________________
વિશ્વની અસ્મિતા ,
ભગવ્યે જ છૂટકે. તે દરમિયાન તમો તમારા ઈષ્ટદેવને ખૂબ જ શ્રદ્ધા રાખી ભક્તિ કરશે. તેઓ પોતે પ્રસન્ન થઈ તમોને ઉપાય બતાવશે-તે પ્રમાણે વિશ્વાસ રાખી ભક્તિ કરવાથી તેમને તેમના ઇષ્ટદેવ પ્રસન્ન થયેલા ને તેમની કુળદેવીની અશાતના થવાથી આ પ્રમાણે થયું છે. તે તમે કુળદેવીને રીઝવશો—તે પ્રમાણે ઉપાય સૂચવેલ. તેમ કરવાથી બરાબર શ્રીમદ્ ગુરુમહારાજશ્રીએ આપેલ મુદતે જ તેઓની આંખ ઊઘડી ને દેખતા થયા.
આવી જ રીતે તેમના ચમત્કારો છે. મહેસાણાના શેઠ શ્રી મોહનલાલ નગીનદાસ ભાંખરીઆ ગુરુદર્શનાથે મહુડી ગયેલા ત્યારે રાત્રિના સમયે ગુરુમહારાજ ઘંટાકર્ણ વીરના મંદિર પાસે ધ્યાન ધરતા હતા. ત્યાં તેઓ જઈ ચઢય. ઈશારાથી છેટે બેસવાનું સૂચવ્યું. શાંતપણે અડધો કલાક થયો હશે ત્યાં છ થી સાત ફૂટને કાળા નાગ ગુરુ મહારાજશ્રી પાસે આવતો જોયો. (અજવાળી રાત્રી હતી) જેથી ગભરાઈ જઈ ચીસ નાખી ઊભા થઈ ગયા ને કહેવા લાગ્યા કે “કૃપાનાથ ! મોટે ભયંકર નાગ છે.” સાંભળી તુરત જ મડાગી. રાજે તેમની સામે દૃષ્ટિ કરી કહ્યું: “નિર્માતા ! બીકણ ! શા માટે ડરે છે ? તે તે સંત મહાત્માઓ પાસે આનંદ કરે છે.' પછી તુરત જ સેકંડમાં તે નાગ અદ્રશ્ય થયેલ. આ સત્ય ઘટના તેઓ કહેતા હતા.
શ્રીમદ્ આચાર્ય ગુરુભગવંત શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી કહેતા કે ચરમ તીર્થકર ચોવીશમાં પ્રભુ જિનેશ્વર મહાવીર સ્વામીના પસંદ કરેલા અગિયાર ગણધરો એ કાળના મહાન દિગ્ગજ બ્રાહ્મણ શિષ્ય, વિદ્વાન હતા. તેમાં નવ ગણધર ભગવાનના જીવનકાળમાં જ નિર્વાણ પામ્યા હતા, બાકી રહ્યા બે ગણુધરે – તેમાં પ્રભુપ્રિય ઈભૂતિ ગૌતમસ્વામીને ભગવાનના નિર્વાણની સાથે જ કૈવલ્ય પ્રાપ્ત થયું. એટલે ભગવાનના નિર્વાણ પછી એંશી વર્ષના વયોવૃદ્ધ ને જ્ઞાનવૃદ્ધ સુધર્મા સ્વામીના હાથમાં શ્રમણ સંસ્થાનું સુકાન આપ્યું. તેઓશ્રીએ બાર વર્ષ સુધી પટ્ટધરપદ શોભાવ્યું ને બાણું માં વર્ષે કેવળજ્ઞાન થતાં નિર્વાણ પામ્યા. પછી તેમની પાટે અંતિમ કેવલ
તિના ધારક શ્રી જંબુસ્વામી, પછી તેમની પાટે શ્રીપ્રભસ્વામી, તેમની પાટે શ્રી શયંભવસૂરિજી ને તેમની પાટે શ્રી યશોભદ્રસૂરિજી ને તેમની પાટે શ્રી ભદ્રબાહુસ્વામી ને શ્રી સમંતભદ્રજી આવ્યા. શ્રી ભદ્રબાહુ સ્વામી સકલશ્રુત જ્ઞાતા, ચૌદપૂર્વવર ને મહાન જ્ઞાની હતા. તેમની પાટે સાતમાં શ્રી સ્થૂલિભદ્રજી થયા. તેમની પાટે શ્રી સુહસ્તિસૂરિ, તેમની પાટે નવમાં શ્રી સુસ્થિત અને સુપ્રતિબદ્ધસૂરિ આવ્યા. આ સૂરિરાજ દશ પૂર્વધર હતા ને તેમની પછીના ઈન્દ્રદિનચુરિ, સિંહગિરિસૂરિ વજીસ્વામીજી, વજસેનસૂરિ ચંદ્રસૂરિ, સામતભદ્રસૂરિજી, વૃદ્ધદેવસૂરિજી, પ્રદ્યોતનસૂરિજી દશ પૂર્વધર થયા. ને તે કાળથી એટલે મહાવીર ભગવાનના નિર્વાણ પછી લગભગ એક હજાર વર્ષ પૂર્વેનું સંપૂર્ણ જ્ઞાન નષ્ટ થયું.
ત્યાર પછી મહાયોગી શ્રી કાલિકાચાય, શ્રી સિદ્ધસેન દિવાકર ને શ્રી પાલિપ્તસૂરિ થયા. અઢારમા પટ્ટધર શ્રી પ્રદ્યોતનસૂરિજી પછી
તેમની પાટે શ્રી માનદેવસૂરિજી, માનતુંગસૂરિજી, વીરસૂરિજી, જયદેવસૂરિજી, દેવાનંદસૂરિજી, વિકમસૂરિજી, નરસિંહસૂરિજી, સમુદ્રસૂરિજી, માનદેવસૂરિજી, વિબુધપ્રભસૂરિજી, જયાનંદસૂરિજી, યશોદેવસૂરિજી, પ્રશ્નનસૂરિજી, માનદેવસૂરિજી, વિમલચંદ્રસૂરિજી ને ઉદ્યોતનસૂરિજી, પાંત્રીસમી પાટે પટ્ટધર શિષ્યમાં આ પટધરના સમયમાં (સં. ૯૯૫) વડગ૭ આદિ ચોરાશી ગર છે નીકળે છે. પટપરંપરા આગળ વધે છે, શ્રી સર્વ દેવસૂરિજી, યશોભદ્રસૂરિજી, મુનિચંદ્રસૂરિજી, અજિતદેવસૂરિજી, વિજયસિંહસૂરિજી, સમપ્રભ સુરિજી ને ચુમ્માળીસમાં તપાગચ્છના સ્થાપક શ્રી જગશ્ચંદ્રસૂરિજી પછી શ્રી શીલગુણસૂરિ, “કલિકાલ સર્વજ્ઞ'' હેમચંદ્રાચાર્ય મહાન તેજસ્વી અને પ્રભાવક હતા.
સુમાળી સમા પટધર શ્રી જગચંદ્રજીસૂરિજીની પાટે શ્રી દેવેન્દ્ર સૂરિ, ધર્મષસૂરિ, સમપ્રભસૂરિ, સામતિલકસૂરિ, દેવસુંદરસૂરિ, સેમસુંદરસૂરિ, મુનિસુંદરસૂરિ, રત્નશિખરસૂરિ, લમીરસાગરસૂરિ, સુમતિસાધુસૂરિ, હેમવમલસૂરિ ને તેમની પાટે છપ્પનમાં મહાન ક્રિધારક શ્રી આનંદવિમલસૂરિજી આવ્યા. તેઓની પાટે શ્રી વિજયાનંદસૂરિજી આવ્યા ને તેમની પાટે મહાન રાજા અકબર પ્રતિબંધક જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજી આવ્યા. શ્રી હીરવિજયજીને ઈતિહાસ ને ચમત્કારે સુપ્રસિદ્ધ છે. તેમણે જૈનધર્મની ચઢતી કળા કરવામાં મોટે ફાળો આપ્યો છે. તેમના શાસનકાળમાં શ્રી સહજસાગર પ્રસિદ્ધ ઉપાધ્યાય હતા. અકબરી દરબારમાં તેમનું ભારે માન હતું. તેમની પાટે ઉપાધ્યાયજી જયસાગરજી, ગણિ શ્રી મતિસાગરજી, ને મુનિશ્રી જિતસાગરજી–એ રીતે ત્રેસઠમી તાટે શ્રી મયગલસાગરજી, તે પછી શ્રી પરમસાગરજી, તેમની પાટે હા, ગરજી, તેમની પાટે તેમના ગુરુબંધુ શ્રી સ્વરૂપસાગરજી, તેમની પાંપતી નાણસાગરજી, તેમની પાસે જેપુરના એક યતિજીને શુદ્ધ ધર્મની પ્રરૂપણું કરી સ્વશિષ્ય બનાવ્યા. તેમનું નામ મયસાગરજી રાખ્યું. તેમના શિષ્ય શ્રી નેમિસાગરજી તે શ્રીમદ્ આ. ભગવંત બુદ્ધિસાગરસુરીશ્વરજીના ગ૭ના મનિ ગુરુ હતા, તેમના પટધર શ્રી રવિસાગરજી ને તેમના શિષ્યો હતા તેમાં શ્રી સુખસાગરજી મહારાજને પિતાની પાટને ભાર સોંપ્યો હતો. તેમજ સંસારી શ્રી બેચરદાસભાઈને પણ ઉપદેશ આપ્યો હતો કે તમે દીક્ષા શ્રી સુખસાગરજી પાસે લઈ તેમને ગુરુ કરજે. તે પ્રમાણે શ્રીમદ્જીએ શ્રી મહાવીર પ્રભુની ૭રમી પાટે શ્રી સુખસાગર મહારાજ પાસે સંવત ૧૯૫૭માં પાલનપુર મુકામે દીક્ષા લીધી હતી.
આચાર્ય મહારાજશ્રી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીને પેથાપુર ગામ ઘણું જ પ્રિય હતું, કારણ કે સમાધિ સ્વાધ્યાય માટે પેથાપુરથી એક માઈલ દૂર સાબરમતી નદીના કોતરોમાં ગાઢ જંગલમાં કોઈએ. પૂછે ત્યાં એક ચેતર બનાવેલ હતું. આ ચેતરો સમાવિની બેઠક માટે મહારાજશ્રીને ઘણો જ અનુકૂળ આવતે. અહીંયાં ભાગ્યે જ જ કોઈ જતું; કારણ કે ખીણે તથા કાંટાવાળે રસ્તો હતો. સાપને ઉપદ્રવ હતો એટલે આવાં પ્રાણીની બીક રહેતી. પરંતુ તે જગ્યાએ મહારાજશ્રી દિવસને ચાર વાગે જતા અને સાંજે સાત વાગ્યા સુધીમાં સમાધિ-સ્વાધ્યાય પતાવી પાછા ફરતા. આ ચેતરે
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org