________________
૧૦૧૦
વિશ્વની અસ્મિતા
રહેલી વાસ્તવિકતાનાં દર્શન કર્યા. તેની સાથે તેમને એમ પણ જ્ઞાન થયું કે
“આજે વિજ્ઞાનના નામે જે વિજ્ઞાનવાદને પ્રચાર થઈ રહ્યો છે, તે વસ્તુતઃ ભૂલભરેલે અથવા તે સ્વાર્થ–ભાવના કે ઈર્ષ્યાથી પ્રેરાપેલ છે.'
“પૃથ્વીને આકાર, પૃથ્વીની ગતિ, ગુરુત્વાકર્ષણ, ચન્દ્રમાની પરપ્રકાશિતા, ભારત અને અમેરિકા વચ્ચે સૂર્ય-પ્રકાશમાં થતા અંતરનું રહસ્ય, ધવ–પ્રદેશમાં છ મહિનાની રાત-દિવસના કારણે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થતી ઋતુભેદની વાસ્તવિકતા, ચંદ્રની કળાઓમાં થતી જૂનાધિકતા, સમુદ્રની ભરતીઓટનું રહસ્ય વગેરે કેટલાય પ્રશ્નોના ઉકેલમાં શાસ્ત્રોની અવગણના કરી બ્રાન્ડ ધારણાઓ રજૂ કરી રહેલા વિજ્ઞાનવાદીઓની કૂટ પ્રવૃત્તિનું રહસ્ય ઉઘાડું કરવાનું મુનિશ્રીએ વિચાર્યું.
પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. ના શિષ્ય પૂજ્ય પન્યાસ શ્રી અભયસાગરજી મહારાજનું મન બાલ્યકાળથી જ સત્યનું સંરક્ષણ કરવા માટે તત્પર બન્યું હતું. દીક્ષા પછી પરમ પૂજ્ય ગુરુદેવ આગમ દ્ધારક આચાર્ય દેવશ્રી આનંદસાગરજી મહારાજના પવિત્ર વરદ આ શીર્વાદ ઉપરાંત ગુરચરણેમાં બેસીને આગમોના અધ્યયનકાળમાં પણ પૂ. ગુરુદેવશ્રીએ એમ જ શીખવ્યું કે
સત્યને સત્ય માનવું અને સત્ય કહેવું તથા સત્યને પ્રકટ કરવામાં કદી શિથિલ ન બનવું.'
પૂજ્ય ઉપાધ્યાય ગુરુદેવશ્રી ધર્મસાગરજી મહારાજની આ શિખામણ મેળવી, પૂજયશ્રી શામ્રાજ્ઞા, ગુર્વાના તથા કર્તવ્ય-પ્રેરણાથી પ્રેરાઈ પિતાની સાધના–પ્રવૃત્તિની સાથે દૈનિક-પ્રવચનના માધ્યમથી શિક્ષિત -સમાજ સમક્ષ પોતાના વૈજ્ઞાનિક જ્ઞાનસંપન્ન વિચારને રજૂ કવા લાગ્યા.
આધુનિક વિજ્ઞાનવાદીઓની માન્યતાઓના મૂળમાં રહેલી શાત ધારણુ, કપનાઓ અને અપૂર્ણતાઓ પ્રત્યે ધ્યાન ખેંચનારા પૂ. મહારાજશ્રીનાં પ્રવચન સાંભળી સુત્ત જનોમાં જિજ્ઞાસાઓ વધવા લાગી.
વ્યાખ્યાન પછી કેટલાક પ્રશ્નો રજ થવા લાગ્યા કે – જેનું યથાર્થ સમાધાન મળતાં અને “ખરેખર આપણુ આગમાદિ – શાસ્ત્રોમાં જે લખાયું છે, તેમ જ પૂજ્ય જ્ઞાની – ભગવંતોએ જે લખ્યું છે, તે જ ખરું છે.’ આવી પ્રતીતિ થતાં અનેરો આનંદની સૃષ્ટિ થવા લાગી.
તેમાં કેટલાક એવા પ્રસંગે આવ્યા જેમાં પ્રત્યક્ષ પ્રયોગો રજૂ કર્યા વગર સમજાય તેમ શકય ન હતું.
એટલે પ્રયોગ - પરીક્ષણની દિશામાં પૂ. મહારાજ શ્રી સર્વ પ્રથમ શાસ્ત્રીય પ્રમાણનુરૂપ જંબુંદીપનું માનચિત્ર દેરાવ્યું.
તેની સાથે જ કેટલાક વિશ્વના જુદા-જુદા ભાગનાં ચિત્રો તયાર કરાવ્યાં અને નદી, સમુદ્ર, પર્વત, વગેરેની પરિધિ વગેરે સમજાવવા માટે આંકડાઓ લખાવ્યા.
પૃથ્વીની ગતિશીલતાને નિરાધાર સિદ્ધ કરવા માટે દિવસ-રાત, માંસ, વર્ષ, ઋતુ વગેરેના પ્રશ્નોનું સમાધાન આપવા માટે પરિભ્રમણ ના વિવિધ પ્રયોગ પણ કરી બતાવ્યા.
વાત આગળ વધતાં ઘણાઓની માગણી થઈ કે “આવું એક મોટું મોડેલ તૈયાર થવું જોઇએ કે જેને આધારે ઘણી સ્પષ્ટતાથી આ બધા વિજ્ઞાનના વિવાદે સમજી શકાય.”
તેથી પૂજ્ય ઉપાધ્યાય શ્રી ધર્મ સાગરજી મ. ના શિષ્ય પૂ. પં. શ્રી અભયસાગરેજી મહારાજસાહેબે ગુજરાત ખેડા જિલ્લાની ધર્મ પ્રેમી નગરી ‘કપડવંજમાં ' શાસ્ત્રીય માપ પ્રમાણે એક લાખ યોજન વિસ્તારવીળા જંબુદ્દીપની પ્રતિકૃતિ રૂપે ૧૯૦૪૧૯૧ ઈંચના કેલ સિમેન્ટનું મેડલ તૈયાર કરાવ્યું અને તેના પર દિવસ-રાત કેમ થાય! તેમ પ્રયોગથી સમજણ પાડેલ એટલે આ મેડલ અને તેના પ્રયોગથી સૈને એમ લાગ્યું કે
ખરેખર જો આવું, આનાથી પણ વિશાળ અને સ્થાયી મોડલ જંબૂદીપનું તૈયાર થાય અને તેમાં બધી વિગતે સ્પષ્ટ કરવામાં આવે તે આજના વૈજ્ઞાનિકની સામે લાલબત્તી ધરી શકાય. અનેક શંકાઓનું સમાધાન થાય તેમ જ ઘણાને ઉમાગે જતાં રોકી શકાય. આપણું આગમમાં વણિત વિષયને ખુલાસો થાય તેમજ અશ્રદ્ધાની જડ ઢીલી થઈ જાય.'
આવા ઉત્તમ – સંક૯પને સાકાર બનાવવા માટે “કપડવંજ જૈન શ્રીરાંધે’ પરમ પૂજ્ય ગદ્ધારક ધ્યાનસ્થ આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજની પટ્ટધર પૂજય ગચ્છાધિપતિ શ્રીમાણિયસાગરસૂરીશ્વરજી મહારાજના મંગળ આશીર્વાદ અને ઉત્સાહપૂર્ણ પ્રેરણાને પ્રાપ્ત કરી શ્રી સિદ્ધગિર પાલિતાણા (સૌરાષ્ટ્ર) માં એક વિશાળ “ બુદ્ધ પ– મંદિર ' નિર્માણ કરવાની ચેજના પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. ના પટ્ટપ્રભાકર આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ. તથા પૂ. ઉપા. ધર્મ સાગરજી મ., પૂ. પં. શ્રી અભયસાગરજી મ.ની દોરવણી તળે તૈયાર કરી.
આ યોજનાનુસાર ૧૯૦૪૧૮૦ ફૂટની આકૃતિમાં જ બુદ્દીપનું મોડેલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યા.
આ યોજના માટે શ્રી સિદ્ધગિરિ – પાલીતાણામાં તલેટી રેડ ઉપર વિશાળ ભૂમિ (પ્લોટ) ખરીદવાનું મંગળકાર્ય સં. ૨૦૨૨, ના શ્રાવણ માસના શુકલ પક્ષની ૧૦ ગુરુવારે સપન્ન થયું હતું.
ભારતીય – તત્વજ્ઞાનની પ્રતિષ્ઠા વધારવા માટે થતા આ પવિત્રકાર્યમાં દરેક આર્ય સંસ્કૃતિના અનુરાગીને સહકાર મળ્યો અને પરિણામે ઘણું ખરા ફેરફાર થતાં છેવટે ૪૭ll૪૪૭ફૂટના
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org