SearchBrowseAboutContactDonate
Page Preview
Page 828
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫o ભારતીય અસ્મિતા ધર્મ પ્રેમની સૌરભ - શ્રી પ્રાગજીભાઈ ઝવેરચંદ ગોહીલવાડ સૌરાષ્ટ્રના ઉદાર ચરિત રત્ન છે. સાધારણ જૈન કુટુંબમાં જન્મી સામાન્ય કેળવણી પામી નાની ઉમરે મુંબઈ આવ્યા. મુંબઈમાં અનેક તડકા છાયડામાંથી પસાર થયા. પુરૂષાર્થ અને સાહસથી આગળ વધ્યા અને પુણ્યના યોગે લક્ષ્મીની, કૃપાદષ્ટિ મેળવી શકયા. તેઓશ્રીની ઉદારતા, સહૃદયતા, કુટુંબ ભાવના અને ધર્મ પ્રેમ પ્રશંસનીય છે. પ્રાપ્ત કરેલ સંપત્તિ, રિક્ષણ-સમાજ-જીવદયા ને માનવરાહત માટે પ્રસંગે પ્રસંગે ઉદારતાથી વાપરતા રહે છે અને તેમ તેમ ભાગ્યયોગે તેમને વધુને વધુ લમી મળતી રહે છે. તેઓશ્રી શિક્ષણ પ્રેમી છે. તેઓશ્રીએ શ્રી મહાવીર જૈન વિદ્યાલય-શ્રી યશવિજ્યજી જૈન, ગુરૂકુળ-શ્રી સિધક્ષેત્ર જૈન બાળાશ્રમ–ત્રા તળાજા જૈન વિદ્યાર્થીગૃહને તેમજ કંડલા જેન વિદ્યાર્થીગૃહને સારી રકમ આપી છે. શિહેરમાં અદ્યતન હોસ્પીટલ માટે રૂા. ૫૧ ૦ ૦,ની એમની ઉદાર સખાવત યાદગાર બની ગઈ છે. દુષ્કાળના કપરા સંજોગોમાં શિહોરની જનતા તેમજ પશુઓને રાહત આપવા હજારો રૂપિયા વાપરીને જન્મભૂમિ અને માનવ શેઠશ્રી પ્રાગજીભાઈ ઝવેરચંદ-મુંબઈ રાહતની ભારેમાં ભારે સેવા કરી છે. તેઓશ્રાને કુટુંબપ્રેમ અજબ છે. સાધારણ કુટુંબના પિતાના કુટુંબીજને-આપ્તજને ને મિત્રોના નાના મોટા સારા નરસા પ્રસંગોને પિતાના પ્રસંગ માનીને હજારે ખચીને એ પ્રસંગને દીપાવ્યા છે અને આ કુટુંબ વત્સલતાનો ગુણ તો શ્રીમતો માટે ટાંતરૂપ છે. પ્રતિષ્ઠા ઉપધાને-સ્વામીવાત્સલ્ય-ધર્મશાળા-ઉપાશ્રય કે આધાર આદિ ધર્મ કાર્યોમાં પણ તેઓને નોંધપાત્ર ફાળો હોય છે, શ્રી સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં તેમના ધર્મપત્ની શ્રી ચંચળ બેહેનના સ્મરણાર્થે એક ઉપાશ્રયને માટે સારી એવી રકમ આપીને તેમનું નામ ચિરસ્મરણીય કર્યું છે. તેઓશ્રીની સાદાઈ, નમ્રતા, કાર્યકુશળતા, ઉદારત, સાહસવૃત્તિ તથા કુટુંબવત્સલતા, વિદ્યાપ્રેમ અને ધર્મપ્રેમની સૌરભ જૈન સમાજમાં મઘમઘી રહી છે તેઓ શ્રી ધર્મ, સમાજ અને શિક્ષણના કલ્યાણ કામ કરવા ભાગ્યશાળી થાય અને દીર્ધાયું બની સુખ શાંતિ સંપતિ મેળવી યશસ્વી બને એજ અભ્યર્થના. શ્રીમતી ચંચળબેન પ્રાગજીભાઈ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy