SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1010
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ વિનયશીલતા અને અખંડ પરિશ્રમથી શાસ્ત્રાભ્યાસમાં પારંગત થયા. પૂ. શાસન સમ્રાટના પટ્ટાલંકાર આ. શ્રી. વિજયોદયસૂરિજી તથા આગમવારક પૂ. શ્રી. આનંદસાગરસૂરિજીના સમાગમથી ઉચ્ચતર શાસ્ત્રોનું અવગાહન કર્યું. આ અભ્યાસ માટે અમદાવાદમાં ૬ માઈલ જેટલા વિહાર કરી હંમેશાં પૂ. આ. શ્રી. સાગરાનંદસૂરિજી પાસે જતા હતા. સં. ૧૯૯૨માં પાલીતાણામાં આચાર્યશ્રીએ ગણિઅને પન્યાસપદવીથી વિભૂષિત કર્યા. સં. ચારમાં શાસનસમ્રાટ પૂ. આ. શ્રી વિજયનેમિસૂરીજીએ હજારોની માનવ મેદનીની હાજરીમાં ઉપાધ્યાય પદવીથી વિભૂષિત કર્યા. મુંબઈમાં ઉપધાન તપથી માળારોપણના મંગલ અવસરે મુંબઈના સંધેની વિનંતીથી ભાયખલામાં સં. ૨૦૦૭ ના પોષ વદિ પાંચમના દિવસે ૫૦ હજારની માનવ મેદની વચ્ચે ધામધૂમપૂર્વક ગુરુદેવશ્રી વિજયપ્રતાપસૂરિજીએ તેમને આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા હતા, તેઓશ્રી જ્યારથી પધાર્યા ત્યારથી ઉપધાન તપની વિશાળ આરાધનાઓ, નાના મોટા ભવ્ય ઉજવણું, સાધર્મિક ભક્તિ ફંડ તેમ જ ચેમ્બર, દહીંસર અને ઘાટકોપર જેવાં સ્થાનમાં ભવ્ય આલીશાન તીર્થધામસમાં દેવમંદિર, વિવિધ પ્રતિષ્ઠાએ, લાલબાગની સુંદર ધર્મશાળા, ભોજનશાળા, કિલનિક વગેરે તેઓશ્રીની પ્રેરણાનાં પ્રતીક છે. સાહિત્ય નિર્માણ અને પ્રકાશન માટે પણ એટલી જ ઝંખના સેવે છે. તેઓશ્રીએ લખેલ ભગવતીસૂત્રનાં પ્રવ- ચને, નવતત્વ પ્રકરણ ઉપર સુમંગલા ટીકા, વળી લછુક્ષેત્ર સમીસ, પંચકર્મ ગ્રંથ, પ્રશ્નો નર મોહનમાળા, શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર, વગેરે અનેક ગ્રંથનું સંપાદન કરી પોતાની પ્રૌઢ વિદ્વત્તાને પરિચય કરાવ્યો. છે. સંયમ અને સાધના અને તપશ્ચર્યા અને પઠન-પાઠન, જૈન સંધ અને મધ્યમ વર્ગનાં ભાઈબહેનના સમુત્કર્ષ માટેની ઝંખના અને કર્મ યોગ તથા જ્ઞાનયુગના ધારક સાધુ સમાજના તિર્ધર અને યુગદ્રષ્ટા જુગ જુગ જી. યુગ દિવાકર આચાર્યશ્રીએ ભગવાન મહાવીર નિર્વાણ મહત્સવ નિમિત્તે યોજેલ ભાયાત્રા અને રથયાત્રાનો શાનદાન વરઘેડાનાં બે લાખ ભાઈ–બહેને એ દર્શન કર્યા હતાં, વિધવિધ પૂજને તથા ચપાટી પરની જાહેર સભા, અત્યુત્તમ અમર કીર્તિસ્તંભ તથા પ્લાસ્ટર ઑફ પેરિસથી બનાવેલ કલાત્મક આબેદબ પાવાપુરી જળમંદિરની રચનાનાં દર્શનનો લાભ દોઢથી બે લાખ ભાઈબહેનોએ લીધા હતા. આ બધાં સ્મારકના આ૫ પ્રાણુ - દેવશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના પ્રેરક જીવનથી બીજી અનેક વિધ પ્રવૃત્તિ પાંગરી અને વિકસી. જેવી કે – ચાર્તુમાસ પ્રવૃત્તિ, ઉપધાન તપ, ઉજમણું, ઉપદેશલબ્ધિ, અંજન શલાકાએ, પ્રતિષ્ઠાએ, જિનમંદિરનું નિર્માણ, ઉપાશ્રયનાં નિર્માણ, આયંબિલ ખાતાઓની સ્થાપના, પાઠશાળાઓની સ્થાપના, સંસ્થાઓ, સાહિત્ય નિર્માણ અને પ્રચાર સંયમ સાધના અને શિષ્યાદિ પરિવાર ઇત્યાદિ. પૂજય આચાર્યદેવશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી જે ધાર્મિક કાર્યો થયાં તે આ પ્રમાણે છેઃ સાયન ઇસ્ટ શ્રી શાંતિનાથ જૈન મંદિરઃ શંખેશ્વર પાર્શ્વનાથ સ્વામી જૈન દેરાસર, વાલકેશ્વર, મુંબઈ; શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર - પાર્લામુબઈ, બોરીવલી – સિપેલી શ્રી સુમતિનાથ મંદિર : અંધેરી ઈસ્ટ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ મંદિર, મરેલ: શ્રી વાસુપૂજ્ય સ્વામિ મંદિર, ભાંડૂ૫ : શ્રી પાર્શ્વનાથ મંદિર : ભાંડૂ૫, શ્રી મહારાષ્ટ્રનગર : શ્રી વાસુપૂજ્ય જૈન મંદિર, કુલ : શ્રી મુનિસુવ્રત સ્વામી મંદિર, તારદેવ : શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસર, મલાડ- માલવણુ કેલેની શ્રી વાસુપૂજ્ય મંદિર, જુહુ, શ્રી મલ્લિનાથ સ્વામી દેરાસર ઃ શાંતાકુઝ, શ્રી કલીકુંડ પાર્શ્વનાથ મંદિર, કાંસુમાર: શ્રી મહાવીર સ્વામી મંદિર વગેરે. વિ. સંવત ૨૦૩૩ માં મુંબઈથી પૂજ્ય આચાર્યશ્રીના ઉપદેશથી પગે ચાલતાં સંપ લઈને પાલીતાણું પધાર્યા. તે સંઘમાં ૧૫૦૦ થી ૨૦૦૦ માણસો હતાં. આ સંઘે જૈનધર્મને જય જયકાર કરાવ્યો હતા. દાનધર્મની બોલબાલા કરાવી હતી. લાખો રૂપિયાનાં દાન અનેક ધર્મસ્થાનમાં કોઈ પણ ભેદભાવ વગર આપવામાં આવ્યાં હતાં. લાખ જેને અને જેનેતરાએ શ્રીસંઘને સર્વત્ર ભારે સત્કાર કર્યો હતો. ઇતિહાસમાં યાદગાર બની જાય તેવો આ સંઘ હતા. પૂજ્ય મુનિ શ્રી યશવિજયજી મહારાજ વગેરે મુનિઓના કુશળતાભર્યા સહકાર અને વ્યવસ્થાશક્તિએ આ સંધના યાત્રિકોને ભારે સંતોષ આપ્યા હતા. તમામ સંધપતિઓએ ઉદારતાથી ધનને સદ્વ્યય કર્યો હતો. મુંબઈથી શત્રુંજયને મહાયાત્રા સંઘ અને ગિરનારને મહાયાત્રા સંઘ તે અનેરા હતા. પાલીતાણામાં શ્રમણી વિહાર તથા હોસ્પિટલની યોજના તે ગુરુદેવનું અનુપમ અદ્વિતીય કાર્ય છે. પૂ. આચાર્યશ્રીની જન્મભૂમિ વઢવાણમાં અનેક ધર્મ પ્રભાવનાનાં કાર્યો કરી ૭૫ મા અમૃત મહોત્સવ પ્રસંગે રૂા. ૭૫૦૦૦ –મોરબી રાહતમાં મેકલવાની ઉદારતા દર્શાવી. મુંબઈના ભાગ્ય જાગ્યાં અને મુંબઈ પધાર્યા. કાંદિવલી દહેરાસરની પ્રતિષ્ઠા કરાવી. ચેમ્બરમાં ચાતુર્માસમાં સ્વપ્નની બોલીમાં વિક્રમ થયો. અનેક તપશ્ચર્યાઓ થઈ–પૂજન થયાં અને ઉપધાન તપ પણ ચાલે છે. પૂજ્યશ્રીની વાણીમાં જાદુ છે. ચેમ્બરમાં ૭૭ મી જન્મજયંતી પણ ખૂબ આનંદપૂર્વક ઊજવી, અનેક જીવોને છોડાવ્યા અને ભકતાએ ગુરુદેવશ્રીની તંદુરસ્તી, સુખ શાતા માટે પ્રાર્થના કરી. શાસ્ત્રવિશારદ જિનાચાર્ય શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી આચાર્યશ્રી વીરક્ષેત્ર મહુવાના રત્ન હતા. જુગારને પાટલેથી વ્યાખ્યાનની પાટને શોભાવી જૈન ધર્મ અને જૈન શાસનના પ્રેરક હતા. પૂ. યુગદિવાકર આચાર્ય શ્રી તથા વિશાળ પરિવાર બેરી. વલીમાં અંજન શલાકા સાથે કરાવેલ તથા પ્રતિષ્ઠા મહોત્સવ ૨૫૦૦૦ ભાઈ-બહેનોએ માણ્યો હતો. કુ. અંજનાબહેન તથા શ્રી નિર્મલા- બહેનની ભાગવતી દીક્ષા પણ આ પ્રસંગે થઈ હતી. પૂ. આચાર્ય શ્રીની પ્રેરણાથી આઠ લાખ રૂપિયાના ખર્ચે ત્રણ માળના નૂતન ઉપાશ્રયને શિલા સ્થાપનવિધિ થયેલ છે. મુંબઈ નગર અને પરાંઓમાં આપે કરાવેલ અનેક સ્થાપત્યે ગુરુ દેવની કીર્તિ કથા કહી જાય છે. પૂજ્યપાદ પરમશાસન પ્રભાવક સમર્થ વ્યાખ્યાતા યુગદિવાકર આચાર્ય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy