SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1019
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯૦ વિશ્વની અસ્મિતા કાર કર્યો. જૈનસંધ રૂપદેહની અંદર ઉત્પન્ન થયેલા કેટલાયે કલેશ, કંકાસ, ઝઘડા અને વિચાર, જૈન સંઘની એક્યતા માટેના તેમના વિચારે કેટલા બધા ઉદાર હતા, તે તેમણે લખેલા શ્રી સંઘ પ્રગતિ મહામંત્ર’ વાચન કરવાથી જાણી શકાશે. વીસમી સદીમાં થયેલા જન સંધના પૂ. ધર્મ ધુરન્ધર આચાર્ય ભગવતે પૈકી તેમનું સ્થાન આગવું અને અનન્ય જણાઈ આવે છે. ધર્મના પ્રચાર અને પ્રસાર માટે તેમણે જણાવેલી કેટલીક મહત્ત્વપૂર્ણ સૂચનાઓ પ્રત્યે જૈન સંઘનું દેરેલું ધ્યાન ગંભીરપણે ધ્યાનમાં અને લક્ષમાં લેવા જેવું છે. પૂજ્યવર્ય શ્રી રત્નસાગરજી મ. સા. ને સુરત જૈન સંધ ઉપર ઘણો જ ઉપકાર હતો. તેઓશ્રીના ઉપકારોનું કાયમ સંભારણું રહે તે માટે શ્રી બુદ્ધિસાગરજી મહારાજે સકળ જૈન સંઘને સુંદર પ્રેરણું આપી. શ્રીસંઘે પૂજ્યશ્રીની પ્રેરણા ઝીલી લીધી. “શ્રી રત્નસાગરજી જૈન વિદ્યાશાળા ' નામની સંસ્થા સ્થાપના કરી. અહીં અનેક જન બાળકેએ વિદ્યા અધ્યયન કરી જીવનને સુંદર વિકાસ કર્યો. ચાતુર્માસ પૂર્ણ થયું. વિહાર કર્યો. અનેક ગામોમાં ઉપદેશ આપ્યો. ધર્મ જાગૃતિની મશાલ પ્રગટાવી. પાઠશાળાઓની સ્થાપના કરી. વિ. સં. ૧૯૫૮નું ચાતુર્માસ પાદરા કર્યું. અહીં મેહનલાલ હેમચંદ વગેરે આગેવાન શ્રાવકોએ ઘણો સુંદર લાભ લીધે. “પદ્રવ્ય વિચાર,” “તત્વ વિચાર’ ‘ચિન્તામણિ” વગેરે કેટલાક ગ્રંથની રચના કરી. શ્રીસંઘમાં અપૂર્વ ધર્મ જાગૃતિ આવી. તેઓશ્રી હાલતી – ચાલતી – બેલતી જગમ વિદ્યાપીઠ જેવા હતા. જ્ઞાનને અગાધ સાગર હતા. અષ્ટાંગ યોગના મહાનિષ્ણાત હતા. અનેક અચિત્ય દિવ્યશક્તિઓના સ્વામી હતા. જૈન ધર્મના મહાન ઉદ્ધારક અગ્રણી નેતા હતા. ભાવના મહાન ચિંતક હતા. સામાજના મહાન હિતચિંતક હતા. સ્વફરજોનું પાલન કરવામાં હંમેશાં કટિબદ્ધ હતા. તેમની વિદ્વત્તાની સુમધુર સૌરભથી આકર્ષિત થયેલા વડોદરા નરેશ શ્રીમાન સયાજીરાવ ગાયકવાડ તેમની આધ્યાત્મિક વાણીનું રસપાન કરવા ઉત્કંઠિત થયા. શ્રી લક્ષ્મીવિલાસ પેલેસમાં તેઓશ્રીના શ્રીમુખે ધર્મવાણીનું રસપાન કરી અતિ સંતુષ્ટ બને છે અને ઉતકંઠિત હૃદયે આનંદ પ્રદર્શિત કરતાં કહે છે – “અનેક દેશનેતાઓ, વિદ્વાન સાક્ષરો, અનેક ધર્મના સન્તો, સમાજના અગ્રગણ્ય આગેવાને વગેરે હંમેશાં તેમના – સત્સાંનિધ્યમાં નિઃશંક ભાવે આનંદ સહ આવે છે. વિદ્વાનોની સાથે અનેકવિધ ગઠી કરે છે, રાત્રીના સમયે ધ્યાન–સમાધિમાં લીન રહે છે. દિવસે જ્ઞાનગોષ્ઠીની સાથે તાત્વિક, સામાજિક, આધ્યાત્મિક અને ઔપદેશિક ગ્રંથનું આલેખન કરે છે. ક્ષણને પ્રમાદ નહિ. નિંદા, વિકથા, ઈર્ષ્યા –અદેખાઈ કે દ્વેષભાવની પ્રવૃત્તિ નહિ. સર્વના કલ્યાણની કામના સર્વના, ઉત્કર્ષની ભાવના, સર્વના હિતની ભાવુકતા અને સર્વના બની રહેવાની અંતરછા, આવી હતી તેમની અદ્ભુત, દિવ્ય અને અલૌકિક પ્રતિભા. પાલીતાણુ શ્રી જૈન સંસ્કૃત પ્રાકૃત પાઠશાળા સંસ્થાના પાયા આર્થિક સદ્ધરતાના અભાવે ડગમગી ગયા. આ સંસ્થામાં પ્રાણ પૂરવા માટે સંસ્થાને જીવંત રાખવા માટે ગુરુભક્ત શ્રી લલ્લુભાઈ કરમચંદ, જીવણભાઈ ધરમચંદ, કેશરીચંદ ભાણાભાઈ વગેરેને મુંબઈ સૂચના કરી. પાલીતાણાની સંસ્થા સહાયતાના અભાવે નિષ્માણ થવાની તૈયારીમાં છે, તમે તે સંસ્થાને જીવનદાન આપો. સૂચના મળી, ગુરુ ભકતોએ આજ્ઞાનો અમલ કર્યો અને તે સંસ્થાને પુનર્જીવન મળ્યું. જૈનસંધ રૂપદેહ ઉપર આવતા બહારના કેટકેટલા હુમલા, આક્રમ અને આક્ષેપને એકલા હાથે હિંમત અને જેમપૂર્વક પ્રતિ- હજારો વર્ષ સુધી સમસ્ત જૈનસંધ તેમને ઋણી રહે એવા અનેક ગ્રંથોનું તેમણે નિર્માણ કર્યું છે. તેમણે તેમના સંયમ કાળના ૨૫ વર્ષના સમયમાં ૧૦૮ ગ્રંથનું નિર્માણ કરી આશ્ચર્યચકિત કરી દીધા છે. “કર્મયોગ' ગ્રંથ- આ ગ્રંથમાં તેઓશ્રી એક મહત્ત્વની વાત તરફ લક્ષ દેરતા ભારતવાસીઓને જણાવે છે – “ભારતવાસીઓ! અધ્યાત્મ વિદ્યા વિનાની એકલી સમાજસુધારાની પ્રવૃત્તિ પાછળ પડશે તે તમો શુક વિચાર અને નિર્બળતા વિના કશું જ નવું પ્રાપ્ત કરી શકવાના નથી. એગદીપકમાં જણાવે છે કે વ્યવહારિક કેળવણીના હજાર ગ્રંથની રચના કરે, હુન્નર ઉદ્યોગની કળાના વિકાસ અને પ્રગતિ માટે હજારો ગ્રંથની રચના કરે અને તેને બહોળા પ્રમાણમાં પ્રચાર કરે. પરંતુ તે સર્વ કરતાં એક જ આધ્યાત્મિક ગ્રંથની રચના સારાએ વિશ્વ ઉપર અધિક ઉપકાર કરનાર છે. તેમાં લેશમાત્ર પણ શંકા નથી. કારણકે આધ્યાત્મિકતા વિનાનું માનવજીવન પથુજીવન કરતાં અધિક બદતર છે. યોગના ભિન્ન ભિન્ન વિષય ઉપર વિશદ વિવેચન અને સમજણ આપી સુંદર માર્ગદર્શન આપ્યું છે. આનન્દઘનપદ ભાવાર્થ : સત્તરમી સદીમાં થયેલા અધ્યાત્મ યેગી શ્રી આનન્દઘનજી મ. વિરચિત અધ્યાત્મિક ૧૦૯ પદે ઉપર સરળ ભાષામાં વિવેચન કર્યું છે. ગ્રંથની પ્રસ્તાવનામાં અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા વિષે મનનીય વિવેચન કરી સન્માર્ગને પ્રકાશ કર્યો છે. ભજનપદ સંપ્રહ ભાગ ૧ થી ૧૧ તથા અધ્યાત્મ ભજન સંગ્રહ ૨૫ વર્ષના સંયમ જીવનકાળમાં તેમણે હજારોની સંખ્યામાં આધ્યાત્મિક ભજનની રચના કરી. તે સર્વ આ ગ્રંથમાં સંગૃહીત. કરવામાં આવ્યાં છે. કેટલાંક સરળ ભજને આમ જનતામાં સર્વને અતિ પ્રિય બની શકે અને આત્માને આનંદમાં મસ્ત બનાવે તેવાં છે. ભારત સહકાર શિક્ષણ કાવ્ય : આ ગ્રંથમાં આંબા વૃક્ષને મુખ્ય વિષયનું લક્ષ્ય બનાવી તેના દ્વારા આ વિશ્વ ઉપર થયેલા અનેક ઉપકારનું સમ્પન્ દર્શન અહીં કરાવ્યું છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy