________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૯૭૭
૯ થી ૧૦ હજારને જનસમુદાય દિવ્યાત્માના નશ્વરદેહને રડતી આંખે જોઈ રહ્યો.
સકારની વિશિષ્ટતા નામ (ક્ષાંતિશ્રીજી ) ખાંતિથીજી, સિતેર વર્ષની ઉંમરે શ્રાવણ સુદિ સાતમને શુક્રવાર, સ્વાતિ નક્ષત્ર, શુકલ યેગમાં સાંજના સાડાસાત વાગે સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યાં. સ્મશાન યાત્રા પS શનિવારના જ, ખરેખર શિવસે પાન ચઢવા માટે પૂજ્યશ્રીએ શિવને જ સકાર લીધો.
ધન્ય જીવન, ધન્ય સંયમ, ધન્ય ત્યાગ,
પૂ. આચાર્ય શ્રી વિજય જયાનંદસૂરીશ્વરજી
સૌરાષ્ટ્રના ગરવા ગઢ ગિરનારના જૂનાગઢ શહેર પાસે વસેલું ભાદર નદીના કિનારે ટેકરી પર આવેલું, વેપાર વાણિજ્યથી સમૃદ્ધ એવું રળિયામણું જેતપુર શહેર. આ જેતપુરની બજારમાં ધાર્મિક, ધર્મપરાયણ શ્રી જીવનભાઈ ઝવેરચંદ શાહ નાની ગેળની હાટડી ચલાવતા હતા. તેમના ધર્મપત્ની સાંકળીબાઈ પણ ધર્મપરાયણ વ્યવહારદક્ષ અને સંતોષી હતાં. આવા આદર્શ દંપતીને ત્યાં સંવત ૧૯૮૪ના માગશર સુદિ ૧ના પુણ્યવંત દિવસે પુત્રરત્નને જન્મ થયો. જન્માક્ષર જોવરાવ્યા અને પુત્રનું નામ જેઠાલાલ પાડયું. સૌ તેમને હુલામણ બચુભાઈના નામથી બોલાવતા. શ્રી જીવનભાઈને બે પુત્ર ગુલાબચંદભાઈ અને જેઠાલાલ અને પાંચ પુત્રીઓ જડાવબહેન, રેવાકુંવરબહેન, કાશીબહેન, હીરાબહેન અને સવિતાબહેન. ભાઈ જેઠાલાલે અતિ નાની ઉંમરમાં પૂ. પિતાજીનું અને વડીલબંધુનું શિરછત્ર ગુમાવ્યું. અભ્યાસ ચાર ગુજરાતી સુધીને જ થઈ શક્યો. નાનપણમાં તેમના ઉચ્ચ સંસ્કાર તેમના ભાવિના નિર્માણને પ્રગટ કરતા હતાં. જાણે કે તેમને જન્મ સાધુતાને શોભાવવા અને જૈનધર્મને ઝંડો લહેરાવવા અને શાસનની શાન બઢાવવા માટે જ થયો હતો. માતા પુત્ર સિદ્ધગિરિની જાત્રાએ જતાં પૂ. આચાર્ય દેવ વ્યાખ્યાન વાચસ્પતિ શ્રીમદ્ વિજયમોહનસૂરીશ્વરજીનાં દર્શને આવ્યાં. પૂજ્ય ગુરુદેવે આ તેજસ્વી રત્નને નિહાળતાં જ માતા પાસે પુત્રની માગણી કરી કે આ તમારા પુત્રરતનને દીક્ષા આપો. તે શાસનને દીપાવશે. આ તે રતન છે, રત્ન. સુંદર રેખાઓવાળા આ તેજસ્વી બાળ મારી પાટને શોભાવશે. જેઠાલાલની ભાવના પણ ગુરુદેવનાં સુધાભર્યા વચનથી સંયમ માર્ગે જવાની જાગી અને માતાએ હર્ષ પૂર્વક તે માટે સંમતિ આપી. ગુરુદેવને આનંદ થયો. સંવત ૧૯૯૧ ના અષાડ સુદિ ૧૪ના માતાએ પણ દીક્ષા લીધી અને સીવીશ્રી પ્રિયંવદાશ્રીજી મહારાજ ચારિત્રની સુંદર આરાધના કરતાં હતાં. સંવત ૧૯૯૨ના માગશર સુદિ ૩ના દિવસે ફક્ત નવ વર્ષની ઉંમરે પ.પૂ. શાસન પ્રભાવક આચાર્ય દવશ્રી વિજય મેહનસૂરીશ્વરજી, પૂ. ઉપાધ્યાય (આચાર્ય) શ્રી પ્રતાપસૂરીશ્વરજી તથા પૂ. પન્યાસ (આચાર્ય ) શ્રી ધર્મવિજયજી મહારાજની નિશ્રામાં જેઠાલાલને
પાલીતાણામાં શત્રુંજય તીર્થની તળેટીમાં દીક્ષા આપી. બાલમુનિનું નામ જયાનંદવિજય રાખવામાં આવ્યું. તેમને પૂ. સાહિત્ય પ્રેમી મુનિશ્રી યશોવિજય5( આચાર્ય )ના વિનથી શિક્ષક બનાવ્યા. પંડિતજીઓ પાસે ધાર્મિક અભ્યાસ કરી સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, તર્કમિમાંસા આગમશાસ્ત્ર, કર્મગ્રંથાદિને બહાળે અભ્યાસ કરી ન્યાયતીર્થ, વ્યાકરણતીર્થ, સાહિત્યતીર્થ વગેરેની યુનિવર્સિટીની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા. સં. ૨૦૦૭માં પ્રથમ એકસે અવધાન કર્યો, ત્યારબાદ સં. ૨૦૦૮માં ભાયખલા મુકામે હજારો માણસની વચ્ચે બીજી વખત એક અવધાન કરતાં શતાવધાની જયાનંદ વિજય કહેવાયા. સં. ૨૦૧૩થી પૂ. ગુરુદેવાની અજ્ઞા મુજળ સ્વતંત્ર ચાર્તુમાસ શરૂ કર્યા અને દરેક સ્થળે સુંદર આરાધના, તપશ્ચર્યા, ઉ , ઉજમણુ વગેરે શાસન ઉદ્યોતનાં અનેક કાર્યો કરાશે. વિશાળ ધર્મ સ્થાનકોનાં નિર્માણ કરાવ્યાં. સં. ૨૦૧૭માં પ્રવર્તક પદ અપાયું. સં. ૨૦૨૬ના માગશર સુદિ ૬ના શ્રી આદીશ્વર દહેરાસર) વાલકેશ્વર મળે તેઓશ્રીને પૂ. આચાર્ય ભગવંતા, પૂ. સાધુ-સાવીએ, સુશ્રાવકો અને મુંબઈના અગ્રગણ્ય નાગરિકોની વિશાળ હાજરીમાં કામળી ઓઢાડી ગણિપદથી વિભૂષિત કરવામાં આવ્યા ત્યારે પૂજ્ય ગણિવર્ય જયાનંદવિજયની જયના ગગનભેદી નાદથી આકાશ ગુંજી ઊઠયું હતું.
પૂજય શતાવધાની, પ્રવર્તક ગણિવર્ય મહારાજશ્રી જયાનંદ વિજયજીએ જયાં જ્યાં ચાd માસ કર્યા છે, જયાં જ્યાં વિચર્યા છે
ત્યાં ત્યાં તેમણે ધર્મની અનુપમ લહાણ કરી છે. તપત્યાગની હેલી વર્ષાવી છે. તપશ્ચર્યાની અત્યુત્તમ પ્રેરણા આપી છે અને સ્વપર કલ્યાણની મહદ્દભાવનાને મૂર્તિમંત કરી છે. પ્રેમ અને કરુણાની મૂર્તિસમાં આ ગુરુના વ્યક્તિત્વમાં અને પ્રભાવ છે. સર્વાગ સુંદરતા જેમ તેમની બાહ્ય પ્રતિમાનું એક પાસું છે તેમ જ્ઞાનનું ઊંડાણ, વાણીમાંથી નીતરતું માધુર્ય, હૃદયમાં નિઝરતું વાત્સલ્ય અને ઉચ્ચતમ જીવનની તેજસ્વિતા તેમની આંતરિક પ્રતિમાનું બીજુ પાસું છે. તેઓશ્રીના વિકાસમાં તેમના પૂ. દાદાગુરુ અને ગુરુદેવની કૃપાદૃષ્ટિએ ઘણું જ અગત્યનો ભાગ ભજવ્યો છે. જે ધરતીએ આવાં નરરત્નને જન્મ આપે છે તે ધરતીને ધન્ય છે. પૂ. દાદાગુરુ શાસનદીપક આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરની અંતિમ ભાવના તેમને આચાર્ય બનાવવાની હતી તે આજ્ઞાને વધાવી લેવામાં આવી અને શ્રી શત્રુંજય મહાતીર્થ પાલીતાણા નગરમાં શ્રી પ્રતાપનગર મંડપમાં પ. પૂ. યુગદષ્ટા યુગ દિવાકર આચાર્ય શ્રી વિજયધર્મ સરીશ્વરજીની શુભનિશ્રામાં સં. ૨૦૩૫ના માગશર સુદિ પને સેમવાર તા. ૪-૧૧-૭૮ના શુભ દિવસે તેમને હજારોની માનવમેદની વચ્ચે હર્ષોલ્લાસથી આચાર્ય પદવી અર્પણ કરવામાં આવી. આ મંગળ પ્રસંગે તે વખતના વડાપ્રધાન મહામાન્ય શ્રીમાન મોરારજીભાઈ દેસાઈ પધાર્યા હતા અને આ મહોત્સવ પાલીતાણું તીર્થધામમાં યાદગાર બની ગયા હતા. તેઓશ્રી શાસનની, સમાજની અને રાષ્ટ્રની સેવા કરવા ખૂબ જ દીર્ધાયુષી બને એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org