SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચિમ ભારતના અનેક સહદથી આકર્ષાઈને ભારતના માનવીય સંસ્કાર સૌરભની અસ્મિતાની સભાનતા અને તેનું રસદર્શન કરાવવાને આ પ્રકાશન દ્વારા નમ્ર પ્રયાસ કર્યો છે. સ્નેહિઓ-મિત્રો અને તજના પ્રોત્સાહક સહકારથીજ આ સ્મૃતિ સંદર્ભગ્રંથની યેજનાને અમલમાં મૂકી શક્યા છીએ મુરબ્બીએની શુભ લાગણી વિના એકલે હાથે અને ખાલી ગજવે આ કામ શક્ય જ નહોતું. ઉન્નતિને શિખરે પહેલું પ્રજા મત્તાક ભારત એક વૈવિધ્યપૂર્ણ અને ચિત્તવેધક સ્વાધિન રાષ્ટ્ર, છે. અનેક પચર ગી પ્રજાઓ અહીંયા સૈકાઓથી વસે છે. વિસ્તારમાં એ યુરોપખંડના બે તૃતીયાંશ ભાગ જેટલે મટે છે. એની ભૌગોલિક વિશિષ્ટતાએ. આહવા સર્ગિક દળે, વનશ્રી, ભાષાએ, ગામોને ગેદરે ઉભેલા પુરાતન અવશે, રહેણીકહેણી અને સ રામાઠા પ્રસંગોમાં રીતરિવાજોનું વિધ્ય જોવા મળે છે, શિરકલગી સમાં મનહર દેવમંદિરો અને મરજદે, અભેદ્ય ગણાતા પ્રચંડ કિલાએ, વિશાળ બાગ બગીચાઓ, ગગનચુંબી ઈમારતે એ બધું પ્રાચીન ભવ વારસાને મૂર્ત કરે છે સ્વનામષન્ય અનેક ભિષગર આ ભૂમિ ઉપર પેદા થયાં. વર્તમાનકાળમાં પણ એવા કેટલાએ વ્યવહારકુશળ શ્રેષ્ઠીવર્યોના સતત પરિચયમાં આવવાનું બન્યું છે જેને આંગણે સદાકાળ મીઠા કનેહ જળ અને અમૃતસમાં અતિશ્યનું કપરૂજ પામવાનું મળ્યું છે. આપણે સુવર્ણ ઈતિહાસ પણ એ વાતની ગવાહી પૂરે છે કે ભારતની આ ધરતી પર અનેક શીતલ અને સુમધુર જીવન ઝરણું દડવાં છે જેઓએ એકમાત્ર શ્રદ્ધાને બળે આ દેશના અંધકારને ઉલેચક છે. એવી કેટલીએ વિભૂતિઓએ પોતાના તેજ ઝબકારથી સમાજને અનોખી પ્રભા આપી છે. હયાની સુવાસથી મધમધતા અનેક માનવપુએ દેશ અને દુનિયાના ચેકમાં નેહ અને બિરાદરીના પમરાટ પ્રસરાવ્યું છે. જિજ્ઞાસુઓ અને રસને જેમના પાસેથી સ્કુતિ ચેતના અને પ્રેરણાનું પુષ્કળ ભાથુ મળી રહે તેવી પ્રતિભાઓએ મેયા ભારતીની કુખે જન્મ લઈ રાષ્ટ્રીય અમિતાના સબળ સત્વને સૌદયમંડિત કર્યું છે. પ્રસિધ્ધ અને ખમીરવંતી આ ભૂમિના પત્થરે અને કેતર વચ્ચે વીરતાના શ્રેષ્ઠ પ્રસ ગેની ઉજજવળ નેધ કંડારાયેલી છે ધર્મની રક્ષા કાજે મેળામાં ખા૫ણ લઈને કેટલીએ વીરકોના કાચા કુંવારા દુધમલીયાએ પુનિત ધરતીની ધૂળમાં સદાને માટે પિઢી ગયા, નીતિ ન્યાયના રચાયેલા મંચની રક્ષા કાજે જવાંમર્દોની સાથે અનેક વિરાંગનાઓએ પણ કાયમ માટે સોડ તાણી. અન્યાયના પ્રતિકાર સામે અને બહેન બેટીઓના શિયળની રક્ષા કાજે વિરલાઓની જાન ફેસાનીના પ્રકરણે ઇતિહાસને પને ચમકતા રાજ છે. આવી ધરતીની યશોજવલ ગાથાની મૂલવાન હકીકતે ગ્રંથસ્થ કરતા ફરીને મારી જાતને નસીબદાર ગણું છું. માનવજાતિના વિવિધ નમનાઓ એકમાત્ર અહીં જ જોવા મળશે ઉંચા પડછંદ કાશ્મીરીઓની લાવણ્યતા, સાહસિક અને નિર્ભય પંજાબીઓની દઢતા, શુરવીર અને ટેકીલા રજપૂતોની ખુમારી, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy