________________
૧૦૦૬
વિશ્વની અસ્મિતા
મુનિ શ્રી દાનવિજ્યજીની નિશ્રામાં
ઉપધાન તપ માળા રોપણ મહત્સવ-એક યાદગાર સંભારણું
પ. પૂજ્ય શાસનસમ્રાટ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયઅમૃતસૂરીશ્વરજી મ. સાહેબના શિષ્યરત્ન પ. પૂ. મુનિરાજશ્રી દાનવિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં થોડા સમય પહેલાં જ સુરેન્દ્રનગર મુકામે જૈન
વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘના ઉપક્રમે પ. પૂ. આચાર્યશ્રી વિજયનંદનસૂરીશ્વરજી મ. સા. પ. પૂ. આચાર્યશ્રી વિજ્યઅમૃતસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. આચાર્યશ્રી વિજય ધર્મધુરંધરસૂરીશ્વરજી મ. સાહેબની પુણ્ય સ્મૃતિ નિમિત્તે પ. પૂ. મુનિરાજશ્રી દાનવિજયની પ્રેરણાથી ઉપધાનતપ માળારોપણને મંગળ પ્રસંગ શાનદાર રીતે યોજાઈ ગયો. આ મહોત્સવનું શુભ મુદત પૂ. આચાર્યશ્રી વિજય મેરૂપ્રભસૂરીશ્વરજી મ. સાહેબે ફરમાવ્યું હતું.
આ મહોત્સવમાં ગુજરાત રાજ્યના મા. રાજ્યપાલશ્રી શારદા બેન મુકરજી તથા રાજ્ય સરકારના પંચાયત અને નગરપાલિકાના મંત્રીવર્ય શ્રી નંબકલાલ દવેની હાજરીએ પ્રસંગને અને દીપાવ્યો. સવારના શુભ સમયે શેઠશ્રી કાંતિભાઈ તથા જસુમતીબહેને રાજ્યપાલશ્રીનું તથા મંત્રીશ્રીનું યથાયોગ્યરીતે સ્વાગત કરેલ. મુનિશ્રીએ તપસ્વીઓને ઉત્કૃષ્ટ રીતે વિધિ કરાવી અને બરાબર ૯.૨૭ મિનિટે પ્રથમ માળ પરિધાન કરનાર શેઠશ્રી અને પસંદ હરિલાલનાં ધર્મપત્ની અ. સ. શ્રીમતી હીરાબહેનને માળા પરિધાન કરાવવામાં આવી અને તે પછી ક્રમ પ્રમાણે માળારોપણનાં મંગલ દસ્યો એક પછી એક સર્જાતાં રહ્યાં.
ઉપધાનતપને પ્રસંગ જૈનધર્મને એક વિશિષ્ટ મંગલકારી પ્રસંગ ગણાય છે. આ પ્રસંગમાં ખાસ પધારેલા રાજ્યપાલશ્રી તથા મંત્રીશ્રીએ પ. પૂ. મુનિરાજશ્રી દાનવિજયજી મહારાજશ્રી પાસે વાસક્ષેપ લઈ મુનિરાજ પાસે આશિષ માંગેલ.
સમારંભના પ્રારંભમાં જ સંધના પ્રમુખશ્રી કાંતિલાલ રતિલાલ શાહે સંઘની પ્રવૃત્તિને ચિતાર આપ્યો. સંધસેવક શ્રી બાપાલાલ મનસુખલાલ શાહે પ્રસંગની વિશદ છણવટ કરી ત્યાર બાદ હીરાબેન શાહે અને એક દસ વર્ષની બાળા રૂપાબેન શાહે ગવર્નર
શ્રીને માળ પહેરાવી ભાવભીનું સ્વાગત કર્યું. ગવર્નરશ્રીએ ભાવવિભોર બની તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જેમાં આવું મોટું તપ થાય છે અને તેમાં નાનાં બાળકો પણ જોડાયાં છે તે જ ખરેખર તે સાચી સંસ્કૃતિનું દર્શન કરાવે છે. અગ્નિપરીક્ષા જેવા આજના વાતાવરણમાં આજની આવી તપશ્ચર્યા અને આરાધના જરૂર મદદરૂપ થશે. ધર્મ જ માનવીને ડૂબતા બચાવે છે એ ભાવાર્થમાં એમણે આપેલું પ્રવચન ઘણું જ મનનીય હતું. દાનવિજયજી મહારાજશ્રીને પણ ખૂબ જ ધન્યવાદ પાઠવ્યા હતા. પંચા યતમંત્રીશ્રી ત્રંબકલાલ દવેએ પણ આજના પ્રસંગને પ્રભાવ સમગ્ર દેશમાં પણ પડશે એવી આશા શ્રદ્ધા વ્યક્ત કરી હતી,
પ. પૂ. મુનિરાજશ્રી દાનવિજ્યજી મહારાજે તેમની અનોખી શૈલીમાં જણાવ્યું હતું કે ભારતની આર્ય સંસ્કૃતિનાં મૂળ ઘણાં જ ઊંડાં છે- વિશ્વમાં દરેક ધર્મનાં મૂલ્યોને પ્રભાવ વધતું જાય છે. સાચી શાંતિ-સમૃદ્ધિ મંગલ ધર્મના પ્રતાપે જ આવવાની છે એવી હૈયાધારણ આપતાં ભૂતકાળમાં પણ ડોકિયું કરીને જણાવ્યું હતું કે રાજ્યસ ચાલન અને ધર્મ સંચાલન વચ્ચે યુગોથી સુંદર સંબંધે ચાલ્યા આવ્યા છે. અકબર બાદશાહને પ્રતિબંધ કરનાર આચાર્યશ્રી હીરસૂરીશ્વરજી મહારાજશ્રી જ હતા. કુમારપાળ રાજાને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે જ પ્રતિબોધ કર્યો હતો. ભાવનગરના નરેશ ભાવસિંહજી વગેરેને શાસન સમ્રાટ વિજયને મસૂરીશ્વરજી મહારાજે જ ધર્મને ઉપદેશ આપ્યો હતો – અને તેથી જ શ્રમણ ભગવંત મહાવીરની અહિંસાની સરવાણી સમગ્ર વિશ્વને આશ્વાસનરૂપ બની રહી છે.
વર્તમાન સમયમાં જ્યાં જ્યાં હિંસાનું વાતાવરણ છે ત્યાં અહિંસાનો પયગામ પહોંચે તે માટે આપણે સૌ કમર કસીએ. આ બધાં પ્રવચન દરમ્યાન અનેખું મંગલ વાતાવરણ સર્જાયું હતું. પ્રવચનના અંતે શ્રી ગવર્નરે મુનિશ્રીને અમદાવાદ અંગે આમંત્રણ પાઠવેલ અને ધર્મમાં ખૂબ જ મોટી ક્રાંતિ ફેલાવે તેવી શુભેચ્છા વ્યક્ત કરી વિદાય લીધી હતી. સુરેન્દ્રનગરની શીતળ છાયામાં જ વાયેલો આ પ્રસંગ યાદગાર સંભારણું બની ગયું.
1 નાગલ,
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org