SearchBrowseAboutContactDonate
Page Preview
Page 833
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન એક્તામાં પરિવર્તિત કરતી એવી JS G સંસ્થાનું સંવર્ધન કરી આવ્યા. Motivetion, leadership style, Effective public speaking, goal setting process, time management જેવા અનેક વિષયો પર તેમનું નોખું – અનોખું પ્રભુત્વ હોવાને કારણે દેશ-વિદેશમાં સ્લાઈડસના સથવારે અનેક વર્કશોપ સંયોજી નેતૃત્વની બીજી હરોળ તૈયાર કરવામાં શ્રી સુરેશભાઈનું પ્રદાન પ્રશંસનીય બન્યું છે. તેઓશ્રીના આ કાર્યકાળ દરમ્યાન લખેલ અને પ્રકાશિત કરેલ ‘ગાઈડ લાઈન’ બુક માર્ગદર્શનનો મહાસાગર પુરવાર થઈ, તેમજ તેઓએ તૈયાર કરેલ ‘પ્રોગ્રામ પ્લાનર' જૈન સોશ્યલ ગ્રુપના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ છે. તેમના પ્રમુખપદ દરમ્યાન યુવાનો માટે ‘યુવાફોરમ’ પ્રવૃત્તિનો શાનદાર શુભારંભ થયો અને અંદાજે ૩૦ થી વધુ યુવાફોરમની સ્થાપના કરી. આજે આવી પ્રવૃત્તિઓ પાછળનું પ્રયોજન જૈન યુવક-યુવતિઓ માટે પ્રેરક અને શ્રેયક પુરવાર થયું છે. આ સર્વે પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત હોવા છતાંય સુરેશભાઈ, Indian Nation Trust for Art & cultural Haritage - New Delhi ના કો-કન્વીનર તરીકે કલા-સંસ્કૃતિની પરંપરાને પુનર્જીવિત કરી રહ્યા છે. તદ્ઉપરાત પોરબંદર સ્થિત આર્યકન્યા ગુરૂકૂળના માનદ્ મંત્રી તરીકે પણ સતત પ્રવૃત્ત રહ્યા છે. કચ્છસૌરાષ્ટ્ર લોકકલા ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે તેઓ વતનની વિવિધ વૃત્તિ-પ્રવૃત્તિઓ સાથે સતત જડાયેલા રહ્યા છે તેમ જ રેડક્રોસ અને હોર્ટીકલ્ચરલ સોસાયટીના સેવાકીય કાર્યોમાં તેઓ સક્રિયપણે સંકળાયેલા છે. એક સફળ જતનેતા, સમાજસેવક અને ઉધોગપતિ શ્રી હરિહરભાઈ મણિભાઈ પટેલ સમાજસેવાને ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપી રહેલા શ્રી રિહરભાઈ પટેલ કોઈ અગમ્ય શક્તિ, શ્રદ્ધા, વિશ્વાસ, હિંમત અને હૈયા ઉકલત વડે સ્વજનોથી દૂર મહારાષ્ટ્રના ગોંદિયા શહેરમાં વર્ષો પહેલાં જઈને ત્યાંની પ્રજા વચ્ચે અનેક કષ્ટો સહન કરીને વસ્યા અને તેનું તપ ફળ્યું. માનવજીવનના ઘોર અંધકારમાં સેવાભાવનાની જ્યોત જલતી રાખનાર ઘરદીવડાઓથી જ માનવજાત ઉજ્જવળ છે. શ્રી હરિભાઈ પટેલ મૂળ ગુજરાતના ચરોતરના ગામ ઓડના ગૌરવશાળી રત્ન ગણાયા છે, આજે ગોંદિયાના ગૂંગળાતા જનજીવનમાં નૂતનપ્રકાશ અને પ્રેરણા પાથરતા રહ્યા છે. પાટીદાર પરિવારમાં તેમનો જન્મ કલકત્તામાં થયો. ૧૯૩૪ના એપ્રિલની એ તેવીસમી તારીખ હતી. સંસ્કારી વાતાવરણમાં તેમનું લાલનપાલન Jain Education International > ૭૮૧ થયું, માંગલિક ધર્મનો વારસો મળ્યો. શ્રી હરિહરભાઈ ઇન્ટર સુધીના અભ્યાસ પછી ગોંદિયામાં વડીલોએ સ્થાપેલા બીડી પત્તાના ઉદ્યોગમાં સામેલ થયા. ઔદ્યોગિક ક્ષેત્રે ગોંદિયાની મણિભાઈ ચતુરભાઈ પટેલ એન્ડ કુ.એ આ ઉદ્યોગમાં શ્રેષ્ઠ પ્રગતિ સંપાદન કરેલી છે. આ પેઢીની શાખાઓ બંગાળ, બિહાર, રાજસ્થાન સુધી વિસ્તરેલી છે. પેઢીના તેઓ એક ભાગીદાર છે. ઔદ્યોગિક પ્રગતિ અને વિકાસની સાથેસાથે સમાજસેવાની વર્ષો જૂની તેમની ભાવનાને પણ બળ મળ્યું અને જનસમુહમાં તેમનું વ્યક્તિત્વ ખીલી ઊઠ્યું. સ્વભાવે નિર્દોષ અને નિસ્વાર્થ ભાવનાને કારણે સૌના પ્રીતિપાત્ર બની ગયા. અને પ્રકાશમાં આવ્યા. ગોંદિયાની મહાનગરપાલિકામાં સાત વર્ષ મેમ્બર તરીકે અને પછી ત્રણ વર્ષ અધ્યક્ષપદે રહેલા. મોરિયા મેસર્સ ચતુરભાઈ ભાઈલાલભાઈ પટેલ એન્ડ કું.માં તેમના પિતાશ્રી ભાગીદાર હતા. કાળાન્તરે કંપનીનું વિભાજન થયું. આજે આ ધંધામાં તેમની પેઢી ટોચનું સ્થાન ધરાવે છે. ધંધાકીય પ્રવૃત્તિમાં જેટલો રસ એટલો જ બલ્કે વિશેષ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિમાં રસ લેતા રહીને સમાજસેવાને ક્ષેત્રે યશસ્વી પ્રદાન અર્પણ કરી રહ્યા છે. તેઓએ સ્થાપેલી બુકબેંક પ્રવૃત્તિમાં ૫૦૦૦થી વધુ બાળકોને પુસ્તક મદદ તથા શિષ્યવૃત્તિઓ દ્વારા મદદરૂપ થતાં રહ્યાં છે. લાયન્સક્લબ ઓડ તરફથી પણ તેમને સારું એવું માનપત્ર મળ્યું હતું. ભરોડા હાઈસ્કૂલનો રજતજયંતિ મહોત્સવ તેમના અધ્યક્ષપદે ઉજવાયો હતો. ગોંદિયા જિલ્લાના ચિરચાડબાંધ ગામે રિહરભાઈના નામે હાઈસ્કૂલ તથા જૂનિયર કોલેજ ચાલે છે. અદાસીમા ગામે પણ તેમના નામે હાઈસ્કૂલ ચાલે છે. સોની ગામમાં પણ તેમના પિતાશ્રી મણિભાઈ ઈશ્વરભાઈ પટેલને નામે હાઈસ્કૂલ તથા જૂનિયર કોલેજ ચાલે છે. યુવા કોંગ્રેસ ગોંદિયાના અધ્યક્ષપદે વર્ષો સુધી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસના સક્રીય સદસ્ય રહ્યા છે. તેમના માતુશ્રી ગં.સ્વ.પૂ. ચંચળબેન મણિબેન પટેલના પુણ્ય સ્મરણાર્થે તેઓ બધા ભાઈઓએ ગામ ઓડને આશીર્વાદ નામે વાડી બાંધી આપી. ગામલોકો અને આસપાસની જનતા માટે ખરેખર આશીર્વાદરૂપ કામ કર્યું. ગુજરાતી કેળવણી મંડળ ગોંદિયામાં હાલ ટ્રસ્ટીમંડળના સચીવ, રેલ્વે એડવાઈઝરી બોર્ડના સદસ્ય અને બજરંગ વ્યાયામ શાળાના છેલ્લા ચોવીશ વર્ષથી પ્રમુખ છે. આમ સમાજજીવનના તમામ ક્ષેત્રે મોખરે છે. સમાજના પ્રત્યેક નાના મોટા પ્રસંગો અને ઉત્સવોમાં આગેવાની ભર્યો ભાગ લીધો છે. ગોંદિયા જિલ્લાના ગોરેગાંવ તાલુકામાં આવેલા ગામ ગિધાડીમાં પણ તેમનાં માતુશ્રી ચંચળબેન મણિભાઈ પટેલ હાઈસ્કૂલ અને જૂનિય૨ કોલેજ ચાલે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy