SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1024
Loading...
Download File
Download File
Page Text
________________ -સંદર્ભગ્રંથ ભાગ-૨ ૯૯૫ કલા અને ચિત્રોને એ તે અનેરો નાદ લાગે કે પિતાના ગ્રંથમણિમાં ચિત્ર સ્વયં દેરતા. અને તેમાં નવી ભાત પાડી હતી. તલસ્પર્શી અભ્યાસ, વિશિષ્ટ બુદ્ધિપ્રભા તથા સુંદર વિવેચનશક્તિને લીધે તેઓશ્રીએ ટૂંક સમયમાં ધર્મના એક ઉચ્ચ કોટિના વિદ્વાન કલારસિક અને સંસ્કૃતિના જ્યોતિર્ધર તરીકેનું સ્થાન પ્રાપ્ત કરી લીધું. શિલ્પ અને સ્થાત્યનાં ઊંડા અભ્યાસી અને સાહિત્ય સર્જન પ્રાણપ્રેરક છે. તેઓશ્રીએ ગુરુદેવના સહકારથી કરાવેલ મુંબઈ મમ્માદેવીના મેદાનમાં વિશ્વશાંતિ જેન આરાધના સત્રને સમારોહ મુંબઈના ઇતિહાસમાં ચિરસ્મરણીય બની ગયો છે. ભારત સરકારને સુવર્ણની જરૂર પડતાં તે વખતના ભારતના વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી અને શ્રી મોરારજીભાઈની સલાહથીગોલ્ડબેન્ડની યોજના રજૂ કરી તે વખતે પૂ. મુનિશ્રીએ રાષ્ટ્રીય જૈન સહકાર સમિતિ સ્થાપીને જાહેર સભામાં ગૃહમંત્રી શ્રી નંદાજીને ૧૭ લાખની કીમતનું સુવર્ણ અર્પણ કરાવ્યું. તે કાર્યની દેશમાં ભૂરિ ભૂરિ પ્રશંસા થઈ હતી. યશોભારતી જેન પ્રકાશન સમિતિના સંખ્યાબંધ વિગ્ય ગ્રંથનું સંપાદન તેઓ કરી રહ્યા છે. અહિંસામૂતિ ભગવાન મહાવીર સ્વામી ના જીવનનાં કલાત્મક ચિત્રના મુનિશ્રી પ્રાણપ્રેરક અને સર્જક છે. | મુનિશ્રીએ જૈનજગતને ધાર્મિક સ્તવનની રેકડે આપીને નવનવાં પ્રસ્થાન કરી હજારે હૃદયને ભાલાસમાં તરબોળ કરી વૃદ્ધ બીમાર અને યુવાન પેઢીને શીતળતા આપવાનું પુણ્યકાર્ય વર્ષો સુધી યાદગાર બની રહેશે. ભગવાન મહાવીરના નિર્વાણ મહેસવ અંગે મુનિશ્રીએ તેમની વિશિષ્ટ યોગ્યતાને કારણે અતિથિવિશેષ તરીકે લેવામાં આવ્યા હતા. આ નિમિત્તે આપશ્રીએ કલોદષ્ટિથી તૈયાર કરેલ ભગવાન મહાવીરના જીવનને આવરી લેતાં કલાત્મક ચિત્રોને એક સુંદર અનુપમ સંપુટ તે દેશવિદેશમાં ભારે પ્રશંસા પામ્યા છે. શિલ્પ સ્થાપત્યને ઊંડે રસ ધરાવતા મુનિશ્રીએ હાથીદાંત, ચંદન, સુખડ, છીપ, કાપડ વગેરેનાં માધ્યમ ઉપર મૂર્તિઓ – દેવદેવીઓનાં રમ્ય કલાત્મક દો તૈયાર કરાવ્યાં છે. તેઓના પૂ. ગુરુદેવના ધર્મ પ્રભાવના આદિનાં કાર્યોમાં તેઓ રસપૂર્વક ભાગ લઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ મહોદય અને મુંબઈના મુખ્ય પ્રધાન આદિને તેઓ આકર્ષી શક્યા છે તે તેમની વિશિષ્ટતા છે. ગુરુદેવના એ પ્રણપ્યારા શિષ્યરત્ન છે. ડભોઈની ભૂમિના એક તેજસ્વી વિદ્વાન મૂર્તિ રત્ન છે. તેમના અનેક સર્જનેને દેશભરમાં વિવિધ વર્તુળામાં વિવિધ ક્ષેત્રે ઉપયોગ થાય એ એક વિરલ ઘટના છે. ડાઈની આ જ ભૂમિ પર સ્વર્ગવાસી થયેલા અંતિમ તિર્ધર મહોપાધ્યાય શ્રીમદ્ યવિજયજી મહારાજના મહાન જીવનની અને એમના વન એટલે કે મહાન સાહિત્ય સર્જનની જૈન સંઘને અને તેથીય વધુ તે જૈન સમાજને પણ સારી રીતે થાય એ માટે આ ભૂમિ પર સં. ૨૦૧૦ની સાલમાં શ્રી યશોવિજયજી સારસ્વત સત્રની અભૂતપૂર્વ અને ન કલ્પી શકાય એવા સમારોહ સાથે દેશમાંથી પધારેલા સંખ્યાબંધ વિદ્વાન અને પ્રોફેસરો સહિત હજારની જન તાની હાજરીમાં પોતાના પરમ પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં ઉજવણી થઈ તે ચિરસ્મરણીય બની ગઈ. તેમના દાદાગુરુ શાસનદીપક પૂ. આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજીની આજ્ઞાને માન આપીને આચાર્ય પદવીની કદી પણ ઇચ્છા ન રાખનારને આચાર્ય પદવી લેવા ફરજ પડી. અને મંદિરના નગર પાલીતાણામાં ૧૯૭૮ માં આ આચાર્ય પદવીને સમારેહ તે અભૂતપૂર્વ બની ગયે. દિલ્હીથી તે વખતના વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ ખાસ આ પ્રસંગે પધાર્યા અને પાલીતાણા નગરમાં જે ઉમંગ અને ઉત્સાહ જોવા મળે તે અભૂતપૂર્વ હતા. પૂજ્ય ગુરુ ભગવંતની ભાવનાથી અદ્યતન શ્રમણ વિહાર અને હોસ્પિટલના પણ તેઓ પ્રેરક છે. સાહિત્ય કલારત્ન પૂ. આચાર્ય યદેવસૂરીશ્વરજી જૈન જગતના એક તેજસ્વી સિતારા છે. આજે પણ તેઓ ચિત્રસંપુટ આદિના કાર્યમાં વ્યસ્ત છે. ગુરુદેવના મંગલ આશીર્વાદ તેમના પર વરસી રહે. જ્યોતિષાદિ શાસ્ત્રવિશારદ આચાર્યશ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી અનેક શાશ્વત તીર્થો જે ગરવી ગુજરાતની ગૌરવ ગાથા ગાઈ રહ્યાં છે તે મહાગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ લેવાણા ગામમાં શેઠ રાયચંદ સૌભાગ્યચંદનું ધાર્મિક કુટુંબ વસતું હતું. બહુરત્ના વસુંધરા ની કહેવત અહીં ચરિતાર્થ હતી. આ ભૂમિએ અનેક રને આપ્યાં છે. મહાપુરુષો પણ માતાની કુક્ષિએ જન્મે છે. તેમ શ્રી રાયચંદભાઈની ધર્મપત્ની કંકુબાઈની કુક્ષિએ એક તેજસ્વી બાળકને જન્મ થયો. વિ.સં. ૧૯૮૯ની આસો સુદિ ૬ની એ મંગળરાત્રી હતી. પાટણ જૈનપુરી એ પવિત્ર જન્મભૂમિ હતી. બીજનો ચંદ્રમા જેમ સોળે કળાએ ખીલતો પૂર્ણિમા સુધી પહોંચે છે, તેમ માતાપિતાનાં લાડકેડમાં બાળક મોટું થયું. હાસ્યમુખી અને વિદી બાળકના નામ પ્રમાણે ગુણ એ નિયમાનુસાર લહેરચંદ નામ સાર્થક પાડવામાં આવ્યું. કિશોરાવસ્થામાં આનંદક અભ્યાસ કરતાં કરતાં ધાર્મિક જ્ઞાન તરફ વળવા લાગ્યા, ધર્મરુચિ જાગવા લાગી. સુસંસ્કારી બાળક લહેરચંદ એક દિવસ જૈનપુરી અમદાવાદ આર. આ નગરીમાં અનેક ત્યાગી, તપસ્વી મહાત્માઓ વિભૂષિત હતા. બાળક લહેરચંદને સદ્ગુઓ ને સમાગમ થયે. વૈરાગ્યમય સુધાભરી વાણીથી લહેરચંદનું મને સિંચાતું રહ્યું. સદ્ગુરુઓના ધર્મોપદેશ હૈયે ગુંજતા આત્મા વૈરાગ્યવાસિત બન્યા. પરંતુ માતાપિતાના મેહનું સામ્રાજય સામાન્ય ન હતું. પણ ભાઈ લહેરચંદની વૈરાગ્ય ભાવના જવલંત હતી. મુમુક્ષુને મેહનાં બંધને રોકી શકતાં નથી. સં. ૨૦૦૬ ના વૈશાખ સુદ ૧૦ના રોજ અમદાવાદમાં એક મંગળપ્રભાતે ભાઈ લહેરચંદને પૂ. ગુરુદેવ શ્રી સુબોધવિજયજી મહારાજે દીક્ષા આપી. વૈશાખ સુદ ૧૦ ના આંતરસુંબામાં વડી દીક્ષા આપી અને મુનિ લખ્યિવિજયજી નામથી વિખ્યાત થયા. જ્ઞાનોપાસના તેમના જીવનનું ધ્યેય હતું. તેમને નામ પ્રમાણે જ જ્ઞાન લબ્ધિ વિજય વરી હતી. તેમણે ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, સંસ્કૃત તથા પ્રાકૃતમાં પારંગતી મેળવી પણ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy