SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1020
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ શ્રી સુખસાગર ગુરૂ ગીતા : પરમ ઉપકારી પૂ. ગુરુદેવશ્રીના ઉપ- કારોનું વિશદ વિવેચન આ ગ્રંથમાં કર્યું છે. તેઓ પૂજ્યપાદથી ગુણગણુના ભંડાર હતા, સાગર હતા. તે દરેક ગુણોનું વિશદ અને અદ્ભુત ભાવાત્મક વિવેચન કરી ગુથી ગરિક ગુરુદેવની ભાવપૂર્વક સ્તવના કરી છે. સાબરમતી ગુણ શિક્ષણ કાવ્ય : સાબરમતીના કાંઠે ધ્યાનસ્થ થયા. સમાધિમાં સ્થિર થયા. સાબરમતી નદીના ઉપકારકારિતા ગુણાનું વિશદ શૈલીમાં વિવેચન કરી માનવને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું છે. તીપ યાત્રાનું દીવ્ય વિમાન : સુશ્રાવક શ્રી જીવણચંદ ધરમચંદ તીર્થાધિરાજશ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રા અને મારું કરવા માટે ગયા. ત્યારે તીર્થયાત્રાનું જીવનમાં કેટલું મહત્ત્વ છે તે આ ગ્રંથમાં જણાવ્યું છે. જેનસૂત્રમાં મૂર્તિ પૂજા મૂર્તિ પૂજાના નિષેધાએ અગિમ સૂત્રોને અર્થ અસત્ય કરી અભણ-અજ્ઞાન લોકોને ઉન્માર્ગે લઈ જવાને પ્રયત્ન કર્યો. આગમસૂત્રના સત્ય અર્થનું સમર્થન કરી મૂતિપૂજા આગમ સૂત્રથી વિહિત છે, એ બતાવવાને સમ્યગૂ પુરુષાર્થ કર્યો છે. મૂર્તિ એ પ્રેમની પ્રતિકૃતિ છે. વિશ્વની તમામ પ્રજા મૂર્તિને અને મૂર્તિપૂજાને એક યા બીજા સ્વરૂપે અનાદિ કાળથી માને છે. પ્રભુની મૂર્તિના આલંબન દ્વારા માનવ કેવી રીતે પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે છે તેનું અહીં સુંદર વિવેચન કર્યું છે. શિષ્યોપનિષદ્ : શિષ્યના અનેક ગુણોનું વર્ણન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. તેમ જ કુશિષ્ય કે હોય? તેમ જ ક્યા ક્યાં દુર્ગણે તેનામાં હોય તે બતાવ્યું છે. જૈનેપનિય : જૈન કોને કહે ? તેના કયા કયા ગુણ ? જેન– એટલે શું ? તેની ફરજો કઈ? વગેરે અનેક બાબતેનું ઉદાત્તભાવપૂર્વક વિશદ વિવેચન કર્યું છે. ઈશાવાસ્યોપનિષદ : ૧૪૪૪ ગ્રંથ રચયિતા શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ પાંતજલ ઋષિ પ્રણીત પ્રાંતજલ યોગ દર્શન ગ્રંથ ઉપર જૈનદષ્ટિને અનુલક્ષીને વિવેચન કર્યું છે. તે પ્રમાણે ઈતરદર્શનના આ ગ્રંથ ઉપર જૈન દષ્ટિને અનુલક્ષીને વિવેચન કર્યું છે. શ્રાવક ધર્મસ્વરૂપ : ભા. ૧-૨ : આ ગ્રંથમાં શ્રાવકોના આચારવિચાર, વ્રત અને ગુણેનું વર્ણન કર્યું છે. પ્રતિજ્ઞાપાલન : પ્રતિજ્ઞાનું મહત્વ, તેનાથી થતા લોભ, પ્રતિ- જ્ઞાના પ્રકારો વગેરેનું વર્ણન કર્યું છે. પરમાત્મ જ્યોતિ : મહામહેપાધ્યાય શ્રી યશોવિજયજી મ. વિરચિત સંસ્કૃત ૨૫ કલેકના ગ્રંથ ઉપર ગુજરાતી ભાષામાં વિવેચન કરી મહાન ઉપકાર કર્યો છે. પરમાત્મ દર્શન : ગુજરાતી ભાષામાં પરપ દુહાઓની રચના કરી તેના ઉપર અતિ અદ્દભુત આધ્યાત્મિક ભાવોનું વિશદ વિવેચનપૂર્વક વર્ણન કરી જૈનદર્શનની ઉચશૈલીનું પ્રતિપાદન કર્યું છે. વચનામૃત : આ ગ્રંથમાં અમૃતપદ પ્રાપ્તિ અથે જિન વાણીના દેહનરૂ૫ વચનને સંગ્રહ કર્યો છે. વિજાપુર બહુ વૃત્તાંત: વિજાપુર નગરની પ્રાચીનતા, આજુબાજુના નજીકના ગામ અને પ્રદેશમાંથી મળેલા પ્રાચીન શિલાલેખ તેમ જ પ્રાચીન ગ્રંથોમાંથી મળતા ઉલેખ અને ઐતિહાસિક પ્રમાણે વગેરે માહિતી સભર સાહિત્ય જ્યાં જ્યાંથી મળ્યું તેના આધારે આ ગ્રંથની રચના કરવામાં આવી છે. કકકાવલી સુબોધ : આ ગ્રંથ સાચા અર્થમાં સુધને સાગર નહિ પણુ મહાસાગર છે. “અ ' થી આરંભીને ગુજરાતી ભાષાના મૂળાક્ષરમાં જેનો છેલે નંબર છે તે ‘' સુધીના બધાયે મૂળાક્ષરો ઉપર મહાયોગી ગુરુદેવશ્રીએ સધરૂપ સર્જનાત્મક શૈલીમાં અપૂર્વ ભાવવાહી ચિંતનાત્મક રસથાળ રજુ કર્યો છે. આ ગ્રંથનું ચિત્તની સ્થિરતા અને હૃદયની નિર્ભેળ નિર્મળતાપૂર્વક મનન, ચિંતન અને નિદિધ્યાસન કરવામાં આવે તો અનાદિકાળની રખડપટ્ટીને અંત આવવા સાથે “સ્વ”ની શુદ્ધિ કરી સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરી, આત્મા સ્વસ્વભાવે સ્થિર બની મુક્તિનાં શાશ્વત સુખને આસ્વાદ કરી શકે. આ ઉપરાંત જૈન ગીતા, અધ્યાત્મ ગીતા, કૃષ્ણ ગીતા, મહાવીર ગીતા, પ્રેમગીતા, શુદ્ધોપગ, સુદર્શના બંધ, શ્રેણિક સુબોધ વગેરે અનેક સંત ગ્રંથની રચના કરી છે. જૈન ધાર્મિક શંકા સમાધાનઃ આ ગ્રંથમાં દીર્ધદશી ગુરુદેવશ્રીએ સમ્યગદષ્ટિ દેવેની સહાય ઈચ્છવામાં કેઈપણ પ્રકારનું સમ્યકત્વ સંબંધી દૂષણ નથી આવતું, તેની સ્પષ્ટતા કરી છે. ગુણ ગરિષ્ટ ગરવા ગુરુવર વિરચિત ૧૦૮ ગ્રંથને સંપૂર્ણ પરિચય અને સમાલોચના કરવી તે મહાભગીરથ કાર્ય છે એટલે અહીં કેટલાક ગ્રંથને અ૯પ પરિચય આપવાને પ્રયત્ન કર્યો છે. પૂજ્યપાદ આચાર્ય દેવશ્રી મહાજ્ઞાની હતા એટલું જ નહિ પરંતુ મહાધ્યાની, મહાયોગી પણ હતા. અષ્ટાંગ યોગસાધના કરી વિદ્યા, દ્વારા અનેક અલૌકિક સિદ્ધિઓ પણ મેળવી હતી. ધ્યાનસ્થ થતા ત્યારે હૃદયના ધબકારા, શ્વાસોચ્છવાસની હલનચલન, શરીરની સર્વ ધબકતી નાડીઓ તથા આંખની પાંપણે બધું જ સ્થિર થઈ જતું. શરીર, નિચેષ્ટ બની જતું. પ્રાણુને બ્રહ્મરંધ્રમાં સ્થિર કરી દેતા. પદ્માસને બેસી ધ્યાનમાં બેસતા અને સમાધિમાં લીન થતા ત્યારે સાડા ત્રણ મણુની ભારે કાયા પુષ્પ જેવી હળવી ફૂલ બની જતી અને જમીનથી ત્રણ ફૂટ ચાર ફૂટ વગર આધારે અદ્ધર ઊંચે આકાશમાં કલાકોના કલાકો સુધી સ્થિર રહેતી. તેઓશ્રી બ્રહ્મચર્યના પ્રભાવે વચનસિદ્ધ પુરુષ હતા. ભવિષ્યમાં શું બનશે ? તેનું જ્ઞાન તેમને યોગ અને બ્રહ્મચર્યના પ્રભાવે સહજસિદ્ધ હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy