SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન સાહસિક ઉધોગપતિઓ, ઉદારશ્વરિત દાનવીરો, સમદર્શી સમાજ સેવકો સમયકાળ ઝડપથી આગળ વધી રહ્યો છે. ઇતિહાસકારો અને સમાજશાસ્ત્રીઓનો એ પરમધર્મ બની રહે છે કે ઉદ્યોગપતિઓ અને દાનવીરોની સિદ્ધિઓના પાયાનાં મૂલ્યો શાં છે. વ્યાપાર કૌશલ્યમાં નિપુણ એવા ગુજરાતીઓની સૂઝ, ચપળતા અને વ્યવસ્થાશક્તિની સમાલોચના પ્રસંગે પ્રસંગે થતી રહે તો વર્તમાન અને ભાવિ પેઢી તેનાથી સુપરિચિત બની રહે. સફળ ઉદ્યોગપતિઓની સુદીર્ઘ હારમાળા જીવનના ગાઢ અંધકારમાં તેજસ્વી તોરણ સમાન પ્રકાશપૂંજ પાથરી નવી પેઢીને આગળ વધવાની ચોક્કસ દિશા બતાવે છે. આપણી અસ્મિતા અને ગરિમાને સાચવી રાખવા શ્રી અને સરસ્વતીનો સુભગ સમન્વય થવો જરૂરી છે. જીવનમાં સિદ્ધિ, સાર્થકતા કે સફળતા અપાવનાર જો કોઈ હોય તો તે ધર્મ છે. ધર્મશ્રદ્ધા જ માનવીને અનેક કસોટીમાંથી પાર ઊતારે છે. દાનધર્મ ઉત્તમ ગણાય છે. સંકલ્પ અને પુરુષાર્થ કરીને મેળવેલી ધનસંપત્તિ ધર્મમાર્ગમાં વાપરી સુકૃતની કમાણી કરી લેનારા આપણે ત્યાં ઘણા છે. વીસમી સદીમાં ભારતે વર્ષોની ગુલામી ત્યજી એક નવા જ રાષ્ટ્રનું નિર્માણ થયું તેમાં વિવિધ ક્ષેત્રના ખાસ કરીને ઉદ્યોગપતિઓએ પોતાનાં આગવી સૂઝ, કાર્યદક્ષતા, દીર્ઘદ્રષ્ટિ અને આયોજન શક્તિ વડે એક ઇતિહાસ રચ્યો છે. એવા સ્વબળે આગળ આવેલા ગૌરવવંતા ઘણા છે જેઓ કળવકળના જાણકાર છે, પરિવારની પ્રભાવકતા, તેનો ઉછેર, ઘડતર, તેમના દેઢ સંકલ્પ, આશ્ચર્યકારક કોઠાસૂઝ, સરળતા અને ખેલદિલીથી ભલભલાને પ્રભાવિત કરવાની કળા, કરુણાભાવથી છલકાતું હૈયું, ઉદારતા, દયાભાવના અને પરગજૂવૃત્તિ માટે જાણીતા બન્યા હોય તેવા ઘણા પરિચયો પ્રેરણાસ્ત્રોત બની રહે તેવા છે. આવા પુરુષાર્થી પ્રતિભાઓના સદ્ગુણો અને સંકલ્પો જ આપણને આગળ વધવાનું આલંબન બની રહે છે. અત્રે એવા ઘણા પરિચયો છે કે જેમના આચાર વિચારમાં સમન્વય જોવા મળ્યો, સ્વભાવની સરળતા અને નિસ્વાર્થ ભાવના નજરે પડી. જેમની વિનમ્ર સજ્જનતાનો પ્રસંગે પ્રસંગે જાત અનુભવ થયો. જીવન વ્યવહારોમાં સ્વસ્થ, સમદર્શી અને સૌજન્યમૂર્તિ ગણાયા છે, કુરિવાજો સામે અને સમાજના ઢાંચાને બદલાવવા સતત મથામણ કરનારા પણ છે. સ્વયં ભલા, ભોળા, સરળ અને નિખાલસ આ યુગના જાણે માનવી જ નહિ એવા દરિયાવ દિલના પણ ઘણા છે. જેમણે દુષ્કાળ કે ભૂકંપ સમયે માનવસેવાનો યજ્ઞ આરંભ્યો હોય, મેડિકલ કેમ્પો, રાહત રસોડાં, શિક્ષણમાં સહાય અને હૃદયમાં ત્યાગ-વૈરાગ્યના જ ભાવો રમતા હોય તેવા ઘણા છે. વિવિધ પ્રકારની શાસ્ત્રીય માહિતીઓ, અનેક વિદ્યામાં પારંગતતા અને ગહનતત્ત્વ ચિંતન, કલાર્દષ્ટિ, લેખન શક્તિ, ધર્મપરાયણતા, ખુમારી અને ધગશવાળા પણ ઘણા જોયા. અનેક સ્વપ્રસિદ્ધિઓ પછી પણ જેના મુખ ઉપર સંતોષના સમંદર લહેરાતા જોયા એવા ઘણા પરિચયો - પ્રતિભાઓના જીવન નિષ્કર્ષની સુંદર માહિતી આ લેખમાળામાં રજૂ થઈ છે. –સંપાદક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy