SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1012
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૯૮૩. પોષ વદિ ૧૪ના તેમને જન્મ થયો હતો. તેમના પિતાશ્રી રાજ્યના કારભારી હતા. જીવન સુખી અને પરોપકારી હતું. ધરમચંદનું મોસાળ રાધનપુરમાં હતું. ભાગ્યયોગે ત્યાં પં. મોહનવિજયજી ગણિવરને ભેટે થયો અને ધરમચંદ ધર્મના રંગે રંગાયા અને પ્રવજ્યાના પુનિત પંથે વિચરવા તૈયાર થયા. ત્યાંથી તેઓ ગુરુજી પાસે પવિત્ર તીર્થધામ સિદ્ધગિરિમાં આવ્યા અને દીક્ષાનો ભવ્ય વરઘોડો ચડયો. હાથી ઉપર બેસી છૂટે હાથે વરસીદાન દઈ હજારની મેદની સમક્ષ તેમણે દીક્ષા અંગીકાર કરી, “ધર્મવિજયજી' નામથી પ્રસિદ્ધ થયા. એ પવિત્ર દિવસ હતે વિ. સં. ૧૯૫૨ અષાડ સુદિ ૧૩ ને. દીક્ષા અંગીકાર કરી વિદ્વાન અને યોગ્ય બન્યા જેથી શ્રી ભગવતીજી આદિના ગોદ્દવહન ડહેલાના ઉપાશ્રયમાં પં. દયાવિમલજી ગણિના હાથે વિ. સં. ૧૯૬૫ની સાલમાં ભવ્ય મહોત્સવ પૂર્વક સંધ સમક્ષ તેઓ પંન્યાસપદથી વિભૂષિત બન્યો. અનેક સંઘો તરફથી સૂરિ પદવી માટે આગ્રહ થયો પણ તેઓ શ્રી એ સાફ ના જ પાડી કે અમારા વડીલોની પરંપરામાં કોઈએ આચાર્ય પદવી લીધેલી ન હોવાથી, મારે પણ આચાર્ય પદવી ન લેવી અને એ વાતમાં છેલ્લી ઘડી સુધી મક્કમ રહ્યા. ૧૯૯૦ના ચૈત્ર વદ સાતમની સાંજ ગુરુદેવ માટે કારમી હતી. સાંજે પાંચને પચીશ મિનિટે અત્યંત સમાધિપૂર્વક ચતુર્વિધ સંઘ સમક્ષ તેમને દેહવિલય થયે અને સૌએ કારને આઘાત અનુભવ્યો. યોગાનુયેગ તે સમયે રાજનગરના આંગણે અખિલ ભારતના કવેતાંબર મૂર્તિપૂજક સાધુઓનું સંમેલન જાયું હતું. દૂર દૂરથી ૫૦૦ ઉપરાંત શ્રમણ ભગવંતો પધાર્યા હતા. જેથી આત્માનંદી ગુરુદેવ પં. ધર્મવિજયજી મહારાજના કાળધર્મ પામતાં દેવવંદન થતાં પહેલાના ઉપાશ્રયે દરેક ગરછ અને દરેક સમુદાયના આચાર્ય ભગવતમાં શ્રી સિદ્ધિસૂરિ મ. શ્રી નેમિસુરિ મ. શ્રી સાગરાનંદસૂરિ મ; શ્રી વલ્લભસૂરિ મ; શ્રી દાનસૂરિ મ; શ્રી લબ્ધિસૂરિ મ; શ્રી નિતિસૂરિ મ. આદિ સપરિવાર અને સૂરિપંગની વિશાલ હાજરી વચ્ચે દેવવંદનાદિ ક્રિયા થઈ હતી, તેમને ગણધરવાદ, ત્રિશલામાતાને વિલાપ અને ગૌતમ વિલાપ શ્રવણ કરવો એ એક જીવનમાં લહાવો લેવા બરાબર સમજી, મુંબઈ, સુરત, અમદાવાદ વગેરેથી ભાવિક ભક્તો ઊમટી પડતા હતા. વરાગ્યમયે તેમનું વ્યાખ્યાન સાંભળી ભકતિની આંખમાં આંસુ આવી જતાં, પોતાની આંખ પણ અશ્રુભીની થતી. આદર્શોને અને આજ્ઞાને સુંદર રીતે અજવાળી રહ્યો છે. લાખો વંદન એ મહાપુરુષને. શ્રી નિત્યદયસાગરજી મહારાજ આધ્યાત્મિક ક્ષેત્રે સૌરાષ્ટ્ર દેશ સર્વ કાળે અગ્રસર રહેલ છે. સુરેન્દ્રનગર જિલ્લાનું (ખીજડિયાળી ) આદરિયાણું ગામ પૂ. મુનિશ્રીની જન્મભૂમિ હોવાનું ગૌરવ ધરાવે છે. પિતા તલકશીભાઈના કુલદીપક અને માતા મરઘાબેનના લાડકવાયા સૌથી નાના પુત્ર નટવરલાલ એ જ આપણા સંગઠનપ્રેમી મુનિશ્રી. તેઓશ્રીને જન્મ વિ. સં. ૧૯૯૮ માગશર વદ-૨, શનિવાર. પાંચ વર્ષની તેમની ઉંમર થઈ ત્યાં હાલા પિતાનું અવસાન થયું, પૂ. પિતાશ્રીની છત્રછાયા ગુમાવી. પરંતુ વિશાળ પરિવારમાં લાડકોડથી તેમને ઉછેર થયે. બાલ્યવયથી, જ ખૂબ તેજસ્વી અને અધ્યયનમાં હોંશિયાર હતા. વૈરાગ્યવાસિત શ્રી નટવરલાલભાઈને તેમનાં સંસ્કારમૂતિ માસી - ભૂરીબેન (વઢવાણુવાળાં) તરફથી બાલ્યવયથી જ ઉત્તમ સંસ્કાર મળ્યા હતા. ૧૨ વર્ષની લધુવયમાં વિરાગ્ય ભાવના સતેજ બની, ધર્મગુરુઓ પાસે શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. ધાર્મિક પ્રવૃત્તિઓમાં વિશેષ રસ લેવા. લાગ્યા. જીવનનું ધ્યેય ધર્મ બનાવ્યું. ભૌતિક સુખમાંથી તેમનું મન વિમુખ બન્યું. શાશ્વત સુખ પ્રાપ્ત કરવા માટે તેમણે મને મન નિર્ણય કર્યો. જેમના કુટુંબમાંથી (૧૧) અગિયાર પુણ્યાત્માઓએ પ્રભુના પુનિત માગે પ્રયાણ કર્યું છે. ચરમતીર્થપતિ પરમાત્મા શ્રી મહાવીર દેવના પરમ પુનિત પંથે પ્રયાણ કરવાને ઉત્સુક શ્રી નટવરભાઈ ભટેવા પાર્શ્વનાથ ભગવંતના ચમત્કારિક તીર્થથી શોભતા ચાણસ્મા નગરમાં વિશુદ્ધ સંયમધારી શાસનરત્ન ગણિવર્ય શ્રી દર્શનસાગરજી મહારાજ(સાંસારિક પક્ષે કાકા અને હાલ પૂ આ. શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મ.)શ્રીના પુનિત ચરમાં પહોંચી ગયા. પૂ. સૌજન્ય મૂર્તિ ગુરુદેવશ્રીના દર્શન થતાં તેમનો મનમયૂર નાચી ઊઠ્યો. વંદન કરી સુખશાતા પૂછી મસ્તક ગુરુચરણે મૂકી દીધું. ગુરુદેવશ્રીએ વાત્સલ્યપૂર્ણ ભાવે કહ્યું કે “ સંયમ વિના મુક્તિ નથી.” માં 11 . ગુરુદેવશ્રીનાં વયને એ તેઓ જાગ્રત બની ગયા. વિ. સં. ૨૦૧૨ વૈશાખ વદ-૨, શનિવારના ધન્ય દિવસે ગુરુચરણે જીવન સમર્પિત કરી દીધું. નટવરલાલમાંથી “મુનિ નિત્યોદયસાગરજી' બની ગયા. વિશુદ્ધ ચારિત્રશીલ ગુરુવર્ય શ્રી દર્શનસાગરજી મ. શ્રીની શુભનિશ્રામાં પૂ. મુનિ શ્રી નિત્યદયસાગરજીને જીવનવિકાસ સુંદર રીતે થવા લાગે. પૂ. મુનિશ્રીએ વ્યાકરણ, સાહિત્ય, કાવ્ય કોષ વગેરે સંસ્કૃત સાહિત્યને અભ્યાસ કર્યો તે સાથે પ્રકરણ, આગમ, કર્મશાસ્ત્ર આદિને અભ્યાસ કર્યો. ભારતનાં વિવિધ દર્શનશાસ્ત્રને અભ્યાસ પણ તે તે વિષયના વિદ્વાન પંડિતો પાસે કર્યો. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિંદી અને મારવાડી આદિ ભાષાઓ ઉપર પણ સુંદર કાબૂ મેળવ્યું. પૂ. મુનિશ્રીની જ્ઞાનસાધના જોઈ ગુરુદેવશ્રી પણ પ્રસન્ન એ મહાપુરુષને જ્ઞાન ઉપર ખૂબ બહુમાન હતું, જેથી હસ્તલિખિત પ્રત – ગ્રંથનું વાંચન અને સાચવણી કરતા હતા. જ્યતિષશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હતું. વિલાયતી દવા અને ઇન્જકશનેને ઉપયોગ જિંદગી સુધી કરેલ નહિ. એ મહાપુરુષ તે સ્વર્ગે સિધાવી ગયા, પણ એમની છાયાની જેમ, એમને શિષ્યવૃંદ એમનાં કથનને, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy