SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન નીચેની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ૧. પ્રમુખ : શ્રી જૈન યો.પુ.પૂ. મંદિર ગાંધીનગર-બેંગલોર ૪૦ વર્ષથી. ૨. પ્રમુખ : શ્રી જૈન શ્વે.પૂ.પૂ. સમાજ બેંગલોર (પ્રારંભથી ૩૦ વર્ષથી પ્રમુખ અને ટ્રસ્ટી) ૩. પ્રમુખ : વિમલાબેન દલપતલાલ જૈનભોજનશાળા ગાંધીનગર. શ્રી હીરાચંદજીનાહર જૈનભવન, શ્રી સીતાદેથી રતનચંદ નાકર ાયગ્નોસ્ટિક સેન્ટર, ગાંધીનગર - બેંગલોર. ૪. પ્રમુખ ઃ યુગપ્રધાન શ્રી જીવદા સૂરિશ્વરજી જૈનદાદાવાડીમાં ગાંધીનગર (૩૦ વર્ષથી પ્રમુખ તથા ટ્રસ્ટી) ૫. પ્રમુખ ભેદા ખીખી ાકરસી જૈન પાઠશાલા ગાંધીનગર બેંગલોર (૨૫ વર્ષથી) ૬. પ્રમુખ : શ્રી ગુજરાત જેશ્વે.પૂ.પૂ. સંઘ બેંગલોર (પ્રારંભથી આજ સુધી) ૭. પ્રમુખ : શ્રી વિસાઓસવાલ કરી ગુજરાતી જૈન સંધ (પ્રારંભથી આજસુધી) ૮. ટ્રુસ્ટી : શ્રીજિનકુશળસૂરિ દાદાવાડી ટ્રસ્ટ બસવનગુડી – બેંગલોર ૯. ટ્રસ્ટી : શ્રીચંદ્રપ્રભલબ્ધિ જૈન શ્વે.પૂ.પૂ. સંઘ ઓકલીપુર - બેંગલોર ૧૦૦ ટ્રુસ્ટી : શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ શાસન પ્રભાવક ટ્રસ્ટી-દેવનહલ્લી ૧૧. કમિટી મેમ્બર : શ્રી કર્ણાટક ગુજરાતી પ્રગતિ સમાજ ૧૨. ટ્રસ્ટી શ્રી પાર્શ્વનાધ જીર્ણોદ્વાર ટ્રસ્ટ-(બનારસ ઉ.પ્ર.) ૧૩. ટ્રસ્ટી : શ્રી અંજાર ખરતર ગચ્છ જૈનસંઘ-અંજાર (કચ્છ-ગુજરાત) ૧૪. કમિટીમેમ્બર : શ્રી મહાવીર આરાધના કેન્દ્ર-કોબા (ગુજરાત) ૧૫. ઉપપ્રમુખ : શ્રી દક્ષિણભારતીય કચ્છી ગુર્જર જૈન સમાજ ૧૬. ઉપપ્રમુખ તથા ટ્રસ્ટી : શ્રી ઓમ શાંતિ ટ્રસ્ટ - પાલીતાણા અને ઇરોડ ૧૭. ટ્રસ્ટી : શ્રી વર્ધમાન જૈન ભોજનાલય-અંજાર ૧૮. ટ્રસ્ટી : શ્રી નાગેશ્વરી જૈન દાદાવાડી (ઉન્હેલર ૧૯. પ્રતિનિધિ શ્રી શેઠ આણંદજ કલ્યાણજી પેઢી-અમદાવાદના ૨૫ વર્ષથી કર્ણાટક પ્રાન્તીય પ્રતિનિધિ. ૨૦. મેમ્બર ઃ ગવર્નિંગ બોર્ડ, અખિલ ભારત તીર્થરક્ષા મિતિ અમદાવાદ મુંબઈ સિકન્દરાબાદી અનેક સંસ્થાઓના અગ્રેસર શ્રી રાજેન્દ્રભાઈ દલાલ તનમાં તરવરાટ, નથનમાં સાહ, ચહેરાપર હાસ્ય, શ્રી રાજેન્દ્રભાઈનો પ્રથમ પરિચય પામનારના મનમાં તેઓના માટે આવી છાપ સહજ જ ઊઠે એવું તેમનું વ્યક્તિત્વ. દરેક વ્યક્તિમાં શક્તિઓ તો પડી જ હોય છે પણ તે શક્તિને કેળવવા, ખીલવવા કે બહાર લાવવા આવશ્યક્તા છે દેવકૃપાની અથવા ગુરુકૃપાની અને એટલે જ પુણ્યશાળી આત્મા દેવ-ગુરુકૃપાએ જીવનને નંદનવન સમું બનાવી જાય છે. રાજેન્દ્રભાઈ આવા જ એક આત્મા છે. જેઓએ દેવકૃપા ઝીલવા પૂરતી પાત્રતા કેળવી છે. દેવગુરુના ચરણોમાં જીવન સમર્પિત કરી જિનશાસનની સુવાસ મહેંકાવવા અદ્ભુત યોગદાન આપી Jain Education International ♦ ૧૧ ઐતિહાસિક કારકિર્દી રચી છે. માતા જાસૂદબેન, પિતા અમૃતલાલના આ સુપુત્રનું શૈશવ અને શિક્ષણ અમદાવાદની અવની પર મહોરેલું પરંતુ યૌવનનાં આંગણે પગ મૂક્તાંજ આ સાહસવીર ધંધાર્થે બેંગલોર તથા સિકન્દરાબાદની ધરતીને પસંદ કરીને સ્થિર થયા. ધર્મસંસ્કાર તો વારસાગત હતા જ. પણ સાચો સપૂત તે કહેવાય કે જે માવતરના આવા વારસામાં વૃદ્ધિ કરે. એવા આ રાજેન્દ્રભાઈને ભાગ્યયોગ બળવાન હશે કે તેમને આ માટે દેવગુરુનો સહયોગ મળ્યો ને પોતાના પુરુષાર્થને તેઓએ આ દિશામાં વાળ્યો. સિકન્દરાબાદમાં મોટે ભાગે ગુજરાત-સૌરાષ્ટ્રથી ધંધાર્થે આવેલા અનેક ગુજરાતીઓ જૈનોનો વસવાટ હતો, તેથી સહુએ સામુહિક સહકારથી ત્યાં શ્રી કુંથુનાથભગવાનનું સુંદર શિખરબંધ મંદિર નિર્માણ કર્યું. અને આ મંદિરની અંજનશલાકા પ્રતિષ્ઠા માટે સંઘની વિનંતીથી અધ્યાત્મરત્ન પૂ.આ.ભ. જયંતસૂરિશ્વરજી મ.સા., મહાન વિદ્વાન વાત્સલ્યવારિધિ શાસન પ્રભાવક પૂ. આ.ભ. વિક્રમસૂરિશ્વરજી મ.સા. તથા શાંતિપૂર્તિ પૂ.આ.ભ. વિનસૂરિારજી મ.સા. પધાર્યા. સાથે માતૃહૃદયા સા. વર્ષા શ્રી સર્વોદયાશ્રીજી મ.સા. પણ પધારેલ. પૂષોના સતસંગે રાજેન્દ્રભાઈના વનમાં શાસનપ્રેમ-જિનભક્તિ, ગુરુભક્તિનો અનેરો રંગ ભર્યો. સિકન્દરાબાદની અનેરી પ્રતિષ્ઠા કાળે તેઓ ૩૦ વર્ષની ઉંમરે શ્રી સંઘના સેક્રેટરી પદે હતા. તેમનામાં અદમ્ય ઉત્સાહ, ગુરૂઆશા શિરોમાન્ય, તમન્ના ને સંઘનું નેતૃત્વ કરવાની પ્રતિભા ઝળકતી હતી. આ સમયે તેઓએ પૂજ્યોમાં શાસનનિષ્ઠા, જિનભક્તિ અને અપૂર્વ ઉત્સાહ અને જ્ઞાન પ્રતિભા જોતાં જેમ લોઢું ચુંબક તરફ ખેંચાય તેમ તેઓનું દિલ પણ અનાયાસે પૂ. ગુરુદેવ વિક્રમસૂરિશ્વરજી મ.સા.ના ચરણો પ્રતિ ખેંચાવા લાગ્યું. તેઓશ્રીના પ્રખર પ્રવચનકાર વિજ્ઞાનમુનિશ્રી રાયવિજય મ.સા. (વર્તમાનમાં પૂ.આ.ભ. રાજ્યસૂરિશ્વરજી મ.સા.ના પ્રભાવક પ્રવચનોએ તેમના જીવન પર જબરજસ્ત પ્રભાવ પાડ્યો. અને જીવનમાં એક નવો વળાંક આવ્યો. ધર્મનો એવો ઘંટનાદ રણક્યો કે સારા ભારતમાં એનો રણકાર ગૂંજી ઊઠ્યો. પૂ.ગુ.ભ. વિક્રમ સૂરિશ્વરજી મહારાજે પણ તેમનામાં તરવરાટ, ઉત્સાહ, કાર્યકુશળતા, બુદ્ધિમત્તા અને શાસનકાર્યયોગ્યતા જોઈ. તેથી તેઓએ કરેલ સિકન્દરાબાદથી સમેતિક ખરજીની છારી પાલક મહાસંધ યાત્રામાં સંઘના સંચાલક માટે રાજેન્દ્રભાઈની વરણી કરેલી. આ યાત્રા એક સાહસ યાત્રા હતી ને ૫૦૦ વર્ષ બાદ પ્રાયઃ આવી સુદીર્ઘ યાત્રાનું આયોજન હતું જેમાં ૫૦૦ યાત્રિકો, ૧૦૦ સાધુ-સાધ્વીઓ, ૫ આચાર્ય ભગવંતો હતા. આ યાત્રા ૧૯૧ દિવસની હતી. જેનું તેઓએ સુપેરે સંચાલન કર્યું હતું. કુદરતી, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy