________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
સંવત ૧૯૬૪ની સાલમાં ફાગણ માસમાં ડભોઈથી વિહાર કરી બેરસદ જઈને મારના ઉપાશ્રયમાં ઊતરીને જાહેર વ્યાખ્યાનેથી આખું ગામ જાયત કરી નાખ્યું. રાજ-રોજનાં સુંદર વ્યાખ્યાનેએ પ્રજાને ઘેલી કરી દીધી. - સાધુ-સંન્યાસીઓના સંસર્ગમાં રહેનાર મુનિ બુદ્ધિસાગર બરસદમાં જ સ્થાનકમાગી ઉપાશ્રયે જઈ ચઢયા તે ત્યાં સ્થાનકવાસી ઉપાશ્રયમાં પાંચ સ્થાનકમાગી સાધુઓ હતા. ભેદ કે વિભેદ મુનિને સ્પર્યા નહતા. તેમણે ત્યાં અડ્ડો જમાવ્યા ને ઉપદેશ શરૂ કર્યો. સામે પાંચ સાધુઓમાં મુખ્ય તે શ્રી અમીરખજી ઋષિ સાધુ હતા. આ બંને વચ્ચે જૈન ધર્મ વિષે ચર્ચા વિચારણા થઈ. જૈન મૂતિ વિષે ને મૂર્તિની માન્યતા વિષે પણ ચર્ચા થઈ. આવું અવારનવાર એકાંતરે ચર્ચાથી ધર્મને ઈતિહાસ, ધર્મનું સાય શું ને સાધન શું, મૂર્તિપૂજક માણસને સદા મૂર્તિ-દેહ પર મેહ રહ્યો છે, છતાં મૃતિ ને નિષેધ થવાનાં કારણોની પણ ચર્ચા કરી. એ કારણે સાચાં હતાં, પણ કાર્ય માં ભૂલ હતી ! સ્થાનમાગી શ્રી અમીરખજી ઋષિ આ સંતનું નિષ્પક્ષપાત વિવેચન સાંભળી, સંસ મિષ્ટ કરી આગળ વધારતા ગયા. બંને વચ્ચે ઘણું વાદ-વિવાદે થતા. બંને જણ મહાન ઉપાસકો હતા. વાદવિવાદમાં હાર ખાય તે શિષ્ય અને છત પામે તે ગુરુ. આ રીતે બંનેની તુલના સમતલ હતી. બોરસદથી મુનિરાજ બુદ્ધિસાગર વિહાર કરીને કાવીઠા માગે થઈ અમદાવાદ તરફ આવી રહ્યા હતા ત્યારે શ્રી અમીરખ૦૭ ઋષિ ખેડા તરફ વિહાર કરી રહ્યા હતા. બંને વચ્ચે અંતરના ઊંડાણને અંતરમાં અજવાળાં પાથરી રહે તે રીતને પત્રવ્યવહાર શરૂ થઈ ગયો હતે. ઉત્તરતર તે પત્રવ્યવહારથી જ શ્રી રામ એ ઋષિએ સત્ય શોધી નિર્ણય લીધો કે મારે તથા મારી સાથેના સાધુઓએ શ્રી બુદ્ધિસાગરને ગુરુ કરવી. તે નિર્ણય લઈ ખેડાથી તેઓ પણ બીજા પિતાના ત્રણ સાધુએ જોડે અમદાવાદ વિહાર કરીને આવી ગયા ને ગુરુ –ચેલા અનવાને કાર્યક્રમ શેઠ દલપતભાઈ ભગુભાઈના વંડામાં રાખે. ૫ સમયે કાર્યને ભવ્ય રીતે આરંભ કરવામાં આવ્યું. ત્યારે સ્થાનકમાગી સાધુઓએ શ્રી બુદ્ધિસાગર મહારાજ પાસે વાસક્ષેપ નંખાવી તેમને ગુરુ માન્યા. તેમાં પ્રથમ શિષ્ય અમીરખજી ઋષિનું નામ શ્રી અજિતસાગરજી રાખ્યું. બીજાઓનાં નામે પણ ફેરફાર કરી શ્રી બુદ્ધિસાગરજીના શિષ્ય તરીકે જાહેર થયા. ત્યારે સૌને લાગ્યું કે ‘ચોગ્ય ગુરુને 5 શિષ્યની પ્રાપ્તિ થઈ ગઈ.
નવા શિષ્ય મુનિ શ્રી અજિતસાગરજીની પ્રભાવિક મુખમુદ્રા, જવલંત રૂ૫ ને રાજગી જેવો રુઆબ જોઈ બધા આનંદમાં ગરકાવ થઈ ગયા. તેઓ પણ દિન-પ્રનિદિન ગુરુ પાસેથી જ્ઞાન મેળવી જ્ઞાન પચાવતા ગયા. અનેક ગુણે સંપન્ન ને જ્ઞાની આજ્ઞાંક્તિ શિષ્ય બની ગયા. ક્યારેક આ બંનેમાં ગુરુ કેણ, ને શિષ્ય શું ? એ ભુલ- ભુલામણી જેવું લાગતું હતું. તેટલું બંનેનું અખૂટ જ્ઞાન હતું. વ્યાખ્યાન વધુ પડતાં શ્રી અજિતસાગરજી આપતા હતા, જ્યારે મુનિ બુદ્ધિસાગર પિતાનું લેખન-કલમ ઉપાડી સદા લખવામાં તત્પર રહેતા.
શ્રીમદ્ આચાર્ય ભગવંતના જ્ઞાન વિષે જાણવાની એક વાત છે કે, મુંબઈમાં કાલબાદેવી, મોરારજી ગોકુળદાસ ચાલમાં રૂમ નં ૩૦ માં રહેતા વિસનગરના વૈષ્ણવ જાતના ઝવેરીને ધંધે કરનાર ભાઈ શ્રી મથુરદાસ છગનલાલ ઝવેરી મેટ્રિકને અભ્યાસ કરી રહ્યા હતા. તે રાત્રે પણું વાંચન કરતા હતા. આંખના અતિ પરિશ્રમથી તેમની આંખોને તકલીફ થઈ ને ત્રણ-ચાર દિવસમાં તો આખે બંધ થઈ ગઈ ને તેઓ અંધ થયા. આંખ ઊઘડતી ન હતી, જેથી મુંબઈ તથા મીરજના મશહૂર ડેકટરોને બતાવી ટ્રીટમેન્ટ માટે કાંકરાની માફક પૈસા ખર્યા. છતાં કંઈ સારું થયું નહીં. તેઓ તે જ અવસ્થામાં કુટુંબ સાથે વતન ગયા ત્યારે માણસ જવાને પ્રસંગ આવ્ય, માણસાના ઠાકોર સાહેબ રાળ શ્રી તખ્તસિંહજી ચાવડાએ તેમને આ હાલતમાં જોયા ને હકીકતથી વાકેફ થયા. તેમણે કહ્યું : “ અહીં ઉપાશ્રયે જ્ઞાની સંત બિરાજે છે. તેમને સત્સંગ કરવાથી તેઓ મને પ્રભુ તુલ્ય જણાય છે. તે તેમને બતાવીએ. એમ કહી મથુરદાસભાઈને શ્રીમદ્ આચાર્ય ભગવંત શ્રી બુદ્ધિસાગરસૂરિશ્વરજી પાસે લઈ ગયા અને વિનંતી કરી. ઠાકોર સાહેબે મથુરભાઈના દુઃખની તેમ જ કરેલ સારવારની વાત કરીને કહ્યું : “આ૫શ્રી જ્ઞાની છો. દુઃખમાં તમારે આશરે લઈ સાજા થવા આવ્યા છે. મહારાજશ્રોએ જ્ઞાનચક્ષુથી જોઈ લીધું કે તરત જ કહ્યું કે “આજથી દોઢ મહિના પછી આંખ ઊઘડશે ને તેઓ દેખતા થશે. દવા કરે અગર ના કરે તે તમારી ઈચ્છાની વાત છે. પરંતુ વગર દવા કર્યો પણ દોઢ મહિને વીત્યા પછી આંખે આપે આ૫ ઊઘડશે ને દેખતા થશે.' આશ્ચર્ય!
જગ જાણે ઉન્મત્ત એ એ જાણે જગ અંધ જ્ઞાની જગમેં ઈયે, યું નહિ કેઈ સંબંધ,
જ્ઞાની અને જગતને પોતપોતાના વ્યવહાર અંગે કશે મેળ આવતા નથી. જગત મહાન પુરુષને પિતાનાં (ચર્મ) ચક્ષુએ જુવે છે, જ્યારે તે મહાન પુર જગતને પોતાનાં (જ્ઞાન) ચક્ષુએ જુવે છે.
આંખે અંધ થયેલ મથુરદાસભાઈએ ગુરુને વિનંતી ને આજીજી કરી કહ્યું : “સંત મહારાજ, હું તે કેવી રીતે માની શકું? અતિ આગ્રહ કરતાં મહારાજશ્રીએ તેમને અંગૂઠો મથુરભાઈને આંખે અડાડવો ને આંખ ઊઘડી ગઈ, દેખતા થયા. મહારાજશ્રીને વળગી પડયા કે તમે ખરેખર ભગવાન છે. મહારાજશ્રીએ કહ્યું: “તમારી શંકાને જાણીને મારે તમારી શંકા દૂર કરવાની હતી. તેટલા માટે જ તમને આ ચમત્કાર બતાવ્યો છે. હવે તમો હતા તે હાલતમાં થઈ જશે. પરંતુ પૂરા દોઢ મહિને જ તમે સંપૂર્ણ સારા ને દેખતા થઈ જશે. વળી પાછું મથુરભાઈનું મોટું લેવાઈ ગયું ને વિનંતી કરી ખૂબ જ આજીજી કરવા લાગ્યા કે મારે કુટુંબના માણસને જેવા છે. તો કૃપાળુ, મારા ઉપર દયા કરે ત્યારે મહારાજશ્રી આત્મબળથી વચનસિદ્ધ સંત હોવાથી તેમને કહ્યું કે ત્રણ દિવસ સુધી નેત્રથી તમે જોઈ શકશે. ત્યાર પછી આંખો હતી તે રીતે જ બંધ થશે ને તે મેં આપેલ મુદતે જ ઊપડશે. કર્મ વિપાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org