SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1034
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૧૦૦૫ શ્રી મયણાશ્રીજી (સૂર્યશિશુ) મહારાજ શ્રી તપગચ્છ સંઘનાં અનેક વિદ્વાન સાધ્વીજી મહારાજે પૈકી સાહિત્યરત્ના, કલકવયિત્રી, વિશદવ્યાખ્યાત્રિી, સાહિત્યકલાભારતી, પૂજ્ય મયણાશ્રીજી (સૂર્યશિશુ) મહારાજ તેમાંના જ એક સાધ્વીરત્ન છે. એ રત્નના સર્જનહાર સુરતના પ્રખર ઝવેરી પિતા શ્રીયુત જીવણચંદ દયાચંદ મલજી અને માતા શ્રીમતી ગુલાબબેન મૂળચંદ ઝવેરી હતાં. બચપણથી જ સંસ્કારના ચમકારની રેખ પર ચમક્યા વિના રહેતી ન હતી. મા-બાપને ખૂબ જ લાડ-પ્રેમ છતાં આત્મવિકાસને ઝંખતાં પૂર્વ જન્મ સંસ્કાર અને ઋણાનુ- બંધના સંબંધે પૂજ્ય ગુરુદેવશ્રી આગમોદ્ધારક આચાર્ય દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજની સમુદાયના વર્તમાન ગ છાધિપતિ પૂજય આચાર્ય દેવશ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. ના અજ્ઞાતિની પૂજય સૂર્યકાંતાશ્રીજી મ, ના દર્શને દિલ ડોહી ઊઠયું. દીક્ષાની અનુજ્ઞા મળી ગઈ. ઝુકાવી નયા શ્રી મહાવીર પ્રભુના શાસનને ચરણે. મીનાક્ષીબેન મટી સાદથી મયણુશ્રી ખ બન્યાં. યમની સાધનામાં જ્ઞાનની ઉપાસના કરતાં ધાર્મિક સાહિત્યની આરાધનાને પ્રારંભ કર્યો. જાણે ત્રિવેણી સંગમ ! વાંચનને પણ એટલે જ રસ. જીવનનાં સોને, ધર્મનાં તહેને રોધતા તેમને આત્મા ! મનોમંથન કરતું એમનું ચિંતન ! એ સહુને સાર એ આવ્યો કે સહુએ તેઓને શ્રી સૂર્યશિશુ તરીકે નવાજ્યાં. સાહિત્યપ થે ગતિ, તે કવેતામ્બર તપગચ્છ રન સા'વી એ માટે કઠણ હતી. પૂ. સાધ્વીજી મહારાજોમાં પ્રવચન અને સાહિત્ય સર્જન તરફ પ્રાયઃ તેમનાં પ્રયાણું પ્રથમ જ હતાં. તે પ્રતિ વિરોધ–વિરોધ ઊભા થયા છતાં બહુજનના હિતને માટે બહુજનના સુખને માટે જાતે આત્મવિકાસ સાધી જનગણને પણ કંઈક આપવું, સંસારના અસંસ્કૃત જીવનને સંસ્કૃત કરવા માટે કંઈક કરવું જ. એવી શ્રદ્ધા સાથે તેઓ મકકમ રહ્યાં. આત્માને પ્રખર અવાજ ધીરશાસનના પ્રચારની તમન્ના અને અનેકમાં ધર્મસંસ્કાર રેડવાની પ્રબળ ભાવના સાથે વિરોધને પણ હસતે મોઢે, સમતાપૂર્વક સહીને કાર્ય પિતાનું ચાલુ રાખ્યું. અંતે કથા, વાર્તા, નવલિક, પૌલિક ટુચકા, કાવ્ય, પ્રવચન, વગેરેના પ્રકાશનની માંગ થવા લાગી. તે એક પછી એક ૩૨ પુસ્તકનાં પ્રકાશન થયાં. અને ૩૩મું પુસ્તક “ છીપનાં મેતી ” નામે તેઓના નિશ્રાવતી શતાવધાની શ્રી દયાશ્રીજી (દર્શક) તથા શ્રી અમિતકુણાશ્રીજી ( અમીરસ કે પ્રકાશિત કર્યું છે, જેમાં પૂ, સૂર્યશિશુ મ, ના જીવનની ઝાંખી કરાવવામાં આવી છે. ૨૯ વર્ષની સંયમ સાધનામાં કેવળ લખી જાણ્યું છે એટલું જ નહીં, માસક્ષમણ –વરસીતપ – સેળ ઉપવાસ – પંદર ઉપવાસ આદિ અનેક તપશ્ચર્યાની પણ અજોડ સાધના કરી છે. શ્રી વીરને સંદેશ પહોંચાડવા ગુજરાતના બધા પ્રાંતે – ગુજરાત - કરછ - અને વળી ભારતના ઘણા પ્રદેશમાં વિહાર કરી ભવ્યજનોને જાગૃત. કર્યા છે. મુનિશ્રી સિદ્ધસેનવિજયજી કામમાં પૂ. આચાર્ય દેવ ધર્મ ધુરંધર સુરીશ્વરજીના રિવ્યશ્રી મુનિશ્રી સિદ્ધસેનવિજયજી ગામ : રાજપુર - મહાવદ - ૧૩ દક્ષા પાલીતાણામાં. વડી દીક્ષા ત્રિવદિ ડ. ધાર્મિક અભ્યાસ છ કર્મ ગ્રંથ – હેમ લધુ વ્યાકરણ રઘુનાથ કાવ્ય, વીર પ્રકરણુ, સંસ્કૃત બે બુક, ધનંજય નામમાલાના કલેકે, વીતરાગ સ્તોત્ર. પંડિત જગન્નનાથ પાસે મહુવાના ચાતુર્માસમાં ધન્યકુમાર ચરિત્રનું વાંચન કર્યું છે. તપશ્ચર્યામાં બેથી ત્રણ વખત આઠ ઉપવાસ કર્યા છે. પૂ. આચાર્ય દેવ ધર્મ ધુરંધરસૂરીશ્વરજી જ તથા પૂ. આ. દેવ નીતિપ્રભસૂરીશ્વરજીની પાસે ઉત્તરાધ્યયનસૂત્ર તથા આ સારાંગ સૂત્રના યોગો જ વહન કર્યા. તથા ક૬૫સુત્ર – સાત આયંબિલ – મહાનિશીથ સૂત્રના પેગ પૂ. આ. દેવ દેવસૂરીશ્વરજી તથા પૂ. આ. દેવ હેમચંદ્રસૂરીશ્વરજી તથા સૂયડાંગ – ઠાણુગ – સમવાયેગ સૂત્રના યોગે પણ તેમની પાસે કર્યા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy