SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ગુપ્તયુગનો સુવર્ણકાળ કાળની અવિરત ચાલતી શૃંખલામાં એક યુગ પછી ખીજાં યુગના અકોડા વધા જ કરે છે. પ્રત્યેક યુગ અસ્ત પામે છે, પોતાની પાછળ ચિરંજીવ સ્મૃતિ મૂકીને. નવા યુગ ઉદય પામે છે, નવી આશાએ, નૂતન ચેતનાએ અને નવીન પ્રેરણા લઈને. તેનેા પણ કાળક્રમે વિલય થાય છે. એ સંદર્ભમાં જ કોઈ એક યુગમાં પણ પ્રત્યેક સદીએ દેશના ખૂણે ખૂણામાં રાજવંશેાની ઘટમાળ ચાલ્યા જ કરે છે. તેમાંના કેટલાક બળવાન હેાય છે, તેા કેટલાક નિબળ. પરન્તુ, શકિતશાળી રાજ્યે પેાતાના સામ્રાજયથી, સુદૃઢ શાસનવ્યવસ્થાથી, ધન, સત્તા, કીર્તિ અને પ્રતિભાથી દેશની સંસ્કૃતિમાં પ્રદાન કરે છે, પેાતાનું વિશિષ્ટ, ભાતીગળ અને મૌલિક સર્જન ? ગુપ્તયુગની શાસન વ્યવસ્થા: કાઈપણ સામ્રાજયની સ્થિરતા, સમૃધ્ધિ અને પ્રગતિના આધાર તેની શાસન વ્યવસ્થા પર રહેલે છે. ગુપ્ત સામ્રાજય પણ તેના મહાન રાજવીઓની કાર્યક્ષમ શાસન વ્યવસ્થાને લીધેજ સમૃધ્ધિના શિખરે પહેાંચી શકયું હતું. મહાન ગુપ્ત સમ્રાટાએ પ્રયેાજેલી શાસન વ્યવસ્થાને પગલે પગલે અનુગામી ગુપ્ત સમ્રાટાએ પણ પેાતાનું વહીવટીતંત્ર ગોઠવ્યું હતું. અલબત્ત, તેમની શાસન વ્યવસ્થામાં મૌય વહીવટી તંત્રનાં ઘણાં બધાં લક્ષણો પ્રવત માન Jain Education International પ્રા. મનુભાઈ ખી, શાહ હતાં; અને તેમની રાજકીય સંસ્થાઓ તથા અગા જળવાઈ રહ્યાં હતાં. આમ, સુવર્ણ યુગ' ના સનમાં ગુપ્ત રાજવીએની સુદૃઢ, સંગીન અને કાČક્ષમ શાસન વ્યવસ્થા જ કારણભૂત રહેલી છે, એ આપણે રખે ભૂલવું જોઇએ. ગુપ્ત સમ્રાટાના શાસનકાળને ભારતીય ઈતિહાસમાં ‘સુવણું યુગ’ (The Golden Age) તરીકે બિરદાવવામાં આવ્યા છે. આ યુગના અનેક ઉદાત્તા, મેધાવી અને શકિતશાળી રાજાએએ સમગ્ર ઉત્તર ભારતને પોતાના એકચક્રીપણા નીચે આણીને-મગધનુ વિશાળ સામ્રાજય સર્જીને, તેનું સંગઠન સાધવામાં મહત્વને ફાળા આપ્યા; એટલુ જ નહિ પરંતુ, વહીવટીત ંત્રને સંગીન બનાવી સમગ્ર દેશમાં શાંતિ અને સમૃદ્ધિ હાંસલ કરવાના પ્રયત્ન સફળ બનાવ્યા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય-વ્યાપાર આ રાજકુળની રક્ષામાં ખૂબ ફૂલ્યાįાહ્યા. અને તેને, પરિણામે દેશની તત્કાલીન સંપત્તિમાં અનેકગા વધારા થયા. રવાભાવિકપશે જ બનતું પ્રાચીન હિન્દના સૌથી મેાટા અને વિશાળ આ સામ્રાજયના વહીવટીતંત્રની માહિતી છૂટી છવાઇ લેખા, લખાશે!, સિક્કાઓ, તત્કાલીન સંસ્કૃત સાહિત્ય, શિલાલેખા અને ચીની યાત્રાળુ ફાહિ આવ્યું છે તેમ, સુરક્ષા, શાંતિ અને સમૃદ્ધિના ત્રિવેણીસ ંગમે યાનની નોંધપોથી માંથી મળી આવે છે. તેમણે વહીવટીતંત્રની સરળતા ખાતર સમગ્ર સામ્રાજયને વિભિન્ન વહીવટી એકમેા–ભુકિત (પ્રાંત) વિષય (જિલ્લે), વિચિ (તાલુકો), નગર (શહેર) ગ્રામ (ગામડું)માં વહેંચી નાખ્યું હતું, દેશની અંદર, એ યુગની સમકાલીન કલા, સાહિત્ય, ધમ તથા વિજ્ઞાનના વિવિધ સાંસ્કૃતિક ક્ષેત્રામાં અભૂતપૂર્વ પ્રગતિ અને ઉન્નતિના એક પછી એક ઉચ્ચત્તમ શીખરો સર કર્યા. ગુપ્ત યુગના આ ‘સુવર્ણ કાળ' દરમિયાન વિભિન્ન રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રામાં જે તેપુ જ પથરાયા, તેની સહેજ ઝાંખી મેળવી લઇએ. ગુપ્ત સમ્રાટોએ ઉત્તરે હિમાલયથી દક્ષિણે નર્મદા સુધી અને પૂર્વે બંગાળથી પશ્ચિમે અરખી સમુદ્ર સુધીના સમગ્ર ભારતદેશને એક છત્ર નીચે આણીને ભૌગાલિક અને રાજકીય એકતા સ્થાર્પી હતી. તેમણે ભારતમાંથી વિદેશીઓને હાંકી કાઢી ભારતને સ`પૂર્ણ સ્વતંત્ર બનાવ્યું હતું. બાહ્ય આક્રમા અને આંતરિક અશાંતિને ભય દૂર થતાં સમ્રાટાએ અને પ્રજાએ પરસ્પર સાથે મળીને સહકાર દારા દેશના-સામ્રાજયના વિકાસ તરફ પુર્ણ લક્ષ આપ્યું. દક્ષિણના વાકાટક રાજ્ય સાથે લગ્ન સંબધા સ્થાપીને તેમણે (ગુપ્ત સન્નાટાએ) ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે સાંસ્કૃતિક એકતા સ્થાપી આમ સમગ્ર દેશને ભાગેાલિક, રાજકીય અને સાંસ્કૃતિક રીતે એકમૂળે ગૂંથી લીધા બાદ ગુપ્તોએ વહીવટીતંત્રને ચિરસ્થાયી અને પ્રજાલક્ષી બનાવવા તરફ સવિરોધ ધ્યાન કેન્દ્રિત કર્યું". સમગ્ર સામ્રાજયને સર્વાંચ્ય વહીવટી વડા ‘સમ્રાટ' ગણાતા. તેનુ પદ વંશપરંપરાગત હતું; તેમ છતાં ગુપ્તયુગમાં એક આવકારદાયક પ્રણાલિ શરૂ થઈ હતી કે, સમ્રાટના મૃત્યુ પછી જયેષ્ઠ પુત્ર નહીં, પરંતુ શ્રેષ્ઠ પુત્રને ગાદી સોંપાતી હતી. રાજા પ્રાંતિક કક્ષાએ અને કેન્દ્રોય કક્ષાએ વહીવટી અધિકારીઓની નિમણુંક જાતે જ કરતા. તેમજ જે તે વિષયામાં તજજ્ઞ મંત્રીએની નિમશુંક પણ્ તેજ કરતા. લશ્કર ખાતું, વેપાર-વાણિજય ખાતુ, 'સુલ અને નાણાખાતું, યુધ્ધ, શાંતિ અને પરરાજ્ય સંબધાનુ લગતું ખાતું, ન્યાયખાતું, જાસૂસી અને પેાલીસ ખાતુ, વગેરે મહત્વના ખાતાઓ દ્વારા સામ્રાજયના વહીવટ ચાલતા રાજા પ્રત્યેક ખાતા ઉપર વ્યકિતગત દેખરેખ રાખતા; તેમ છતાં તેમના આંતરિક વહીવટમાં હસ્તક્ષેપ કરતેા નહીં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy