SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ to૫૦ રાત્રિનો ભ્રમ થતાં ભોજનનો કે દવાનો નિષેધ કરતા, સૂર્યાસ્ત થયો નથી, એ બરાબર સમજાવીએ, ને સમજણમાં આવે તો. જ ભોજન કરે. આ ઉપરાંત નવપદની ઓળીઓ, ત્રણે ઉપધાન તપ, ૭૮ વર્ષની ઉંમરે અડ્ડાઈ તપ, અનેકવાર શ્રી સીમંધર સ્વામીના અક્રમ તપો, પર્વતિથિઓએ એકાસણું, આયંબિલ, વર્ધમાન તપની ઓળીઓ વગેરે અનેક આરાધનાઓથી જીવન મઘમઘાયમાન હતું. ભારતભરના લગભગ સર્વે તીર્થોની યાત્રા પણ તેમણે કરેલી તથા સિદ્ધિગિરિતીર્થમાં ગાતુમિસ પણ કર્યું. પુણ્યાનુબંધીપુષ્યનાં એવા સ્વામી હતાં કે પુત્રોને આર્થિક ક્ષેત્રે અનુકુળતા મળતાં તેમને હાથે અનેક સુકૃતોનાં કાર્યો થયાં. પોતાના પતિની સ્મૃતિ નિમિત્તે તેમણે ‘‘સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ”ની સ્થાપના કરાવી. એના અન્વયે નડિયાદ, વીરમગામ, હસ્તગિરિ, વિમલ સોસાયટી (મુંબઈ) વગેરે સ્થળે જિનમંદિરો કરાવ્યાં. વીરમગામમાં સાધર્મિકોની અનુકૂળતા માટે ધર્મશાળા કરાવી. બે ત્રણ ઠેકાણે ઉપાશ્રયો કરાવ્યાં. જિર્ણોદ્ધારનો પણ લાભ લીધો. ખંભાતમાં લગભગ ૨૦૦ જિનપ્રતિમાઓનો જનશલાકા મહોત્સવ પુત્ર મુનિ તથા કુટુંબના સાધ્વીઓની પ્રેરણા પ્રસંગેથી પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રી ભુવનભાનુસૂરિશ્વરજી મહારાજાદિ ૮૦ મુનિભગવંતોની નિશ્રામાં કરાવ્યો. પૂજ્ય આચાર્યભગવંતની ૧૦૮મી ઓળીનાં પારણાં પ્રસંગે મુંબઈમાં માસક્ષમા, સિદ્ધિતપ વગેરે અનેક તપસ્યાઓ મુનિઓમાં થઈ તથા શ્રાવક-શ્રાવિકાઓમાં છસો નવા પાયા તથા એક હજાર ઓળીઓ થઈ. ભવ્ય મહોત્સવ થયો. આ બધાનો લાભ પાંચ વ્યક્તિઓએ ભેગા થઈ લીધો, તેમાં મૂળીબેને પોતાના પતિનું પ્રથમ નામ લખાવ્યું. અનેક પુસ્તકો પણ પ્રસિદ્ધ કરાવ્યાં, લખાવ્યાં. બીજા નાના નાના સંપુજન, પૂજા, આંગીઓ, પ્રભાવનાઓ વગેરે અનેક સુકૃતો તો અગણિત કર્યાં. આટલા બધા સુકૃતો છતાં મનમાં જરાય માન નહિં. તેમનાં નિર્માણ કરાવેલ મંદિરોમાં કે ઉપાશ્રયોમાં હાજી તેમના નામની ખાસ કોઈ તી વગેરે પણ લગાવી નથી. તેમજ તેવી કોઈ ઉત્કંઠા પણ તેમને જાગતી નહીં. છેલ્લાં વર્ષોથી કુટુંબ પરના મમત્વભાવને પણ ઉતારી દીધું. માત્ર આરાધનામાં જ લાગી ગયા. રોજ ચોવીશે કલાક આરાધનાની લગનીં. દિવસે પૂજાદુ આવશ્યક ક્રિયાઓ સાથે સામાયિકમાં જ કાળ પસાર કરે. રાત્રે પ્રતિક્રમણ પછી જાપ વગેરે કરે. છેલ્લાં પાંચેક વર્ષ પૂર્વે તેમને માથામાં રોગ (હરપીસ) લાગુ પડ્યો. ઉપચાર છતાં સુધારો નહીં થતાં સમભાવે ભોગવતા. ૨૦૪૩ના શ્રાવણ શુદ પૂનમે પૂજા કરીને આવતાંની સાથે હુમલો આવ્યો. મોઢું તરડાઈ ગયું. પટકાઈને પલંગમાં પડ્યાં. જમણું અંગ ખોટું થઈ ગયું, સ્મરણશક્તિ પણ ચાલી