________________
વિશ્વની અસ્મિતા
તેમને જ્યોતિષશાસ્ત્રને રસ જાગે અને તેઓ કુશળ તિષી બની ગયા. તેમની જ્ઞાનશક્તિ વ્યાખ્યામાં સોળે કળાએ ખીલી ઊઠી. શ્રોતા- ઓ તેમની મીઠી મધુરી સુધાભરી વાણીથી મુગ્ધ થતા હતા. કથાનકેમાં તેઓ એ તે રસ જગાવતા હતા કે શ્રોતાઓ આનંદમગ્ન બની જતા હતા. મુનિશ્રીએ ભાવનગર, જામનગર, રાજકોટ, મોરબી, ધાંગધ્રા, રાધનપુર જેવી ગુજરાતની અનેક નગરીઓ પોતાની સુધાભરી મધુર મધુર વાણીથી ગજાવી હતી. અનેક યુવકોને તેમની વાણીના ચમત્કારથી ધર્મ પ્રત્યે વાળ્યા છે. અમદાવાદનું ચાતુર્માસ તે ચિરસ્મરણીય બની ગયું હતું. પૂજ્ય આચાર્ય શ્રી વિજયવિનયચંદ્રસૂરીજી મહારાજે તેમને ભગવતીસૂત્રના યોગદ્વહન કરાવી ગણિપદથી ૨૦૩૦ માગશર સુદ પના રોજ જામનગરમાં વિભૂષિત કર્યા, જામનગરના શ્રીસંઘે નૂતન ગણિવરને હજરોએ વધાવ્યા. ગણિવર્ય શ્રી લબ્ધિવિજયજી પૂના પિતાના ગુરુદેવ પાસે પધાર્યા. તેમનું જ્ઞાન સામર્થ્ય તથા શાસન-પ્રભા વનાની જવલંત ભાવનાથી આકર્ષાઈને શ્રી આદિનાથ સયાટી જૈન સંધ પૂનાએ પૂજ્ય શાંતમૂર્તિ આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી પાસે તેમને પંન્યાસ પદવી અને આચાર્ય પદથી વિભૂષિત કરવા આગ્રહભરી વિનંતી કરી. શ્રી આદિનાથ સોસાયટીને અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ૨૦૩રના મહાવદ ૧૪ના રોજ પંન્યાસ પદવીથી અને ફાગણ સુદ રના રોજ આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા, પૂનામાં આનંદની લહેર લહેરાણી. આજે તો તેઓ પૂ. ગુરુદેવ આચાર્યશ્રી વિજય સુબોધસૂરિજીના જૈનાચાર્ય શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વર પટ્ટધર પદે દીપાવી રહ્યા છે.
પૂ. અચાર્યશ્રીના દીક્ષા પર્યાયનાં ૨૫ વર્ષમાં જિનશાસન પ્રભાવનાં નાનાં મોટાં ઘણાં કાર્યો કરાવ્યાં છે. સંઘ ઉજમણું, ઉપાશ્રય આયંબિલ શાળા , પાઠશાળા માટે પ્રેરણા કરી છે. સાધમિકાને ગુપ્ત સહાય અપાવી છે. અમુક ગામમાં ચાલતા ઝગડાઓનું સફળ સમાધાન કરાવ્યું છે. સં. ૨૦૩૪ માં જૈનદય પ્રત્યક્ષ પંચાગ આપીને નવું પ્રસ્થાન કર્યું છે. તેઓ મિલનાર અને મધુરભાષી હોવાથી હજારેને પ્રેરણામૂર્તિ બન્યા છે. પંજાબકેસરી યુગદષ્ટ વિરક્ત કર્મયોગી
આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી એક એવા મહાપુરુષ હતા જેમણે જૈન સમાજને ધર્મમાગે વાળવામાં અને સમાજને સર્વાગી ઉત્કર્ષ સાધવામાં પેતાના જીવનની પળેપળ ખચી હતી. એમનું જીવન અનેક વ્યક્તિઓ માટે માર્ગક દીવાદાંડીરૂપ બન્યું હતું. ગુજરાત - સૌરાષ્ટ્ર, મેવાડ, મારવાડ અને વિશેષરૂપે પંજાબમાં પગપંળ સફર કરી તેમણે ઠેર ઠેર શિક્ષણસંસ્થાઓ ઊભી કરી સંગઠન સાધવા ઉપદેશ આપ્યો. મતમતાંતર છોડીને જૈન સમાજને એક થવાની પ્રેરણા આપી અને જ્ઞાનની જવલંત ત પ્રગટાવી. આચાર્ય શ્રી વિજયવલભસૂરિને જન્મ વડોદરામાં વિ. સં. ૧૯૨૭ ના કારતક
સુદ બીજને દિવસે થયો હતો. એમના પિતાશ્રી દીપચંદભાઈ અને. માતા ઈછાબાઈનું જીવન ધર્મપરાયણ હતું. એટલે આયાર્ય શ્રી | વિજયવલ્લભસૂરિમાં પણ બાળપણથી જ ધર્મ સંસ્કાર પડ્યા હતા શિશુ અવસ્થામાં બાળકનું નામ છગનલાલ રાખવામાં આવ્યું હતું. છગનલાલને માતાપિતાની સ્નેહમય શીતલ છાયા લાંબે સમય મળી . નહીં. નાનપણમાં જ એમણે પ્રથમ પિતા અને પછી માતાને આધાર ગુમાવ્યું. માતાની અંતિમ ઘડીએ છગનલાલે એમની પાસે જઈને, પૂછ્યું કે આ સંસારમાં કેને સહારે તું મને છોડીને જઈ રહી છે?' ત્યારે ધર્મપરસ્ત માતાએ જરાય અચકાયા વિના પોતાના પ્યારા પુત્રને જવાબ આપ્યો કે અરહંતનું શરણ સ્વીકારજે. માતાના શબ્દોએ બાળકને એના ભાવિ જીવનની દિશા બતાવી દીધી. છગનલાલને નાનપણથી આત્મકલ્યાણની લગની લાગી હતી. એવામાં પંદર વર્ષની ઉંમરે એક મહાન કાંતિકારી જન મુનિના વ્યાખ્યાનરૂપ અમૃતનું પાન કરવાને એમને અવસર મળે. એમના એક એક શબ્દ એના હૃદયમાં આસન જમાવી દીધું. જૈન મુનિની જાદુભરી વાણીએ છગનને એટલે. બધે જકડી રાખ્યો કે વ્યાખ્યાન પૂરું થતાં આખે હોલ ખાલી થઈ ગયો ત્યારે તે તે ત્યાં જ બેઠા રહ્યો. ગુરુદેવ શ્રી આત્મારામજી મહારાજે આ કિશોરને જો. એમને થયું કે કઈ દુઃખી સાધનહીન, યુવાન પોતાના કેાઈ અભાવની પૂર્તિ કરાવી આપવાનું કહેવા માટે, બેઠો લાગે છે. પરંતુ જ્યારે એ નવયુવકે ગંભીરતાથી કહ્યું કે, એને તો આત્મકલ્યાણ રૂપી ધનની આવશ્યક્તા છે, ત્યારે દીર્ધદષ્ટિવાળા એ મહાત્મા તરત પામી ગયા કે આ નવયુવકના અંતઃકરણમાં સાચા વિરાગ્યની તિ પ્રકાશે છે, જેનાં સોનેરી કિર સમાજ, દેશ, અને દુનિયાનું હિત કરશે. છેવટે અનેક અવરોધ પાર કરીને છગનલાલે ગુરુ આત્મારામજી મહારાજ પાસે વિ. સં. ૧૯૪૩માં રાધનપુરમાં દીક્ષા લીધી. એમને વલ્લભવિજય નામ આપવામાં આવ્યું અને મુનિશ્રી હર્ષવિજયજી એમને ગુરુ બન્યા. દીક્ષા લીધા પછી તરત જ તેઓ શાસ્ત્રોના અભ્યાસમાં લાગી ગયા. ભગીરથ પરિશ્રમ નિષ્ઠિક વિનય અને તન્મયતાથી એમણે શાસ્ત્રોનું અધ્યયન કર્યું. વિ. સં. ૧૯૫૩ માં આચાર્ય શ્રી આત્મારામ અને સ્વર્ગવાસ થયા. એમણે અંતિમ સમયે મુનિશ્રી વિજયવલ્લભને પંજાબમાં જૈન, શાસનના સંરક્ષણ અને સંવર્ધનના કામમાં લાગી રહેવાનું તેમ જ પંજાબની સંભાળ લેવાનું સોંપ્યું હતું. એ સાથે શિક્ષણ પ્રચાર માટે ઠેર ઠેર સરસ્વતી મંદિરની સ્થાપના કરાવવામાં સહાયક થવાને આદેશ પણ ગુરુવયે આપ્યા હતા. ગુરુદેવના આ આદેશને શિરોધાર્ય " કરીને મુનિશ્રી વિજયવલમજી પોતાના નિર્ધારેલા કાર્યક્ષેત્રમાં કૂદી પડયા. એમણે ભારતના જુદા જુદા પ્રાંતની પદયાત્રા કરી અને સત્ય અને અહિંસાની જ્યોતિનાં દર્શન લોકોને કરાવ્યાં. જન સંધ. પર થતા પ્રહારોથી એની રક્ષા કરી. દેશમાં ઠેર ઠેર શિક્ષણ સંસ્થાઓની, સ્થાપના કરવા માટે પ્રેરણું આપી. સને ૧૯૪૭ માં દેશના ભાગલા થતાં પંજાબમાં જે હત્યાકાંડ થયો એમાંથી જનસંઘને સાંગોપાંગ બહાર લાવવાનું કામ પણ એમણે નિર્ભયતાથી કર્યું". થોડા સમયમાં
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org