________________
સંદર્ભ ગ્રંથ ભાગ-૨
૯૮૭
ધાર્મિક અભ્યાસ, સામાજિક અને મુનિરાજનું વ્યાખ્યાન સાંભળી વાના ધર્મ સંસ્કારી એવા તે મળેલા કે બંને ભાઈઓની ધમ- ભાવના વધતી ચાલી. માતાજી તે વારંવાર પ્રેરણું આપતાં કે આ મનુષ્યભવનું સાર્થક કરી લેવા, સંયમ અને ત્યાગને માર્ગ અતિ ઉત્તમ છે. આવા માતાજીના મારા બંને ભાઈઓના હૃદયમાં ગુંજતા અને દીક્ષા માટે ભાવનાઓ ઊલટી આવતી.
પૂજ્યપાદ પં. મહારાજ શ્રી ભક્તિવિજયજી મહારાજ મહેસાણુ પધાર્યા. અને તેમની વૈરાગ્યરસ ઝરતી વાણુએ, ભાઈ પન્નાલાલની દીક્ષા જગાડી. ભાઈ પન્નાલાલ ગુરુદેવ પાસે પહોંચ્યા અને પોતાની દીક્ષાની ભાવના દર્શાવી. પન્યાસજીએ ભાઈ પન્નાલાલને સાધુના ચારે બતાવ્યા અને વિચાર કરવા કહ્યું. ભાઈ પન્નીલાલે પોતાની દીક્ષાની ઉતકટ ભાવના દર્શાવતાં જણાવ્યું, “કૃપાસાગર, તે હું જાણું છું. ઘણું સમયથી નાની મોટી તપસ્યાઓ કરું છું. પ્રતિક્રમણ આદિ પણ કરું છું. હું આપને પ્રાણપ્યારે શિષ્ય થઈશ અને આપના નામને ઉજજવળ કરીશ. મારાં માતાપિતા બંને ધર્માત્મા છે. મારા પૂજ્ય પિતાજી તે ત્યાગ માટે મને પ્રેરણા આપે છે.'
મહેસાણામાં દીક્ષા આપવાની મુશ્કેલી હતી. તેથી અમદાવાદમાં અગિદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી પાસે ભાઈ પન્નાલાલને દીક્ષા આપવા માટે આશીર્વાદ આપી, મોકલી આપે. સં. ૧૯૮૭ના પ્રથમ અષાડ શુદ ૬ના રોજ અમદાવાદમાં જન વિદ્યાશાળાના ઉપાશ્રયમાં આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજીએ ભાઈ પન્નાલાલને દીક્ષા આપી અને મુનિ પ્રેમવિજયજી નામ આપ્યું.
નૂતન મુનિશ્રીએ બધા આચારે જાણી લીધા. સાગરાનંદજીની નિશ્રામાં શાસ્ત્રને અભ્યાસ કરવા લાગ્યા.
મહેસાણામાં ઉપધાન તપ શરૂ થયાં અને ભાઈ પન્નાલાલના ભાઈ શેષમલજીએ ઉપધાન તપમાં પ્રવેશ કર્યો. સુયડાંગ સૂત્રના વિવેચનનું અમૃતપાન કર્યું, વૈરાગ્યના રંગે રંગાયા. ભાઈ શેષમલે દીક્ષા માટે ગુરુદેવને વિનંતી કરી. ગુરુ દેવે અનુમતિ આપી અને ભાઈ શેષમલજીને આત્મા નાચી ઊઠયો.
ચાતુર્માસ પછી ગુરુદેવ વીરમગામ પધાર્યા. અંહી દીક્ષાની વાત સાંભળી સંધને આનંદ થયો. ભાઈ શેષમલજીને ધર્મ પ્રેમી માતા રતનબેને ચાંદલે કરી, મંગળ આશીર્વાદ આપ્યા. સં. ૧૯૮૮ ના પોષ વદિ ૧૦ના દિવસે, મંગળ પ્રભાતે, શ્રીસંઘના આબાલગૃહ માનવમેદનીની હાજરીમાં ભાઈ શેષમલને દીક્ષા આપી. સંઘે નૂતન મુનિને વધાવ્યા. નૂતન મુનિનું નામ સુબોધવિજયજી રાખ્યું અને પિતાના શિષ્ય બનાવ્યા. આજે તે એ બાંધવબેલડી એક આચાર્યશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ અને પન્યાસશ્રીજી સુબોધવિજયજી ગણિછ ગામેગામ ધર્મપ્રભાવના કરી, શાસનને જય જયકાર કરી
રહ્યા છે. આચાર્યશ્રીની મીઠી મધુર વાણીમાં ચમત્કાર છે. જ્યાં જ્યાં તેઓ પધારે છે ત્યાંના સંધમાં ઉલ્લાસ પ્રગટે છે અને ઉપધાન આદિ ધર્મ પ્રભાવનાનાં કાર્યો થાય છે. હજારો ભાઈબહેનનાં હૃદયને જીતી લેવાની કળા તેમને વરેલી છે. તપોનિધિ ગુરુદેવભક્તિ, સુરીશ્વરજની ભાવના પન્યાસ પ્રેમ વિજયજીને આચાર્ય પદવી આપવાની ઉતકટ લાવના હતી. અને તેમણે જ તેમને શાસનદીપક બનવાના. મંગળ આશીર્વાદ આપ્યા હતા. તેથી બે હજાર પંદરના વૈશાખ સુદ ૬ના રોજ પાટણમાં તેમને આચાર્ય પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા.
મુંબઈમાં તેઓશ્રીએ જુદા જુદા ઉપાશ્રયમાં ચાતુર્માસ કરીને ધર્મનાં અજવાળાં પ્રગટાવ્યાં છે. તેમની ભાવના સિદ્ધક્ષેત્ર પાલીતાણુમાં વૃદ્ધ સાધુ ભક્તિસદન જ્ઞાનમંદિર અને પુપને મઘમઘતે બગીચો અને તેમાં આપણે જૈન ધર્મનાં ક્ષાત્મક શિપ આપીને હજારને ધર્મ બોધ આપવાની છે.
ગનિષ્ટ આચાર્યશ્રીમદ્
બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. (આયાર્યશ્રી મનહર કીર્તિ સાગરસૂરિ મહારાજ સાહેબે પૂ. બુદ્ધિ સાગરજી વિષે લખેલા વિસ્તૃત લેખમાંથી ટૂંકાવીને અત્રે રજૂ કરીએ છીએ)
શીલ અને સંયમનાં તેજ જ્યાં ઝળઝળી રહ્યાં છે, સત્ય અને સાધનાનું સંગીત સદાય રેલાઈ રહ્યાં છે. ભાવના અને ઉપાસનાના ભવ્ય તો ઊભરાઈ રહ્યાં છે, એવી ગરવી ગુર્જર દેશની ભૂમિના ભવ્ય લલાટ સમાન વિદ્યાપુર–વિજાપુર નગર આજે ધન્ય બન્યું છે.
પાટીદાર જ્ઞાતિના અગ્રેસર શિવાભાઈ પટેલનાં સુશીલ ધમ. પની અંબાબેને આજે પુત્રરત્નને જન્મ આપ્યો. તે પવિત્ર દિવસ હતા મહા વદ ચૌદશ--શિવરાત્રીને. શિવાભાઈ પટેલને કૃષિને વ્યવસાય હતા. એક દિવસ સવે ખેતરમાં કામ કરતાં હતાં. નાનું બાળક આંબાના વૃક્ષની ડાળીએ બાંધેલી ઝોળીમાં સૂતું હતું. અચાનક ત્યાં એક ભયંકર ભેરિંગ સર્પ આવ્યો. ઝાડની ડાળીએ બાંધેલી ઝેળીમાં સૂતેલા બાળકના લલાટ ઉપર ફેણ પ્રસરાવી સ્થિર થયો. એકાએક માતાની નજર અહીં પડી અને આવું હૃદયદ્રાવક દશ્ય જોઈ માતાના મુખમાંથી ચિચિયારી નીકળી પડી. માતાએ બાળકના રક્ષણ માટે ઈષ્ટદેવનું સ્મરણ કર્યું, મને મન એકાગ્રતાથી પ્રાર્થના કરી- જગતના પાલકપિતા હે પ્રભુ ! તું મારા પ્રાણપ્યારા પુત્રનું રક્ષણ કરે છે. હંમેશાં ઇષ્ટદેવનું સ્મરણ કરનાર આર્યજને આપત્તિના સમયે પણ ઇષ્ટદેવને વીસરતા ન હતા. આવા હતા તેમના ધાર્મિક સંસ્કાર ! આપત્તિના સમયે પ્રભુને પ્રાર્થના કરનારી માતાની પ્રાર્થના પોતે જ ને સાંભળી હોય તેમ તે ભયંકર ભેરિંગ સર્પ આંખને એક જ પલક જેટલા સમયમાં તે ક્યાંય અદશ્ય જ થઈ ગયે. કયાં ગયો ? તેની કોઈને પણ સમજ ન પડી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org