________________
૯૮૪
વિશ્વની અસ્મિતા
પ. પૂ. સંગઠનપ્રેમી મુનિશ્રીના જીવન પર દષ્ટિપાત કરશું તે જણાશે કે તેઓની એક જ ભાવના “ સવિ જીવ કરું શાસનરસી” સર્વ પરમાત્માના માર્ગે ચાલી સંસાર સમુદ્રને પાર પામે એ જ ભાવના તેમના જીવનમાં રગેરગમાં વ્યાપી છે. જિનેશ્વર દેવનાં શાસનને પ્રચાર કરવા માટે તેઓશ્રીએ બંગાળ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન આદિ પ્રદેશોમાં અથાક પરિશ્રમ વેઠી વિહાર કરી ત્યાંની પ્રજામાં ધર્મ સંસ્કારોનું સિંચન કર્યું છે. તેઓશ્રીના શુભ નામથી દરેક જૈન સંઘે સુપરિચિત છે.
ઉપધાન, ઉદ્યાપન, અંજન શલાકા, પ્રતિષ્ઠા મહોત્સવો આદિ ની હારમાળા સર્જાવી છે. ત્યારપછી “ગણિ” પદે આરૂઢ કર્યા.
પૂ. મુનિવરશ્રી જન શાસનનું અણમોલું રત્ન છે, શાસનદેવ તેમને શાસનસેવા કરવાની અખૂટ શક્તિ આપે.
આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી
માં ધર્મ દિશામાં એક બિહાર, ,
શુભ ના
દીક્ષા પર્યાયની હજી એક પચીશી પણ પૂરી થાય તે પહેલાં આચાર્યશ્રી પદ્મસાગરસૂરિજી મહારાજે માત્ર શ્રી ચતુર્વિધ સંધમાં જ નહિ, રાષ્ટ્રીય જાહેર ક્ષેત્રે પણ અપૂર્વ લોકચાહના અને લોક શ્રદ્ધા સંપાદન કર્યા છે.
સંગઠનપ્રેમી મુનિ શ્રી નિત્યદયસાગરજી મ. પિતાના ગુરુદેવ સાથે મરુધર પ્રદેશમાં પધાર્યા, તે સમયે મરધરમાં ગામેગામમાં સંઘમાં ચાલતા કલેશો જોઈ તેઓ વ્યથિત બન્યા. સંઘોમાં એકતા જળવાઈ રહે તે માટે પૂ. આ. શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મ.શ્રીના મંગલ આશીર્વાદ મેળવી પીવાન્દી(રાજસ્થાન)માં અનેક વર્ષોથી જે કુસંપનાં બીજ રોપાયેલ ત્યાં સતત ૧ માસ પ્રયત્ન કરી શાંતિનું સામ્રાજ્યસ્થાપી અપૂર્વ શાસન પ્રભાવના કરી. ત્યાં ચાતુર્માસ સ્થિરતા. કરી, શ્રી ઉપધાન તપ, કેસરિયાજીને છરી પાળ સંધ, અંજન શલાકા, પ્રતિષ્ઠા આદિ કાર્યો કરી જૈન શાસનની પ્રભાવના કરી.
ખવાન્દીનાં આઠ ગામોના તથા ખડ, ગુંદેજ, તીખી, વડગામ, બુસી તેમજ બીજાં અનેક ગામોમાં કેટલાંય વર્ષોથી વૈમનસ્યનાં બીજ રોપાયેલ અને પક્ષો પડી કેર્ટ સુધી પહોંચેલ ઝગડાઓનું શમન જે અન્ય પૂ. આચાર્ય દેવાદિ મુનિવરથી થયું ન હતું તે કાર્ય પૂ. મુનિવર શ્રી નિત્યોદયસાગરજી મહારાજે અનેક ઉપસર્ગો અને અપમાનેને સમભાવે સહન કરી કર્યું. અને શાંતિનું સામ્રાજ્ય સ્થાપ્યું.
બંગાળ પ્રદેશનું અજિમગજ નગર તેમની જન્મભૂમિ. પિતાનું નામ શ્રી રામસ્વરૂપસિંહ, માતાનું નામ ભવાનીદેવી. દસમી સપ્ટેમ્બર ઓગણીસસે પાંત્રીસ તેમને જન્મ દિવસ. બંગાળી એટલે મગનમસ્ત ભાવના અને ઊર્મિઓને જીવતો સમંદર. બંગાળની આ લાક્ષણિકતા અને કુટુંબના ધર્મના સંસ્કાર આચાર્યશ્રીના જીવનમાં નાની વયથી જ વણાયેલા છે. તેઓશ્રીએ વ્યાવહારિક અને ધાર્મિક અભ્યાસ કાશી. વાળા આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીની પ્રેરણુથી મધ્યપ્રદેશમાં શિવપુરીમાં સ્થાપાયેલ જન શિક્ષણ સંસ્થા શ્રી વીરતત્વ પ્રકાશન મંડળમાં રહીને કર્યો. મેટ્રિક જેટલું ભણીને તેઓશ્રીએ વ્યવહારિક કેળવણીને છેલ્લી સલામ કરી. અને શ્રુતજ્ઞાનની સાધના માટે પલાંઠી. વાળી. અભ્યાસ દરમ્યાન જ ત્યાગી અને સંયમી જીવન જીવવા માંથલે ઝંખી રહ્યો, બૂરી રહ્યો અને અઢાર વર્ષની ઉંમરે બંગાળની ધરતી છોડી ગુરુની શોધમાં ગુજરાતમાં આવ્યા. પ્રવાસમાં ટ્રેનમાં જ તેઓશ્રીએ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ વિશે અભાવ ભરી વાત સાંભળી. પૂર્વભવની કઈ લેણદેણ હશે ! તેમનું મન આ આચાર્યશ્રીને મળવા અધીરુ બન્યું. બીજો કોઈ જ વિકલ્પ વિચાર્યા વિના તેમની પાસે સાણંદ પહોંચી ગયા.
મુમુક્ષની ભવભીતા તેમ જ વૈરાગ્યની ઉતકટ અભિલાષા જોઈને આચાર્યશ્રીએ વિ. સં. ૨૦૧૧ માં કારતક વદ ત્રીજના સાણંદ મુકામે તેમને દીક્ષા આપીને તે સમયના મુનિશ્રી કલ્યાણસાગરજીના શિષ્ય તરીકે જાહેર કર્યા.
મુંબઈમાં પણ પૂ. મુનિવરશ્રીએ કુર્લામાં ૧૪ વર્ષથી ચાલતા વિમનસ્યને દૂર કર્યું, ભાયખલા ડિલાઈટ રેડ ઉપર ચાલતા કરછી અને મારવાડી ભાઈઓના વૈમનસ્યને ભગીરથ પ્રયત્નો કરી દૂર કર્યું.
સંઘેમાં એકતાનું વાતાવરણ સર્જનાર પૂ. મહારાજશ્રીનું ખરું વ્યક્તિત્વ તે તેમના સાધુજીવનમાં જ ઝળકે છે. તેમના વનમાં આળસને સ્થાન નથી. સમુદાયનાં નાનાં મોટાં કાર્યો ચીવટપૂર્વક કરે છે, નિયમિત પ્રવચન તેમ અધ્યાપન આદિ કાર્યો જાતે જ કરે છે. તેમની સતત કાર્યશીલતા પરિચયમાં આવનારને આશ્ચર્ય પમાડે છે. તેઓશ્રી કહે છે કે ગુરુકૃપાથી જ હું આ બધાં કાર્યો કરવા માટે શક્તિમાન બને છું. ખરેખર તેઓ સાધુતાની પવિત્ર મૂર્તિ છે.
પરમ તારક ગુરુવર્ય આચાર્ય દેવ શ્રી દર્શન સાગરસૂરીશ્વરજી મ.ની સાથે ૨૪ વર્ષના દીક્ષા-પર્યાયમાં હજારો માઈલ સુધી પાદ. વિહાર કરી સર્વત્ર પરમ પ્રભાવક શ્રી જન શાસનની વિજયપતાકા ફરકાવી છે. હજારો જૈન-જૈનેતરનાં હૃદયમાં વિશ્વવત્સલ તીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માની અમૃતમય વાણીને સંદેશ ગુંજતે કર્યો છે. રાજસ્થાનનાં અનેક ગામમાં જીર્ણોદ્ધાર, નૂતન જિનમંદિરની પ્રતિષ્ઠા,
સંયમી જીવન સ્વીકારતા જ પોતાનું જીવન વધુ ઉન્નન અને ઉજજવળ બનાવવાની સાધનામાં રત બની ગયો. પોતાના ગુરુ અને દાદાગુર તેમ જ અન્ય પંડિતે પાસે ન્યાય, વ્યાકરણ, કાવ્ય તેમ જ દર્શનશાસ્ત્રોને લગનથી અભ્યાસ કર્યો. સમય જતાં શિષ્યની યોગ્યતા જઈ ગુરુએ વ્યાખ્યાન વાંચવા માટે પ્રેરણુ કરી અને સફળતા માટે આશીર્વાદ આપ્યા.
અભ્યાસ સાથે ઉપદેશની પ્રવૃત્તિમાં ડા સમયમાં જ તેમણે સિદ્ધિનાં એક પછી એક પગથિયાં સર કરવા માંડયાં. ૨૦૩૦ ની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org