SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1007
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭૮ વિશ્વની અસ્મિતા પૂજ્ય આચાર્ય જયંતસૂરીશ્વરજી મહારાજસાહેબ જીવણલાલ ભરયુવાનીમાં હતા. લગ્ન પણ નક્કી થઈ ગયાં હતાં. પરંતુ એ અરસામાં ડભોઈમાં પૂ. આચાર્ય દેવ વિજયક્રમસરીશ્વરજી આવ્યા. જીવણલાલની આધ્યાત્મિક ભાવના પ્રબળ હાઈ સંસારનો ત્યાગ કરી દીક્ષા લઈ લીધી. લોકો દ્વારા તેમની દીક્ષા છોડાવવા ઘણુ પ્રયત્ન થયા પરંતુ બધા જ વ્યર્થ. તેમાં જ તેમના વૈરાગ્યની કપરી કસોટી હતી. પૂ. આચાર્ય દેવ વિજયલબ્ધસૂરીશ્વરજી મહારાજની અંતરની આશિષ તેમને મળી, ગુરુદેવ તેમને વારંવાર કહેતા, બેટા, તને કેવી રીતે માલૂમ થાય છે કે મારા મનમાં શું છે? મારા મનમાં વિચાર આવે છે અને તું તે વસ્તુ લઈ આવે છે. આજે તેઓ આચાર્ય જયંતસૂરીશ્વરજી તરીકે ઓળખાય છે. સાત વર્ષ પહેલાં સંગમરમાં પૂ. આચાર્યદેવ વિજય ભુવન- તિલકસૂરીશ્વરજી મહારાજે તેમને આચાર્ય પદ અર્પણ કર્યું હતું. તેમની ઉંમર ૨ વર્ષની થઈ ચૂકી છે છતાં વૃદ્ધાવસ્થાના ખાસ અસર નથી. તેમની રોજબરોજની ધાર્મિક ક્રિયાઓની સ્મૃતિ મયતા, તાજગી, યુવાન સાધુઓને પણ શરમાવી દે છે. બીમારી છેતેમના રોજિંદા જીવનથી તે દૂર જ ભાગે છે. કયારેક તેઓને દવા લેવી પડે છે ત્યારે તેઓ દવા રૂપે ઉપવાસ કરે છે. મધુર સ્વરમાં જ્યારે પિતે રચેલાં સ્તવને દ્વારા ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે મંદિર પણ તે હસી રહ્યું હોય તેવું લાગે છે. તેમણે રચેલ સ્તવનેને એક મોટો સંગ્રહ “આમગુંજન” નામે પ્રસિદ્ધ થઈ ચૂકયો છે. તેમના ઉપદેશથી અનેક સ્થળો પર જીર્ણોદ્ધાર થયા છે. તેમ જ તેમના ઉપદેશથી અનેક ગ્રંથ પણ પ્રકાશિત થયા છે. સાહિત્યભૂષણ પૂ. મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી ૨૦૦૫માં ગુલાબ' માસિકનો પ્રારંભ કર્યો. ૨૦૦૫માં મરવાડા, (જિ-થિાણું)ના તેર વર્ષના બાળને દીક્ષા આપી મુનિ હરીશભદ્ર વિજયજી નામે તેઓના સાહિત્યના વારસદાર બનાવ્યા. મુનિશ્રીએ એકલા હાથે ૮ ભાષામાં જૈનધર્મ શિક્ષણની પુસ્તિકાઓ પ્રકાશિત કરાવી. તેમણે પૂર્વ પ્રદેશ (કલકત્તા-દિલ્હી, ) દક્ષિણ પ્રદેશના (કન્યાકુમારી સુધી) જૈન મંદિરની સર્પરાન. કરી. બેંગ્લોર જૈન સંઘે તેમની શ્રુતજ્ઞાનની અપૂર્વ સેવાથી આકર્ષાઈને તેમને સોડિયમૂષણ ની પદવીથી વિભૂષિત કર્યા. તેઓ સ્વપ્નદૃષ્ટા હતાં. મુંબઈમાં વિદ્યાપીઠ ભવનના પ્રાણ પ્રેરક હતા. ૧૯૫૦ – ૫૧માં તેમની ભાવનાને મૂત સ્વરૂપ આપવા કલકત્તા નિવાસી દાનવીર શેઠ શ્રી હિમચંદભાઈ કે. શાહે તે સંસ્થાની જરૂરિયાતો પૂરી પાડી. તેમની માંદગીમાં ભાંડપ સંઘે ડોકટરે, તેમના શિષ્ય વગેરેએ ખૂબ સેવા કરી. શ્રી હરિભદ્રવિજયજીને જ્ઞાનને દીપ ઝળહળતો રાખવા પ્રેરણા આપી. નવકારમંત્રના જાપ સાથે પુપપૈયામાં પોઢી ગયાં. સર્વધર્મસમન્વય ગણિશ્રી જનકવિજયજી મહારાજ જંબુસરમાં પિતા ડાહ્યાભાઈને ત્યાં માતા તારાબહેને ૧૯૮૨ ના જેઠ વદ અને બુધવારના રોજ એક પુત્રરત્નને જન્મ આપ્યું. જન્માંતરના સંચિત પુણ્યબળને લીધે દેવલોકમાંથી સુરેન્દ્રને દિવ્યાત્મ લેકોપકારને માટે ભારતમાં ઊતરી આવ્યા. માતાપિતા બંને ધર્માત્મા, એ ધર્મના સંસ્કાર સુરજદ્રભાઈમાં જન્મથી જ વૃદ્ધિ પામતા ગયા. માતા તારાબહેન સેવાનિષ્ઠ, વિનમ્ર, ધર્મરંગથી રંગાયેલાં હતાં. તેથી તો માતાએ પિતાની ચાર પુત્રો અને લાડલા પુત્ર સુરેન્દ્રને સંસારની અસારતા જાણીને દીક્ષાને પંથે વળ્યાં એટલું જ નહિ, પણ પતિદેવશ્રી ડાહ્યાભાઈની ભાવના દીક્ષાની થતાં તેમને પણ સહર્ષ વિદાય આપી. સુરેન્દ્રભાઈને ચારે સારી | (સંસારી બહેને ) રાજેન્દ્રથી, ચંદ્રોદયશ્રી, ગિનેન્દ્રશ્રી તથા હિતાજ્ઞાશ્રીએ સંયમભાવનાથી સિંચન કરીને સાવધાન કર્યા અને સુરેન્દ્રભાઈને ૨૦૦૮નાં માઘ વદ ૧ના રોજ આચાર્ય શ્રી વિજયલલિતસૂરિજીના મંગળ હરતે ભાગ્યવતી દીક્ષા લીધી. ૨૦૦ને વૈશાખ સુદ ૮ના રોજ પંજાબ કેશરી યુગદષ્ટ આચાર્ય શ્રી વિજયવલ્લભૂસુરિજીના શુભ હસ્તે વડી દીક્ષા થઈ. તેમનું નામ જનકવિજય રાખવામાં આવ્યું. આચાર્યશ્રીના રિષ્યિ બન્યા. મુનિ જનકવિજયની ઓજસ્વી વાણી, પ્રતિભા તથા જકવાણના ઉત્થાનની ઝંખના તથા તેજસ્વિતા જઈને આચાર્ય સમુદ ૨જીએ સુરતમાં ૨૦૧૧ના ફાગણ શુદ ૩ના રોજ ગણપદથી વિભૂષિત કરવામાં આવ્યા. ગુરુદેવની સેવામાં આનંદ માન્યા. તેમની પછી મંગળ આશીર્વાદ પરત રહ્યા. ગુરુદેવના સ્વર્ગવાસ પછી આચર્ય સમુદ્રસૂરિજી સાથે પ્રામાનુગ્રામ પિતાનાં પ્રેરણાત્મક પ્રવચનેથી યુવકવર્ગમાં નવચેતના અને જાગૃતિના સૂર રેલાવ્યા. ગુરુ ભગવંતને શતાબ્દી મહોત્સવ મુંબઈમાં શાનદાર રીતે ઊજવી દેશદ્વારની ભાવનાથી પ્રેરિત થઈ ઉધાડે. માથે, ઉઘાડે | મુનિશ્રીને જન્મ સં. ૧૯૬૪ના મહાવદ ૧૩ના રોજ સુરત શહેરના શ્રી જીવનચંદ નવલચંદ સંધવીના ઘરે માતા પાર્વતીબાઈની પવિત્ર કક્ષએ થયા હતા. તેમનું લાડીલું નામ જેચંદભાઈ હતું. તેમના પિતાએ ૧૯૪૬માં સુરતથી સિદ્ધાચલને છરી પાલિત સંઘ પૂ. આચાર્ય શ્રી સાંગરાનંદસૂરીશ્વરજીની નિશ્રામાં કાઢયો હતે. ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં એસ. એસ. સી. સુધીને અભ્યાસ કર્યો. ૧૯૮૭માં સુરતના શ્રી મગનભાઈ દયાચંદ મજીની સુપત્રી જયાબહેન સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા પણ અંતર તે વૈરાગ્ય ભાવનાથી સભર હતું. પત્નીને વૈરાગ્ય માર્ગે વાળવાના કોડ હતા. ૧૯૯૦ની માગ ૧ર વદ ૮ના દિવસે પાટણમાં આ. વિજયલબ્ધિસૂરિજીના શિષ્ય મડિમાવિજયજીના શિષ્ય જિતેન્દ્રવિજયજી તરીકે પ્રસિદ્ધ થયા. તેમનાં ધર્મપત્ની સાથ્વીથી લાવણ્યશ્રીઝનાં શિયા સાધીજી જયપ્રભાશ્રીજી તરીકે સંયમ લઈ ધન્ય બન્યાં. તેમના આતમમંદિરમાં જૈનધર્મ શિક્ષણ પ્રચારની ઉતકંઠા જાગી. જ્ઞાનને દીપ ગારિયાધારમાં પ્રગટાવી “ પુણયને સિતારો ” પુસ્તક પ્રકાશિત કર્યું. ૧૪-૫-૧૯૪૮ના પૂનામાં તત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના કરી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy