________________
વિશ્વની અસ્મિતા
ખાવાન્ટી(રાજસ્થાન)માં અંજનશલાકા પ્રતિષ્ઠા વખતે ઉપાધ્યાયશ્રીને આચાર્ય પદવી દેવાની સૌની ભાવના હતી ને તે વખતે ત્યાંના સંઘે અનેક પ્રયત્ન કરેલ પરંતુ તે પ્રયત્ન સફળ થયેલ નહિ, છેવટે મુંબઈના શ્રી ગોડીજી ઉપાશ્રયમાં આચાર્યપદ અર્પણ કરવાને ગૌરવવંતે પ્રસંગ ચતુર્વિધ સંઘની વિશાળ હાજરીમાં પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય દેવશ્રીની આજ્ઞાનુસાર પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી રેવતસાગરજી ગણિવરના વરદ હસ્તે સેમવાર તા. ૪-૨૭૮ ના સવારે શુભ મુહૂર્ત આચાર્યપદ અર્પણ કરવામાં આવેલ છે. આ નિમિતે ઋષિમંડલ પૂજન, રિદ્ધિચક્ર પૂજન, ચિંતામણિ મહાપૂજન, વીસસ્થાનક મહાપૂજન તથા શાંતિસ્નાત્ર સાથે દશ દિવસને મહોત્સવ ઉજવાયેલ છે. સાધર્મિક વાત્સલ્ય, રથયાત્રા વગેરે કાર્યોનું પણ આયોજન કરેલ હતું.
એ મંગલ પ્રસંગને સૌએ અંતરથી વધાવ્યો અને પૂજ્યશ્રીના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી આપણા જીવનને પણ ધન્ય બનાવીએ.
સૌમ્યમૃતિ પૂજ્ય આચાર્યશ્રી
વિજયદેવસૂરીશ્વરજી મહારાજ સમતાભરી સાધુતા, ચંદ્રમાની ચાંદની જેવી સૌમ્યતા અને સંયમમગ્નતાની સાથે નિખાલસતાને સુભગ સંગ જે પૂજ્ય આચાર્ય પ્રવર શ્રી વિજયદેવસૂરીશ્વરજીમાં દેખાય છે તેવો બીજે ભાગ્યે જ જોવા મળે. વર્ષો સુધીની સવિશુદ્ધ સંયમ સાધનાના પરિપાકરૂપ સમતા અને સહિષ્ણુતાદિ ગુણો તેઓના જીવનમાં વણાયેલ છે. ગમે તેવા વિકટ સંજોગોમાં પણ તેઓ કોઈ દિવસ પિતાની સ્વસ્થતા ગુમાવતા નથી કે અકળાતા નથી. આમ ઊંચા આદર્શોથા પોતાના જીવનને શુભકાર્યમાં સતત પ્રવૃત્તિશીલ બનાવ્યું છે. નાના મોટા સૌને વાત્સલ્યના નિર્મળ પ્રવાહમાં નવરાવતા તેઓ સાચે જ સ્નેહની સરવાણી સમાં છે. એકવાર તેઓના સાનિધ્યમાં આવનાર કદીપણ ભૂલી શકતા નથી. આ આચાર્યશ્રીનો જન્મ મેવાડના ઉદેપુર જિલ્લાના ગણનાપાત્ર સલુંબર ગામમાં વિ. સં. ૧૯૬૮ અષાંડ વદ ૩ ના રાજ માતાજી કુંદનબહેનની કૂખે થયે હતો. પિતા કસ્તુરચંદજી ધાર્મિક પ્રકૃતિના હતા. ચુનીલાલ તેમનું નામ. ધમે દિગંબર જૈન. માતા-પિતા ઉઢાર આચાર-વિચારવાળાં અને સંસ્કારી હતાં. દિગબિર સાધુ અને 'પ્રહ્મચારીના સમાગમમાં આવતાં ધર્મના રંગે રંગાયા.
ડે ત્યાગમય જીવન જીવવાની કેડ જાગ્યા. થોડો ઘણો બાવહારિક તથા ધાર્મિક અભ્યાસ કર્યો. અઢારેક વર્ષની ઉંમરે તેઓ ઉદયપુરમાં આવી કામધંધો કરતા હતા તે સમયે પૂજ્ય આચાર્ય શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મારાજ સાહેબના સમાગમમાં આવ્યા. તેમના ઉપદેશથી તેમનામાં પડેલા પરોગ્યના બીજને અંકુરિત કર્યું અને વિ. સં. ૧૯૮૭ ના મહા વદ ૨ ના શુભ દિને નાડલાઈ રાજસ્થાન) માં મુનિરાજ શ્રી સુમિત્રવિજયજી (પૂજય ઉપા. શ્રી સુમિત્રવિજયજી) મહારાજના વરદ હસ્તે સંયમ સ્વીકારી પં. શ્રી અમૃતવિજ્યજી ગણિના શિય મુનિશ્રી દેવવિજયજી મહારાજ બન્યા.
ગુરુનિશ્રામાં રહી ભક્તિ કરવા લાગ્યા. પૂર્વક તપ-ત્યાગ અને સ્વાધ્યાયમાં આગળ વધતા રહ્યા. ગુરુની પ્રેરણું ઝીલી વૈરાગ્યભાવને રગેરગમાં ઉતારીને પૂ. શાસન–સમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીની સેવામાં વર્ષો સુધી રહ્યા. સેવા-ભક્તિ કરતાં તેઓના અંત રના આશીર્વાદ મેળવ્યા, તે અરસામાં પૂજ્ય આચાર્ય શ્રી વિજયનંદનસુરીશ્વરજી મહારાજની સેવા કરતાં તેમની પાસે અભ્યાસ કર્યો. વ્યાકરણ, સાહિત્ય તથા આગમ ગ્રંને અભ્યાસ, વાંચન પૂ. આ. મહારાજ આદિ તેમ જ મૈથિલ શાસ્ત્રીજી પાસે વર્ષો સુધી કર્યો. કુશલ, કારીગરના હાથે કંડારાતા મને રમ શિપની જેમ આ બધા સંગથી આત્મા ઘડાયે–ગ્ય થશે અને વિશિષ્ટ શક્તિવાળે બને. એના ફળરૂપે વિ. સં. ૨૦૦૭ માં સુરેન્દ્રનગર મુકામે પંન્યાસપદ તથા વિ. સં. ૨૦૨૦ માં ભાવનગર મુકામે ઉપાધ્યાય-આર્યપદ સ્વ. પૂજ્ય.
આ. શ્રી વિજયદનસૂરીશ્વરજી મહારાજ તથા સ્વ. પૂ. આ. શ્રી વિદયસૂરીશ્વરજી મહારાજ આદિના વરદ્ હસ્ત મોટા મહોત્સવપૂર્ણ અર્પણ કરવામાં આવ્યાં. દોલતનગર ચાતુર્માસે પધાર્યા ત્યારે ચાતુર્માસ અનેક ધર્મ-આરાધનાઓ થઈ. પૂજ્ય શાસનસમ્રાટ શ્રી વિજયનેમીસૂરીશ્વરજી મહારાજશ્રીને જન્મશતાબ્દી મહોત્સવ ચિર
સ્મરણીય બની રહે તે રીતે ઊજવાય. પાલીતાણા કેસરિયાનગરમાં પણ ૨૦૩ર નું ચાર્તુમાસ કરી ઉપધાન તપ કરાવ્યાં.
યુગદષ્ટા આચાર્યપ્રવર
શ્રીમદ્ વિજ્યધર્મસૂરીશ્વરજી વઢવાણ શહેર વર્ધમાનપુરી કહેવાય છે. સં. ૧૯૬૦ ના શ્રાવણ વદિ ૧૧ ના રોજ માતાછ છબુલબાએ એક પુત્રરત્નને જન્મ આપ્યું. પિતા હીરાચંદભાઈ ધર્મનિટ અને સેવાપ્રિય હતા. પુત્રનાં “ લક્ષણ પારણુએ” એ ઉક્તિ પ્રમાણે માતાએ હાલરડામાં ધર્મભાવનાથી પુત્ર ભાઈચંદને હુલરાવ્યો હતો. ભાઈચંદભાઈના મોટાભાઈનું નામ ધીરજ લાલ હતું. નાનાભાઈનું નામ વૃજલાલ, આજે વિદ્યપાન છે. ભાઈ. ચંદભાઈને પાઠશાળામાં ધમ ના બોધપાઠ મળ્યા. ગુજરાતી અભ્યાસ પૂર્ણ કર્યા પછી અમદાવાદની સુપ્રસિદ્ધ સંથા શ્રી. ચી. ન. વિદ્યાવિહારમાં દાખલ થયા. ભાઈચંદભાઈની બુદ્ધિપ્રભા તેજસ્વી અને ધર્મસંસ્કાર પણ ચા. માત: છબલબાની અંતરની ઈચ્છા પોતાના લાલને ધર્મપરાયણ જોવાની હતી. તેથી તે વારંવાર આત્મકથા સાધવા પ્રેરણા આપતા રહેતા. સો વર્ષની તરુણ ઉંમરે પૂ. ગુરુદેવ આચાર્યપ્રવર શ્રી વિજયનસૂરીશ્વરજી પાસે સં. ૧૯૭૪ ના મહાવદિ ૧૧ ના રોજ મહેસાણા નજીકના સાંગણપુરમાં દીક્ષા લીધી. તેઓશ્રીના મુખ્ય શિષ્ય મુનિ શ્રી પ્રતાપવિજયજી( હાલ આચાર્ય) ના રિાખ્ય મુનિશ્રી ધર્મ વિજયજી તરીકે જાહેર કરવામાં આવ્યા. માતાના આનંદને પાર નહોતો. છબલબાએ પોતે પણ ૧૯૮૦ માં ભગવતી દીક્ષા લીધી. સાવી કુશળથીજી તરીકે સંયમની સુંદર સાધના કરી. ૧૯૯૭ માં સિદ્ધગિરીની શીતળ છાયામાં સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યાં. પૂ. મુનિશ્રી ધર્મવિજયજી મહારાજ – તેજવી બુદ્ધિપ્રભા,.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org