SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1036
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૧૦ ૦૭ ભારતવર્ષ ગણનાપાત્ર જિનમંદિરમાં આગવું અને અદ્વિતીય સ્થાન બની ચૂકેલું મહેસાણું નગરનું મહિમાવંત શ્રી સીમંધરસ્વામી જિનમંદિર ૫૦૦ ધનુષ્યના મહાવિરાટકાય અનન્તાનત મહાગુનિધાન અનંતાનંતની મહામહિમવન્ત, મહાઉ૫કારક, મહાતારક, અનન્ત કરુણું સિંધુ દેવાધિદેવ “શ્રી સીમન્વરસ્વામીજી ” પરમાત્મા ૮૪ ગણધર ભગવત, સો કરોડ ૧૦૦,૦૦૦,૦૦,૦૦ પૂજ્ય સાધુ મહારાજે અને સે કરેડ ૧૦૦,૦૦૦,૦૦,૦૦ પૂજય સાધ્વીજી મહારાજના અતિ વશાળ પરિવાર યુક્ત શ્રી જબુદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રની “ શ્રી પુષ્પકલાવતી” નામની પૃણ્યવતી આઠમી વિજયમાં સાક્ષાત્ સદેહે વિચરી દેવ નિર્મિત સમવસરણમાં વિરાજિત બની પાંત્રીશ, ગુણેયુક્ત વાણી દ્વારા સુધાસ્યન્દિની સુમધુર દેરાના દઈને પ્રતિક્ષણે વિશ્વ ઉપર અનંતાનંત મહાઉપકાર કરી રહ્યા છે. એ અનન્તાનંત મહાતારક દેવાધિદેવનું મહાતારક જિનમંદિર નિર્માણ અંગે ૪૫ ફૂટ ખનન કરેલ શુદ્ધ ભૂમિમાં વીર સંવત ૨૪૯૫ ના વૈશાખ કૃષ્ણ સપ્તમીને (૭) ગુરૂવારના દિને પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ હાલમાં આચાર્ય શ્રી ભદ્રંકરસુરીશ્વરજી મહારાજ (બાપુજી મહારાજના સમુદાયના ) અને પૂજ્ય પ્રવર્તક મુનિરાજશ્રી ઇન્દ્રસાગરજી મહારાજશ્રીની શુભ નિશ્રામાં તેમ જ ચતુવિધ શ્રીસંધના સાંનિધ્યમાં શ્રી શિલા સ્થાપન મહામંગળ વિધિ. વિસા ઓસવાળ જ્ઞાતીય કાંકરિયા ગાત્રીય શ્રાદ્ધ ગુણરત્ન શ્રેષ્ઠીવર્ષે શ્રીમાન હરખચંદ શાહ તથા તેમનાં સુપતની સુશ્રાવિકાજી શ્રીમતી તારાબહેનના શુભ હસ્તે થયેલ. મહિમાવંત દેવાધિદેવ શ્રી સમન્વરસ્વામીજી પરમાત્માના અનંતાનંત મહાપુણ્યપ્રભાવે પરમપૂજ્યપાદ આચાર્ય દેવશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબશ્રીના પુણ્યપ્રભાવે તેમ જ શ્રીસંધના પરમ અભ્યદયે ત્રણ વર્ષ અત્યલ્પ સમયમાં શિલ્પશાસ્ત્રાનુસાર શકય શુદ્ધિ જાળવવા પૂર્વક શ્રી સીમંધરસ્વામી જિનપ્રાસાદ નિર્માણ કરવામાં આવેલ છે. જિન પ્રાસાદનું સ્વરૂપ શ્રી જિનપ્રાસાદ પૂર્વ પશ્ચિમાભિમુખે ૧૫૫ ફૂટ ૩ ઇંચ આયામ, ઉત્તર દક્ષિણ દિશાએ ૯૩ ફૂટ ૯ ઇંચ વિસ્તીર્ણ, ભૂમિતળથી શિખરના કળશ સુધી ૧૦૮ ફૂટ, ઉન્નત વજદંડ ૨૫ ફૂટ ૭ ઈય, ઉન્નત અને આયામ વિષ્કલ્સ ૭ ઈંચ, વજદંડની પાટલી ૮ ઇંચ ૪ દેરા, ઉન્નત ૪ ફૂટ ૩ ઇંચ અને ના રે આયામ અને ૨ ફૂટ ૧ ઈચ ૪ દોરા વિસ્તીર્ણ. ચંડવરનું સ્વરૂપ ગર્ભગૃહ તથા કાલીમંડપના ચંડોવરમાં દિશાઓના દેવતાઓની ઊભી દશ મૂર્તિઓ – દશદફપાલની ભી દશ મૂર્તિઓ – ચાર દિશાના ઇન્દ્રોની ઊભી ચાર મૂર્તિઓ મળી કુલ ચોવીશ મૂર્તિ ઓ - મુખ્ય રંગમંડપના ચંડવરમાં દેવતાઓની ઊભી અઠ્ઠાવીશ મૂર્તિઓ તેમ જ ઉપર્યુક્ત ૨૪ મૂર્તિઓ મળી કુલ પર મૂર્તિઓ 5 ફૂટ ૧૦ ઈંચ ઉન્નત. કેલીમંડપ અને રંગમંડપનું સ્વરૂપ રંગમંડ૫માં વર્તમાન ચોવીશીના અનંતાનંત મહાતારક પ્રથમ શાસનપતિ દેવાધિદેવશ્રી આદિનાથજી પરમાત્મા, બારમાં શાસનપતિ શ્રી વાસુપૂજ્ય સ્વામીજી પરમાત્મા, સાળમાં શાસનપતિ શ્રી શાંતિનાથજી પરમાત્મા અને ચોવીશમાં ચરમ શાસનપતિ “શ્રી મહાવીર રવામીજી પરમાત્મા ”ની મળીને કુલ ચાર દેવકુલિકાઓ–રંગમંડપના સ્તંભ ઉપર ૫ ફૂટ ૮ ઇંચની ઉન્નત વિદ્યાદેવીઓની આઠ મૂર્તિઓ અને બે ફૂટની ઉન્નત સિંહાસન વિરાજિત વિદ્યાદેવીઓની આઠ મૂતિઓ. સાક્ષાત દેવકથી અવતરિત દેવિમાન જ ન હોય! એવું અતિ રમણીય આલાદજનક અનંતતારકશ્રીનું જિનપ્રાસાદ શોભી રહ્યું છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy