SearchBrowseAboutContactDonate
Page Preview
Page 828
Loading...
Download File
Download File
Page Text
________________ teles કન્યા છાત્રાલય-કડી, જૈન જાગૃતિ સેન્ટર-અંધેરી તથા શ્રી મહાવી૨ જૈન વિદ્યાલય એલમ્ની ફેડરેશન. ઉપપ્રમુખ ઃ જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ-વિલેપાર્લા. મંત્રી : શ્રી વિલેપાર્લા ગુજરાતી મંડળ, નવિનચંદ્ર પોપટલાલ કાપડિયા (ઠક્કર) વિદ્યામંદિર-વિલેપાર્લા, વાડીલાલ સારાભાઈ વિદ્યાર્થીગૃહ-ગોવાલિયા ટેન્ક-મુંબઈ. ટ્રસ્ટી : જીવદયા મંડળી-પાયધૂની-મુંબઈ, જૈન જાગૃતિ સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય એલમ્ની ફાઉન્ડેશન. પોતાના વતન બેચરાજીમાં તેમનાં માતુશ્રી છબલબેન કેશવલાલ શાહના નામની ધર્મશાળા બનાવેલ છે. બેચરાજીના દેરાસરનું દ્વારોઘાટન તેમના હસ્તક થયેલ. કડીમાં કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત તેમના હસ્તક થયેલ, જ્યાં અત્યારે ૧૬૦ બાળાઓ ધોરણ પાંચથી કોલેજ સુધીનો અભ્યાસ કરે છે. પાલીતાણામાં આગમમંદિરમાં શ્રી શાંતિનાથભગવાનની પ્રતિમા ભરાવેલ છે. કચ્છ ભદ્રેશ્વરની કુટુંબયાત્રા તથા ભોયણી તીર્થમાં મહોત્સવ કરાવેલ છે. કુટુંબમાં ધર્મસંસ્કારો હોવાથી તેમનાં ધર્મપત્ની શ્રીમતી ચંદ્રિકાબેને પણ અઠ્ઠાઈતપ, ક્ષીરસમુદ્ર તપ, શત્રુંજય તપ, ત્રણે ઉપધાન તપ, વરસીતપ અને સિદ્ધક્ષેત્રમાં ચાતુર્માસની આરાધના કરેલ છે. સૌજન્ય અને શીલતાના ગુણો જીવનમાં પચાવી જાણ્યા છે. શ્રી અને સરસ્વતીનો સમન્વય જેમનામાં જોવા મળે છે. પરમદયાળુ પરમાત્મા તેમને દીર્ઘાયુષ બન્ને અને તેઓ સેવા આપતા રહે, તેવી અભ્યર્થના. શ્રી મોહનલાલ બેચરદાસ મહેતા પરિશ્રમને પ્રાધાન્ય આપીને મહત્ત્વાકાંક્ષી માનવ કેવી અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી શકે છે, તેનું આબેહુબ દર્શન શ્રેષ્ઠી શ્રી મોહનલાલભાઈના પ્રેરણાત્મક જીવનમાંથી મળી શકે છે. જીવનમાં પુરુષાર્થને બળે આગળ આવના૨ તેઓ મૂળ ભાવનગર જિલ્લાના દુદાણાના વતની અને જૈનધર્મી અને શાસનપ્રેમી હતા. ૧૯૨૨માં જીવનમાં કાંઈક કરી છૂટવાના મનસૂબા સાથે મુંબઈ તરફ પ્રયાણ કર્યું અને જીવનની કારકિર્દી એક સામાન્ય નોકરીથી શરૂ કરી. તેમાં કુદરતે યારી આપી અને સ્વતંત્ર ધંધાના શ્રી ગણેશ કર્યા. ક્રમે ક્રમે દૂધના ધંધામાં ખૂબ વિકાસ સાધ્યો. જે સંપત્તિ કમાયા તે સારાયે સમાજની છે એમ માનીને તળાજાની જૈન બોર્ડિંગ, પાલીતાણા જૈન બાલાશ્રમ, પાલીતાણા જૈન શ્રાવિકાશ્રમ, શંખેશ્વર જૈનતીર્થ, સાવરકુંડલા-બેંગ્લોરના જૈન ઉપાશ્રયો, મુંબઈ-કોટના દેરાસરમાં અને અન્યત્ર નાનામોટા Jain Education International બૃહદ્ ગુજરાત ફંડફાળામાં સંપત્તિનો છૂટે હાથે ઉદાર દિલથી ઉપયોગ કર્યો. પોતે અનેક જૈન તીર્થોની યાત્રાઓ પણ કરીને ઉજ્જવળ જીવનની જ્યોત રેલાવી. તા. ૧૦-૫-૧૯૭૨ના રોજ તેઓ સ્વર્ગવાસી બન્યા. દાનધર્મના એ ઉજળા વારસાને તેમના પરિવારે જાળવી રાખ્યો. શ્રી શશીકાન્તભાઈ પણ એવા જ ધર્મપ્રેમી અને ઉદાર દિલના છે, જેઓ આજે પિતાશ્રીના વિકસાવેલા ધંધાનું સફળ સંચાલન ભાઈઓને સાથે રાખી કરી રહ્યા છે. નિર્મળભાઈ પણ ધંધામાં સાથે જ છે. સૌ સાથે રહીને નાનાં મોટાં સાર્વજનિક અને ધાર્મિક તથા શૈક્ષણિક કામોમાં યથાયોગ્ય ફૂલપાંદડી સહયોગ આપતા રહ્યા છે. તળાજામાં પ્રતિષ્ઠા કરાવી ત્યારે ચૌમુખજીમાં પૂર્વાભિમુખ ભગવાન બેસાડ્યા હતા. લાયન્સ ક્લબ, ઘાટકોપરમાં, હિન્દુ મહાસભામાં, લાયન્સ ક્લિનિકમાં એક બેડ તેમના કુટુંબ તરફથી આપેલ છે. ભાવનગરમાં વી.સી. લોઢાવાળા હોસ્પિટલમાં દંત વિભાગ શરૂ કરાવવામાં તેમનાં કુટુંબે વર્ષો પહેલાં ૨૧૦૦૦નું માતબર દાન અર્પણ કર્યું હતું. ૧૫૦ સ્નેહીઓને લઈને એક અઠવાડિયા સુધી આબુ, ઉત્તર ગુજરાતનાં શ્રી શંખેશ્વર, તારંગા, મહેસાણા વગેરે તીર્થોની યાત્રા કરાવી લાભ લીધો હતો. શ્રી શશીકાંતભાઈ મોહનલાલ મહેતા ડોંબીવલીમાં શ્રી શશીકાંતભાઈએ નવલાખ મંત્રના જાપ કર્યા. પૂ.આ.શ્રી મહાનંદસૂરિજી મ.સા.ની નિશ્રામાં બરોડાકારેલીબાગમાં નાકોડાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી, દેરી પણ બનાવરાવી. કાંદિવલીમાં ગૌતમસ્વામી પધરાવ્યા, વિવિધ પ્રકારનાં સાતેક પૂજન કરાવ્યાં, પાલીતાણા-ગુરુકૂળ-તથા બાલાશ્રમમાં અને યશોવિજયજી ગુરુકૂળ-મહુવામાં સારી એવી રકમ આપી. લોનાવાલામાં કેટલીક જમીન છે જેના ઉપર દેરાસર બંધાવવાની ભાવના છે. ઉપરાંત સાધર્મિકભક્તિ અંગે પણ અવારનવાર દાનગંગા વહેતી રાખે છે. તેમનાં માતુશ્રી રંભાબેનનો ચાર વર્ષ પહેલાં સ્વર્ગવાસ થયો, તેમની પણ ગજબની તપસ્યા હતી. આ પરિવાર તરફથી દરવર્ષે સરેરાશ બેથી અઢીલાખનું દાન અપાતું રહ્યું છે. ૨૦૫૭ના વૈશાખ માસમાં ગાર્ડન લેન-સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (મુંબઈ) મુકામે શ્રી ઘંટાકર્ણ મહાવી૨દેવ; શ્રી ચકેશ્વરી માતાજી, શ્રી મહાલક્ષ્મી માતાજી એમ ત્રણ પ્રતિષ્ઠાઓ ધામધૂમથી કરાવી. શ્રી રમણિકલાલ સેજપાલ જન્મવું, ભણવું ને કમાવું, સંસાર માંડવો ને મૃત્યુમાં હતા નહોતા થઈ જવું એ કદાચ જીવન હશે, પણ સાચું જીવન નથી. ખરું ધાર્મિકજીવન તો છે બીજા માટે કંઈક કરી છૂટવામાં. ધન હોય તે વહેંચીને ખાવાની વૃત્તિ હોય પણ આવું કરવું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy