SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અસ્મિતા | સહિષ્ણુ બાદશાહે હિન્દુ મુસ્લીમ એકતાને જે પ્રયાસ કર્યો તેને પરિણામે જ નહીં પણ કબીર અને નાનક જેવા મહાન ધર્મસ્થાપકોએ પિતાના ઉપદેશથી ભારતીય સંસ્કૃતિમાં સર્વધર્મસમભાવને અનિવાર્ય ગણ્ય અને મહાત્મા ગાંધીના તિહાસિક ઉપવાસ અને તેમનું બલીદાન માનવએકતાને પિતાના લોહીથી સાંધી ગયાં. આજે ભારતીય સંસ્કૃતિએ ફરી એકવાર માનવરક્ષાને ધ્વજ બાંગલાદેશના મુકિતસંગ્રામથી લહેરાવ્યો છે અને આપણા રાષ્ટ્રપિતાની અખંડ ભારતની કલ્પનાને મૂર્ત કરી છે. સમ્રાટ અશોક, મૌર્ય અને ગુપ્તવંશના મહાન સમ્રાટ હર્ષવર્ધન વગેરે ભારતીય સંસ્કૃતિના એ મહાન તિધરોની પરંપરા રવતંત્ર ભારતના ઘડવૈયાઓએ પણ એવી જ વિશ્વપ્રેમની ભવ્ય ભાવના સાથે મહદ્ અંશે સાચવી રાખી છે. ભારતને સ્વાતંત્ર્યને આરે લાવી મૂકનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના રાજકીય વારસદારસમા પંડીત જવાહરલાલ નહેરૂ, વિભાજીત થયેલા ભારતને પિતાના અદિતીય સામર્થ્યથી અખડ બનાવનાર લેખંડી પુરુષ સરદાર સાહેબ અને સંસ્કૃતિના મૌંસમાં પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રબાબુ. આ વિભૂતિઓએ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ પરંપરાને સુયોગ્ય રીતે સા રાખી હતી. પ્રાચીન ભારતની સીમાઓ એ સમયના મર્યાદીત સાધનને કારણે બહુ વિસ્તાર નહોતી પામી પણ આધુનિક યુગનાં વૈજ્ઞાનિક પરિબળોને પરિણામે ભારતીય સંસ્કૃતિ પાંચ ખંડમાં પ્રસરી ચૂકી છે. ભારતનું પ્રાચીન જ્ઞાનધન યુરોપ અમેરિકાના વિદ્વાને પોતાના દેશમાં લઈ ગયાં અને ત્યાં તેને પ્રચાર કર્યો. પ્રાચીન સમયમાં મહાન ચીની મુસાફરો હ્યુ-એનસંગ અને સાહીયાન ભારતમાં આવીને બૌદ્ધધને અભ્યાસ કરી એ જ્ઞાન સમૃદ્ધિને પોતાના દેશમાં લઈ ગયાં એજ રીતે જર્મની અને યુરોપના અન્ય દેશોના પંડિતો ભારતમાંથી જ્ઞાનગંગાના સ્તોત્રને પોતાના દેશ પ્રત વહાવી ગયા. | વેદ, ઉપનિષદ, મહાકાવ્યો અને સાહિત્યના વિવિધક્ષેત્રોને સંસ્કૃત ભાષાએ અલંકૃત કરેલા છે. સંસ્કૃતભાષા ભારતની લગભગ બધીજ ભાષાઓની માતા છે. હિંદી-બંગાળી, મરાઠી, ગુજરાતી, તામીલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા એમ તમામ ભાઓમાં સંસ્કૃત સાહિત્ય એ માત્ર છાયા નથી પણ એ સંસ્કૃતની સુયોગ્ય પુત્રીઓ છે. સંસ્કૃત ભાષાના ગ્રંથે જગતની સર્વભાષાઓમાં અનુવાદિત થયાં છે. અને તેની અસરો વિશ્વશાંતિ ઉપર પડેલી છે, ગીતા એ મુખ્યત્વે હિન્દુધર્મ ગ્રંથ હોવા છતાં સાંપ્રદાયિકતાથી પર છે. ભારતના સંતો અને સમય વિચારોએ ગીતા ઉપર ભાષ્ય રચ્યાં છે. શ્રીમદ્દ શંકરાચાર્ય અને સંત જ્ઞાનેશ્વર એમાં શિરોમણીરૂપે વિરાજે છે. ગીતા એ સર્વ જ્ઞાનનો સાર છે. આજે પણ એ ગ્રંથ આધ્યાત્મિક સાહિત્યમાં અદ્વિતીય સ્થાન ભોગવે છે અને તેમાંથીજ અસંખ્ય માં જિજ્ઞાસુઓએ પિતાના જીવનનું સમાધાન મેળવેલ છે. માનવજીવનને શાશ્વત સુખ કયા માર્ગે પ્રાપ્ત થાય તેને માટે પ્રાચીન ઋષિઓએ પિતાના જ્ઞાન અનુભવના દર્શને જગત સમક્ષ રજૂ કર્યા છે એ દર્શનની પરંપરા જુદા જુદા સ્વરૂપે આજે પણ ભારતમાં અને અમુક અંશે વિશ્વમાં પણ પોતાની અસર પાડી રહેલ છે. બૌદ્ધ અને જૈન દર્શને ૫ણ જગતના વિચારકેને પ્રેરણા આપી રહ્યાં છે. ભારતમાં લલિતકળા પરત્વેની મમતા અને પ્રેમ માનવસંસ્કૃતિના ઉગમકાળથી જોવા મળે છે. ગંગા યમુના સિંધુ સતલજ, નર્મદા, બ્રહ્મપુત્રા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી જેવી મહાન લોકમાતાઓને કિનારે વસીને જેમ આર્યોએ ધર્મનું રક્ષણ કર્યું તેમજ પર્વતનાં વન ઉપવનમાં: લલિતકળાઓની પણ સાધના કરી. નૃત્ય અને સંગીત શિ૯૫ અને સ્થાપત્ય એ ભારતીય સંસ્કૃતિનું વિવિધ દર્શન કરાવે છે. તેને વિકાસ પ્રાચીનકાળથી આવપર્યત કમિત રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી અને સાથીય ઢબે થતો રહ્યોજ છે. ભારતીય નાટય અને સંગીત, ચિત્રકળા અને શિલ્પકળા એમ વિવિધ ક્ષેત્રે ભારતીય સંસ્કૃતિએ નવીન ભાત પાડી છે. ભારતની એક વિશિષ્ટતા છે. વેદ ઉપનિષદના ઋષિઓ, રામાયણ મહાભારતના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy