________________
૧૦૦૮
આધ્યાત્મિક યુગના પ્રવક સંત પરમાપકારી સદ્ગુરુદેવ પૂજ્ય શ્રી કાનજી સ્વામી
સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના જન્મ સ્થાનકવાસી શ્વેતાંબર સોંપ્રદાયમાં ઉમરાળા ( સૌરાષ્ટ્ર ) ગામે વિક્રમ સ. ૧૯૪૬માં થયેલ. બાળપણુથી જ એજસ્વી, વૈરાગી, નિજહિતના કાની હતા તેનો જ નાનપણુંથી જ કુલપર પરાથી મળેલ સ્થાનકવાસી અને દરાવાસી શ્વેત પર શાસ્ત્રોનો ગહન અભ્યાસ કરેલ. નિહિતની ભાવનાના રંગમાં બાળબ્રાચારી રહી અને ૨૪ વર્ષની ભરજવાની અવસ્થામાં વિક્રમ સંગ્ર ૧૯૭૦માં સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધી. ત્યાં સાધુપણામાં પણ પોતે ભવભયના દુઃખથી ભયભીત બની આત્માના અતીન્દ્રિય આન ંદ માટે તલસતા હતા. વેતાંબર–દેશવાસી- સ્થાનકવાસી ગ્રંથાના સેંકડા વખત વાંચન, મનન, ઘેલન કરતા રહ્યા પરંતુ આત્માના અતીન્દ્રિય આનંદના વિરહુ
જન્મ : વ, સુદી ૨ વિક્રમ સ. ૧૯૪૬ સ્વર્ગવાસ : કો. વ. ૭
૨૦૩૭
દૂર ન થયા.
એવા આનંદના ઝંખનાના કાળમાં વિક્રમ સ ૧૯૭૮માં એક અદ્ભુત પ્રસ ંગ બન્યો કે આપશ્રીને દિગમ્બર ધર્મના એક મહાન ગ્રંથ “ શ્રી સમયસાર પરમાગમ ' હાથમાં આવ્યા. આ શાસ્ત્ર હાથમાં લઈ પહેલી ગાથા વાંચતાં જ આપશ્રીના સહેજ ઉદ્ગાર હતા કે ભાઈ ! આ તા અશરીરી ( સિદ્ધ) થવાનું શાસ્ત્ર છે. આમ આ શાસ્ત્ર મળતાં પૂજ્યશ્રીની અંતર પરિણતિને અંદર જવાના વેગ મળ્યા. આપશ્રીએ આનું એકાંતમાં જઇ સેંકડા વખત ગહન અધ્યનન, મનન, ધેાલન કર્યું અને જેના માટે તલસતા હતા તે અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત કરી પેાતાના ભગવાન આત્માનાં દર્શન કર્યા, અને લક્ષગત થયુંકે સાધુપણું તે અંતરમાં આત્મસાધનાની પરાકાષ્ઠારૂપ દશા છે, કે જેમાં દેહમાત્ર પર નિસ્પૃહતા એટલી વધી જાય છે કે ત્યાં બાહ્યમાં તિલષમાત્ર પણ પરિગ્રહ રહેતા નથી. તથા પેાતાના સંબંધમાં વઆદિ પરિગ્રહ હાઈ અને મુનિપણા ચેાગ્ય અતીન્દ્રિય આનંદની પ્રચુરતા ન દેખા વિક્રમ સં. ૧૯૯૧ માં પેાતાને સ્થાનકવાસી સાધુને બદલે દિગમ્બર જૈન ધર્મના અત્રતી શ્રાવકપણે જગાહેર કર્યા અને સ્થાનકવાસી સંપ્રદાયના પ્રતીકરૂપ મુહુપત્તી આદિને પણ ત્યાગ કર્યો. અને પોતાના ઉપયોગને વિશેષ વિશેષ અંતર તરફ વાળતાં – વાળતાં સમગ્ર જીવન વિતાવ્યું – તે સાથે સાથે ભવ્ય જવા ઉપર વીતરાગી કહેણાને લીધે સેાનગઢ ( સૌરાષ્ટ્રમાં ) મુખ્યપણે રહીને આશરે ૪૫ વર્ષ સુધી જૈન ધર્મના મૂળ રહસ્યાનું ઉદ્ઘાટન કરતા રહ્યા. અંતર અનુભૂતિથી ભીંજાયેલી પરિણતિના મુખ્ય સૂર આ હતા કેઃ—
( ૧ ) જગતમાં અનાદિ અનંત છ જાતિનાં દ્રવ્યેા છે. ( ૨ ) છ એ દ્રવ્યો અને તેની ક્રિયાએ અત્યંત સ્વતંત્ર છે, તેથી તેઓ એકબીજાનાં કાર્યાને જરાપણ કરતા નથી.
Jain Education International
વિશ્વની અસ્મિતા
( ૩ ) જીવ પેાતાના જાણવાપણાન સ્વભાવને ભૂલીને અજ્ઞાનતાથી રાગદ્વેષાદ્ધિ ભાવાને પાતે જ કરે છે. પણ તે પૂર્વીસ'ચિત કર્માને લીધે નથી.
For Private & Personal Use Only
( ૪ ) જો કે આવા મિથ્યાત્વ-રાગાદિ ભાવાપાત જ કરતા હાવા છતાં પણ તે ભાવેશ શ્વમાં માત્ર વર્તમાન પૂરતા જ - ક્ષણિક છે તેથી તે જીવના નિત્ય ભાવને સ્હેજપણ ખાધા પહોંચાડતા નથી.
( ૫ ) આથી વર્તમાનમાં જીવ પાતાની અવસ્થાએ વિકારી હાવા છતાં સ્વભાવે અત્યંત શુદ્ધપણે સ્પષ્ટ પ્રગટ છે,
(૬) આવા સ્વભાવે શુદ્ધરૂપને લક્ષમાં લેતાં જીવ શુદ્ધપણે પ્રીતમાં આવે છે – જણાય
છે - અનુભવાય છે - અને તે જ મુક્તિને માર્ગ છે.
( ૭ ) આવા શુદ્વસ્વભાવને લક્ષમાં ન લેતાં વમાન પર્યાયગત્ રાગાદિ ભાવને લક્ષમાં લેવું તેને પાતારૂપે પ્રતીતમાં લેવું– અનુભવવું તે જ સ’સાર છે અને સંસારના માર્ગ છે.
( ૮ ) આવા શુદ્ધસ્વભાવને લક્ષમાં લેતાં ધર્મ પ્રગટે છે, તે આવા ધી ને જ્યાં સુધી પૂર્ણતા ન થાય ત્યાં સુધી ભૂમિકાનુસાર વીતરાગી દેવ – ગુરુ – ધર્મ પ્રત્યે દાસત્વ, વાંચન, તત્ત્વવિચાર, મંથન અને તપાદિ વિગેરે પ્રકારના શુભ રાગાદિભાવા પણ થતા હાય છે. તેમ છતાં તે અંતર અનુભૂતિની વિશેષ શુદ્ધિ માટે મદદ રૂપ કે સાધનરૂપ થતા નથી. તેથી તેવા ભાવા જ્ઞાની ધી ને પૂર્ણતા ન થાય ત્યાં સુધી ન હેાય એમ પણ નથી અને હેાય એટલે જ્ઞાની ધર્મ અર્થ કરતા હાય ઍમ પણુ નથી; પરંતુ રાગ સમાન જાણે છે. ટૂંકમાં તેઓશ્રી ખાસ કહેતા હતા કે જે ભાવ તીથંકરપ્રકૃતિ કર્મના બંધ થાય તે ભાવ જો કે જ્ઞાનીને જ થતા હોવા છતાં પણ બંધનું જ કારણ છે, મુક્તિનું લેશમાત્ર પણ કારણુ નથી. મુક્તિનું કારણ તા ઉપરોક્ત શુદ્વસ્વભાવપણે પેાતાને પ્રતીતમાં લેવું – જાણુવું – અનુભવવારૂપ સ્થિતિ જ છે,
આવા આવા આપશ્રીના અંતર અનુભૂતિથી ઓતપ્રોત તીવ્ર વચને। અમારા જેવા પામર જીવાને અનંત ઉપકારી થયા છે. આવા પરમ ઉપકારી ચૈતન્ય વિહારી પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીને માટી કાઢી વદન
—અમે છીએ આપના દાસાનુદાસ મીઠાલાલ મગનલાલ દોશી
ભાગીલાલ મગનલાલ દેશી અને સમગ્ર પરિવાર.
www.jainelibrary.org