________________
eee
શાસનદીપક આચાર્યશ્રી વિજયસુખાધસૂરીશ્વરજી
ભાઈ પન્નાલાલ અને ભાઈ શેષમલના પિતા મૂળ મારવાડના પણ ઘણુા સમયથી મહેસાણા આવ્યા હતા. માતાપિતા અને ધર્મપ્રેમી, અન્ને ભાઈઓને માતાપિતા તરફથી ધર્મના સંસ્કાર મળેલા. માતા રતનખહેન ધર્મક્રિયા માટે વારવાર પ્રેરણા આપતાં. પિતાજી તા અષ્ટપ્રકારી પૂજા રાજ કરે અને એવા તા મગ્ન બની જાય કે પ્રભુપ્રતિમા સામે નાચવા લાગે. મહેસાણા ધર્મભૂમિ ગણાય. અહીં ધર્મનિષ્ઠ શ્રી વેણીચંદ સુરચંદભાઈએ વર્ષો પહેલાં ધાર્મિક શિક્ષકા તૈયાર કરવા શ્રી યશેવિજયજી પાઠશાળાની સ્થાપના કરી હતી. માતાજી રતનબહેન મને ભાઈઓને વારંવાર એવી પ્રેરણા આપતાં કે સંસાર અસાર છે, જિનેશ્વર ભગવાનના સયમ અને ત્યાગના માર્ગ અતિ ઉત્તમ છે. માતાજીના મનેારશે! હતા કે આ મારા બન્ને લાડલા ધર્મોરત્ના અને. બન્ને ભાઇના હૃદયમાં માતાજીના ભાવે ગુ ંજતા હતા.
પૂજ્યપાદ તનિધિ મહારાજ ( આચાર્યં ) શ્રી ભક્તિવિજયજી મહારાજ મહેસાણા પધાર્યાં. તેમની વૈરાગ્યરસઝરતી સુધાભરી વાણીથી ભાઈ પન્નાલાલની દીક્ષાની ભાવના થઈ અને ગુરુ ભગવંતની ઇચ્છાથી તેમણે અમદાવાદ પૂ. આગમે દ્વારક આચાર્ય શ્રી સાગરાન॰દસૂરીશ્વર પાસે દીક્ષા માટે મેલ્યા. માતાએ મ'ગળ આશી ર્વાદ આપ્યા અને ભાઈ પન્નાલાલે દીક્ષા લીધી, ને એ આપણા પ્રશાંતમૂતિ આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી,
ભાઈ શેષમલજીએ મહેસાણામાં ઉપધાન તપમાં પ્રવેશ કર્યાં અને તેમની ભાવના પણ દીક્ષાની થઈ. વૈરાગ્ય રંગે રંગાયેલા ભાઈ શેષમલજીને દીક્ષા માટે ગુરુદેવે અનુમતિ આપી. તેને આત્મા આનંદથી નાચી ઊઠયો.
પૂ. પં. ભક્તિવિજયજી (આચાર્ય^) વીરમગામ પધાર્યો. ભાઈ શેષમલજીની દીક્ષાની વાત સાંભળી વીરમગામના સધને આનંદ થયા. માતા રતનબહેને પેાતાના લાડલા પુત્ર શેષમલજીને પેાતાના હાથે ચાંદલા કર્યા અને મંગલ આશીર્વાદ આપ્યા. સ. ૧૯૮૮ ના પાત્ર વદિ ૧૦ના દિવસે માઁગળ પ્રભાતે શ્રી સંઘના આબાલવૃદ્ધ, માનવમેદનીની હાજરીમાં ભાઈ શેષમલજીને દીક્ષા આપવામાં આવી, તેમનું નામ મુનિ સુખાવિધજયજી રાખવામાં આવ્યું. અને તેમને પેાતાના શિષ્ય બનાવ્યા. આજે તા એ બાંધવખેલડી ધર્મ પ્રભાવનાનાં અનેક કાર્યો કરી શાસનના જયજયકાર કરે છે, ગુરુદેવના અનન્ય આશી ર્વાથી બન્ને બંધુઓ ન્યાય-વ્યાકરણ-સાહિત્ય વાદિ શાસ્ત્રામાં કુશળ થયા. સ. ૨૦૧૦માં અમદાવાદમાં બન્ને ગુરુબંધુઓને માગશર સુદિ પના દિવસે ૫'ન્યાસ પદવીથી વિભૂષિત કર્યો. આ પ્રસંગે આઠ પંન્યાસ પદવી થઈ હતી. મુ`બઈ આદિ નગરીમાં સફળ ચાતુર્માસા – પ્રતિષ્ઠા આ—ઉપધાન-ધાદિ જેવા શાસન પ્રભાવનાનાં અનેક કાર્યો કરતા ગોરેગાંવ પધાર્યાં. સ. ૨૦૨૫માં પન્યાસ શ્રી સુખાધવિજયજીને આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા.
Jain Education International
વિશ્વની અસ્મિતા
ગુરુબાંધવેાની અમર ખેલડી પૂના પધાર્યા, પૂના આદિનાથ સાસાયુટીની સુંદર પ્રતિષ્ઠા એવી તા શાનદાર થઈ અને અનેક સ્માર રચાયાં કે પૂનાભૂમિ તીર્થભૂમિ બની ગઈ ખાચાય સુબાધસૂરિજી તથા શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજીના જ્યાં જ્યાં પાવન પગલાં થાય છે ત્યાં ધર્મ પ્રભાવનાનાં નવાં નવાં પ્રસ્થાન થાય છે.
ભારતવના મહાન જૈનાચા કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચા
(પ્રે. શ્રી રમણુલાલ ચી. શાહના વિસ્તૃત રીતે લખાયેલા લેખમાંથી ટૂંકાવીને અત્રે રજૂ કરીએ છીએ)
હેમદ્રાચાય એટલે ગુજરાત જેને માટે ગૌરવ લઈ શકે એવી મહાવિભૂતિ. એમને વિદેહ થયાને લગભગ આઠસે। વર્ષ થવા આવ્યાં છતાં કવિતા અને વ્યાકરણ, છંદ અને અલંકાર, ઇતિહાસ અને પુરાણ, કૈાશ અને ન્યાય, યોગ અને અધ્યાત્મ, ત્યાગ અને તપશ્ચર્યા, જપ અને ધ્યાન, સંયમ અને સદાચાર, રાજકલ્યાણ અને લેાકલ્યાણુ એવાં એવાં વિવિધ ક્ષેત્રામાં છ-સાત દાયકા જેટલા દીકાળ સુધી જેવું ચિરંજીવ કાર્ય એમણે કર્યું છે તેવું કા ભાગ્યે જ ખીજી ફ્રાઈ વ્યક્તિએ કર્યુ હશે.
ગુજરાતના સેાલકી યુગ તે સુવÇકાળ તરીકે ઓળખાય છે, આ સુવર્ણ કાળને એની પરાકાષ્ઠાએ પહેોંચાડનાર એ રાજવીઓ તે સિદ્ધરાજ અને કુમારપાળ હતા; અને એ બંને રાજવીઓને દિષ્ટ આપી મહાન બનાવનાર તે કલિકાલસર્વજ્ઞ યુગપ્રવર્તક મહાકવિ હેમચંદ્રાચાર્યાં હતા. એમના પ્રતાપે ગુજરાતી પ્રજાનાં ભાષા, સાહિત્ય અને સંસ્કાર સમૃદ્ધ બન્યાં. ભારતના અન્ય પ્રાંતાની સરખામણીમાં ગુજરાતમાં દારૂ, માંસાહાર, જુગાર, શિકાર, વેશ્યાગમન, પશુલિ વિ. અનિષ્ટ આજે પણ એછાં છે તેના યશ અમુક અંશે હેમચંદ્રાચાર્યને ફાળે જાય છે, કારણ કે આઠ સૈકા પહેલાં સિદ્ધરાજ અને કુમારપાળ જેવા રાજવીઓના સહકારથી એમણે સદાચારની એક વ્યાપક ઝુંબેશ પ્રશ્નમાં ધરે ધરે જગતી કરી હતી.
હેમચંદ્રાચાયના જન્મ અમદાવાદ પાસે આવેલા ધંધુકા શહેરમાં માઢ વણિક જ્ઞાતિમાં થયા હતા. એમના પિતાનું નામ ચાચદેવ ( ચાચિગ ) અને માતાનું નામ પાહિણી ( ચાહિણી ) હતું. એમના મામાનું નામ નૈમિનાગ હતું. આવા ધાર્મિક સંસ્કાર વાળા કુટુંબમાં વિક્રમ સ ંવત ૧૧૪૫ ( ઈસ્વીસન ૧૦૮૮ )ના કાર્તિક સુદ પૂર્ણિમાને દિવસે પાહિણીએ પુત્રરત્નને જન્મ આપ્યા. પાહિણી ચામુંડ ગાત્રનાં હતાં. એટલે બાળકનું નામ * ચ ' અક્ષર પરથી રાખવાનું વિચારાયું. વળી બાળક ગર્ભમાં હતું ત્યારે પોતાને સુ ંદર સ્વપ્ના અને શુભ વિચાર। આવતા હતા. એટલે પુત્રનું નામ · ચાંગ ' ( એટલે સુંદર ) એવું રાખવામાં આવ્યું.
એક દિવસ પાહિણી પેાતાના નાના ચાંગને લઈને દેવચંદ્રસૂરિને વંદન કરવા આવ્યાં. તે સમયે વચંદ્રસૂરિ મંદિરમાં દર્શન કરવા
For Private & Personal Use Only
www.jainelibrary.org