્ઞાનમંદિરમાં દેહત્સર્ગ થયેલ હતું. એટલે તેમને સ્વર્ગારોહણ સંવત ૧૯૮૧ના જેઠ વદિ ત્રીજના વિજાપુરમાં થયો હતો. મહારાજશ્રી
જ્યાં જ્યાં વિચર્યા હતા તે ભૂમિને ઉદય તીર્થસ્થાને ને આકાર પામી રહ્યું છે. છેલ્લી અંતિમ ઈચ્છો ? તેમની જૈન ગુરુકુળને વિદ્યાપીઠ બનાવવાની હતી તેવું તેઓશ્રીનાં લખાણમાં છે.
મારું માદરે વતન જન્મસ્થાન મહુડી(મધુ પુરી)ને તેઓએ સુંદર તીર્થ સ્થાન બનાવવા માટે જે પાયો નાંખ્યો ને કલિકાલ યુગ પ્રભાવિક શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવની સ્થાના કરી. (સંવત ૧૯૮૦માં). તેઓ બીજે જ વર્ષે સંવત ૧૯૮૧ માં સ્વર્ગવાસ પામ્યા. પરંતુ હજુ પણ તેઓ હયાત હોય તે રીતનાં કાર્યો ને આયોજન કરવાની અને પ્રેરણા પૂરતા હોય તેવું જ ભાસે છે. કારણ કે અમારી કઈ શક્તિ એવી નથી કે ભગીરથ કાર્યો ઉપાડી શકીએ. પરંતુ તેમની અપ્રત્યક્ષ સંકેત દ્વારા જ તીર્થને વિકાસ થઈ રહ્યો છે. શ્રી પદ્મપ્રભુ દેવાધિદેવ અને કલિકાલ યુગ પ્રભાવક હાજહાજૂર શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ તેમજ શ્રીમદ્જીની પિતાની દેરી કે જે ગુરુમંદિર આ ત્રિવેણી સંગમ તીર્થનું સંચાલન તેઓશ્રીનું જ હોય તેવું ભાસે છે. હજુ આ તીર્થ ઘણું વિકાસ પામશે તેવું લાગે યાત્રિકે ના મુખે અમે સાંભળીએ છીએ,
સંવત ૧૯૭૦ માં શ્રીમજીને આચાર્ય પદવી પેથાપુર મુકામે આપી ત્યારે પેથાપુરમાં લગભગ ચારસો જેનેનાં ઘરે હતાં તેમાં સાડા ત્રણસો ઘર વિશા પરવાલ જૈનેનાં હતાં. માગશર સુદિ ૧૫ ની આચાર્ય પદવી રખાઈ હતી. ગામે ગામે પેથાપુર જૈન સંઘ તરફથી પત્રિકાઓ લખવામાં આવી હતી તેમાં આજુબાજુનાં ઓગણીસ ગામોને નેકારશીના જમણુનું આમંત્રણ અપાતું હતું. મુંબઈસુરત, અમદાવાદ, પાદરા, વડોદરા, સાણંદ, ગોધાવી, વલસાડ, ખંભાત, વિજાપુર, માણસા અનેક શહેરોમાં તેમજ ગામડાંઓમાં રાંધેજા, આદરજ, દદ્રોડા, વરસડા, લાકરોડા, કાતર, હિંમતનગર, ઈડર, સલાલ, શીહોલી, મહુદ્રા, છાદ્રા, ઉનાવા, બાવળા, વાસણા, અમજા, પિોર, બુડથલ, વાવોલ, ઉવારસદ, આજેલ, ગેરીતા, ગવાડા, કોલવડા મહુડી, સંધપુર, પુંધરા, દ્રા, આણંદ, વિરમગામ, રામપુરા, માંડલ, ચાણસ્મા, પાટણ, સાંતજ, કડી, ભેયણી, પાનસર, ધનપુરા, સાહેબાપર, અમનગર, રૂપાલ, ટીંટાઈ શામળાજી, શામેરા, વીંછુવાડા, ડુંગર પર, વડાલી, માણેકપુર, સમી, ડાભલા, ઊંઝા, રિદ્ધિપુર, વડનગર, વીસનગર, જંત્રાલ, ભાલક, લીંબોદ્રા, ખેડા, વસે ડભાઈ, બોરસદ, કાવીઠા, કલોલ સરખેજ, વાધપુર, વક્તાપુર, દેરોલ, સરદારપુર, સેનેગઢ, વળી. રતનપુર, ધોલેરા, બેરૂ, ઈટાલા, મીયાગામ, અંકલેશ્વર, ઝગડીઆ, અંગારેશ્વર, શુકલતીર્થ, માંગરોળ, તડકેસર, કુડગસ, કઠોર, સાયણ, કતારગામ,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org