________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૯૯૯
ગયા હતા. દરમિયાન ચાંગ પિતાની મેળે ગુરુમહારાજની પાટ ઉપર જઈને બેસી ગયો. મંદિરમાંથી પાછા ફરતાં દેવચંદ્રસૂરિએ એ દશ્ય જોયું. “ એ તેજસ્વી બાળક એક મહાન સાધુ થઈને સંસારના કલ્યાણનું અનેરું કાર્ય કરશે. પાહિણીનો એ પુત્ર દીક્ષાને ચગ્ય છે.” એવી દેવચંદ્રસૂરિએ ભાખેલી વાત લોકોમાં પ્રસરી ગઈ.
ધંધુકાથી વિહાર કરતાં પહેલાં એક દિવસ દેવચંદ્રસૂરિ સંઘના બધા આગેવાનો સાથે પાહિણીને ઘરે પધાર્યા. પાહિણીએ એમને સારો સત્કાર કર્યો. તે સમયે દેવચંદ્રસૂરિએ પાહિણીને જણાવ્યું : સંધ તે તમારા પુત્રની માગણી કરવા આવ્યો છે. આ સાંભળી હર્ષથી ગદ્ગદિત કંઠે પાહિણીએ કહ્યું – “આવું મારું ભાગ્ય ક્યાંથી હોય? પણ મારા પતિ જેન નથી, અને અત્યારે બહારગામ છે તેથી હું મારા પુત્રને આપી શકું એમ નથી.' પણ મુનિ, સંધના આગેવાનોની સમજાવટભરી વાતથી પિતાને બાળક તેણીએ મુનિને સોંપ્યો. આમાં બાળક ચાંગની પણ સંમતિ લેવાઈ. દેવચંદ્રસૂરિ ત્યાંથી તરત વિહાર કરી ખંભાત પહોંચ્યા. | દરમિયાન ચાચ બહારગામથી પાછા આવ્યા. પુત્રને ન જોતાં અને બધી વાતની જાણ થતાં ખુબ ગુસ્સામાં આવી, અન્નપાણીની બાધા લઈ ખંભાત પહોંચ્યા. ઉદયન મંત્રીને એ વિષે ફરિયાદ કરી, ઉદયને ચાંગને બેલાવી લીધો અને પાછો ચાચને સોંપ્યો. મંત્રી ઉદયનની દરમિયાનગીરીથી, અને પુત્રનું હિત દીક્ષામાં છે તેની જાણુથી ઉભય પક્ષે સમાધાનકારક સુખદ ઉકેલ આવ્યો,
ત્યારપછી ચાંગ નવ વર્ષને થતાં ખંભાતમાં બહુ ધામધૂમપૂર્વક દેવચંદ્રસૂરિના હસ્તે સંવત ૧૧૫૪ એક દિવસે એને દીક્ષા આપવામાં આવી. એનું નામ મુનિ સેમચંદ્ર રાખવામાં આવ્યું. મુનિ સોમચંદ્ર ન્યાય, તર્ક, વ્યાકરણ, કાવ્યાલંકાર વ. શાસ્ત્રો તથા સાહિત્યના ઉત્તમ ગ્રંથને અભ્યાસ કર્યો. નાની વયથી જ તેમની ગ્રહણુશક્તિ અને યાદશક્તિ અત્યંત તીવ્ર હતી. અનેક કલેક અને અવતરણે તેમને કંઠસ્થ રહેતાં, તેમની બુદ્ધિ કુશાગ્ર હતી. તેમની દષ્ટિ સૂક્ષ્મ હતી. શબ્દ કે અર્થની ઝીણામાં ઝીણી વિસંગતિ પણ તેમની નજરમાંથી છટકી શકતી નહીં, | મુનિ સેમચંદ્રને સરસ્વતીદેવી કેવી રીતે પ્રસન્ન થયાં હતાં તે વિષે પણ એક લેકવાયકા છે. મુનિ સેમચંદ્રને વિદ્યાભ્યાસ ચાલતા હતા. ત્યારે તેઓ સરસ્વતી દેવીને જાપ કરતા હતા. વિદ્યા- ભ્યાસમાં છેલ્લાં વર્ષોમાં તેમની ઈચ્છા બ્રાહ્મીદેવીની (એટલે કે સરસ્વતીદેવીની ) સાધના કરવા માટે કાશમીર (અથવા તામ્રલિપ્તિ). જવાની હતી. એ માટે એમણે ગુરુમહારાજની સંમતિ મેળવી અને વિહાર શરૂ કર્યો. ગિરનાર સુધી તેઓ પહોંચ્યા. ત્યાં એક દિવસ પિતે ધ્યાનમાં બેસી સરસ્વતી દેવીને જાપ કરતા હતા ત્યારે સરસ્વતી દેવીએ પ્રસન્ન થઈ સાક્ષાત દર્શન દીધાં. દેવીએ સેમચંદ્રમુનિને કહ્યું, તમારે હવે સાધના માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી. તમે જ્યાં છે ત્યાં જ તમારી ઈચ્છા પ્રમાણે વિદ્યા પ્રાપ્ત કરી શકશે.'
મુનિ સોમચંદ્ર વિદ્યાભ્યાસ કર્યો. એમની દીક્ષાને બાર વર્ષ થવા આવ્યાં. એમની આચાર્યના પદ માટેની યોગ્યતા જાણીને તથા સંઘ, ઉદયન મંત્રી, ધનદ શેઠ વગેરેની વિનંતીને સ્વીકાર કરીને દેવચંદ્રસૂરિએ એમને નાગપુર (નાગર ) મુકામે વિ. સં. ૧૧૬૬ના વૈશાખ સુદ ત્રીજના દિવસે આચાર્યની પદવી અર્પણ કરી અને એમનું નામ હેમચંદ્રસૂરિ રાખવામાં આવ્યું. એકવીસ વર્ષની નાની વયે આચાર્ય પદવી એમને મળી તે બતાવે છે કે સાધુ તરીકેની તેમની કારકિદી કેટલી બધી તેજસ્વી હશે. સોમચંદ્રમુનિ ત્યારથી હેમચંદ્રાચાર્યના નામથી વધુ પ્રસિદ્ધ બન્યા.
આ પહેલાં બાલમુનિ તરીકે તેઓ મીનળદેવીનું માન મેળવવા સમર્થ બન્યા હતા. ચાંગે દીક્ષા લીધી પછીના તરતના કેઈ વર્ષમાં સિદ્ધરાજની સભામાં ઉત્તર ભારતમાંથી આવેલા દિગંબર સંપ્રદાયના સમર્થ વાદી કુમુદચંદ્ર સાથે વાદી દેવચંદ્રસૂરિ જ્યારે શાસ્ત્રાર્થ કરવા ગયા હતા ત્યારે બાલમુનિ સોમચંદ્ર તેમના સહાયક તરીકે તે સભામાં હાજર હતા. ચરિત્રકારોએ નેધ્યું છે કે જેમની બાલ્યાવસ્થા હમણાં માંડ પૂરી થઈ હતી એવા મુનિ સોમચંદ્ર સિદ્ધરાજની માતા મીનળદેવીની સહાનુભૂતિ પિતાના પક્ષ તરફ મેળવવામાં સફળ થયા હતા. કુમુદચંદ્ર સાથેના વિવાદમાં વાદી દેવચંદ્રસૂરિને વિજય થયો અને આ બાલમુનિએ તેજવી વ્યકિતત્વથી સૌને પ્રભાવિત કર્યા.
આમ નાનપણુથી વ્યક્તિત્વથી ઝળાહળાં રહેતા આચાર્ય હેમચંદ્રાચાર્યને આચાર્ય પદવી આપવામાં આવી ત્યારે એ પ્રસંગે એમની માતા પાહિણીઓ પણ દેવચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી. વિદ્યાભ્યાસ, ચારિત્રપાલન અને પ્રવતિનીનું પદ મેળવ્યા બાદ સંવત ૧૨૧૧ માં તેઓ કાળધર્મ પામ્યાં.
હેમચંદ્રાચાર્યને પ્રભાવ પાટણના રાજવી સિદ્ધરાજની સમગ્ર જીવન પર ઘણે મોટે પડયો હતો. બાલમુનિનું વ્યક્તિત્વ અને આચાર્યનું જ્ઞાન આમાં મદદરૂપ હતાં. સિદ્ધરાજે માળવા ઉપર ચડાઈ કરી અને જીત મેળવી. આ જીતમાં મેળવેલ ધનસંપત્તિમાં ભેજનું સંસ્કૃત ભાષાનું વ્યાકરણ પણ હતું. સિધરાજને ભેજની પ્રશંસા ગમી નહિ અને રાજ્યમાં બધે ભેજનું વ્યાકરણ જ ચાલતું હતું. આથી આ વ્યાકરણ કરતાં ચડિયાતા વ્યાકરણગ્રંથની રચના કરવાનું નકકી કર્યું. અને આ કાર્ય માટે હેમચંદ્રાચાર્યનું નામ સૂચવ્યું. સિદ્ધરાજની, એ વિનંતી હેમચંદ્રાચાર્ય સ્વીકારી અને યોગ્ય સાધનસામગ્રી કાશ્મીરથી પણ પૂરી પાડી. અને એક વર્ષમાં વ્યાકરણની રચના કરી આપી. મૂલસૂત્ર, ધાતુ, ગણપાઠ ઉણુદિ પ્રત્યય અને લિંગાનુશાસન એમ પંચાંગીના પ્રકારની વ્યાકરણની રચને એમણે સવા લાખ શ્લોકમાં કરી. સિદ્ધરાજની વિનંતીથી એ લખાયું હતું એટલે પિતાના નામ સાથે પ્રથમ સિદ્ધરાજનું નામ જોડી હેમચંદ્રાચાર્ય એ વ્યાકરણનું નામ “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન' એવું રાખ્યું. એ જ્યારે તૈયાર થયું ત્યારે ભારે ધામધૂમપૂર્વક હાથીની અંબાડી પર એની શોભાયાત્રા નીકળી , એની સુવર્ણાક્ષરે લખાયેલી હસ્તપ્રત રાજ્યભંડારમાં વિધિસર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org