SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ તરીકેની કાર્યવાહી બજાવે છે. તેઓશ્રીની ગોફણ ગીતાની ૨૦૦0 કંડિકાઓ સમાવતું ‘ગોફણ ગીતા ભાગ-૧’ પુસ્તક તાજેતરમાં જ બહાર પડલું છે. ૭૮ વર્ષની વયે પણ તેઓશ્રી અઢી-ત્રણ કલાક જાહેર કાર્યક્રમ આપી શકે છે. એમની જ જીવનગાથા એમના શબ્દોમાં : “અમે વીતાવ્યું જીવન આખું ઘર ઘર રમતાં રમતાં, વિટંબણાઓ સંસાર કેરી, સહેતાં હસતાં હસતાં. પરિવારનો સાધ્યો ઉત્કર્ષ, સંસ્કૃતિસુમન ધરતાં, સૌભાગ્યવંતુ ઘડપણ જીવે એક બીજાને ગમતાં.” (ગોફણ ગીતા-ભાગ-૧ પુસ્તકના આધારે) શ્રી સ્પર્શ દેસાઈ તા. ૬-૭-૧૯૬૭ના રોજ જન્મેલા બગસરા (જિ. અમરેલી)ના વતનીનો અભ્યાસ બી. કોમ. સુધીનો. લેખક, કવિ તરીકે આગેકૂચ કરતા શ્રી દેસાઈ દિલ્હીની પત્રકારિત્વ અકાદમી કોર્સ કરી રહ્યા છે. આજ દિન સુધીમાં તેમનાં પાંચ પુસ્તકો (૧) અસ્તિત્વનો શખ્સ ફોડાય છે. (ગઝલ સંગ્રહ), (૨) રોમની રોમાંચક રાત્રી (નવલકથા), (૩) તારી તલાશમાં (નવલકથા), (૪) સર્જન યાત્રા (સાહિત્ય સંકલન) અને (૫) દરિયો જ દરિયો છે બધે (ગીત ગઝલ સંગ્રહ) બહાર પડી ગયાં છે. શ્રી સ્પર્શ દેસાઈએ ગુજરાત - સૌરાષ્ટ્ર - કચ્છ અને મુંબઈના દૈનિક-સાપ્તાહિકોમાં ધારાવાહિક સ્વરૂપે નવલકથાઓ લખી છે. વિશેષમાં જૈન ધર્મને લગતી સાત જેટલી એકાંકીઓ લખી છે. ઉપરાંત ‘ગુડ બાય ઇન્સપેક્ટર' અને ‘ટેરવે પાળ્યો ટહૂકો સ્પર્શનો' એ નાટકો લખ્યાં છે. તેઓ શ્રી પોતે એક ન્યુઝ સંસ્થા શબ્દ ફીચર્સના ‘બ્યુરો ઈન ચીફ’ છે તથા રીપોર્ટર છે. એમની મારફત સૌરાષ્ટ્ર અને કચ્છના ૫૦૦ નાના મોટા અખબારોને નિયમિત સમાચારો પાઠવવામાં આવે છે. તેમની ગઝલો અગણિત પ્રકાશનોમાં સમાવિષ્ટ થયેલી છે. તેઓ કવિ અને ગઝલકાર હોઈ મુશાયરા/કવિ સંમેલનના જીવ છે. અનેકવિધ સંસ્થાઓમાં તેમની કૃતિઓનો આસ્વાદ તેમણે કરાવેલો છે. તેમનું સન્માન અનેક સંસ્થાઓ તરફથી કરવામાં આવેલું છે. તેમની ૧૫ વર્ષોની સાહિત્યિક કારકિર્દીને લક્ષમાં લઈને ધી અમેરિકન બાયોગ્રાફિક્સ ઇન્સ્ટીટ્યુટ'ના ધી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ધી ગવર્નિંગ બોર્ડ ઓફ એડિટર્સ અને પબ્લીકેશન બોર્ડના ચેરમેન તરફથી સન્માનપત્ર આપીને તેમને એડવાઈઝરી બોર્ડમાં સામેલ કરી પોતાનું નામ હુઝહુ ટાઈપની ડિરેક્ટરી ‘હોલ ઓફ ફેઈમ'માં મૂકવામાં આવ્યું છે. શ્રી સુકુમાર એમ. ત્રિવેદી શ્રી સુકુમાર એમ. ત્રિવેદીનો જન્મ ઇ.