SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સ્કૃતિમ સંભવ છે કે આ વિભાગમાં કેટલીક આગેવાન વ્યકિત રહી ગઈ હોય. પત્રવ્યવહાર અને જાતમુલાકાતથી જેટલી વિગતો પ્રાપ્ત કરી શક્યા છીએ એવી નોંધનો સમાવેશ કરી શકયા છીએ, આ ગ્રંથની અનુક્રમણિકા તયાર થઈ રહી છે ત્યારે અને સમયની પણ તકલીફ છે ત્યારે છેકે છેલ્લી ઘડીએ ભારતના અન્ય પ્રદેશોમાંથી ગુજરાતીમંડળ દ્વારા વિશિષ્ટ વ્યકિતઓની સૌરભને ધ અને સંસ્થાઓની સામાજિક સેવાના જે અહેવાલ મળ્યા છે આવી થોકબંધ ટપાલ છેલ્લા દિવસોમાં મળતા ભારતીય અસ્મિતા ગ્રંથને બીજો ભાગ પ્રગટ કરવા પ્રેરાયા છીએ ઈશ્વર એવી અનુકુળતા આપશે તે એ સઘળી હકીકતે અને ભારતીય સમાજજીવનના અન્ય પચાસેક વિભાગો રહી જવા પામ્યા છે તેને આથીએ વધુ સમૃધરીતે આવરી લઈને પ્રગટ કરીશું, - સંક્ષેપમાં ભારતીય અસ્મિતા એટલે આપણા સૌની અભિવ્યકિત, આપણા જીવનનું ધાર અને પ્રેરકબળ, આપણી સંજીવની, આપણી કુલપરંપરા અને રાષ્ટ્રિય ચારિત્રયનું શાબ્દિક આલેખન. આ ગ્રંથ નથી પણ ગ્રંથમણિ છે. વર્ષોની વિદ્વાનોની સિધિધને પરિપાક છે. જ્ઞાનકોષનું પગરણ છે. આ ધુનિક રસોના જીવનનું દર્ભગ્રંથ જેવું છે. ગ્રંથના પાને પાને ઝળકતે ભારતીય પ્રજાને ગરો રંગ એક એક વિભાગને પૂરે અભ્યાસ કર્યા પછી ભારતીય પ્રજાના ખમીર, ખુમારી ગીર અને દાનાઈની આપણને પ્રતીતિ થશેજ. કલા-સદગુણે અને ત્યાગ સમર્પણ જેવા શ્રેષ્ઠ પ્રસંગેની હકીકતને થાળ વિશાળ જનતા સુધી આ પ્રકાશન દ્વારા પહોંચાડવાના આ નમ્ર પ્રયાસ વખતે ગૌરવ અનુભવું છું. આ ગ્રંથરત્નમાં અમને તદ્વિદ વિદ્વાનોના લેખે, બહુમૂલ્ય સંપાદન અને માર્ગદર્શન પ્રાપ્ત થયાં છે તે અમારૂ મોટુ સદભાગ્ય છે. સાધારણ વિજ્ઞાપ્તિપત્ર દ્વારાજ નામી વિદ્વાને અમને સહાય સહાનુભૂતિ અને પ્રેરણા આપતા રહ્યાં છે તે બધાને ભાવ અમે શબ્દ દ્વારા વ્યક્ત કરીએ એવા અમારા પર વાગીશ્વરીના વરદાન નથી છતાં અંત:કરણના આભારથી આનંદેલવાસ વચ્ચે છલકતે હંચે સન્માનપૂર્વક આ નિપુણ વિદ્વાનેનું અભિવાદન કરીએ છીએ. આમાંના કેટલાંકને ઋણ સ્વીકાર કર્યા વગર ચાલે તેમ નથી. પ્રખર વિદ્વાન જનમુનિશ્રી ધર્મ ધુરંધર રિશ્વરજી મહારાજ સાહેબના આશિર્વાદ અને સાહિત્યકલાના ઉપાસક ડો. ભાઈલાલભાઈ બાવીશીની આ સમગ્ર આજનને મળેલી પ્રેરણા, કલાગુરુશ્રી રવિશંકર રાવળ અને વલ્લભવિદ્યાનગરની આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ શ્રી ગો. ક. દવે સાહેબની શુભલાગણી, સાહિત્ય સંશોધક ડો. ગોદાનીસાહેબ અને અમદાવાદના જાણીતા લેખક શ્રી રમણીકલાલભાઈ દલાલની મમતા ભૂલાય તેમ નથી. મારા પરમ મુરબ્બી શ્રી કુલચંદભાઈ દોશી જેમાએ આ પ્રકાશનને વિશ્વવ્યાપી બનાવવા કેડ બાંધી હતી અને કામના શ્રીગણેશ મુંબઈથી કરતાજ તેમને અકસ્માત નડયો અને તેમને લાંબા રામય સુધી ઇંસ્પીટલમાં રહેવું પડયું છે-આ પ્રતિકુળતા ઉભી ન થઈ હતતો આ પ્રકાશન એકજ ભાગમાં પ્રસિદ્ધ કરવાની મહેચ્છા હતી. તેમના પ્રબલ પુરુષાર્થની પણ સેંધ લીધા વગર રહી શકતા નથી. આ ઉપરાંત મારા પરમગ્નેહિ મિત્ર અને ઈતિહાસ, સાહિત્ય, રાજકારણ તત્વજ્ઞાન જેવા વિવિધ વિષયમાં ઉડે રસ અને વિશાળ અભ્યાસ ધરાવતા ભાવનગરની આર્ટસ અને કેમર્સ કોલેજના સંસ્કૃતના પ્રધ્યાપક શ્રી જનાનિ દવેને પણ તેમના અહીં સમાવેશ પામેલાં વિભાગો ઉપરાંત પ્રેમ મંત્રીએ સદભાવ અને માર્ગદર્શન પ્રાપ્ત થયાં છે તેને પણ ઉલ્લેખ કરે જ રહો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy