________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૯૯૦
જ તેઓ પોતાની સેવાભાવનાથી સંધના હદયસમ્રાટ બની ગયા અને સંઘે પિતાની કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે જાહેરમાં એમને વિ. સં. ૧૯૮૧ માં આચાર્યની પદવીથી વિભૂષિત કર્યા. આચાર્યશ્રીએ ત૫ અને વૈરાગ્યની આરાધનાની સાથે સાથે સમાજના ઉત્કર્ષ માટે ઉપયોગી લાભકારક રચનાત્મક પ્રવૃત્તિઓ પણ કરી હતી. એમણે ઠેર ઠેર શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરાવવા ઉપરાંત નવાં મંદિરનું નિર્માણ, આણે દ્વાર તેમ જ સાહિત્ય પ્રકાશન પર પણ ધ્યાન આપ્યું હતું. રાષ્ટ્રપ્રેમના પૂજારી, આવતી કાલના સ્વપ્નદ્રષ્ટા, ઉગ્ર તપસ્વી, નિરાભિમાની, સર્વગ્રાહી વ્યાખ્યાતા, સમાજ કલ્યાણના સ્વપ્નદ્રષ્ટા અને સમયજ્ઞ વિશ્વવલ્લભ હતા. આચાર્યશ્રીએ વસ્તુતઃ પેતાના ૮૪ વર્ષના જીવનકાર્ય દરમિયાન આત્મકલ્યાણની સાથોસાથ જનસમાજના ઉત્કર્ષ માટે અનેખું કામ કર્યું હતું. છેવટે વિ. સં. ૨૦૧૦ માં મુંબઈમાં નવકાર મંત્ર જાપ કરતાં એમણે પોતાના ભૌતિક દેહને ત્યાગ કર્યો અને અમરત્વ પ્રાપ્ત કર્યું.
જિન શાસનરત્ન શાન્તભૂતિ આચાર્યશ્રી
વિજ્યસમુદ્રસૂરીશ્વરજી
સં. ૧૯૪૮ ના માગશર સુદ ૧૧ સૈના એકાદશીના મંગળ દિવસે રાજસ્થાનના પાલીનગરમાં માતાજી ધારિણીદેવીની કક્ષે સુખરાજજીને જન્મ થયો. પિતાશ્રી એસવાલ કુલભૂષણ શ્રી ભાચંદજી નાગચા મહેતા ગાત્રીય ધર્મનિષ્ઠ અને સેવાપ્રિય હતા. શ્રી સુખરાજજી માતાપિતાના લાડકા પણ નાનપણથી આચાર્ય ભગવંતનાં સુધાભર્યા પ્રવચને સાંભળી યુવાન વયે સં. ૧૯૬૭ની સુરતમાં ત્યાગધર્મની દીક્ષા લીધી અને મુનિ સમુદ્રવિજયજી બન્યા. ગુરુ ઉપાધ્યાય સેવનવિજયજી ક્રાંતિકારી વિચારને. પંજાબમાં આત્માનંદ જેન મહાસભાના પ્રાણપ્રેરક અને પંજાબ કેસરી યુગદ્રષ્ટા પૂજ્ય આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના અંતેવાસી હતા. ૨૦૦૯ માં થાણુનગરમાં ૫૦ હજારની જંગી માનવમેદની અને શ્રી ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ પંજાબ કેસરી યુગદ્રષ્ટા પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંત ૧૮ ૮૮ શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબે તેઓશ્રીને “ આચાર્ય ” પદવીથી વિભૂષિત કરી પોતાની પાટ પર સ્થાપના કરતાં ફરમાવ્યું કે “ પંજાબ કે સંભાલના ” અને આ વચને વિરોધાર્ય કરી પૂ. ગુરુદેવના સ્વર્ગવાસ સહિત રાજસ્થાનમાં ઉપકાર કરી છ-સાત વર્ષમાં પંજાબમાં વિચર્યા અને પૂ. ગુરુદેવ બાગ હર્યોભર્યો કર્યો અને પૂ. ગુરુદેવના પ્રેરક સંદેશવાહક તેમ જ સમાજ કલ્યાણના પ્રાણપ્રેરક બન્યા છે.
કારને નિર્ણય બંધ રખાવ્યું અને કસાઈખાનું થતું બંધ થયું. ઘણુઓને માંસ, દારૂ, પરસ્ત્રીગમન આદિ કુવ્યસનને ત્યાગ કરાવ્યો છે અને માતા-પુત્ર- સાસુ-વહુ આદિ કૌટુંબિક ઝઘડાઓમાં સંપ કરાવ્યા છે. ઘણુ ગરીબ બંધુઓને તથા વિદ્યાથી એને સહાય અપાવી. છે અને અપાવી રહ્યા છે. અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, નવીન મંદિર, નવા ઉપાશ્રય આદિ કાર્યો પણ તેઓશ્રીને સદ્ઉપદેથથી થયા છે. તેઓ પોતે વર્ષોથી શુદ્ધ ખાદીનાં વસ્ત્ર ધારણ કરે છે અને સાદાઈ, સોમ્યતા અને નમ્રતાના સંગાથી છે. રાજસ્થાનમાંથી શત્રુંજય, શંખેધર, પાર્શ્વનાથની યાત્રા કરી લોકગુરુ સમયજ્ઞ, સમાજ કલ્યાણદાતા, આચાર્ય પ્રવર આચાર્ય શ્રી વિજયભસૂરીશ્વરજીને શતાબ્દી ઉત્સવ મુંબઈ નગરમાં ઊજવવા મુનિમંડળ સાથે પધાર્યા અને તેઓશ્રીની નિશ્રામાં મુંબઈએ અપૂર્વ ભવ્ય અને શાનદાર રીતે શતાબ્દી ઉત્સવ ઊજ. ૨૨૭નું ચોમાસું પૂના શહેરમાં કરી શતાબ્દી પૂર્ણાહુતિ મહોત્સવ ધામધૂમથી ઊજવી શતાબ્દી મારક તરીકે “આચાર્ય વિજયવલ્લભ હાઈસ્કૂલ” ના નિર્માણ માટે પ્રેરણા આપી. પૂનાના સંધમાં જાગૃતિ લાવ્યા અને ફળરૂપે રૂ. અઢી લાખનું ફંડ કરાવ્યું અને ૭૦ ૦ ૦૦ ફૂટ જગ્યા પણ ખરીદાવી લીધી છે. મકાન માટે ચાર પાંચ લાખ રૂપિયાનું ફંડ કરવાનું છે, જે તેઓશ્રીની પ્રેરણાથી જરૂર ને જરૂર થઈ જશે. ઈદેરના ચાતુર્માસમાં અક્યતા અને સંગઠનની ભેરી બજાવી બોડેલીમાં ગુરુદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. વડોદરામાં ગુરુદેવની પુણ્યતિથિ તથા જન્મજયંતી ઊજવી. સાધવી સંમેલનમાં પ્રેરત્મિક ઉદ્દધન કર્યું. વાવૃદ્ધ અનુગાચાર્ય પં. નેમવિજયજીના સ્વર્ગવાસ નિમિત્તે તેમને ભાવભરી શ્રદ્ધાંજલી અર્પી અને ગુરુદેવની જન્મભૂમિમાં હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરાવી વિહાર કર્યો. વડોદરા શ્રીસંઘે ભર વિદાય આપી.
અમદાવાદમાં પૂ. શાસનદીપક આચાર્ય શ્રી વિજયનંદનસૂરિ મહારોજનું પિલને હદયંગમ હતું. રાધનપુરમાં પૂજ્ય ગુરુદેવના સમાધિમંદિરનું નિરાલારે પણ કરાવી પાટણ થઈ બીજારમાં ભક્તિ મહેતુસવ થયા. આરાધના ભવનનું ઉદ્દઘાટન કરી ગુરુભક્ત શ્રી હજારમલજીને મંગળ એ શીર્વાદ આપી સાદીમાં સમાધાન કરી પોતાના ગુરુબંધુ આચાર્ય શ્રી પૂર્ણાનંદજીનું મિલન રાણકપુર તીર્થ સ્થાનમાં આનંદપ્રેરક બની ગયું. ભગવાન મહાવીરના ૨૫૦૦માં નિર્વાણ મહોત્સવના અતિથિવિશેષ હતા – દિલ્હીમાં તેમનું ભવ્ય સ્વાગત થયું. શોભાયાત્રા શાનદાર હતી. તેમની ૮૪ માં જન્મદિવસ નિમિત્તે ઉત્તર ભારતના યુવકે એ યુવા ચેતનાદિન ઊજશે. અમાનંદ જૈન મહાસભાના પ્રધાન શ્રી ધર્મપાલજી એસવાલ આચાર્યશ્રીની શાસન સેવાઓના ઉપલક્ષમાં તેમને જિનશાસન રનના અલંકારથી વિભૂષિત કર્યા. જમ્મુ કાશ્મીરમાં નૂતન જૈન મંદિરની પ્રતિષ્ઠા કરાવી – લુધિયાણામાં અને હાંશિયાર પુરમાં ધર્મ પ્રભાવના કરાવી. પંજાબમાં સંખ્યાબંધ મહાવીર સ્મારકે માટે પ્રેરણા આપી. મુરાદાબાદના જૈન મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી. ૧૦-૫-૭૭ ના રોજ ચિર શાંતિમાં પિઢી ગયા. શાસનદીપ બુઝાય. મુરાદાબાદમાં તેમનું ભવ્ય સમાધિમંદિર થશે.
૨૦૨૦માં હોશિયારપુરમાં ચોમાસુ કર્યું ત્યારે સ્થાનકવાસી જનસમાજ શ્રીસંધ તરફથી સંચાલિત પંચકુલા જૈન ગુરુકુળની નજીકમાં સરકારે જબરજસ્ત કસાઈબાનું બોલવાનું નક્કી કર્યું. આ વાત ગુરુકુળના કાર્યકર્તાઓએ કરી ત્યારે સરકાર સામે વિરોધ કરી સર-
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org