________________
સંદર્ભ ગ્રંથ ભાગર
ગમથી સમ્યકત્વ ખીજનું આધાન થયું હતું અને જેમનાં દર્શનથી સંયમની ભાવના ઉસિત થઇ હતી તે પૂજ્યવયં ગુરુદેવશ્રીના સાંનિધ્યમાં પુનઃપ્રાપ્ત થયા. પરમ ઉપકારી ગુરુદેવશ્રી વૃદ્ધાવસ્થાના કારણે મહેસાણામાં સ્થિર થયા હતા. તેમની સેવાનું પરમસૌભાગ્ય આજે પ્રાપ્ત થયું. ઉપકારી ગુરુદેવની સેવા કરવાના મળેલા અવસર કયા શિષ્ય ચૂકે ? હંમેશાં સવારે, બપોરે, સાંજે અને રાત્રીના સમયે જ્યારે જ્યારે પશુ નવરાશને વખત મળે કે તરત જ ગુરુદેવાની સેવામાં દાડી જતા. સેવા-સત્સંગ અને સાંનિધ્યે આત્મા તરખાળ બની જતા. આરાધના જાગૃતિપૂર્ણાંક ચાલુ હતી. આરાધના તરફ લક્ષ્ય અને ઉપયાગ સુંદર હતા. શ્રી બહેચરદાસ પંડિત પૂ. ગુરુદેવની ચાવીસે કલાક સેવા, શુશ્રુષા અને સમાધિ માટે ખડે પગે તૈયાર. ન જોયા રાત દિવસ, ન જોયા ઊંધ કે ઉર્જાગરા. બસ એક જ
તમન્ના.
વૈરાગ્યવાહી
સ્તવને અને સજ્ઝાયે! સુંદર ભાવવાહી શૈલીમાં મધુર કંઠે શ્રવણુ કરાવ્યાં. ચઉસરણુ પયન્ના, સહઁસ્તારક યના અને અ ંતિમ સમયે સર્વ જીવરાશિને હૃદયની શુદ્ધિ અને મનની એકાગ્રતા ને ઉપયોગપૂર્ણાંક ખમાવ્યા, નમસ્કાર મહામ ંત્રનું રટણ કરાવ્યું, છેલ્લા સમય સુધી નવકારમર્યંત્રનું રટણું કરતાં પૂજ્યવયં શ્રી રવિસાગરજી મ. સા.ના આરાધક આત્મા જે વિદ્૧૧( સ. ૧૯૫૪ )ના દિને પ્રાતઃકાળના સમયે આરાધના કરી પરલેાક પ્રયાણ કરી ગયેા. મહે સાણા નગરમાં અઢારે વર્ણીના લેાકા અંતિમ સમયે દર્શનાર્થે ઊમટી પડયાં. ભવ્ય સ્મશાનયાત્રા નીકળી, જે સ્થળે તેમના દેહના અગ્નિસ સ્કાર થયા, ત્યાં આજે વિશાળ દાદાવાડી તરીકે દર્શીનીય સ્થાન પ્રસિદ્ધિ પામ્યું છે.
ત્યાર પછી મહેસાણુા છેાડવુ' અને આજોલ ગામે પૂ. યતિવ શ્રીના નવદીક્ષિત શિષ્યને અધ્યાપન અર્થે આજોલ રહ્યા. અને જિજ્ઞાસુ શ્રાવકાને પણુ અધ્યયન કરાવ્યું. અહીં યતિજી પાસેથી અનુભવ મેળવ્યું. વિ.સ.૧૯૫૬ની સાલમાં કુદરતી કાળા કરી થયે, દુષ્કાળ પડયો, ઠેર ઠેર પશુપખીએ વગર મેાતે ટપોટપ મરવા લાગ્યાં. આ દશ્ય જોઈને શ્રી બહેચરભાઈનું હૃદય કંપી ઊઠયું. ગામેગામ વીજળીવેગે ફરી વળ્યા. ઘાસચારા પાણીની સુંદર વ્યવસ્થા માટે ઉપદેશને વરસાદ વરસાવ્યા. ભૂખે મરતા હારા જીવાને બચાવ્યા. ઘેાડા સમય પછી સુપ્રસિદ્ધ તરણતારણ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની પાવન છત્રછાયામાં અનેક ત્યાગી, તપસ્વી, ગુણુનિધાન મુનિભગવંતાના સમાગમમાં રહ્યા. કાંકરે કાંકરે અનંતા મુનિઓ સિદ્ધિપદને વર્યા, આત્મસ્વરૂપને પામ્યા, તેમનું ધ્યાન ધર્યું. તેમના પાવનકારી ચરિત્રાનુ ચિન્તન કર્યું. ચિન્તન કરીને સ્વ-આત્મશુદ્ધિ અર્થે પ્રેરણા અમૃતનું પાન કર્યું. અને સ્વઆત્મ સ્વરૂપની પ્રાપ્તિ અર્થે પ્રતિજ્ઞા કરી.
આસા વદ ૧૩, ૧૪ અને ૩૦ ત્રણ દિવસ અઠ્ઠમ કર્યો. જય તળાટીમાં શ્રી સરસ્વતી દેવીની ગુફામાં ધ્યાન ધર્યું, જાપ કર્યાં.
Jain Education Intemational.
૯૮૯
ત્યાર પછી કારતક સુદ ૧૫ ના દિને શ્રી સિદ્ધગિરિની સ્પર્શના કરી ભક્તિભાવપૂર્વક યાત્રા કરી. શ્રી આદિનાથ દાદાનાં દર્શન કર્યાં, વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરી જીવનને ધન્ય બનાવ્યું.
પૂજ્યવ પરમે।પકારી સ્વ. ગુરુદેવશ્રી રવિસાગરજી મ. સા. ના વિનૈયરત્ન ચરિત્ર ચૂડામણિ પૂજયવ શ્રી સુખસાગરજી મ. સા. પાલનપુન બિરાજમાન હતા. પાલનપુર વિદ્યોત્તેજક સભાના ઉપક્રમે જૈન પાઠશાળાના વિદ્યાથી ઓના ધાર્મિક અભ્યાસની પરીક્ષા લેવા માટે શ્રી મહેસાણા જૈન શ્રેયસ્કર મંડળ તરફથી શ્રી બહેરદાસને પાલનપુર આવવાનું થયું. પૂજ્યવયં શ્રી ગુરુદેવશ્રીને વંદન કર્યો, સુખશાતા પૃચ્છા કરી અને પાઠશાળાના વિદ્યાથી આની પરીક્ષા લીધી. પૂજ્ય વ" ગુરુદેવશ્રીના સાંનિધ્યમાં સારા ગુણ મેળવી ઉત્તીણ થનાર વિદ્યાથી આને ઇનામેા વહેંચવા માટે સભા ગેઠવાઈ. સારા ગુણુ મેળવનાર વિદ્યાથી ઓને ઇનામ આપવામાં આવ્યાં. તેમને ઉત્તેજન અને પ્રેરણા કરવામાં આવી. પૂજયવ" ગુરુદેવશ્રીએ મંગલાચરણુ કરી પ્રવચન આપ્યુ, પંડિત શ્રીમાન અહેચરદાસભાઈના આત્માને ઢઢાળ્યો. ઘણા વિદ્યાથી ઓના અભ્યાસની પરીક્ષા લીધી. હવે પેાતાની પરીક્ષા કયારે આપવી છે, જ્ઞાન ઘણું ઘણું મેળવ્યુ' પણ તેથી આત્માનુ શું વળ્યું ? દાનનું ફળ શું? આત્માનું જ્ઞાન મેળવ્યા પછી અને આત્માને લાગેલા, વળગેલા ને ચોંટેલા કર્મનું જ્ઞાન મેળવ્યા પછી આત્માને લાગેલા કને તાડવાના પુરુષા જો ન કરીએ અને નવાં
નવાં કર્મ બાંધીને આત્માના ભાર વધારતા જ જઈએ તેા જ્ઞાન મેળવ્યાનું યત્કિ ંચિત પશુ ફળ મેળવી શકીશું નહિ. જ્ઞાન મેળવ્યા પછી પણ તેનેા લાભ ન મેળવીએ તા જ્ઞાની અને અજ્ઞાનીમાં તફાવત શું? તે જ્ઞાનીને મૂર્ખ`કડીએ તા પડ્યુ જરાયે ખાટું નથી. પૂ. ગુરુદેવશ્રીની ટકાર સુના શિષ્ય બહેચર પામી ગયા. તેજીને ટકારા' બસ કાફી છે. ઉપકારી ગુરુવર્યશ્રીની અમૃતવાણીનું શ્રવણ કરીને તેના ઉપર વારંવાર ચિંતન કર્યું. હળુકમી, આસન્નભવી, મેાક્ષલક્ષી આત્મા ઉપકારી ગુરુ ભગવંતનાં વચનાના અનાદર કરતા નથી, પરંતુ આદર કરવા તત્પર બને છે. દૃઢ નિશ્ચય કર્યાં આત્મસયમના–સવિરતિ ચિરત્રને
પૂવ શ્રીના ચરણે વંદન કર્યાં અને સંયમ લેવાના નિશ્ચય જાહેર કર્યો. વિ. સં. ૧૯૫૭ માગશર સુદ ૯ ના શુદિને શુભ મ્રુતૅ પાલનપુર નગરના આંગણે શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ દાદાની શીતળ છત્રછાયામાં ચર્તુવિધ સકળ જૈન સંધની હાજરીમાં સ વિરતિ સામાયિક પૂ. ગુરુદેવે ઉચ્ચરાવ્યું, સર્વવિરતિ સામાયિક ઉચ્ચયું. સાધુ બન્યા. પૂ. ગુરુદેવે દિગ્ધ વેળાએ મુનિ બુદ્ધિસાગર નામાભિધાન જાહેર કર્યું. યથા નામા તથા ગુણુાઃ રત્નની પરીક્ષા કુશળ ઝવેરી જ કરી શકે છે. ઝવેરીએ રત્નની પરીક્ષા કરી લીધી હતી. પાલનપુરથી વિહાર કર્યો. પાટણ, મહેસાણા, વિજ્રપુર, માણસા, અમદાવાદ, બારેજા, ખેડા, નડીઆદ, આણુંદ, વડેાદરા પાદરા થઈ સુરત પધાર્યા. વડી દીક્ષા અહીં થઈ ને ચાતુર્માસ પણ સુરત થયું.
For Private & Personal Use Only
www.jainelibrary.org