________________
-સંદર્ભગ્રંથ ભાગ-૨
વસંત પંચમીના દિવસે અમદાવાદ, જેનનગરમાં તેમને સર્વ પ્રથમ ગણિપદવી આપવામાં આવી. બે વરસ બાદ ૨૦૩૨ ના ફાગણ સુદ સાતમે જામનગરમાં તે પંન્યાસ પ્રવર બન્યા. અને વિ. સં. ૨૦૩૩ ના માગશર વદ ત્રીજે મહેસાણામાં નવનિર્માણ થયેલ અદ્યતન શ્રી સિમંધરસ્વામી તીર્થમાં હજારો ભક્તોએ તેઓશ્રીને પંચપરમેષ્ઠીના તૃતીય પદે વિરાજિત કર્યા.
આચાર્યશ્રીની વાણીમાં જાદુ છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ભાવનગરની જ વાત કરીએ તે ચાતુર્માસ દરમિયાન ટાઉનહોલમાં તેમનાં જાહેર વ્યાખ્યાને જાયાં હતાં. એ દરેક વ્યા
ખ્યાન સમયે ટાઉનહોલ ચિક્કાર રહેતા. જેને જ નહીં, જૈનેતર પણ સાંભળવા આવતા. પત્રકારો તેમનાં વ્યાખ્યાની નોંધ લેતા. ભાવનગરના “લેકરાજ' નામના દૈનિકમાં તેમને વ્યાખ્યાનસાર નિયમિત છપાતો.
તેમની વ્યાખ્યાનશૈલી અભિનવ છે. લહેજતદાર હિન્દી લહેકામાં તે ગુજરાતી બેસે છે. રૂપકે, દાંતે અને તર્કબદ્ધ દલીલથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેવાની તેમનામાં સુંદર આવડત છે. સ્વભાવે મિલનસાર અને હસમુખા, પરગજુ વૃત્તિ, ભારે વ્યવહારકુશળ, મીઠી મધ જેવી વાણી, પ્રેમ અને કરુણાને સદાય વિસ્તારવામાં સજાગ, સમયની નાડ પારખવામાં ખૂબ જ પાવરધા.
રાજકીય નેતાઓને પિતાના પ્રભાવ નીચે રાખવામાં, જન ધર્મ પ્રત્યે તેમને આદર અને પ્રેમ જગાડવામાં આ આચાર્યશ્રીએ પ્રશંસનીય સફળતા હાંસલ કરી છે. રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ વગેરે રાજ્યના જાહેર જીવનમાં અર્થાત ત્યાંના રાજકીય આગેવાને ઉપર તેમણે પોતાના ચારિત્ર્ય તેમ જ પ્રગતિશીલ અને ઉદાર વિચારધારાથી બધેય છાપ પાડી છે.
રાજકીય નેતાઓ ઉપર આપણા શ્રમણોને પ્રભાવ આજના યુગમાં અનિવાર્ય બન્યો છે. આ અનિવાર્યતા તરફ મોટા ભાગના શ્રમણો ઉદાસીન છે, ત્યારે આચાર્યશ્રી આ દિશામાં સુગ્યપણે સક્રિય બનીને શાસન પ્રભાવનાનું ખૂબ જ ઉમદા કાર્ય ચૂપચાપ ત્યાં કશી હતા અને આડંબર વિના કરી રહ્યા છે.
ગુરુ આજ્ઞા અને આશીર્વાદથી તેઓશ્રીએ અનેક સ્થળે સફળ ચાતુર્માસ કર્યા છે. સૌથી વધુ તે રાજસ્થાનમાં વિચર્યા છે અને ત્યાંની ધર્મ પ્રજાને ધર્મબોધ પમાડ છે.
છેલે તેઓશ્રીએ પોતાના ગુરુ અને દાદાગુરુ સાથે ભાવનગરમાં ચાતુર્માસ કર્યું અને આપણે અનુભવ્યું, કે તેઓશ્રીની પ્રેરક અને મધુર વાણીથી, તેમના પ્રસન્ન વ્યક્તિત્વથી ધર્મ સાધનાની સૌમાં અપૂર્વ ભરતી આવી.
આચાર્ય વિજય પ્રસન્નચંદ્રસૂરિ - કરછ વાગડ દેશમાં ભચાઉ તાલુકે છે. ત્યાં વીસા ઓસવાળનાં લગભગ ૬૦૦ ઘર વસેલાં છે. ત્યાંના રહેવાસી છેડા રાણુભાઈને
ત્રણ પુત્રો ને બે પુત્રીઓને વિસ્તાર. તેમાં ત્રીજા નંબરના પુનશીને જન્મ ૧૯હરના અષાડ સુદ પાને છે. સંવત ૧૯૭૩ના લેગમાં કુટુંબ વેરવિખેર થઈ ગયું. ગરીબી, અસહાયતા, નિરક્ષરતાને કારણે ૧ વર્ષના પુનશીને લઈને મોટાભાઈ મુંબઈ આવ્યા ને મોસાળે તેઓને ઉછેર થયો. મુંબઈમાં અભ્યાસ શરૂ થયે અને વ્યાપારી જ્ઞાન મેળવતા ગયા. જ્ઞાતિએ જેને છતાં ધાર્મિક સંસ્કારોને અભાવે ધર્મવિહીન જીવન હતું. ત્યાં અચાનક કલ્પસૂત્ર વાંચવામાં આવતાં ધાર્મિક રુચિ વધવા લાગી. અને પછી તો નિત્યદર્શન, ત્રિભેજને ત્યાગનું આચરણ કર્યું અને ૧૯૮૮ની સાલથી પંન્યાસ માણેકસાગર મહારાજના ઉપાશ્રયથી નવકાર મહામંત્રની શરૂઆત કરી. આમ ધાર્મિક વૃત્તિ જાગ્રત થતી ગઈ. અને પછી ૧૯૯૦ મહા સુદ પના જ દીક્ષા ગ્રહણ કરી પુનશીમાંથી મુનિશ્રી પ્રભાવવિજયજી બન્યા. જેમ ઉકરડે ચૂંથતાં કેઈ નિભંગીને રને હાથમાં આવી જાય ને જેટલો આનંદ અનુભવે તેનાથી પણ વધારે ૧૯૯૦ ના અમદાવાદના આંગણે ભરાયેલ મુનિસંમેલનનાં દર્શન કરી આનંદ અનુભવ્યો અને ત્યાર પછી ઉત્તરોત્તર દિનપ્રતિદિન યોગોઠહન ક્રિયાઓ, ગિરિરાજની યાત્રાએ, શ્રીસંઘનાં દર્શન, વર્ધમાન તપ, આયંબિલની ૬૨ એળી, અરહિંતપદની આરાધના શરૂ કરી. ત્યાં શ્વાસના દર્દના કારણે ગુરુદેવે મોક્ષવાસ ગ્રહણ કર્યો. ગુરુમહારાજના વિરહ બાદ પન્યાસ પ્રભાવવિજયજીએ તીર્થોની યાત્રા શરૂ કરી. યાત્રાસ્થળે વાહક બનાવતા. સં. ૨૦૨૯ના મહા વદ ૯ તેમને પાલીતાણામાં આચાર્ય પદવી અપાઈ. મતમતાંતરો અને દુરાગ્રહને અંતે આચાર્ય પદવીને સ્વીકાર કર્યો અને આચાર્ય વિનયચંદ્રસૂરિએ આખરે મુનિ પ્રભાવવિજયજીને આચાર્ય પ્રસન્નચંદ્રસૂરિ બનાવ્યા. આચાર્ય પદવી મળ્યા પછી અનેક સ્થળે વિહાર કરી અનેક ભવ્ય જીવોને ધર્મ પમાડવાની પ્રવૃત્તિ આજે પણ કરી રહ્યા છે. અને પિતાની આત્મોદ્ધારનું લક્ષ્ય કેન્દ્રિત કરી, પ્રત્યે લાગણીસભર ઉપદેશ આપી વીતરાગ પરમાત્માની વાણીનું પાન કરાવી રહ્યા છે, ચારિયધર્મની આરાધને પોતે કરી રહ્યા છે અને અન્યોને કરાવી ચારિયજીવન વિતાવી રહ્યા છે. શાસનદેવ પ્રત્યે એ જ પ્રાર્થના કે આજીવન દર્શન, જ્ઞાન, ચરિધર્મની આરાધના થતી રહે.
ગચ્છાધિપતિ યુગપ્રધાન દાદાસાહેબ
શ્રી પાર્વચંદ્રસૂરીશ્વરજી
વીરપ્રસૂતા મરુધરભૂમિને અબુ દાચળની તળેટીમાં રળિયામણું હમીરપુર નામનું શહેર હતું. આ શહેરમાં પોરવાડ વંશના નરોત્તમશાહના કુળદીપક શ્રી વેલગશીઠ શ્રાવક વસતા હતા. તેમનાં ધર્મપત્નીનું નામ વિમળાદેવી હતું. પતિ-પત્ની ધર્મપરાયણ, દયાળુ, જૈન ધર્મના ઉપાસક અને સાધુ સાધ્વીની સેવાભક્તિમાં આનંદ માનતાં હતાં.
એક સુખદ રાત્રીએ વિમળાદેવીને સુંદર સ્વપ્ન લાધ્યું, પૂર્ણમાને ચંદ્ર આકાશમાંથી ઊતરી જમણું પડખામાં પ્રવેશતે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org