SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ નંદિનીય એક વિધાતા કવિને શહેરમાં તો કેવી એકલતા, અકળાવે છે તેનું ચિત્ર જુઓ– ટન ટન ટકેરા સાત ઊગતા સૂર્ય સાથે શેકહેન્ડ! ટી-ટેબલે બાળકે, પત્ની, પિતાજી સંગમાં સિલેનની છાયા નીચે ઈધર –ઉધરની ખાટી મીઠી વાત; ટોમીને ટા...ટા... ફૂટપાથ પરના મંદિરે માથું નમ્યું : લિફટ ઉપર આંખ નીચે કાગળ ને શાહીની લાંબી શરત વસંતપંચમી કેમ આવી ને કેમ ગઇ, મને ખબર સરખી ના રહી! પ્રકૃતિ, તું શું કરે? મારી પ્રકૃતિની જ જ્યાં રામાયણ છે.” ૩ ચંદ્રકાન્ત બક્ષી કહે છે તેમ શહેરમાં ભેળ પૂરી ખાઈને એક નવી જ ઓલાદ તૈયાર થાય છે. સૂરજ સાથે નહિ, પણ રોગો અને દવાઓ સાથે તેને દિવસ ઉગે છે. માણસનાં નામ ભુલાઈ જશે, પણ દવા અને રોગોનાં નામ અમર થઈ જશે “અહીં વહી રહી હવા મહીં અનન્ય વાસ, એક તો લઈ જુઓ જરીક શ્વાસ ! અહીં ન હોસ્પિટલ; ન લાટર હાઉસ, ને વળી નથી સ્મશાન, તે છતાં અહીં હવા છે ઉષ્ણ પ્લાન. ખીલતાં અહીં ન ભૂલ, એટલે જ તો કદીક એમનાં પ્રદર્શનો ભરાય, એકસાય ફાલ જ્યાં સમગ્ર વર્ષને; છતાંય મોસમો બધી કળાય છે, ન થાય ભૂલ, ફૂલથી નહીં, ન શીત-લૂ થકી, પરંતુ સ્મલ પિકસ, ટાઈફેઈડ, ફલૂ થકી.” જીવનનું વાહિયાતપણું– બબડતું બેર વેચે શહેર આખું શહેર પાંખું પાંખ એક એકની ફફડ્યાં કરે છે પાંખ શી થરમાં કરે છે આંખ ! મેં પથ્થરોને ઉડતા જોયા હતા ને પંખીઓને બૂડતાં જોયાં હતાં. કુદરત કુદરત સાથેના જીવનનું અનુસંધાન કયાંક તૂટી ગયું છે અને તેથી માનવી બેચેન છે. ભીતરમાં જ અણુબેબને સ્ફોટ થયો છે. કવિ તો...He is a little god. તે તરત કહેશે– આ કાવ્ય નથી જીવન છે.' એમ ગાનારા કવિ માણેકની મધ્યાહન ' કાવ્ય સંગ્રહની એક પંકિત પણ આ જ ભાવવાળી છે. સરખાવો– મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે; ફૂલડાં ડૂબી જતાં ને પત્યરે તરી જાય છે.' બે કશ મજેના હા... શ . ધૂમ્રગટ ! ચિટ ચેંટ મિત્રો સાય; અહીંથી ત્યાં પણે... થ્રિી-ડી મહીં રોમાન્સ; ટણનન કલબેલ ભરનીંદમાં ગુમ બેબીને બાકી, ચચિયાં બે ચુંબનો સ્વિચ ઓફ – ૧ સભ્યતાની બધી જ સગવડો (!) એ કેવો ભરડો લીધે છે. પોતે અકસ્માત આ જગતમાં આવી પડે છે તેનું ભાન માનવીને થતાં – અજંપ મારા પ્રાણુ સદા તડપે છે રમવા શમણે, અહીં રેજની કડાકૂટ છે લખાઈ મારે લમણે અહીં રસોડે પ્રાઈમસ સળગે, (ધોધમાર વરસાદ કસમ વરસે !) હું થરથર લયબય અંગે અંગે, કઢાઈમાં છમકાર, તળાનું મન પાડે ચિત્કાર ! બહાર ચોકડીમહીં ઘસાતાં વાસણ ખખડે, મનની સ્લેટ લિસોટે ભરચક, જે અક્ષર પાડું, લથડે ! બાથરૂમમાં ધેકા પડઘમ તાલે સિલેન વાગે, એકડે એક, બગડ બેય ' બાબાનીયે રેકર્ડ વાગે, ઘરની ભીતરનું કોરસ ચડ્યું ગજબનું રમણે...૩ ૧. “વસંતવા' ૨. “છંદેલય' ૩. “અભિજ્ઞા' : ઉમાશંકર જોશી. : નિરંજન ભગત. : ઉમાશંકર જોશી. ૧ “છંદોલય': નિરંજન ભગત ૨ “વહી જતી પાછળ રમ્ય ઘોષા': લાભશંકર ઠાકર ૩ “ઈજન': ફકીરમહંમદ મનસુરી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy