SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ કરી આપી હતી. જમવા માટે શેડ શા. અમુલખભાઈ માણેકચંદને ત્યાં વ્યવસ્થા કરેલી. તે ઘરમાં દિવાળીમાં વૃદ્ધ અને ઉંમરલાયક હતાં. સ્વભાવે બહુ જ ભેળાં હતાં. તેમને પાંચ દીકરા હતા. તેમના કરતાં આ ભાવિ ઉત્તમ જીવ પંડિત બેચરદાસને તે ઘણું જ સાચવતાં હતાં જેથી મા-દીકરા જેવો તેમને સંબંધ હતા. આજેલ ગામમાં પંડિત બેચરદાસ ગયા તે અગાઉ ગામમાં ગરજી મહારાજશ્રી ગણપતસાગરની ગાદી હતી. ત્યાં આગળ ગોરજી મહારાજ ઘણું રહેલા તેમ જ તેમનું વર્ચસ્વ પણ ઘણું હતું. મંત્રતંત્રના જાણકાર હતા. ઘણી જ ઉંમર થયા પછી શરીર કામ આપી શકતું ન હતું. જીવન-મરણની વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા હતા તે અરસામાં તેમણે એક બ્રાહ્મણને છોકરા નામે બાપાલાલ હશે તેને લાવીને પિતાને ચેલે કરવા પાસે રાખેલ હતું. તેને ધીમે ધીમે શિક્ષણ અને સંસ્કાર આપતા હતા. ગોરજીને પિતાનું મરણ નજીક ભાસવાથી આજેલના જનસંઘને ભેગા કરી મિટિંગ કરી તેમની પાસે જે પૈસા-રકમ હતી તેની પરબડી બંધાવવા ઇછા દર્શાવી તેમ મરણ બાદ અઠ્ઠાઈ ઉત્સવ કરવાની ભલામણ કરી અને કહ્યું કે મારા આ ચેલાને પાંચ વર્ષ પછી દીક્ષા તે હયાત હોય તે અપાવિશે. સંધે તે આદેશ સ્વીકારી લીધો. ત્યારબાદ થોડાક દિવસ બાદ ગારજી ગણપતસાગરજી કાળધર્મ પામ્યા. (તેઓશ્રી ની ગાદી ગણપતસાગરની ગાદી નામે ઓળખાતી હતી. તેમના ચેલાને ભણાવો હતા તેમ ગારજીના કાળધર્મ પામ્યા પછી અઠ્ઠાઈ ઉત્સવ કરવાને હાઈ ખલનાયક પંડિત બેચરદાસને લઈ આવેલા. તેમની હાજરીમાં આજેલમાં અઠ્ઠાઈ ઉત્સવ કરેલો. તે વખતે ક્ષિાકાર ભોજક વડનગરના શ્રી ભાહનભાઈ આવેલા હતા. તેઓ ક્રિયા સારા જાણુકાર હતા. તેમને અને પંડિત બેચરદાસને સારો સત્સંગ થઈ ગયો હતે. અઠ્ઠાઈ ઉ-સવને છેલે દિવસે શાંતિસ્નાત્ર હતું તે વિધિ પત્યા પછી વડા પ્રભુજીના રથ સાથે નીકળ્યો હતો. તે વેળા પંડિત બેરદાસે તથા ભેજક એહનલાલભાઈએ છોલેલાં શ્રીફળ (નાળીએર ) આકાશ માર્ગે નાખેલાં હતો જ્યારે નીચે પડયાં ત્યારે ટેપ નહીં ને કાલાં નીચે પડેલાં. આ ચમત્કાર સજા હતા. ત્યારબાદ આ જ અરસામાં ગરજીને ચેલે બીમાર પડ્યો અને મરણ પામ્યો. તે વખતે બેચરદાસ ત્યાં જ હતા. તેમણે પાછળથી ગરજી ગણુપતસાગરનાં પુસ્તક પિતાને બિજે કર્યા. પુસ્તકો વાંચવા માંડ્યા છે તે બધાં પુસ્તકો મંત્રતંત્ર અને સિદ્ધિ મેળવવાને લગતાં હતાં. તેઓશ્રી તેને ગુપ્તપણે અભ્યાસ કરવા લાગ્યા. વાની હતી તે મુજબ સાધના કરવા માટેના ત્રણ દિવસે નકકી થયા. આ સાધના ઉપાશ્રયમાં જ કરવાની હોઈ આજેલ ગામના જૈનસંઘને તેમણે વાત કરી કે ત્રણ દિવસ આ મારાથી પાઠશાળા ચલાવી શકાશે નહિ તેમ જ ત્રણ દિવસ આ ગુપ્ત જગ્યાએ કેઈને પણ આવવાની મનાઈ કરી. મદદનીશ રામી કાળીદાસને તેઓએ સાથે ત્રણ રાત્રી દિવસ રહેવામાં સાવચેતપણે કેવી દીસે રહેવું તે બદલ માર્ગદર્શન આપ્યું કે ઘીને દી ત્રણ દિવસ રાખવા માટેની અખંડ સામગ્રી, ધૂપ, નૈવેદ્ય, ફળ, વગેરે રાખ્યું હતું. બીજે દિવસે વાસમાં પ્રમાણસરનું દૂધ રાખવા કહેલું. વળી કહેલું કે ત્રણે દિવસ ખુલ્લી તલવારે ઊભા રહેવાનું છે. હું એક કુંડાળું કાઢીશ – તેમાં પ્રવેશ કરનાર કોઈપણ પ્રાણી કે જાનવાર દાખલ થાય તો તમારે ગભરાવું નહીં, પણ તમારા ઉપર ઉપદ્રવ કરવા કોઈ આવે તે તમે તમારે બચાવ આ તલવારથી કરશે. મારી સાધનામાં હું ભૂલતા હોઉં તે જ તમને વિધ્ર આવશે - નહીં તો તમને કોઈ અડકશે નહીં. એક રાત્રિ અહેનિશ જાપમાં પસાર થઈ. ખાલી અવાજોને ભાસ કાળીદાસે અનુભવેલો. બીજી રાત્રિએ બરાબર રાત્રિના સાડા: બાર વાગ્યા પછી એક ફણીધર સફેદ અને કાળાં ટપકાંવાળે નાગ દીવાલ ઉપરથી ઊતરી જ્યાં બેચરભાઈ પંડિત સાધના કરવા બેઠા હતા તે કુંડાળામાં પ્રવેશ્યો. ક્રમે ક્રમે મોટે સાતથી આઠ ફૂટને થયો ને બેચરભાઈના શરીર ઉપર ફેણ પછાડવા લાગ્યો. બેચરભાઈ જરી પણ ડગ્યા નહીં. એટલે બરાબર રાત્રિના બે વાગે સાધક પંડિત બેચરભાઈના શરીરે વીંટળાઈ મસ્તક ઉપર ફેણ બિછાવ્યું – જાણે માથે છત્ર એઢયું ન હોય! તે રીતે એક કલાક નાગ સ્થિર રહ્યો, ત્યાર પછી જીભ કાઢી મુખારવિંદ ઉપર ફેરવવા લાગ્યો પણ સાધક ડગ્યા નહીં. એટલે નીચે ઊતરી જ્યાં દૂધ રાખવામાં આવ્યું હતું તે દૂધ પીને અલોપ થઈ ગયું. આ રીતે ત્રીજી રાત્રિએ પણ તે જ પ્રમાણે કરી પંડિત બેચર માઈને ત્રણ વખત પ્રદક્ષિણ દઈ નમન કરી અલેપ થઈ ગયો. એ દિવસે પંડિતે અઠ્ઠમનું પારણું કર્યું. આ પ્રમાણે સિદ્ધદેવની સાધના કર્યા બાદ તે પછીની સાધનામાં પોતે એકલે હાથે જ સાધના કરી. પુસ્તકોને અભ્યાસ, પાઠશાળાના કરાએને ભણાવવું, સામાયિક પ્રતિકમણની ક્રિયા કરવી, કરાવવી, છોકરાઓને રાસ, દાંડિયા રમતા શિખવાડવા, બુદ્ધિને ઉપયોગ થાય તે રીતની રમત રમાડવી, સેવા, પૂજા -પ્રભુ ભક્તિ કરવી – આ તેમને નિત્યને કાર્યક્રમ થઈ રહ્યો હતે. આ વખતે આજેલ ગામમાં જ ખાતાં પીતાં સુખી હતાં. તે રીતે જ ગામમાં બ્રાહ્મણોનાં પચીસથી ત્રીસ ઘર હતાં. તેઓએ કાશીથી તેમના ગુરુ શંકરાચાર્ય મહારાજને તેડાવેલા. તેમની સાથે પણ પંડિત બેચરદાસે ધર્મને બાંધી લીધે. સત્સંગ કરવા લાગ્યા. જેની જ્ઞાનપિપાસા જાગી હોય તે ઝરણાની માફક નદીમાં ભળી જાય તે રીતે શંકરાચાર્ય સાથે તેઓ તલ્લીન થઈ ગયા. શંકરાચાર્યે પોતાની પાસે રહેવા માટે તેમને ઘણું જ સમજાવેલા પરંતુ ઢોરને દુઃખે દુઃખી થનાર જૈન સાધુ શ્રી રવિસાગર ને ઉપદેશ તેમના મગજમાંથી હઠયો t" એક વખતના સમયે તેમાંથી સાધના કરવા માટે તેમણે નિર્ણય કર્યો. પરંતુ સાધનામાં એક મદદનીશ પુરુષની જરૂર હતી. દેરાસરના પૂજારી રામી શ્રી કાળીદાસભાઈની તેઓએ પસંદગી કરી. કારણ એ ખડતલ અને બહાદુર હતા. સ્વભાવે સાદા ભોળા હતા. બેચરદાસ પંડિત સાધનામાં તેમની જોડે મદદ માટે ઊભા રહેવા માટે પૂછયું તે કાળીદાસે હા પાડી. આ માટે અમ કરી સાધન સાધ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy