________________
સંદર્ભ ગ્રંથ ભાગ–૨
• વિવેક' નામની વિસ્તૃત એમ બે ટીકા લખી છે. ‘ કાવ્યાનુશાસન ’માં નાટથશાસ્ત્રની વિચારણાને સમાવી લેવામાં આવી છે. આ અધ્યાય ના આ ગ્રંથમાં કાવ્યનું પ્રત્યેાજન, કવિની પ્રતિભા, કાવ્યના ગુણુદોષ, કાવ્યના પ્રકારા, ગુણુના-પ્રકારા, શબ્દાલંકાર અને અર્થાલ કાર નાયક નાયિકાના ભેદ તથા લક્ષદ્ગા વિ. વિવિધ વિષયેાની છણુાવટ કરી છે. આ ગ્રંથ વિદ્યાએ અને વિદ્વાનાને લક્ષમાં રાખીને સકળ સર્વગ્રાહી શૈલીમાં લખાયા છે.
‘છંદાનુશાસન' આઠ અધ્યાયનાં કુલ ૭૬૪ સૂત્રમાં લખાયેલા ગ્રંથ છે. એમાં એમણે વર્લીંગણુ, માત્રાગણુ, યતિ વિ. પારિભાષિક ખાળતાની સમજણુ આપ્યા પછી જુદા-જુદા પ્રકારના ચારસાથી વધુ છંદના બંધારણની વિચારણા કરી છે. આ એક વિદ્ભાગ્ય
અસાધારણ શાર્શ્વીય ગ્રંથ છે.
‘ પ્રમાણુમીમાંસા' એ હેમચંદ્રયાના પ્રમાણુશાસ્ત્ર વિષેના ગ્રંથ છે. ‘ પ્રમાણમીમાંસા'માં પ્રમાણલક્ષગુ, પ્રમણવિભાગ, પરોક્ષ લક્ષણુ પરાર્થનુમાન, હેત્વાભાસ, વાદલક્ષા વગેરેની ચર્ચા જૈન સૂસિદ્ધાન્તાને અને જૈન ન્યાયશાસ્ત્રને લક્ષમાં રાખીને કરવામાં આવી છે. આ ગ્રંથ અધૂરા મળે છે. હેમચંદ્રાચાર્યની સતામુખી પ્રતિભાના પરિચય કરવતા આ શાસ્ત્રીય ગ્રંથ એમના સમયમાં ‘ વાદાનુશાસન ' તરીકે એળખાતે.
હેમ ચદ્રાચાયે` ' ચૌલુકયવ શેાત્કીન ' નામના મહાકાવ્યની રચના કરી જે ‘દયાશ્રયમહાકાવ્ય' નામથી વિશેષ જાણીતું છે. પાતાના ‘સિદ્ધહેમ’ વ્યાકરણના નિયમાનાં ઉદાહરણા આપવા માટે સાંલકી વંશનું કથાવસ્તુ લઈ હેમચંદ્રાચાયે` આ વ્યાકરણની રચના કરી છે. આમ વ્યાકરણ અને ઇતિહાસ આ બેને આશ્રય આ મહાકાવ્યમાં લેવાયા હૈાવાથી તે ‘યાશયમહાવ્ય ' તરીકે ઓળખાય છે. આ મહાકાવ્ય વીસ સમાં લખાયું છે. સ ંસ્કૃત મહાકાવ્યની શલીએ લખાયેલા અને એનાં બધાં લક્ષણા ધરાવતા આ કાવ્યમાં મૂળરાજ સાલકીથી કુમારપાળના સમય સુધીના ઇતિહાસ આલેખાયા છે. આ મહાકાવ્ય સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી લખાયેલ હેાવુ જોઇએ એમ મનાય છે. ‘ સિદ્ધહેમશબ્દાનુશાસન’ ના આઠમા અધ્યાયમાં આપેલ પ્રાકૃત ભાષાના વ્યાકરણના નિયમેાનાં ઉદાહરણા માટે · પ્રાકૃતયાશ્રમહાકાવ્ય 'ની પણ હેમચંદ્રાચાર્ય' રચના કરી છે. સંસ્કૃત કાવ્યમાં સેાલકીયુગના રાજા સિદ્ધરાજ સુધી અને પ્રાકૃત કાવ્યમાં કુમારપાળનું ચરિત્ર નિરૂપાયું છે. એમાં કુમારપાળની નિત્યચર્યા ઇત્યાદિ નિમિત્ત કાવ્યગુણુયુક્ત વર્ણના અને ધર્મપદેશ વિશેષ નિરુપાયાં છે. એથી કવિતાની દૃષ્ટિએ સંસ્કૃત ‘યાશ્રય’ કરતાં પ્રાકૃત ‘દ્રયાશ્રય' ચડિયાતુ ગણાય છે. આઠ સમાં ૭૪૭ ગાથામાં કુમારપાળ તેની દિનચર્યા ધર્મચર્યા અને રાજ્ય કારભાર વહીવટ અને ચર્યાને સાંકળી લેવાઈ છે, તેમાં છેલ્લે અપભ્રંશ ભાષામાં અપા ચેલાં ઉદાહરણામાં શ્રુતદેવીના જે ઉપદેશ વણી લેવાયા છે તે તેની ગહનતાને કારણે તથા ભાષાની મૃદુતા અને મધુરતાને કારણે વિશેષ -કાવ્યમય બન્યા છે.
Jain Education Intemational
૧૦૦૧
"
- ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર ' એ મહાભારત કે પુરાણાની ખરાખરી કરી શકે એવા ૩૬,૦૦૦થી વધુ શ્લેાકમાં લખાયેલા હુમ ચંદ્રાચાર્ય રચિત મહાન ગ્રંથ છે. કુમારપાળની વિન'તીથી લખાયેલે આ ગ્ર'થ એમને કહાકવિનું બિરુદ અપાવે છે. * ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર' એટલે ૬૩ શલાકા પુરુષોનાં ચરિત્ર, ઋષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના ચાવીસ તીર્થંકરા, ભરત, સગર, સનત્કુમાર, મઘવા વગેરે બાર ચક્રવર્તી એ ! રામ, કૃષ્ણ વિ. નવ વાસુદેવ; લક્ષ્મણુ ખળભદ્ર વિ. નવ બળદેવ; રાવણુ, જરાસંધ વગે૨ે નવ પ્રતિવાસુદૈવ એમ મળીને ૬૩ શલ!કા પુરુષોનાં ચરિત્ર આ કાવ્યગ્રંથમાં આલેખાયાં છે, જે જે મહાપુરુષોના મેક્ષ વિશે સ...દેહ નથી એવા પ્રભાવક પુરુષષને શલાકા પુરુષ તરીકે ઓળખાવવામાં આવે છે,
આ મહાકાવ્યની રચના દસ પમાં કરવામાં આવી છે. પ્રથમ પમાં ઋષભદેવ તીર્થંકર અને ભરત ચક્રવતી' અને છેલ્લા દસમા પČમાં ભગવાન મહાવીર સ્વામીનું ચરિત્ર સવિગત નિરૂપાયુ છે. મહાસાગર જેવા આ ગ્રંથમાં મહાપુરુષોનાં ચિરત્ર, નાની મેાટી પૌરાણિક આખ્યાયિકા, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, ધામિઁક, સામાજિક ઉત્સવા, રીતરિવાજો, વગેરેનું તાદશ નિરૂપણુ થયુ છે. છંદ અલંકાર વિ. સહિત કાવ્યશાસ્ત્રની અને શબ્દશાસ્ત્રની ષ્ટિએ પણ આ મહાકાવ્ય અભ્યાસ કરવા યાગ્ય છે. એમાંથી જૈન ધર્મ, જૈન તત્ત્વજ્ઞાન અને જૈન પર પરાના ગહન પરિચય મળી રહે છે. વિના સમકાલીન ગુજરાતના જીવનનું પ્રતિબિંબ આપતા આ ગ્રંથ હેમચંદ્રાચાય ની ઉત્તરાવસ્થાના ગ્રંથ છે. ‘ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર 'ની રચના કર્યા પછી હેમચંદ્રાચાર્યે સુધર્માસ્વામીની પાટે આવેલા જંબૂસ્વામીથી શરૂ કરી વાસ્વામી સુધીના સાધુઓનાં ચિરત્રા પરિશિષ્ટપ ’ માં આપ્યાં છે. આથી એ જ શૈલીએ પ આગળ ચાલતું ઢાવાથી કવિએ એને એ મહાકાવ્યના પરિશિષ્ટપર્વ તરીકે ઓળખાવ્યુ છે.
હેમચંદ્રાચાયે કુમારપાળ મહારાન માટે યોગશાસ્ત્ર ' નામના ગ્રંથની રચના કરી હતી અને કુમારપાળની વિનંતીથી જ આ ગ્રંથ લખાયા છે. · ચેોગશાસ્ત્ર 'માં ડેમચંદ્રાચાર્યે ોગના વિષયનું સરળ, રાચક અને વિવિધ દૃષ્ટાંતા સહિત નિરૂપણ કર્યું છે. એમાં એમણે પત’લિના યોગસૂત્રમાં દર્શાવેલા અષ્ટાંગ યોગના સાધુઓનાં મહાવ્રત તથા ગૃહસ્થનાં બાર વ્રતાની સાથે સમન્વય કર્યો છે. ‘ યોગશાસ્ત્ર ’ ગ્રંથ કુમારપાળ રાજાને એટલા ગમી ગયા હતા કે પોતાના જીવનના અંતકાળ સુધી એમણે નિયમ કર્યાં હતા કે સવારના વહેલા ઊઠી જ્યાં સુધી યોગશાસ્ત્ર ગ્રંથના પૂરા સ્વાધ્યાયપાઠ ન થાય ત્યાં સુધી પોતે દંતધાવનાદિ પ્રાતઃકાં કરવાં નહીં. આ ઉપરાંત કવિએ લખેલી પણ આજે મળતી નથી તેવી કૃતિઓમાં ‘ વીતરાગસ્તાત્ર ', ‘ મહાદેવસ્તાત્ર' ‘ સકલાહુ તસ્તત્ર ' વિ ગણી શકાય. હેમચંદ્રાચાયે પેાતાના સમર્થ પુરાગામી મહાન જૈનાચાર્ય સિદ્ધસેન દિવાકર કરતાં કેટલીક કૃતિમાં વધુ સામર્થ્ય દાખવ્યું છે. આમ છતાં સિદ્ધસેન દિવાકર પાસે પાતે કંઈ જ નથી એવી નમ્રતા તેએ ધરાવતા હતા. સિદ્ધ
For Private & Personal Use Only
www.jainelibrary.org