________________
- સંદર્ભગ્રંથ ભાગ-૨
૯૯
હતી. પરંતુ “ભાગ્યહીન નર કોડી પાવત નહિ”—તે મુજબ તમારું નસીબ દુર્ભાગી છે.” આવી હતી તે ચમત્કારિક ગુરુ,
સંવત ૧૯૭૩નું ચોમાસુ પણ પેથાપુરમાં હતા. તે અરસામાં આસો માસમાં ગામમાં તથા આજુબાજુ લેગને રોગ શરૂ થઈ ગયો. તે રોગમાં ઘણા જ માણસો આજુબાજુમાં માર્યા ગયાં હતાં, પરંતુ મહારાજશ્રીની સ્થિરતા ને પ્રખર પ્રબળ મહાપુરુષની શક્તિથી ઉપાશ્રય-દેરાસરથી ભાગોળ બજાર મોટા દેરાસર આસપાસ એક પણ કેસ લેગમાં સપડાયેલો નહીં. સંવત ૧૯૭૪ના કારતક સુદિ ૧૫ના ચોમાસુ બદલી મહારાજશ્રી કારતક વદિ ૧ના દિને વિહાર કર્યો. પેથાપુર છોડીને બીજે ગામ જવા તરફ સાધુસહ પ્રયાણ કર્યું, જતાં જતાં મહારાજશ્રી બધા શ્રાવકોને કહી ગયા કે તમે દસ દિવસની અંદરમાં બધો ગામથી બહાર નીકળી જશે. જેથી તમારે
પ્લેગમાં સપડાવું નહિ પડે. તે પ્રમાણે બધા જ શ્રાવકો બહાર નીકળી ગયેલા. પરંતુ જે કોઈ જઈ ન શકયું તેમાંથી શ્રાવક શા મણીલાલ રવચંદની દીકરી લેગમાં મરણ પામેલી. પંદર દિવસમાં પ્લેગ શમી ગયા પછી બહાર નીકળી ગયેલા શ્રાવક કુટુંબસહ પેથાપુરમાં પાછા આવેલા.
તે રુદન તરાના નામે ઓળખાતા, કારણ કોઈ કોઈ વખત ત્યાંથી બિહામણે કોઈના ભયંકર રડવાને અવાજ સંભળાતા, ત્યાં જઈ -જોતાં તે કોઈ પણ દેખાતું નહીં. વળી બોરીજ ( હાલ ગાંધીનગરમાં છે) દેરાસરે પણ જતા તે વખતે ગામમાંથી ઘણાં બાળકોને તે સાથે લઈ જતા અને ત્યાં રમત-ગમત કરાવતા.
સંવત ૧૯ ૭૧નું ચોમાસુ મહારાજશ્રીએ તેમના સાધુ પરિવાર સાથે પેથા પુર કર્યું હતું. તે વખતે જૈન શ્રાવક શા. ચીમનલાલ તે શેઠ હાલચંદ જમનાદાસના છોકરાને હડકાયું કૂતરું કરડયું ને મેટા પ્રમાણમાં બચકું ભરેલું તેથી લોહીલુહાણ થઈ ગયેલ ને ગભરાઈ ગયા હતા. મહારાજશ્રી પાસે શ્રાવકો તથા તેમના પિતા ચીમનલાલને લઈને પહોંચી ગયા. મહારાજશ્રીએ જઈને કહ્યું કે, જખમ મટે છે. ઝડપી દુ:ખદાયી થશે, તેના કરતાં તમે કસાવલી દવાખાને જમ્મુ-કાશ્મીર બાજુ લઈ જાઓ, હું તમને ચિઠ્ઠી લખી આપું છું. સારે ઉપચાર થશે. તે સાંભળી શ્રાવક શ્રી હાલચંદભાઈ રડી પડયા. “સાહેબ, તેટલે લાંબે જવાની મારી શક્તિ-પરિસ્થિતિ નથી. ખર્ચને પણ પહોંચી વળું તેમ નથી–તેમજ આપ બેઠા છે ને મારે તેટલે લાંબે જવું નથી. આપ જ આને ઇલાજ કરે. તમારા ઉપર અનહદ શ્રદ્ધા હોવાથી જ અમે તમારી પાસે આવ્યા છીએ.' બીજે દિવસે રવિવાર આવતે હાઈ મહારાજશ્રીએ શ્રી હાલચંદભાઈને એક “દેવમંત્ર” આપ્યો ને કહ્યું કે તમે તમારા દીકરા ચીમનલાલને પાસે સુવાડી દેવને ઘીને દીવો કરી ધૂપ કરશે. રવિવારે રાત્રે ૧૦-૩૯ મિનિટે શ્રદ્ધાપૂર્વક માળા મંત્રની અણુશે. તેનાથી તમારું કાર્ય સિદ્ધ થશે. તે પ્રમાણે હાલચંદભાઈએ વિધિ શરૂ કરી. શ્રદ્ધા પૂર્વક મંત્ર ગણુતાં ગણુતાં પાંચ માળા પૂરી થઈ કે તુરત જ દેવ હાજરાહજુર થઈને દીકરા ચીમનભાઈ ઉપર હાથ ફેરવ્યું. કૂતરું કરડયું હતું તે ભાગમાં હાથ લગાડી એક નાની કોથળીમાં ઝેર ભરી લીધું ને આરાધક શ્રી હાલચંદભાઈને કહ્યું કે તમારું કાર્ય પતી ગયું. હવે હું રજા લઉં છું. પરંતુ હાલચંદભાઈએ ખાતરી માગી તે તેમને ઝેરની કોથળી બતાવીને કહેવા લાગ્યા કે “ હવે બીજું કંઈ માગવું છે ?” ત્યારે હાલચંદભાઈ દીકરાના અથાક પ્રેમથી એક જ ધૂનમાં હતા કે, મારે તે મારા છોકરાને બચાવિવે છે. બીજું કંઈ નથી જોઈતું. સાંભળતાં જ દેવ અદૃશ્ય થયા ને હાલચંદભાઈ હેબતાઈ જતાં થોડીક વારે ભાનમાં આવ્યા. ચીમનભાઈને આ વિષે કંઈજ ખ્યાલ ન હતો; પરંતુ હાલચંદભાઈએ જ્યારે તેમને પૂછયું ત્યારે કહ્યું કે પિતાને દર્દી જણાતું નથી ને ઊંઘ આવે છે. તે પ્રમાણે કહી તેઓ ઘસઘસાટ ઊંધવા લાગ્યા. આ બાજુ હાલચંદભાઈ તર્ક-વિતર્કો કરવા લાગ્યા કે, મને આ ભાસ તો થે નથી ને ? પરંતુ પોતે સભાન અવસ્થામાં હતા એટલે જે ઘટના બની તે સત્ય છે, તેની પ્રતીતિ સમજી પતે સૂઈ ગયા. બીજે દિવસે મહારાજશ્રીને જઈને વાત કરી ત્યારે મહારાજશ્રીએ કહ્યું કે 'દેવે તને આજ્ઞા કરી કે, હવે બીજું કંઈ માગવું છે? તે વખતે તારે તારું દુઃખ-દારિદ્રય નિવારણ થાય તેવું માગી લેવાની જરૂર
પેથાપુરમાં શેઠશ્રી મનસુખભાઈ લલ્લુભાઈ ગુજરી ગયા તે અગાઉ તેમણે તેમની એકની એક દીકરી સંતાનમાં હતી, તેના નામે ટ્રસ્ટ કરેલ હતું. ટ્રસ્ટીઓમાં શા. ભીખાભાઈ દેલતરામ વગેરે હતા. વળી ટ્રસ્ટમાં સારી રકમ હોવાથી કેસરિયાજી તીર્થને સંધ કાઢવા માટે લખેલું. તે અનુસારે પાછળથી સંધ કાઢવા માટે શા. ભીખાભાઈ દોલતરામ અમદાવાદથી કેાઈ મેટા જ્યોતિષી પાસે સંધનું મુહૂર્ત કઢાવી લાવ્યા. ત્યાર બાદ મહારાજશ્રી જ્યાં બિરાજમાન હતા તે ગામે જઈ મહારાજશ્રીને સંધ કાઢવાનું તેમ જ તેના મુહૂર્તની વાત કરી. આ સાંભળી શ્રીમદ્ આ. ભગવંત શ્રી બુદ્ધિસાગરસૂરીજીએ કહ્યું કે આ મુદ્દત બરાબર નથી. બીજુ મુહૂર્ત કઢાવો તો સારું. ત્યારે અમદાવાદમાં રહેતા શ્રી ભીખાભાઈએ કહ્યું કે આ મુદ્દત તે મારા સ્નેહી શાસ્ત્રીએ કાઢી આપેલ છે ને તેઓ તિષશાસ્ત્રમાં પ્રખર છે એટલે નવું મુહૂર્ત અમારે કઢાવવું નથી. આ સાંભળી મહારાજશ્રીએ કહ્યું કે “બનવાકાળ તે બનવાનું જ છે. જેવી તમારી ઈચ્છા ! ”
શાસ્ત્રીજીના મુદ્દત પ્રમાણે સંધ રાંધેજા સ્ટેશનથી રેલવે ટ્રેઈનમાં ઉદેપુર જઈ ત્યાંથી પગરસ્તે કેસરિયાજી તીથે જવાને હતા. તે પ્રમાણે મુદ્દતના દિવસે સવારે નીકળી બીજે દિવસે સવારે ઉદેપુર પહોંચે. ત્યાંથી પગરસ્તે વચ્ચે બે દિવસના બે પડાવ મુકામ રાત્રિએ પસાર કરી. ત્રીજે દિવસે સંધ કેસરિયાજી તીર્થ પહેર્યો ને તે જ રાત્રિએ શેઠશ્રી મનસુખભાઈની દીકરી સંધવી માણેકબેનની દીકરી એકાએક માંદગીમાં સપડાઈ બીમાર પડી ગઈ. તેમ ટ્રસ્ટી શ્રી ભીખાભાઈની વહુને એકાએક ગાંડપણ આવી ગયું. જેમ તેમ બકવા લાગ્યાં ને ઉછાળા મારી નમસ્તી કરવા લાગ્યો, જેથી તેમને તે
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org