________________
૯૮૮
વિશ્વની અસ્મિતા
બહેચરના આત્માને સાધુ જીવન સ્પશી ગયું. અનાદિના સુત સંસ્કારે જાગૃત થયા. જાગૃત મન ભાવિક બન્યું. હું પણ આવું સંસ્કારી, સંયમી, સાધનામય જીવન જીવું તે !! એક દિવસ નિશાળના સહાધ્યાયી બાળગેઠિયાઓ વિદ્યાશાળામાં ધાર્મિક અભ્યાસ કરી સૌ સૌના ઘરે જતા હતા. રસ્તામાં આ બાળગેઠિયાઓ બહેચરને ભેટી ગયા. દરેકની આંખમાં ઉમંગ હતો, હૈયામાં રંગ હત, આનંદ અને કિલ્લોલ કરતાં, હરખાતાં હરખાતાં સહુ ટાળે વળીને જતાં હતાં. બહેચરે મિત્રોને પૂછયું, આજે આટલો બધો આનંદ શાને છે? મિત્રોએ પેડ બતાવીને કહ્યું, આજે વિદ્યાશાળામાં ભણતા દરેક વિદ્યાર્થીઓને પેંડા વહેંચાય છે. બહેચરે કહ્યું હું વિદ્યાશાળાએ ભણવા આવું, તો મને પણ મળે ને? “હા, જરૂર, ભણનારા બધા વિદ્યાર્થીઓને મળે છે.' મિત્રોએ કહ્યું. બીજા જ દિવસે બહેયર વિદ્યાશાળાએ ધાર્મિક અભ્યાસ કરવા સૌથી પહેલા પહોંચી ગયો. વિદ્યાર્થીઓને ધાર્મિક અભ્યાસ કરાવનાર પંડિતજીએ આજે નવા આગંતુક જિજ્ઞાસુ વિદ્યાર્થી બહેચરને * નવકાર – મંત્રીને પાઠ આપે.
માતાએ પ્રાણપ્યારા લાડકવાયા બાલને હૈયા સરખે ચાં, હેમખેમ જે. આનંદ આનંદ ઊભરાઈ ગયો. હૈયાને નીતરતા હતમાં તેને નવરાવી દીધે. ગામને સીમાડે ખેતરના ખોળે બનેલી આ અગમ્ય ઘટના વીજ વેગે પ્રસરી ગઈ. અને ગામના ખૂણે ખૂણેથી સ્નેહીઓ અને સ્વજનોનાં ટોળેટોળાં ઘરના આંગણે ઊભરાવા લાગ્યાં. ગામમાં ફરતાં ફરતાં આવેલા સંતે આ વાત સાંભળી અને શિવાભાઈ પટેલને
ત્યાં આવીને બાળકની ભવ્ય લલાટ રેખા જોઈને કહ્યું – “યહ લડકા બડા બડભાગી હૈ, એક દિન સારાયે સંસારકા તેજસિતારા સંત હેગા ' સ્નેહી, સંબંધી અને સગાંવહાલાં સમક્ષ માતાપિતાએ આ તેજસ્વી બાળકનું નામ પાડયું –બહેચર.” ઘૂંટણીએ પડતે બાળક બહેચર એક દિવસ માઢમાં, મહોલ્લામાં, શેરીમાં અને ગામના પાદરે મિત્રો સાથે હરે છે, ફરે છે અને રમતો રમે છે.
બહેચર એક દિવસ મિત્રો સાથે ગામના પાદરે રમત રમે છે. ત્યાં બે ભેંસે સામસામે શીંગડાં ભરાવીને દંગલ મચાવી રહી છે. લડી રહી છે. બહેચરની ચકોર નજર પડી. સારાએ વિશ્વને અહિં. સાને પવિત્ર પયગામ પહોંચાડનારા, ઉકટભાવે અહિંસાનું પાલન કરી જીવનને પવિત્ર બનાવનારા બે વયોવૃદ્ધ જૈન સાધુ શ્રી રવિસાગરજી મહારાજ અને શ્રી સુખસાગરજી મહારાજ નગરની બહાર જઈ રહ્યા હતા. વિઘત વેગે ધસી જઈ આખડતી–બાખડતી બને ભેંસને હાથમાં રહેલી લાકડીને એક ફટકે જોરથી લગાવી દીધો અને બંનેને છૂટી પાડી. અહિંસાની સાક્ષાત મૂર્તિ સમાં સાધુએ અભયનો પાયગામ લલકાર્યો. “મુંગા અબોલ આ જીવને ત્રાસ આપો, માર મારવો એ માનવનું કર્તવ્ય નથી. દરેક જીવોનું પ્રાણુને ભેગે પણ રક્ષણ કરવું, એ માનવતાનું પ્રથમ પગથિયું છે. બાળકના જીવન ઉપર આ શબ્દોએ ભારે અસર કરી. જીવમાત્રનું રક્ષણ કરવું એ માનવમાત્રનું પ્રથમ કર્તવ્ય. શું આજે પણ આવા સંતે આ પૃથ્વી પર છે, જે પ્રાણીમાત્રના રક્ષણ કાજે પોતાના પ્રાણોની પણ પરવા ન કરે. જીવોના રક્ષણ કાજે, પોતે ફના થઈ જાય. પ્રાણના ભોગે જીવનું રક્ષણ કરે ! ધન્ય છે આવા સંતોને ! તેમનાં પરમ પવિત્ર ચરણોમાં દેટી કોટી વંદના ! ધન્ય તેમનું જીવન અને ધન્ય તેમને જન્મ. જીવમાત્રના કલ્યાણ કાજે પવિત્ર જીવન જીવનારા મહામના સંતાને આ પૃથ્વી પરના માનવે કદી પણ વીસરશે નહિ. તેમને રક્ષણ કાજે પ્રાણુની પણ પરવા કરશે નહિ,
બાળક બહેચરને આવા પુનિત સંતોના દર્શનની તાલાવેલી લાગી. મહાસંયમી મુનિઓનાં દર્શન માટે તેમના સ્થાને – ઉપાશ્રયે ગ. મુનિઓનાં દર્શન કર્યા, ભાવભર્યા હૈયે વંદન કર્યા. પાવનકારી ચરણને સ્પર્શ કર્યો. મસ્તક ઝુકાવી દીધું સંતનાં પાવન ચરણોમાં. મુનિવરની પ્રશાંત મુખમુદ્રા, સાધનામય જીવન, જ્ઞાન, ધ્યાન અને સ્વાધ્યાયમગ્ન મુનિઓની જીવનચર્યા. મુખે મુહપત્તિનો ઉપયોગ રાખીને જ ખપ પૂરતું બોલવાનું, જરૂર પૂરતાં જ સાધન – ઉપકરણો રાખવાનાં. અલ્પ ઉપાધિ અને ઓછી જરૂરીઆતે જીવન જીવવું. આવો ઉત્તમ સાધુ માર્ગ.
બહેચરે પાઠ લેતાં પહેલાં પ્રથમ વિદ્યાગુરુને ચરણે નમસ્કાર કર્યા. સરસ્વતી દેવીને પ્રણામ કર્યા. શ્રતજ્ઞાનને પણ નકાર કર્યા.. વિનય, વિવેક, નમ્રતા અને સભ્યતા સહિત મનના ઊંચા વિચારો અને હૈયાના ઉત્તમ ભાવો સહિત “નવકાર મડા મંત્રને પાઠ ગ્રહણ કર્યો. મન, વચન અને કાયાને એકાગ્રતા અને પવિત્રતાપૂર્વક પંડિતજી પાસે ગ્રહણ કરેલે પાઠ મુખપાઠ કરે છે. જેમ જેમ નવું નવું ભણતા ગયા તેમ તેમ નવું નવું ભણવાની અને જાવાની જિજ્ઞાસા તેમ જ તમન્ના અધિક અધિક વધતી જ ગઈ. યાદશક્તિ ઘણી જ જોરદાર હતી. બે વખત વાંરયું અને ચાર વખત ગાખ્યું અને તરત જ મુખપાઠ થઈ જતું. જેમ જેમ નવું નવું જાણતા ગયા તેમ તેમ અંતરમાં નવ્ય નવ્ય ભવ્ય ભાવોની હારમાળા ઉદ્દભવતી જ ગઈ.
થોડા જ સમયમાં વિદ્યાશાળામાં પંડિતજી પાસે ધાર્મિક અભ્યાસ પૂર્ણ કર્યો. પાંચ પ્રતિક્રમણ અર્થ સહિત કર્યા. હવે ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય વગેરે અભ્યાસ માટે જિજ્ઞાસા વધતી ગઈ. વિદ્યાશાળામાં ગામેગામથી વિહાર કરતાં પધારતાં પૂજ્ય ત્યાગી મુનિ મહારાજના દર્શન, વંદન આદિને લાભ લઈ તેમની સેવા શુશ્રષા કરી તેઓ પૂજ્યપાશ્રીને પરિચય કરી સમાગમ કરી તેમની પાસે અભ્યાસ કરતા.
સંસ્કૃતભાષા, પ્રાકૃત ભાષાના અભ્યાસ માટે જૈન સંસ્કૃત – પ્રાકૃત પાઠશાળા મહેસાણામાં ગયા અને સુંદર અભ્યાસ કર્યો. પરમ ઉપકારી પૂ. શ્રી. રવિસાગરજી મ. સા. તથા પૂ. શ્રી સુખસાગરજી મ. સા. મહેસાણામાં સ્થિર થયા હતા. યોગાનુયોગ કેવો સુંદર જેમના હાથે સંસ્કારબીજનું આરો પણ થયું હતું, જેમના સમા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org