ગઈ. પણ તરત ઉપચાર લેવા માંડ્યાં. થોડા દિવસે સ્મરણશક્તિ પુનઃ પ્રાપ્ત Jain Education International બૃહદ્ ગુજરાત થતાં. સૌથી પહેલા નવકાર મંત્ર યાદ આવ્યો. ધીમે ધીમે થોડું સારું થવા માંડ્યું. પણ હવે પથારીવશ બની ગયાં. પુત્ર મુનિ પૂજ્ય હેમચંદ્ર વિજયજી મહારાજના ગણિપદ, પંન્યાસ પદ વખતે તેમણે સારો લાભ લીધેલો, પણ તેમની એક મહેચ્છા પુત્ર મુનિનો આચાર્યપદના મહોત્સવની લાભ લેવાની હતી, અને પુત્ર મુનિને આચાર્ય કોઈને જવાની હતી. પૂજ્ય ગુરુદેવને વિનંતી કરી. પૂજ્યશ્રીએ પણ તેમની ઇચ્છા તથા સંયોગોને પીછાનીને પૂજ્ય પં. હેમચંદ્ર વિજય ગણિવર્યને આચાર્ય પદ પર આરૂઢ કરવા આજ્ઞા ફરમાવી, અને ભાયખલા મુકામે ૨૦૪૪ના ફાગણ વદ ૩ના મહોતસવ યોજાયો. મૂળીબેને આમાં પણ ખૂબ સારો લાભ લીધો, અને આચાર્યપદ પ્રસંગે પણ તેઓ પુત્ર ધરણેન્દ્રને ત્યાં ભાયખલા હોવાથી, ત્યાં જ નક્કી કરાવ્યો. આ પ્રસંગે લકવાગ્રસ્ત મૂળીબેનને ઠેલણ ગાડીમાં બેસાડીને લાવવામાં આવ્યાં, ખુબ ઉલ્લાસપૂર્વક આચાર્યપદ પ્રસંગ નિહાળ્યો. સૂરિમંત્રની પ્રત વહોરાવવાનો તથા સૂરિમંત્ર પ્રદાનની વિનંતી કરવાનો લાભ પણ ઉછામણી પૂર્વક લીધો, અને ઉલ્લાસપૂર્વક પુત્રના માથે સૂરિપદ પ્રસંગે વાસક્ષેપ નાખ્યો. પુણ્યાનુબંધી પુણ્યના સ્વામી એવા તેમની બધી જ પ્રશસ્ત ઇચ્છાઓ પાર પડી. ત્યારપછી અનેક વાર બિમારી વધતાં સમભાવે સહન કરતાં. પુત્ર મુનિ, પુત્રી સાધ્વીજી વગેરે દૂર દૂરથી તેમને સમાધિ આપવા ઉગ્ર વિહાર કરી આવતા. પૂજ્ય હેમચંદ્રવિજયજી મહારાજ એકવાર ગિરનારથી વિહાર કરીને, તથા બીજી વાર નવાડીસાથી ઉદ્મ વિષ્ણુર કરી સંસારી માતાને સમાધિ આપવા આવ્યા હતા. મુંબઈમાં અનેક ચોમાસાઓમાં પણ તેઓની સમાધિ આરાધનાની વારંવાર ચિંતા કરતા, તથા તેમના ઘેર જઈ આરાધના કરાવતા. આસો સુદ ૪ના રાત્રે ભયંકર માસ ઊપડ્યો. કુટુંબીજનો સૌ ચેતી ગયા. ભેગા થઈ નવકારમંત્રની ધૂન સતત મચાવી. લગભગ સોળ કલાક સતત ધૂન ચાલી અને આસો શુદ ૫ બપોરે ૧-૩૫ મીનીટે ૮૯ વર્ષની મનુષ્ય જીવનની યાત્રાને માર્ગાનુસારીનાં કર્તવ્યો. સમ્યગ્દર્શનની અને દેશવિરતીની આરાધના દ્વારા સફળ કરી, આત્મા પરલોકની સફરે મુક્તિને નિકટ કરવા ઊપડી ગયો. આલેખન : પૂ. વૈરાગ્યદેશના દક્ષ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિશ્વરજી મ. સૌજન્ય : પ. પૂ. વૈરાગ્ય દેશના દક્ષ આ. ભ. શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિ મારાજના ૫૦ વર્ષના નિર્મળ સંયમ જીવનની અનુમોદનાર્થે તેમના અગણિત ઉપકારની સ્મૃતિ નિમિત્તે મૂળીબેન અંબાલાલ શાહ પરિવાર, રમાબેન પુંડરિકભાઈ શાહ, ખ્યાતિ, શર્મેશ શાહ, મલય (ખંભાત નિવાસી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy