________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
ક્યારેક સાધુઓ કરતાં ચઢિયાતું અને વ્યવહારવાળું હોય છે. આ રીતે બંનેને શાંત કરેલા.
ભાઈનાં માતુશ્રી, શેઠ શ્રી દલપતભાઈનાં ધર્મપત્ની ગંગાશેઠાણું જે મારે માતા સમાન છે, તેમણે આ વાત જાણું હશે તો ઘણેજ આઘાત અને રંજ થશે. તે કુટુંબને મારા ઉપર ઘણો જ ઉપકાર છે, જેથી મને તે કુટુંબની મોટી બીક રહે છે કે, જેઓ જાણશે તે શ્રાવક શ્રી લાલભાઈ, શ્રી મણિભાઈ, શ્રી જગાભાઈ તથા તેમનાં માતુશ્રી ગંગાશેઠાણ સહુ બધું કુટુંબ ભયભીત બની ચિંતાતુર થઈ અહીં આવવા દેડાદેડી કરશે - તે તમે ત્યાં જઈને આ સારીયે હકીકતથી તેમને જાણ કરે અને કહેશે કે મહારાજશ્રી પ્રભુ મહાવીરની સાક્ષીએ પવિત્ર છે.' તે જ દરમીનમાં માણસાથી મહારાજશ્રી ઉપર આરોપ નાખનાર શ્રાવકને મહેતાજી દોડતો આવ્યો અને પરદેશથી આવેલ તાર (લિગ્રામ) તેમના શેઠના હાથમાં સોંપ્યો. તે વાંચીને તેઓ પ્રસકે કુસકે રડવા લાગ્યા. બધા સંઘે વચ્ચે આ કેવું અજબ આચર્ય -તેમાં લખ્યું હતું કે તમારા મકાનમાં એકાએક મેટી ભયંકર આગ - લાગી છે. તમે તુરત જ નીકળીને આવો. આ બધું કુટુંબ સમગ્ર સંધોની હાજરીમાં મહારાજશ્રીના ચરણમાં નમી પડયું અને માફી માગવા લાગ્યું. સ્ત્રીએ કબૂલ કર્યું : “મહારાજશ્રી, અમોને માફ કરે. મેં જે કંઈ આપના ઉપર આળ નાખ્યું તે સાવ ખોટું છે. મારી નીચ બુદ્ધિએ આ હલકું તર્કટ કર્યું છે. તે મને માફી આપે. જિંદગી-ભર હું હવે આવું અપકૃત્ય કરીશ નહીં.' ત્યારે મહારાજશ્રીને ચહેરા - શાંત પડ્યો. ક્રોધ કરવા બદલ મિચ્છામિ દુક્કડં દઈને એક બીજા
ઓએ ક્ષમાવી લીધું. પરંતુ છૂટેલું તીર એનું કામ કરી રહ્યું. તેમને “ઘણું જ નુકસાન થયું. પાયમાલ થઈ ગયા. પાછળથી ગુરુની આશિષ મેળવી પોતાના ઘેર ગયા. પોતાની હાજરીમાં બનેલ આ તમામ બનાવ મહુડીના શ્રાવક શ્રી વાડીલાલ કાળીદાસ વોરાએ મહારાજશ્રીની આજ્ઞા મુજબ શેઠશ્રી દલપતભાઈ ભગુભાઈના વંડામાં અમદાવાદ મુકામે જઈને ગંગાશેઠાણી તથા તેમના ત્રણે દીકરાને વાત કરી, પરંતુ સાથે સાથે પવિત્ર આત્માની સાક્ષી પૂરતી બનેલી હકીકત પણ કહી સંભ• ળાવી. આથી તેઓને ઘણું જ સંતોષ થયો.
આ વાત છે. આજેલનાં ચૈત્ર માસની સળી ચાલતી હતી. સાંજે પ્રતિક્રમણ પૂરું થઈ ગયા બાદ દેરાસરજીના ચેકમાં ભજન ચાલતાં હતાં તેમાં મહારાજશ્રીનાં રચેલ ભજને આજે લના મીર અભુભાઈ-મુસલમાન તાર-તંબૂરા ને ઢોલકના સાજ સાથે ગાઈ રહ્યા હતા. તે વખતે મહારાજશ્રીના શિષ્ય કીર્તિ સાગરજી પણ ત્યાં હાજર હતા. વૈદ્ય પ્રેમચંદ વેણીચંદ પણ હાજર હતા. તેઓ વૈદકના મહાન જાણકાર હતા, તેવા જ જૈનધર્મના ઊંડા અભ્યાસી હતા. આ બંને વચ્ચે ધર્મની ચર્ચા ચાલી ને તેમાંથી વાદવિવાદ ઊભો થ. બંને જણ ઝગડી પડ્યા તેમાં મહારાજશ્રીએ વરચે પડીને બંને વચ્ચે સમાધાન કરાવ્યું. તે સમાધાન કરાવવા જ્ઞાનીઓએ લખેલ પુસ્તકને આશરો લેવો પડેલો. શ્રી પ્રેમચંદ વેણીચંદને શાંત કરી તેમનું સમાધાન કર્યું ને તેમના શિષ્ય કીર્તિ સાગરજીને ઠપકો આપ્યો કે હું બેઠો છું તે મને પૂછીને જવાબ આપવાની જરૂર હતી. ખોટે વાદ- વિવાદ કરવાથી ખેટા પડાય કારણ કે બારવ્રતધારી શ્રાવકેનું જ્ઞાન
શ્રીમદ્દ શ્રી આ. ભગવંત બુદ્ધિસાગરસૂરીશ્વરજીનો એક કિસ્સો અહીં આપવાની ઇચ્છા-જિજ્ઞાસા એ છે કે મહાન સિદ્ધિને વરેલા ૫. પૂજય શ્રી આનંદઘનજી મહારાજની ઝાંખી કરાવે છે કે આજેલમાં શ્રાવક શ્રી મલકચંદભાઈ પાસે ગારજી ગણપતસાગરનું એક પુસ્તક હતું. તેમાં સુવર્ણસિદ્ધિ માટે પ્રયોગ લખેલ હતો કે તાંબાને અમુક રસ આપી લખ્યા પ્રમાણે વનસ્પતિના પાનને રસ લગાડી અગ્નિની ભઠ્ઠીમાં તપાવવામાં આવે તો તે સો ટચનું સોનું બને. તે પ્રમાણે મલકચંદભાઈએ અથાક પ્રયાસ કરવા છતાં પ્રવેગ સફળ થતા ન હતા. આથી તેઓ મહારાજશ્રીને કહેવા લાગ્યા કે ગારજીએ આ પ્રયોગ પોતાની પ્રસિદ્ધિ માટે ખોટે લખ્યો છે. મહારાજશ્રીએ તે વાત નકારી કાઢી, કરિશું તેમને જે પુસ્તકે ગેરછનાં લખેલાં મળ્યા હતાં તે તદ્દન સત્ય હતાં, જેને પ્રત્યક્ષ અનુભવ તેમણે કરીને સિદ્ધિ સાધના દ્વારા મેળવી હતી. તેમણે કહ્યું કે તમે ભળતા પ્રકારની વનસ્પતિનાં પાંદડાં લાવો તે તેમાં પુસ્તક, લેખક કે પ્રયોગને વાંક નથી. પરંતુ તમારા ભાગ્યમાં આ સિદ્ધિથી થતું સોનું નથી જેથી તમને જોઈતી વનસ્પતિનાં પાંદડાં મળતાં નથી. પરંતુ આની સાબિતી માટે હું તમને આ વનસ્પતિનાં પાન ક્યાં છે, તે બતાવું છું. તે તમો લઈ આવો. જેની પ્રત્યેક નાની ડાંખળીએ પાંચ પાનાં સાથે હોય છે જયારે તમો લાવો તે પાનાં તેના જેવાં છે પણ તે પ્રત્યેક ડાળીએ બે હોય છે. તે આમાં કામ આવે નહિ, વનસ્પતિ જ તમે લાવો છે તેનાથી અલગ છે, તમારું ભાગ્યબળ નથી, પરંતુ સાધક અને લેખકનો પ્રયોગ ખેટો નથી, તેની સાબિતી માટે તમને આ વનસ્પતિનાં પાંદડાં કયે ઠેકાણે મળશે તે બતાવું છું. તે લઈ આવશે અને તાંબાની પાઈ ઉપર લગાડી ભઠ્ઠામાં નાખી પ્રયોગ કરી જોશે. સુકાઈ ગયેલી વેલમાં તમારા ભાગ્ય આધીન ફક્ત પાંચ પાનની ડાળી જ તમને મળશે. તે સિવાય તે વનસ્પતિ ત્યાં હશે તે પણ તમે જોઈ શકશે નહીં. આ વનસ્પતિ મહુડી ગામ પાસે ખડાયત થઈ આગાં વટાવતાં અજિતનાથ કાઉસ્સગીઓની પ્રતિમા ટેકરી ઉપર આવેલી છે ત્યાં જતાં અમુક નિશાનીવાળી જગ્યાએથી તમને મળશે. આ વનસ્પતિનાં પાંદડાં અને
આ પ્રયોગ વિષે મેં મહુડીના શ્રાવક માર ભક્ત શ્રી વાડીલાલ કાળીદાસ વોરાને અમે બંને એક દિવસ વનસ્પતિની જગ્યા ઉપરથી જ પસાર થઈ જ્યાં તે અજિતનાથ કાઉસગીઆની જૂની-પુરાણી સફેદ ઊભી પ્રતિમાં હતી ત્યાં બીજી ઘણી જ જિન પ્રતિમાઓ છે. તે સંશેધન માટે જઈ રહ્યા હતા ત્યારે વાત કરેલી કે વાડીલાલ, આપણે જ્યાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યાં આપણું પગ નીચેથી આપણે એવી વનસ્પતિ પસાર કરી રહ્યા છીએ કે જે સુવર્ણસિદ્ધિને રસ તેનાં પાંદડાંમાંથી પ્રાપ્ત થાય છે. પરંતુ તમારા ભાગ્યમાં નથી જેથી તે વનસ્પતિ હું બતાવવા માગું તો પણ તમે જોઈ શકે નહીં. જ્યારે અમારે સાધુને તો મમતા કરી તેને હાથ લગાડવાનું કંઈ પ્રયોજન નથી.” મહારાજશ્રીના બતાવ્યા પ્રમાણે મલુકચંદભાઈ ત્યાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org