SearchBrowseAboutContactDonate
Page Preview
Page 766
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પૂણ્યશાળી શ્રાવક, આગેવાન ઉદ્યોગપતિ અને શ્રેષ્ઠ,માનવ તરીકેનું નામ બહોળા સમૂહમાં ગાજતું રહ્યું છે. તેઓની સંલગ્ન સેવાસંસ્થાઓ : મુંબઈ સમાજની કારોબારીમાં સક્રિય સભ્ય ૧૯૬૩થી, - ભીવંડી :- પાંચવર્ષમાં સ્કૂલ બનાવી તેના ચેરમેન, ભીવંડી ઃ- વીસા ઓસવાળ સમાજના પ્રમુખ, જામખંભાળિયા ઃ- વડાળિયા - મા.વિ.ઓ, પાંજરાપોળના મુખ્ય કાર્યકર તથા ટ્રસ્ટી. હરહંમેશ જેમના મુખમાં અને સામા માન્નસ સાથે વાતચિત પ્રસંગે ‘મહાવીર' શબ્દ પ્રથમ ઉચ્ચાનાર, વતનપ્રેમી અને દુષ્કાળ સમયે પોતાની સર્વશક્તિઓને રાહતકાર્યમાં ગૂંથી પોતાનાં કાર્યોથી વતનના એકએક રણોને પરિચિત કરાવનાર શ્રી લાલજીભાઈ, વૈબંધુ શ્રી ઝવેરચંદભાઈ તથા અનુજથી ભગવાનભાઈ તથા પુત્રો વિનોદકુમાર, બિપિનકુમાર, દિલિપકુમાર અને પુત્રી સોનલબહેન જેવા ધાર્મિક સંસ્કારી પરિવાર સાથે ધર્મમય જીવન જીવી રહ્યા છે. લોહાણા સમાજના સેવાભાવી અગ્રણી સજ્જત સ્વ. શ્રી વેલજી દામોદર સોમૈયા સૌરાષ્ટ્રની ધરતી પર દીવાન પરંપરાને પણ આંટી દે એવા જે ગણ્યા ગાંઠ્યા મુત્સદી કારભારીઓ જ્ઞાતિમાં થઈ ગયા છે. એમાંના એક સ્વ. શ્રી વેલજી દામોદર હતા. તેમનો જન્મ જામનગરમાં ઇ.સ. ૧૮૭૫માં થયો હતો ને એ જમાના પ્રમાણે સામાન્ય શિક્ષણ બાદ નોકરીથી શરૂઆત કરીને તેઓ દીવાન નરભેરામ ભગવાનજીના કારભારી પદે પહોંચ્યા હતા. તેઓ જેટલા ધર્મ પ્રેમી ને સાલસ સ્વભાવના હતા, એટલા જ નીડર ને સ્પષ્ટવક્તા હોઈ ભલભલાને પણ પોતાનાં વક્તવ્યથી આંજી દેતા ને સત્ય કહેતાં જરાપન્ન અચકાતા નહોતા. એટલે જ પ્રામાલિક દીવાન નરભેરામભાઈના ખાસ માનીતા બન્યા હતા. ને વર્ષો સુધી તેમના ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પદે રહ્યા હતા. જામનગર જ્ઞાતિ મહાજનના પ્રમુખ પદે રીને તેમણે જ્ઞાતિની વર્ષો સુધી સેવા બજાવી હતી. એટલું જ નહિં ભાવનગર ખાતે ૧૯૧૨માં મળેલી સમસ્ત લોહાણા પરિષદમાં કાર્યવાહક સભ્ય તરીકે તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો હતો ને ઘણાં લોકોપયોગી કાર્યો કર્યાં હતાં. પાછળથી મુંબઈ આવીને રહ્યા હતા અને મૂળજી જેઠા મારકેટમાં વેલજી દાોદર એન્ડ કંપનીને નામે દુકાન કરી કાપડના વેપારમાં પડ્યા હતા અને મુંબઈની જ્ઞાતિની પ્રવૃત્તિમાં પણ સક્રિય રસ લઈ પોતાની સેવાભાવના અને કાર્યશક્તિનો પરિચય આપ્યો હતો. જ્ઞાતિના આજના કેટલાક અગ્રણીઓને મુંબઈ લાવવામાં Jain Education International બૃહદ્ ગુજરાત તેમનો ફાળો છે. એ સમયમાં તેમનું ઘર ઘણી વખત વર્તનથી આવનારાઓ માટે ધર્મશાળા જેવું બની રહ્યું હતું. તેઓ સૌનું પ્રેમથી સ્વાગત કરતા, યોગ્ય સલાહ આપતા. જ્ઞાતિના આ વીર મુત્સદી અને સેવાભાવી ધર્મ પ્રેમી સજ્જનનું ઇ. સ. ૧૯૪૬માં ૭૧ વર્ષની વયે અવસાન થયું. ધર્મભાવનાનો કીર્તિકળશ શ્રી શાંતિચંદ બાલુચંદ ઝવેરી ઇ. સ. ૧૯૨૯માં સુરતના વીશા પોરવાડ જ્ઞાતિના જાજરમાન પરિવારના ચંદ્રાવતીબેનની કુક્ષીએ શ્રી શાંતિમંદનો જન્મ. માતાની બિમારીએ સાતવર્ષની વયે મોસાળમાં મામા મોહનલાલ સાકરચંદ તથા મામી પ્રભાવતીબહેન ને નાનીમા રૂક્ષ્મણીબેનના ધર્મ-સંસ્કારો ઝીલવા ઉછરવા ગયા. બાદ મામાના વડપણે ધંધાર્થે મુંબઈ ગયા. પ્રારબ્ધ-પુરુષાર્થ પિતૃઆશિષ ને મામાના વાત્સલ્યે શેર બજારમાં વણથંભી પ્રતિ કરી. દરમિયાન મયંકર માંદગીના બિછાને પ.પૂ.આ. ગુરુદેવશ્રી અશોકચંદ્રસૂરિશ્વરજી મ.સા.નો સંયોગ ને સતસંગ થતાં ધર્મજ્ઞાનની પિપાસા જાગી ને ગુરૂઆશિષે નવજીવન પ્રાપ્ત થયું. બાદ ખાનદાન પરિવારના શ્રી. કેસરીચંદ સ્વરૂપચંદ ઝવેરીની પુત્રી નલિનીબેન સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં. સોડે સાધુ-સાધ્વીઓની ભક્તિ-વૈયાવચ્ચના વિશેષ રાગથી ને સાધુ સાધ્વીઓનાં પગલે પરિવાર ધર્માનુરાગી બન્યો, અને તેમાં વૃદ્ધિ કરતાં કહ્યાણ મિત્ર શ્રી રજનીકાંત મોહનલાલ દેવડીના આગ્રહે બાબુલનાથના પાર્શ્વ જિનાલયના અંજનશલાકા પ્રસંગે ભગવાનના માવતર બન્યાં. અશક્તને ડોળી, યાત્રીકો માટે અષ્ટપ્રકારી પૂજાસામગ્રી તથા આવશ્યક્તાએ વાહનસુવિધા યુક્ત જ્ઞાતિજનોને નવ્વાણયાત્રા કરાવી. ઇ. સ. ૧૯૮૮નાં દુષ્કાળમાં મહાતીર્થ શત્રુંજ્યમાં આદિશ્વરદાદાનો અભિષેક કરાવ્યો ને સાથે જ મેઘરાજાએ મહેર કરી ૨૩-૧૨-૧૯નો છ ગાઉની પ્રદા સાથેનો આ પ્રસંગ સેંકડો વર્ષો બાદ ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે અંક્તિ છે.,જો ૩૬ આચાર્યો, ૪૦ સાધુ સાધીઓ તથા એક લાખ યાત્રિકો ઊમટ્યા હતા. જે આ સિદ્ધક્ષેત્રનો પ્રથમ બનાવ હતો. વર્ધમાન સંસ્કૃતિધામના ૧૦૦૦ સ્વયંસેવકો, ૮૦૦ જ્ઞાતિજનો અને ૫૦૦ મહેમાનો નિયંત્રિત હતા, પુ. સધુ-સાધ્વીજીના વિહારની વ્યવસ્થા પણ ઊભી કરાયેલ આવા અભિષેક અને તેના ક્તિઓના સ્મરણમાં પાલીનાણા નગરપાલિકા તથા કોઠ કલ્યાણજી આણંદજી પેઢીના સહયોગે તળેટી રોડનું ‘રજની-શાંતિ માર્ગ'થી નામાભિમાન થયેલું. ગિરિરાજની તળેટી ૫૨ ૧૦૮ સમવસરણના ભવ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy