SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સત્કાર સભામાં તેઓ ઉપસ્થિત રહ્યા. નમસ્કાર મહામંત્રના અંતિમ પદ ‘‘મંગલમ્” પૂર્ણ થતાં પરમ સંતોષ સાથે એક જ સેકન્ડમાં સદાય માટે આંખો મીચી દીધી. બાજુમાં રહેલા પુત્ર નીલેશના ખોળામાં ઢળી પડ્યા. તેમનો જીવન દીપ બુઝાઈ ગયો. તા. ૨૪-૧૨-૧૯૯૦ના રજનીભાઈ દેવડીની અંતિમયાત્રામાં આચાર્યભગવંતોએ વાસક્ષેપથી આશીર્વાદો આપ્યા. લાખો લોકો એમાં જોડાયા. પાલીતાણાના ઇતિહાસમાં આવી વિશિષ્ટ અંતિમયાત્રા પ્રથમ હતી. તેમનાં ધર્મનિષ્ઠ પત્ની હંસાબેન, પુત્ર નીલેશ, પુત્રવધુ બીના, પૌત્રી ક્રિષ્ના, પૌત્ર અભિષેક પણ આ પવિત્ર આત્માના, ધર્મસંસ્કારોનો વારસો દીપાવે છે. (સંકલન - મનુભાઈ શેઠ) ધર્માતુરાગી, સમાજ સેવક, આત્મિકદૃષ્ટિસંપન્ન, સમર્પિત વ્યક્તિત્વશાળી, સદ્ગુણાલંકૃત રવિલાલ લવજીભાઈ પારેખ ‘ભલો કચ્છડો બારેમાસ' ના અંજાર ગામેથી લગભગ સદી પૂર્વે રવિભાઈના દાદા-પરદાદા ધંધાર્થે બેંગલોર આવ્યા, વસ્યા. તે પરિવારમાં પિતા લવજીભાઈ અને માતા જડાવબેનની કૂક્ષિએ તેમનો જન્મ થયો, નામ પાડવામાં આવ્યું ‘રવિ’ અને ખરેખર નામની સાર્થકતા પૂરવાર કરતાં તેઓ ઘર-કુટુંબ અને સમાજમાં ધર્મનો પ્રકાશ ફેલાવા લાગ્યા. વિજયલક્ષ્મણસૂરિશ્વરજી મ.સા. જેવા ધૂરંધર આચાર્યની નિશ્રામાં આજ પાવનસ્થળના સામેના શ્રી પાર્શ્વવલ્લભ પ્રાસાદમાં બિરાજતા મૂળનાયક અને અન્ય બિંબોનો પાંચ કલ્યાણકો અને પ્રતિષ્ઠા મહોત્સવ તેમના પિતાજીના પ્રમુખપણા નીચે શ્રીસંઘે શાનદાર રીતે ઊજવ્યો અને તેમના પિતાની ગેરહાજરી બાદ એ કાંટાળો તાજ સંઘે તેમના શિરે ધર્યો. ત્યારે તેઓએ વહીવટી કુનેહ અને ચાણક્યનીતિ દ્વારા બતાવી આપ્યું કે કંટક સાથે ગુલાબ પણ હોય છે. માત્ર હાઈસ્કૂલનું શિક્ષણ લઈ શાળામાંથી ઊઠી જનાર વિદ્યાર્થી છતાં તેમની જવાબદારી, કુશળતા, અમીદ્રષ્ટિ, સાદાઈ, પરમાર્થભાવના, સાચાસલાહકાર વગેરે સદ્ગુણોએ સૌનાં હૈયાને નાચતા કરી દીધેલા. જાણેકે તેમના લલાટે જીવનસિદ્ધિનાં સુકાર્યો લખાવીને જ આવ્યા હોય તેમ શરૂઆતથી જ સિકન્દરાબાદના મંદિર અને સમાજની કમિટીમાં ઉચ્ચસ્થાને રહી સંચાલન કરી બાદ બેંગલોર આવી આજે ૨૧ વર્ષથી શ્રી પાર્શ્વવલ્લભજૈન પ્રાસાદ, યુગપ્રધાનશ્રી જીનદત્તસૂરિશ્વરજી જૈન દાદાવાડી, શ્રી જૈનમૂર્તિપૂજક સમાજ, ભેદા ખીઅંશી ઠાકરશી જૈન પાઠશાળાનું એકધારા સંચાલન ઉપરાંત ઇતર સામાજિક અને વ્યાપારિક નાનીમોટી સંસ્થાઓ અને એસોસિયેશનની કમિટિનું સભ્યપદ શોભાવા Jain Education International બૃહદ્ ગુજરાત ઉપરાંત અત્રેના ગુજરાતી સમાજની ‘શ્રી વેલચંદ-વશરામ દેસાઈ ગુજરાતી સ્કૂલ'નું પ્રમુખપદ તેઓ ઘણા વર્ષથી દીપાવી રહ્યા છે. સેવાના સંસ્કારો વારસાગત આવે તેમ તેમના લઘુ બંધુ સ્વ. મોહનભાઈએ પણ સિકન્દરાબાદના મંદિર અને સમાજના પ્રમુખપદે રહી સફળતાપૂર્વક સંચાલન કરી બતાવ્યું છે. ‘લઘુતામાં પ્રભુતાનો વાસ' એ સદ્ગુણને તેઓએ જીવનમાં વણી લીધો છે. દેવગુરુની પથાવત તન, મન અને ધનથી સેવા સુશ્રુષામાં તેઓને અચળ અને અફર કરવામાં રાણપુરના શ્રી શાંતિભાઈ મોદી (મુ.મ.શ્રી ગુણચંદ્રવિજયજી મહારાજ) તથા તેમના લઘુબંધુ શ્રી નરોત્તમદાસ મોદી (સહટ્રસ્ટી)ની પ્રેરણા અને સહકારે અપૂર્વ સાથ પૂર્યો છે. વર્તન - વાણી ધાર્મિક આચાર વિચાર અને ઊંચા ખમીરથી તેઓએ સૌને પ્રભાવિત કર્યા છે. માદરેવતન અંજારમાં મંદિરધર્મશાળા દાદાવાડીના તેમના હસ્તે શિલારોપણ કર્યા પછી બેંગલોરમાં બેઠા-બેઠા તેઓ ત્યાંનું સંચાલન કરી રહ્યા છે. શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી શ્રીમાન શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ, અખિલ હિન્દુસ્તાન તીર્થરક્ષાકમિટીના કર્ણાટક દેશના પ્રતિનિધિ તરીકે તેમની નિમણૂંક કરી છે. જે ખૂબ જ પ્રશંસાપાત્ર બની હતી. જીતેન્દ્રવિજયજી મુનિ મહારાજ આદિ ઘણા તથા સાધ્વીશ્રીજી મહારાજ શ્રી સૂર્યમાળા આદિ ઠાણા એમ શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ તેઓની સેવાને સૌએ ગૌરવભેર બિરદાવી છે. ભારતભરમાં વિશાળ મિત્ર મંડળ અને ‘સોનામાં સુગંધ ભળે’ એવાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી સુશીલાબેન ખડે પગે તેમની ગુરૂભક્તિ અને સાધર્મિક ભક્તિ લ્હાવમાં સહકાર આપી ‘શતાયુ જીવો જુગલ જોડી' એવો લોકઆશીર્વાદ પામી રહ્યા છે. ઇતિહાસને પણ ઇર્ષ્યા થાય એવી તેમના હૃદયની શુદ્ધતાએ તેમના કુટુંબની એક્તા, પ્રગતિ ને ઉન્નતિ સચવાઈ રહ્યાં છે. કારણ કે કુટુંબીજનોની સેવા પ્રત્યે પણ તેઓએ કદી દુર્લક્ષ્ય સેવ્યું નથી. તેઓનો એક મહાન સદ્ગુણ કે ‘‘રેતીમાં મહેલ'’ ચણવાનો તેમનો પુરુષાર્થ ગજબનો છે. હાથ લીધેલ કાર્ય કોઈ પણ સંજોગોમાં પૂર્ણ કરવાની ધગશ અને હિંમતનો ‘શ્રી હીરાચંદજી નાર જૈનભુવન''ની ભવ્ય ઇમારત તેમનો તાદશ પુરાવો છે. સ્વપ્રદષ્ટા એવા તેઓએ ધૂપસળી માફક જૈન-જૈનેતર સમાજમાં સુવાસ ફેલાવી છે. તેઓએ સંઘના અગ્રપદે રહીને ધર્મ પરાયણતા-સચ્ચાઈ, ચરિત્રશીલતા, ઉદારતા, આદિ ગુણોથી સંઘનું ગૌ૨વ વધાર્યું છે. તેથી તેમના પ્રત્યેની બહુમાનની લાગણીરૂપે શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ મદ્રાસના ધર્મશ્રેષ્ઠીવર્ય શ્રી માણેકચંદજી બેતાલાના વરદહસ્તે તેઓને કાસકેટ સન્માનપત્ર અર્પણ કરાયું હતું. જે ૧૯૭૬માં બેંગલોરના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘે સન્માનપત્ર આપી બહુમાન કર્યું હતું. આજે તેઓ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy