SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1042
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભ ગ્રંથ ભાગ-૨ ૧૦૧૩ પેઢીના સંસ્કારના જતનની તેમના તથા ઉપાસનાનાં બળે શોધી કાઢેલા પિતાના નકકર વિચાર આત્મબળ ખેડી એકે હજારાની જેમ નિભકપણે વિઠાને સમક્ષ મૂક્યો. તેથી ઉડાહ અને વિચારણુઓ પછી ચારે બાજુ એક સમુ દાય આ તેયાર થઈ રહ્યો કે આ વિચારોને એક નિશ્ચિત-સંસ્થાના ધોરણે નિરંતર પણે સ્થાયીરૂપે પ્રકટ કરી આપવામાં આવે તેમ જ એક બીજા સાથે મળીને આ દિશામાં કાર્ય કરતા રહે તે અમારી ઊછરતી પ્રજામાં ભારતીય–સંસ્કૃતિના અંકુરે કુરી ઊઠે, ધર્મ, શાસ્ત્ર અને આત્માપરમાત્મા પ્રત્યેને અવિશ્વાસ અટકાવાય તથા મહાના શના માર્ગે જઈ રહેલ દેશના લાડકવાયા ભાવી કર્ણધારે પિતાની જાતને પીછાણી શકે. સત્ય જે હોય તેને આવકાર મળે છે જ! પ્રકાશની સામે અંધારું ટકતું નથી અને ઉર્વર – ઉપજાઉ ભૂમિમાં વાવેલું ઊગે છે, તેમ જ કાર્યની વિશાળતા, ગંભીરતા અને સ્થિરતાની દૃષ્ટિએ પૂજ્ય મહારાજશ્રીની પ્રેરણાથી ધારેલા કાયે નકકર સ્વરૂપ લીધું. તેના પરિણામે– વિક્રમ સંવત ૨૦૨૩ના શ્રાવણમાસના શુકલ પક્ષની પંચમીના દિવસે ઈદેરનગરમાં “ભૂ-ભ્રમણ-શોધ-સંસ્થાન'ની વિધિવત સ્થાપના થઈ. સંસ્થાનની ગતિવિધિઃ આ સંસ્થાએ પિતાના વિકાસનાં કિરણો જુદી-જુદી દિશાએમાં પ્રસારવા માંડયાં જેમાં– ૧. જુદી જુદી ભાષાઓમાં ભૂ-ભ્રમણ-શોધ-સંબંધી સાહિત્યનું પ્રકાશન, ૨માનચિત્ર, મોડલ, યંત્રો વગેરેના આધારે પ્રયોગાત્મક પરીક્ષણ, ૩. દેશ-વિદેશમાં પ્રકાશિત-અપ્રકાશિત ભૂગોળ-ખગોળને લગતા વિભિન્ન સાહિત્યને સંગ્રહ કરી વિશાળ-ગ્રંથાગારનું નિર્માણ તેમ જ વિજ્ઞાનિક ઉપકરણોને સંગ્રહ, ૪. વાર્ષિક ગેષ્ઠીઓ, વિચાર-પરિષદ અને નિયમિત પ્રવચને. પ. પૂર્વમહર્ષિઓની આજ્ઞાઓ અને શાસ્ત્ર–વચનને પ્રચારપ્રસાર અને વિશિષ્ટ પ્રસંગે પ્રદર્શનનું આયોજન જેવાં કાર્યો થયાં છે અને થઈ રહ્યાં છે. આ સંસ્થાન મુખ્યતવે મહેસાણા (ઉ. ગુજરાત )માં સળ કળાથી ખીલી રહ્યું છે. તે અંગે થતા કાર્યક્રમો ઉમળકાથી ઊજવાયછે, જેની માહિતી દર મહિને “ સુઘોષા” (પાલીતાણા)માં અને સમયાનુસાર પત્ર-પત્રિકાઓમાં પ્રગટ થઈ હતી અને થાય છે. તેના પરિણામે ભારત અને વિદેશોમાં આ સંસ્થાની પ્રવૃત્તિને પરિચય પહોંચે છે. દેશવિદેશના અનેક વિદ્વાનો, વૈજ્ઞાનિકે, ભૂગોળ–ખગોળની વિશિષ્ટ જ્ઞાતાઓ, સુશિક્ષિત-નાગરિકે અને અનેક પૂજ્ય આચાર્ય ભગવંતે, ઉધ્યાય-ભગવત, પંન્યાસ પ્રવરે, ગણિ મહારાજો, મુનિરાજે, જૈનેતર પ્રસિદ્ધ ધર્માચાર્યો, પ્રાધ્યાપકે, પ્રતિષ્ઠિત વિદ્વાન ગૃહસ્થો અને વર્તમાનપત્રો વગેરેએ નિરંતર વિકાસના પંથે પાંગરતા આ સંરથાનને તથા પૂજ્ય ઉપાધ્યાય શ્રી ધર્મ સાગરજી મહારાજને શિષ્ય પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજના આ પુરુષાર્થને વધાવવા અંગે હાર પત્રો, સંદેશાઓ મળેલ હતા જે સંદેશોએ મંગલસંદેશા” નામે પ્રકટ થયેલ છે, અને હજી પણ ઢગલાબંધ પત્રો આવી રહ્યા છે. કતવ્ય બોધ : વર્તમાનકાળમાં વિજ્ઞાન - જગત અને ધાર્મિક-જગતમાં આત્યંતિક વિરોધ અને સંઘર્ષ જેવું દેખાય છે. ઉપાસના, અધ્યાત્મ – વિચાર, ધર્મ-કર્મ આદિની વાતે આ અણવિક – યુગમાં પુરાણી, સારહીન અને મ્યુઝિયમમાં મૂકી રાખવા જેવી કહેવાય છે. વિજ્ઞાન વડે અપાયેલા અસંખ્ય ભૌતિક સુખ-સમૃદ્ધિનાં સાધનોને પ્રાપ્ત કરી માનવની માનવતા લુપ્ત બની પાશવિતામાં પલટાઈ રહી છે. અધર્મનો વ્યવહાર જાણે માનવને ધર્મ જ બની ગયો હોય તેમ સ્વીકારાય છે. ધર્મના અભાવમાં મનુષ્યના જીવનમાં કામવાદ, કામચાર, કામભક્ષ વગેરે રૂપે સ્વછંદવાદ ફેલાતે દેખાય છે. ખરેખર તે વિજ્ઞાન માત્ર અઢિયચર – વિષયે સુધી જ સીમિત છે. માનવીય જીવનનાં મૂલ્યોને વિચાર તેની સીમાથી પર છે. સાચું કહીએ તે – “ વિજ્ઞાન પૂર્ણ રીતે આત્મવિમૃત છે,” ઊંડાણુથી વિચારતાં આ વિજ્ઞાન જ વર્તમાન જગતમાં ફેલાયેલ દુઃખ અને અશાંતિનું મૂળ કારણ છે.” પાશ્ચાત્ય શિક્ષા – પ્રણાલીના રંગે રંગાયેલા ભારતીય આર્યસત્યના ઉદ્ઘોષક મહર્ષિઓની વાણીમાં અશ્રદ્ધા કરી પોતે જ ખાડામાં પડી રહ્યા છે. શાસ્ત્રીય સાચા માર્ગને તેઓ કાંટાવાળા માર્ગ માની બેઠા છે. તેઓ ભૂલી ગયા છે કે – “ આમતવને જ્ઞાતા સમસ્ત – દુઃખને ક્ષય કરી ચિર સુખને વરે છે. આમાનું અજ્ઞાન એ જ મૃત્યુ અને આત્માનું જ્ઞાન એ જ અમૃતત્વ કે મોક્ષ છે.” આ વસ્તુ વૈજ્ઞાનિક- ઢબે સમજાવવાની ખાસ જરૂર છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy