________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૦૦૩
ઉપદેશથી કરાવેલા ભગીરથ કાર્યોએ એક નવો ઈતિહાસ સજર્યો છે. ગ્રંથલેખનનું, ગ્રંથના, ગ્રન્થ પ્રકાશન, તીર્થોદ્ધાર, અંજન શલાકા, પ્રતિષ્ઠા, ઉપદ્યાન, ઉદ્યાપન છરી પાળતા સંઘ, વ્યાખ્યાન, દીક્ષા ગણિ• પન્યાસ ઉપાધ્યાય અને આચાર્ય પદ પ્રદાન-આ બધાં શાસનપ્રભાવનાનાં અંગોમાં નવો ઉત્સાહ, સૂઝ અને પ્રેરણા આપી નવતર સંસ્કારની સ્થાપના કરી છે.
શાસનસમ્રાટશ્રીના પદાલંકાર શાસ્ત્રવિશારદ કવિરત્ન પીયૂષપાણિ આચાર્ય મહારાજ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજશ્રી - કે જેઓએ પોતાના જીવનકાળ દરમ્યાન અનેકાનેક કાર્યો કરી-કરાવી પિતાની વિરાટ કાર્ય શક્તિના જગતને દર્શન કરાવ્યાં છે, જેઓના સચેટ ઉપદેશ અને ભગીરથ પુરુષાર્થથી પાલીતાણુ શત્રુંજયગિરિરાજની તળેટીમાં ઐતિહાસિક શિલ્પ સ્થાપત્યના અદ્દભુત નમૂનારૂપ કળી કારીગરીથી બેનમૂન શ્રી કેસરિયાજી વ્રતપરંપરાપ્રાસાદ નામનું ચિત્ય પોતાના ઉત્તુંગ શિખરોથી આકાશની સાથે વાત કરતું શોભી રહ્યું છે, તેઓના પટ્ટધર પરમ સૌમ્યમૂતિ આચાર્ય મહારાજશ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજનાં શિષ્યરત્ન વ્યાકરણાચાર્ય શાસ્ત્ર વિશારદ કાવ્ય કોવિદ આચાર્ય મહારાજ શ્રી વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે બાલ્યવયમાં સંયમ સ્વીકારી વિનય-વિવેક અને સમર્પણભાવથી શુદ્ધ ચારિત્ર્ય પાલનપૂર્વક ન્યાય - વ્યાકરણ – સાહિત્ય તથા આગમ શાસ્ત્રોને તલસ્પર્શી અભ્યાસ કરી સારી એવી પ્રગતિ સાધી છે.
વિશાલ પરિવારની હાજરીમાં ખૂબ જ ધામધૂમપૂર્વક પૂજ્ય મુનિરાજ શ્રી મેરુવિજયજી મહારાજ તથા પૂજ્ય મુનિરાજ શ્રી દેવવિજયજી મહારાજના શિષ્ય હેમચંદ્રવિજયજી બન્યા. વય બાલ છતાં સ્થિરતા અને ગંભીરતા દાખલા રૂપે હતી. કલાના કલાકે અભ્યાસમાં મગ્ન રહેતા. તેમની તીવ્ર બુદ્ધિ અને અભ્યાસ કરવાને ખંત જોઈને પૂજ્ય મુનિરાજ શ્રી મેરુ વિજયજી મહારાજ તથા પૂજય મુનિરાજ શ્રી દેવવિજયજી મહારાજે શાસ્ત્રીજી પાસે પાણિની વ્યાકરણનો અભ્યાસ શરૂ કરાવ્યું. વ્યાકરણની સાથોસાથ ન્યાય, સાહિત્ય તથા આગમ ગ્રંથને તલસ્પર્શી અભ્યાસ કર્યો. અભ્યાસ પાકે થાય તે ઈરાદાથી બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદની પરીક્ષા આપવી શરૂ કરી. સિદ્ધાંત કૌમુદી, મહાભાષ્ય, પ્રોઢ મને રમા, લઘુશબ્દેન્દુશેખર, પરિભાષેન્દ્ર શેખર, વાયદીપ વૈયાકરણ, ભૂષણસાર વગેરે વ્યાકરણના તથા મુક્તાવલી પ્રશ્ન લક્ષણી સિદ્ધાંત, વ્યુત્પત્તિવાદ, કુસુમાંજલી વગેરે ન્યાયના અને સાહિત્યના પ્રૌઢ ગ્રંથને અભ્યાસ બાર વર્ષ સુધી કર્યો. પ્રથમ મધ્યમાં, શાસ્ત્રી અને અંતે વ્યાકરણચાર્યની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. નવ્યન્યાયમાં કલકત્તાની પ્રથમ મધ્યમાની પરીક્ષા આપી ઉત્તીર્ણ થયા. તેમના વ્યાકરણ–ન્યાયના અભ્યાસ સાથે આગમાદિને અભ્યાસ, ત્યાગ, તપશ્ચર્યા, વિનયશીલતા અને ગાંભીર્ય આદિ ગુણની સુવાસ પણ સમુદાયમાં વિસ્તરેલી છે. આ બધી ગ્યતા જોઈ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજશ્રીએ ભગવતીસૂત્રના ગોદ્વહન કરાવવા પૂર્વક વિ. સં. ૨૦૨૩ કારતક વદ ૬ ના સુરત મુકામે ગણિપદ અને વિ. સં. ૨૦૨૪ વૈશાખ સુદિ ૧૦ ના પાલીતાણુ મુકામે પંન્યાસપદ મહોત્સવપૂર્વક અર્પણ કર્યું. મહોત્સવ પૂર્વક ઉપાધ્યાય ૫દ અર્પણ કરવામાં આવ્યું. વિ. સં. ૨૦૦૯ માં સાદડી (રાજસ્થાન) મુકામે તેઓશ્રીનાં હંસાબેનની દીક્ષા મહોત્સવપૂર્વક થઈ જેઓ સાધ્વીજી શ્રી ચારિત્રશ્રીજીના શિષ્યા સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજીને નામે જ્ઞાનધ્યાનમાં તલ્લીન રહી નિર્મળ સંયમ આરાધી રહ્યાં છે. તેઓના માતાશ્રી પ્રભાવતીબહેને પણ તીવ્ર વૈરાગ્ય પૂર્વક વિ. સં. ૨૦૧૨માં અમદાવાદ મુકામે દીક્ષા લીધી જેઓ સાધ્વીજી શ્રી ચારિત્રશ્રીજીના શિષ્યા સાધ્વીજીશ્રી પાલતાશ્રીજીના નામે ખૂબ તન્મયતાપૂર્વક સંયમ આરાધી રહ્યાં છે અને તપમાં વિશેષ આગળ વધી રહ્યાં છે. ૮૪ મી એાળી તો તેમણે મન- પૂર્વક કરી હતી. તેમના નાનાભાઈ પ્રવીણકુમારે નાનપણમાં સુરત મુકામે વિ. સં. ૨૦૧૭ માં માગશર સુદિ ૬ ના દીક્ષાને સ્વીકાર કર્યો, જેઓ હેમચંદ્રવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી પ્રદ્યુમ્નવિજયજી બન્યા. તેઓ સારા અભ્યાસી, શાસનની ધગશવાળા અને વિઠાન વ્યાખ્યાનકાર છે.
શાસનસમ્રાટ શ્રી વિજમનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીને સમુદાય વિદ્વત્તા, ચારિત્ર્યશીલતા અને શાસનપ્રભાવકતાની દૃષ્ટિએ બીજા બધા જ સમુદાયો કરતાં જૈન શાસનમાં આગવું સ્થાન ધરાવે છે.
શાસનસમ્રાટશ્રી તથા તેઓશ્રીના વિશાળ શિષ્ય-પ્રશિષ્ય સમુદાયે છેલ્લાં ૬૦ - ૭૦ વર્ષના ગાળામાં જૈનશાસનમાં પોતાના
શ્રી ભગવતીસૂત્રના ચોગે વહન- પૂર્વક સ. ૨૦૨૩ માં સુરત મુકામે પોતાના દાદાગુરુ આચાર્યશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના વરદ્હસ્તે ગણિપદથી અલંકૃત બની ઉત્તરોત્તર પંન્યાસ • ઉપાધ્યાયપદ પ્રાપ્ત કરી ગુજરાત-સૌરાષ્ટ્ર મુંબઈ વગેરે સ્થાનમાં વિચરી અનેક આત્માઓને ધર્મ માર્ગે વાળી રહ્યા છે. તેમની આચાર્ય પદવી અમદાવાદ - મુકામે શાસનસમ્રાટશ્રીના સમુદાયના દશ આચાર્ય ભગવંત પૂજ્ય આચાર્ય મહારાજશ્રીવિજયોતીભદ્રસૂરિ, પૂજ્ય આચાર્ય શ્રી વિજય મેરુ પ્રભસૂરીશ્વરજી મહારાજ આદિની શુભનિશ્રામાં સમર્થ વિદ્વાન આચાર્ય શ્રી વિજયધર્મ ધુરંધરસૂરીશ્વરજી મહારાજ તથા મુનિશ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજના અવિરત પ્રયાસથી ભવ્યાતિભવ્ય મહેસવપૂર્વક વર્ષો સુધી યાદ રહે તેવી રીતે નગરશેઠના વંડામાં સં. ૨૦૩૩ મહા સુદિ ૧૦ ના દિવસે થઈ હતી,
તેઓનાં બહેન – બા – ભાઈ અને પિતાએ પણ સંયમમાર્ગ સ્વીકાર્યો છે, જેઓ અનુક્રમે સાધ્વીજીશ્રી હેમલતાશ્રીજી, સાધ્વીજીશ્રી પદ્મલતાશ્રીજી મ., મુનિરાજશ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ અને મુનિરાજ શ્રી હીરવિજયજી મહારાજના નામે ત૫- ત્યાગ અને સંયમની આરાધના કરી સ્વપર ઉપકાર સાધી રહયા છે, આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજે વ્યાકરણાચાર્યની પરીક્ષા ઉત્તીર્ણ કરી છે. તેઓએ પૂજયપાદ ગુરુભગવંત તથા મૈથિલ વિદ્વાને પાસે સ્થિરતાપૂર્વક શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કર્યું છે. પિતાની અઢારેક વર્ષની ઉંમરમાં રચેલ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org