________________
૧૧૨૦
તૈયાર કરી, જુદી જુદી ભાષામાં તેના તરજુમા કરાવી, એ લાખથી વધુ રૂ ઉગાડનારા ખેડૂત પાસે તેની પર સહી કરાવી, ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ પર મેાકલાવ્યું હતું. સાથેાસાથ ‘Raw – cotton ' economy ' ના શીક નીચે એક પ્રકાશન પણ માકલાવ્યું. આના પરિણામે ગરીબ ખેડૂતાને કરોડો રૂપિયાના ફાયદા થયા, રૂ ના ભાવમાં મેટા વધારા થચે, અને પછી તે આ નિયયંત્રણ પશુ રદ કરવામાં આવ્યું. શ્રી નારણજીભાઈ કૃષિપ્રેમી છે, અને પાતાની માતૃભૂમે કચ્છમાં ૩૦૦ એકર જમીનમાં
અદ્યતન પદ્ધતિથી · મામાયા ખેતી કેન્દ્ર' ચલાવે છે, જેની વ્યવસ્થા તેમના જ્યેષ્ઠ પુત્ર શ્રી કુલીનકાંતભાઈ સભાળ છે, જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં શ્રી નારણજીભાઈ અસીમ રસ ધરાવે છે. જીવવિચાર, નવતત્ત્વ અનેક ગ્રંથાના તેઓ ઊંડા અભ્યાસી છે. વાંચન, ઘેાડેસવારી, તરવુ' અને બંદૂકબાજી તેમના શોખના વિષય છે. હીરાની પરખમાં તે નિષ્ણાત છે. ચેગ તેમના પ્રિય વિષય છે, અને ચાગના વિષય ઉપર વિસ્તૃત વ્યાખ્યાન આપી શકે તેવું તેમનુ અહેાળુ જ્ઞાન છે. માટુંગામાં ભાઉદાજી રોડ ઉપર તમામ શાકાહારી ભાઈઓને, ધાર્મિક – સામાજિક – સાંસ્કૃતિક કાર્યક્રમાની સગવડતા આપતી શ્રી “ નારણજી શામજી મહાજનવાડી એમની બુદ્ધિમતા અને વ્યવહાર કૌશલ્યના એક પ્રતીક રૂપ છે, ઈ.સ. ૧૯૬૭ માં ભદ્રેશ્વર તીર્થાંમાં શ્રી અખિલ ભારત અચલગચ્છીય ચતુવિધ જૈન સઘના અધિવેશન વખતે પ્રમુખપદેથી સ ́ધને માર્ગદર્શન આપી તેમણે પ્રેરક ને મનનીય પ્રવચન વ્યાપ્યું હતું. તેઓશ્રી અખિલ ભારત અચલગચ્છ (વિધિપક્ષ) શ્વેતાંબર જૈન સંઘના પ્રમુખ છે, અને એલ ઇન્ડિયા જૈન શ્વેતાંબર કેન્ફરન્તના ઉપપ્રમુખ છે. ઈ.સ. ૧૯૬૯-૭૦ માં કચ્છમાં પડેલા દુષ્કાળ વખતે અચલગચ્છ સઘના આશ્રયે ‘વસ્તુપાલ તેજપાલ ’ નાટક ભજવી, કચ્છની પ્રજાની સહાય અર્થે રૂપિયા અઢી લાખની રકમ એકઠી કરી હતી. તેઓ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રાદેશિક સભ્ય છે. શ્રી ભારત જૈન મહામ`ડળની કારાબારી સમિતિના એક સભ્ય છે, અને સહસ્ત્રા પાર્શ્વનાથ જૈન દેરાસર માટુંગા તેમ જ વરાડીયા દેરાસરના મેનેજિંગ ડિરેક્ટર છે. ટ્રસ્ટી છે, બીજી અનેક સસ્થાઓને ઉદારદિલે મદદ કરી છે, શ્રી નીમચંદ ઠાકરશીભાઈ
ગુજરાતમાં જૈન સમાજ પોતાનાં દાનવીર રત્નાની પરગજુવૃત્તિ અને દાનશીલતાન લઈ ગૌરવ અનુભવે છે,
Jain Education International
વિશ્વની અસ્મિતા
તેવા દાનવીર મહાનુભાવામાં શેઠ શ્રી નીમચ'દભાઈને પશુ મૂકી શકાય. સારાષ્ટ્રમાં આવેલા ચેાટીલાના વતની, સામાન્ય અભ્યાસ પણ હૈયા ઉકલત અને વ્યવહાર કુશળ તાને લઈ નાની વયમાં જ ધધાર્થે કલકત્તા તરફ પ્રયાણુ કર્યું, ભારે પરિશ્રમ અને પુરુષા દ્વારા ધધાને વિકસાન્યા. ધધામાં એ પૈસા કમાયા અને ઘણી સસ્થાએમાં ગુપ્ત જ્ઞાનથી સેવા આપી.
ચેટીલામાં કસ્તુરખા નીમચંદ દવાખાનુ` આ કુટુંબની દેણુગીને આભારી છે. ફર્નિચર અને સાધન સરજામ સાથેનુ આ દવાખાનું ગરીબ લેાકેાને આશીર્વાદરૂપ થઈ
પડયુ' છે. ચેાટીલા શ્મશાનમાં માંઘીબા વિસામે, માંઘીબાઇ સ્કૂલમાં એક રૂમ, પાંજરાપાળમાં પ્રસગેાપાત્ત મદદ, ગરીબ કુટુંબને પ્રસંગેાપાત્ત અનાજ કપડાં અને ખાનગી મદદ, શિયાળામાં લેાકેાને ઠંડીથી રક્ષણ આપવા બ્લેકેટ વગેરેની મદદ, બિહાર રાહત ફંડ તથા એવા અનેક કુંડફાળામાં આ કુટુંબનુ' યશસ્વી પ્રદાન રહ્યુ છે.
કેળવણી અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં અપાર લાગણી અને રસ ધરાવનાર આ કુટુંબમાં અગ્રણી શ્રી નટવર લાલભાઈ, શ્રી સુમનભાઈ, શ્રી જયતિભાઈ વગેરેએ શ્રી નીમચ’દભાઇના વારસા જાળવી રાખ્યા છે.
આ કુટુના અગ્રણી શ્રી જયતિભાઈ જેએ મુંબઇમાં સુમનલાલ નીમચંદની પેઢીનું 'ચાલન કરી રહ્યા છે અને સમાજસેવાના ક્ષેત્રે સારું' એવુ પ્રદાન કરતા રહ્યા છે. શ્રી જયતિભાઈ એવા જ પ્રતાપી અને દિલાવર આદમી છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓામાં તેમના હાથે આજ સુધીમાં લક્ષ્મીના સદ્વ્યય થયા છે. ઘણી સામાજિક સસ્થાએ ને આજે પશુ તેમની હૂંફ્, પ્રેરણા અને સહાનુભૂતિ મળતાં રહ્યાં છે. તેમના આદાયને અમે મનામન વંદન કર્યાં વિના રહી શકતા નથી.
સ્વ. ભાવસાર નીતિનકુમાર જ્યંતિલાલ તલાયા
સંવત્સરીના સૂર્યાસ્ત પહેલાં જ ફૂલ કરમાઇ ગયું.
સ'સારમાં માનવના માન, મલેા અને પ્રતિષ્ઠાનુ મૂલ્ય તેમની ભૌતિક સંપત્તિ ઉપરથી નહીં પણ તેમણે દાન ધર્માંને ક્ષેત્રે શું પ્રદાન કર્યું, સમાજોત્કર્ષની મગળ પ્રવૃત્તિએમાં શી દેણગી આપી તેના ઉપરથી અંકાય છે માનવજીવનની ફલશ્રુતિ,
For Private & Personal Use Only
www.jainelibrary.org