________________
૯૮૪
વિશ્વની અમિતા.
આવા અનેક ગુણોના ભંડાર સમા પૂ. આચાર્ય દેવ દીર્ધાયુ પામો. અને જૈનશાસનની જયપતાકા વિશ્વમાં સદા લહેરાવતા રહે એ જ અંતરની અભ્યર્થના –
ભગવાન મહાવીરની નિર્વાણ શતાબ્દીમાં તેમના પ્રયત્નોની. જિનશાસનરત્ન આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજીએ પૂરેપૂરી પ્રશંસા કરી. લુધિયાણું તેમની કૃપાદૃષ્ટિથી પંચતીર્થ બની ગયું. દિલ્હીમાં વલ્લભસ્મારક એ તેમની ગુરુભક્તિ તેમ જ સાધનાશક્તિનું જવલંતા, દષ્ટાંત છે. ત્રિરત્ન રૂપી તેમની ત્રણે શિષ્યાઓ શ્રીસંઘની ભાવી આશાઓ છે. તેમની પંજાબ શ્રી સંધ પર અપાર કૃપા તથા કરુણાભાવના રહી છે. પંજાબ શ્રી સંધ આ ઋણ કદી ભૂલી નહિ. શકે. ખરેખર સાધ્વીજી સરસ્વતી, લક્ષ્મી, અપૂર્વ કાર્યક્ષમતા તેમ જ અજેયજ્ઞાનની સાક્ષાત મૂર્તિ છે.
તેમનું જીવન તપ, ત્યાગ, કરુણા, સહધમવત્સલતા, વિદ્વતા, નિષ્કપટતા, કર્મણતામય જોઈને તેમના ચરણકમળમાં શ્રદ્ધાનાં પુષ્પ સમર્પિત કરવા ભાવના જાગે છે. તેમણે કાંગડા તીર્થમાં ચાતુર્માસ. કરવા હિંમત કરી અને ચમત્કાર સર્જાય. પૂજા માટે સરકાર તરફથી જે મંજૂરી મળી તે તેમનાં તપ-સાધના અને જવલંત ભાવનાનું અનુપમ દષ્ટાંત છે. તેઓ ગુરુ આત્મવલ્લભ સમુદ્રની ધર્મ ધન સદા લહેરાતી રાખે. તેઓ તેમની સંયમછાયાથી યુગયુગ સુધી શ્રીસંધની શીતળતા પ્રદાન કરતાં રહે એવી શુભેરછા.
આચાર્યશ્રી યશેદેવસૂરીશ્વરજી
મહત્તરા કાંગડા તીર્થોદ્ધારક જેનભારતી શાસનપ્રભાવિકા સાધ્વીશ્રી
મૃગાવતીજી સંવત ૧૮૮રના ચૈત્ર સુદિ સાતમને દિવસે એક દિવ્યાતિ. નીને રાજકોટ પાસેના સરધાર ગામમાં જન્મ થયો. તેમના પિતાનું નામ શ્રી ડુંગરશીભાઈ સંધવી અને માતુશ્રીનું નામ શ્રી શિવકુંવર હતું. આ દિવ્ય આત્માના હૃદયમાં સૂર્યને પ્રકાશ હતો. તેમનું નામ ભાનુમતી રાખવામાં આવ્યું.
નાની ઉંમરમાં પૂ. પિતાના નિધનથી ભાનુમતીને સંસારની નશ્વરતાને ખ્યાલ આવ્યો. વળી પિતાના પ્રિય બંધુના મૃત્યુથી તે ભાનુમતીને સંસારથી વિમુખ કરી દીધી. માતા શિવકુંવરની ભાવના શિવ-પથ પામવાની હતી. દુઃખી હૃદયે પુત્રી ભાનુમતી સાથે શત્રુંજય તીર્થની યાત્રા કરી. સંસારસિંધુથી તરવાને માટે દીક્ષાની ભાવના જાગી. ૧૯૯૫ના પોષ માસની સુદિ દશમ ધન્ય બની ગઈ. શિવપથગામિની શ્રી શિવકુંવર સાધ્વી શીલવતી અને ચિ. ભાનુમતી સાધ્વી મૃગાવતી બની ગયાં. જીવન ધન્ય ધન્ય બની ગયું.
દીક્ષા લીધા પછી જેની બુદ્ધિપ્રભા અલૌકિક હતી તે સાધ્વી મૃગાવતીજીએ સ્વાધ્યાયમાં મન પરોવ્યું અને આગના ગહન સિંધુમાં તરવા લાગ્યાં. તેમની સ્વાધ્યાયનૌકાના કર્ણધાર હતા શ્રી આગમ પ્રભાકર મુનિરત્ન શ્રી પુણ્યવિજયજી મહારાજ, શ્રી છેટેલાલ શાસ્ત્રી, ૫. બેચરદાસભાઈ, પં. સુખલાલજી અને શ્રી દલસુખભાઈ માલવાણિયા. તેમની સુષુપ્ત શક્તિને પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ જાણીને તેમને મંગળ આશીર્વાદ આપ્યા. ઈ.સ. ૧૯૫૩માં કલકત્તામાં યોજાયેલી સર્વધર્મ પરિષદમાં આપના સુધાભર્યા વ્યાખ્યાનથી મુગ્ધ થઈને સાંભળ્યું ને તેમનું સાક્ષાત સરસ્વતીનું રૂપ લેકે જોઈ શક્યા,
ગુરુ ભગવંતની આજ્ઞાથી પંજાબની રક્ષા માટે પાવાપુરીમાંથી પ્રેરણું લઈ, કાનપુરને પ્રભાવિત કરી, બારસો માઈલને વિહાર કરી નગર નગરમાં પ્રભાવના કરતાં કરતાં પંજાબમાં પાવન પગલાં કર્યા. અંબાલામાં વલભ-વિહારની સ્થાપના કરાવી. લુધિયાણામાં આપે શાંત ક્રાંતિ મશાલ જગાવીને સમાજની કુરીતિઓ બંધ કરાવી. જૈન સ્કૂલનું નિર્માણ કરાવ્યું. અખિલ ભારતીય જૈન . કોન્ફરન્સમાં તેમના પ્રવચન પ્રભાવનું પ્રભાત સૂર્ય સમ દીપી ઊઠયું. તેમની ધર્મયાત્રાઓમાં સુધાભર્યા મધુર મધુર પ્રવચનોથી જનજનનાં હૃદય ગુંજી ઊઠયાં. વડોદરામાં સાથી સંમેલનમાં તેમનું ભાવભર્યું સન્માન થયું.
ગુજરાતના ઇતિહાસમાં સુપ્રસિદ્ધ પ્રાચીન દર્ભાવતી – ડભોઈમાં આચાર્યશ્રીની જન્મભૂમિ. ડભોઈના શ્રીમાળી વાડામાં શ્રી નાથાલાલ વીરચંદ શાહ ધર્મપરાયણ ને કાપડના પ્રસિદ્ધ વેપારી. વીસાશ્રીમાળી જ્ઞાતિના મુખ્ય આગેવાન હતા. તેમનાં ધર્મપત્ની શ્રી રાધિકાબહેન પણ ધર્મપરાયણ ને વિનમ્ર હતાં. સં. ૧૯૭૨ ના પોષ સુદિ ૨ ને દિવસે એક પુત્રરત્નને જન્મ આપ્યું. માતા અને ભાઈએ બહેનના આનંદને પાર નહોતો. પિતા તે પહેલાં જ સ્વર્ગે સિધાવી ગયા હતા. બાળક જીવણલાલને પિતાની છત્રછાયા ન મળી પણ માતાજી પણ પાંચ વર્ષના બાળ જીવણલાલને મૂકી સ્વર્ગે સિધાવ્યાં. વડીલબંધુ નગીનભાઈએ તેમના ઉછેરમાં આનંદ મા. જીવણલાલની બુદ્ધિ તેજસ્વી હતી. પૂર્વજન્મના સંસ્કારોને લીધે સંગીત ને નૃત્યને નાદ લાગ્યો. તેમાં પ્રાવીણ્ય મેળવ્યું. પ્રસંગે દસ દસ હજારની માનવ મેદનીને પોતાના સંગીત અને નૃત્યથી મંત્રમુગ્ધ કરી હતી. સંયમ સાધના માટે ભાવના જાગી અને સંવત ૧૯૮૭ ના અક્ષય તૃતીયાના મંગળ દિવસે કંદગિરિ તીર્થમાં પૂ. શાસનપ્રભાવક આચાર્ય પ્રવર શ્રી વિજયમહનસૂરિજી મહારાજના પ્રશિષ્ય પૂ. મુનિશ્રી ધર્મવિજયજી( આચાર્ય)ના શિષ્ય તરીકે દીક્ષા આપી, મુનિ યશોવિજથજી નામ આપ્યું. મહુવામાં વડી દીક્ષા ધામધૂમ પૂર્વક થઈ. પૂ. ગુરુદેવની નિશ્રામાં શાસ્ત્રાભ્યાસ કરવા લાગ્યા. બુદ્ધિપ્રભા એવી કે વ્યાકરણ – કાવ્ય – કર્મગ્રંથ – આગમ આદિમાં પારંગત થયા. તેમણે શ્રી બૃહદ્ સંગ્રહણી સૂત્ર યાને મિક્ય દીપિકાનું સંપાદન કર્યું.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org