________________
૧૦૦
વિશ્વની અસ્મિતા
કુમારપાળે હેમચંદ્રાચાર્યની ભાવનાનુસાર રાજ્યમાં પ્રાણીવધ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો, જે “અમારિષણ” તરીકે ઓળખાય છે. તદુપરાંત એમણે રાજ્યમાં દારૂ, જુગાર, શિકાર, વેશ્યાગમન વિ. વ્યસનો પણ બંધ કરાવ્યાં કે જેથી પ્રજાની સુખાકારી વધે. નિઃસં. તાન વિધવાનું ધન રાજ્ય લઈ લેતું તે પણ બંધ કરાવ્યું. તેમને ચંદ્રાચાર્યના ઉપદેશ અનુસાર કુમારપાળે રાજયમાં કુવા, વાવ, તળાવ, ધર્મશાળા, વિશ્રામસ્થાન, વિહારસ્થાન વગેરે બંધાવીને લોકકલ્યાણનાં ઘણાં કાર્યો કર્યા તેમણે પોતે જૈનધર્મ સ્વીકારી શ્રાવકનાં બાર વ્રત ધારણ કર્યા. આમ આ રીતે આચાર્યનું ઋણ ચૂકવ્યાનું ધારણું મેળવ્યું..
મૂકવામાં આવી. રાજ્યદરબારમાં એનું વાંચન થયું અને હર્ષ પૂર્વક એની સંમતિ જાહેર થઈ. “સિદ્ધહેમ”ની નકલ સિદ્ધરાજે કાશ્મીર સહિત આખા ભારતમાં ઠેર ઠેર મેકલવા ઉપરાંત નેપાલ, શ્રીલંકા અને ઈરાન જેવા દૂરના દેશોમાં પણ મોકલાવી હતી. એ ભણાવવા માટે પાટણમાં કકલ નામના વિદ્વાન વયાકરણીની નિમણૂક કરવામાં આવી હતી. દરેક મહિનાની શુકલ પંચમીના દિવસે એ વ્યાકરણની પરીક્ષા લેવાતી અને એમાં ઉત્તીર્ણ થાય તેમને શાલ, સુવર્ણ મહાર વિ. ભેટ આપવામાં આવતાં. આ રીતે સિદ્ધારાજે “સિદ્ધહેમ' વ્યાકરણુનું બહુમાન કર્યું. સંસ્કૃત, પ્રાકૃત અને અપ્રભ્રંશ ભાષા માટે હેમચંદ્રાચાર્યો જેવું સમર્થ આ વ્યાકરણ આપ્યું તેવું સમર્થ
વ્યાકરણ આ લગભગ આઠસો વર્ષના ગાળામાં બીજો કોઈ વિદ્વાને લખ્યું નથી.
સિદ્ધરાજ જયસિંહ જેમ રાજવી તરીકે બાહોશ હતા તેમ સાહિત્ય તથા ઇતર કલાઓના અભ્યાસી, સારા સંસ્કૃતજ્ઞ અને ધર્મના જિજ્ઞાસુ હતા. ધર્મક્ષેત્રે પણ તેઓ જે ઉદાર મત ધરાવતા તેમાં તેમને ચંદ્રાચાર્યની પ્રેરણા હતી. હેમચંદ્રાચાર્ય ધર્મ પુરુષ હતા, પરંતુ તેમનામાં ધાર્મિક સંકુચિતતા નહોતી. અગાધ જ્ઞાન, નિરહંકારી સ્વભાવ અને ત્યાગી સાધુ, વિરક્ત વૃતિ અને લેકકલ્યાણની પ્રવૃત્તિથી તેઓ રાજ પ્રજાના પ્રેમાદરને પાત્ર બની શક્યા હતા. સિદ્ધરાજે જીવનના અંત સુધી આચાર્ય હેમચંદ્રાચાર્યને પોતાના પરમ મિત્ર અને માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા હતા. હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી સિદ્ધરાજે ગુજરાતની સંસ્કારિતાને વધુ એપવતી બનાવી હતી.
આચાર્ય હેમચંદ્રાચાર્ય ભવિષ્યવાણી પણ સચોટ આપતા હતા. નિઃસંતાન સિદ્ધરાજ પિતાના વારસદાર તરીકે કુમારપાળને સ્વીકારી શકતા ન હતા અને તેથી તેને મરાવી નાખવાના પ્રયત્ન કરતા હતા. પરંતુ હેમચંદ્રાચાર્યે કુમારપાળ રાજા થશે એવી ભવિષ્યવાણી ભાખેલી તેથી કુમારપાળ દર વખતે બચી જતા હતા. આવા સમયે પાટણમાં ગુપ્ત વેશે ફરતા કુમારપાળને હેમચંદ્રાચાચે સિદ્ધરાજથી બચાવેલો અને કહેલું કે “હે રાજપુત્ર! તમે શાંત થાઓ. આજથી સાતમા વર્ષે તમે રાજા થશે. હે કુમાર ! વિક્રમ સંવત ૧૧૯ ના માગશર વદ ચોથને રવિવારે ત્રીજા પહેરે પુષ્પ નક્ષત્રમાં તમારે રાજ્યાભિષેક થશે.' હેમચંદ્રાચાર્યે કરેલી ભવિષ્યવાણી બરાબર સાચી પડી. એ સાત વર્ષ કુમાળપાળે ઘણુ સંકટમાં વિતાવ્યાં. પરંતુ સિદ્ધરાજના અવસાન પછી અમાએ કુમારપાળની રાજા તરીકે પસંદગી કરી. આમ પચાસ વર્ષની ઉંમરે કુમારપાળ પાટણની ગાદીએ આવ્યા. એ સમયે હેમચંદ્રાચાર્ય પાટણ પધાર્યા હતા. એમણે કુમારપાળને જીવ બચાવેલો હોવાથી કુમારપાળે કહ્યું –“ગુરુમહાજ ! આ પાટણનું રાજ્ય આપનું છે. એ સ્વીકારીને મને ઋણમુક્ત કરે.' હેમચંદ્રાચાર્યે તે વાત નકારતાં કહ્યું : “અમારે પંચમહાવ્રતધારીને ચીજ વસ્તુઓને કે દ્રવ્યને પરિગ્રહ નથી તે રાજ્યની વાત શી ? પણ તમે તમારા રાજ્યમાં પ્રાણીઓને વધ બંધ કરાવશે તે અમને ઘણે આનંદ
હેમચંદ્રચાર્ય જેમ મહાન વયાકરણી છે તેમ મહાન કેશિકાર પણ છે. એમણે ચાર સમર્થ શબ્દકેશ આપ્યા છે. (૧) અભિધાન ચિંતામણિ (૨) અનેકાર્થ સંગ્રહ (૩) દેશનામમાલા (3) નિઘંટુ સંગ્રહ એક અર્થવાળા સમાન શબ્દો માટે “અભિધાન ચિંતામણિ 'ની રચના એમણે કરી. “અમરકેશ ' કરતાં દેઢગણી શબ્દ સંખ્યા તેમાં આપવામાં આવી છે. છ કાંડમાં વહેંચાયેલા “અભિધાનચિંતામણિ ની શ્લેક સંખ્યા ૧,૫૪૧ જેટલી છે પરંતુ ટીકા સાથે કલેક સંખ્યા ૧૦,૦૦૦ની છે. “અનેકાર્થ સંગ્રહ' એ “અભિધાનચિંતામણિને પૂરક પ્રકારને શબ્દકેશ છે. “અનેકાર્થ સંગ્રહમાં એક શબ્દના જે વિવિધ અર્થો થતા હોય તે આપવામાં આવ્યા છે. સાત કાંડમાં વહેંચાયેલા આ કોશની કુલ લેઠસંખ્યા ૧,૮૨૯ છે. આ ઉપરાંત હેમચંદ્રાચાર્ય “સિદ્ધહેમ”ના પ્રાકૃત વ્યાકરણને લક્ષમાં રાખીને વિદ્યાથીઓ અને વિદ્વાનોને ઉપયોગી થાય એવા “દેશીનામમાલા” (અથવા રયણુવિલી) નામના કોશની રચના કરી છે જે શબ્દ વર્ણ કે અર્થ બંનેની દૃષ્ટિએ સંસ્કૃત શબ્દ સાથે કે તભવ એવા પ્રાકૃત શબ્દ સાથે સંબંધ ધરાવતા હોય તેવા દેશ્ય ભાષાઓમાંથી આવેલા શબ્દોને સંગ્રહ એટલે “દેશીનામમાલા.' અલબત્ત, સંસ્કૃત કે પ્રાકૃત કાલગ્રસ્ત અને અપરિચિત બની ગયા હોય એવા અથવા જેના મૂળ વિશે સંશય હોય તેવા કેટલાક શરદ પણ તેમાં ઉમેરી લેવામાં આવ્યા છે. કુલ ૭૮૩ ગાથામાં લગભગ ચાર હજાર શબ્દ આ કેસમાં આપવામાં આવ્યા છે. આ દેશી નામમાતા’ની બીજી એક વિશેષતા એ છે કે એમાં ઉદાહરણ રૂપે અપાયેલી ગાથાઓમાં તત્કાલીન સમાજજીવનનું પ્રતિબિંબ પણ પડેલું જોઈ શકાય છે, જે એ વિષયના અભ્યાસીઓ માટે ઉપયોગી છે. હેમચંદ્રાચાર્ય “નિઘંટુશેષ' નામને કેશ પણ તૈયાર કર્યો છે. “નિઘંટુ” શબ્દ ઘણે પ્રાચીન અને પારિભાષિક છે. આ કેશની લોકસંખ્યા ૩૯૬ છે. તેમાં વૃક્ષ, ગુલ્મ, લતા, શાક, તૃણુ અને ધાન્ય એમ વનસ્પતિને લગતા છ પ્રકારના શબ્દો આપવામાં આવ્યા છે. આ રીતે નિઘંટુના પ્રકારના છ કેશ તૈયાર કર્યા હતા એમ મનાય છે તેમાંથી આજે ત્રણ ઉપલબ્ધ છે. એમાં બેમાં વનસ્પતિ વિશે અને એકમાં રત્નો તથા કીમતી પથ્થરો વિશે શબ્દો અપાયા છે. “કાવ્યાનુશાસન' એ હેમચંદ્રાચાર્યને અલંકારશાસ્ત્રને ગ્રંથ છે. આ ગ્રંથ ઉપર એમણે પોતે “અલંકારચૂડામણિ ' નામની નાની અને
થશે.”
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org