સ. ૧૯૫૮ના Jain Education International બૃહદ્ ગુજરાત માર્ચની ૮મી એ અમદાવાદમાં થયો હતો. તેમણે શાળાનો અભ્યાસ ડાકોર અને અમદાવાદ કર્યો. અમદાવાદની એચ.કે. આર્ટસ કોલેજ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ તથા યુનિવર્સિટી સ્કૂલ ઓફ સોશ્યલ સાયન્સીસમાં અભ્યાસ કરીને ઇ.સ. ૧૯૮૪માં તેમણે અર્થશાસ્ત્રના વિષયમાં એમ. એ.ની ડિગ્રી મેળવી. ઇ.સ. ૧૯૮૩માં ડિપ્લોમા ઇન માસ કોમ્યુનિકેશન ઇન થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ, બોન (જર્મની)માં વિકાસશીલ દેશોના પત્રકારો માટેની તાલીમ લીધી. શ્રી ત્રિવેદી કેટલાંક વર્ષોથી સક્રિય પત્રકાર તરીકે કામ કરી રહેલા છે. તેઓશ્રી જન્મભૂમિ, ગુજરાત મિત્ર, સમકાલીન, વ્યાપાર, ગુજરાત સમાચાર અને મુંબઈ સમાચાર વગેરે વર્તમાન પત્રોમાં આર્થિક, રાજકીય, અને સાંસ્કૃતિક બાબતો વિશે નિયમિત લેખો લખે છે. ‘આર્થિક ચિંતક અમર્ત્ય સેન', ‘અર્થશાસ્ત્રના ઘડવૈયાઓ' અને ‘અર્વાચીન અર્થ-શાસ્ત્રીઓ' નામની તેમની પરિચય પુસ્તિકાઓ પ્રગટ થઈ છે. ભારતીય શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ એ એમની વિશેષ પ્રવૃત્તિ છે. સાહિત્ય, નાટક અને સિનેમા તેમના શોખન વિષયો છે. (પરિચય ટ્રસ્ટની પુસ્તિકાના આધારે) શ્રી હેમરાજ શાહ શ્રી હેમરાજ વી૨મ શાહનો જન્મ તા. ૨૨-૩-૧૯૪૧ના રોજ થયો હતો. તેમણે સર જે. જે. સ્કુલ ઓફ એપ્લાઈડમાં એફ. વાય. કોમર્શિયલ આર્ટસનું શિક્ષણ લીધું. અને આપમેળે આગળ વધતા ધંધામાં ઝંપલાવ્યું. તેઓ શ્રી રેખા બુક મેન્યુફેક્ચરિંગ કંપની અને યુનાઈટેડ સ્ટેશનરી માર્ટના ભાગીદાર છે. તેઓ મહારાષ્ટ્રના નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી છે. ઇ.સ. ૧૯૯૨ થી ૧૯૯૪ દરમ્યાન કેન્દ્ર સરકાર તરફથી તેઓ ફિલ્મ સેન્સર બોર્ડમાં નિયુક્ત કરાયા હતા. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીમાં તેઓશ્રી આગવું સ્થાન ધરાવે છે. મુંબઈમાં ગુજરાતી ભવન શરૂ કરાવવામાં તેમની જહેમત ઉલ્લેખનીય છે. શ્રી સાંઈબાબા સંસ્થાન, શીરડીના ટ્રસ્ટી (૧૯૪૧ થી ૧૯૯૪), બોમ્બે રીપેર એન્ડ રીકન્સ્ટ્રકશન બોર્ડ (મહાડા)ના વાઈસ ચેરમેન (૧૯૯૩ થી ૧૯૯૫), સેલ્સટેક્ષ એડવાઈઝરી કમિટીના સભ્ય (૧૯૯૨ થી ૧૯૯૫) તથા રેશનીંગ ઓફિસ નં-૩ એ ના વીજીલન્સ કમિટીના સભ્ય (૧૯૮૬ થી ૧૯૯૫) તરીકે તેમની નિયુક્તિ થઈ હતી. સામાજિક ક્ષેત્રે તેઓશ્રી બૃહદ્ મુંબઈ ગુજરાતી સમાજના પ્રમુખ અને ટ્રસ્ટી, કચ્છ ભારતીના પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી વાગડ વીસા ઓસવાલ વિકાસ સમાજના ટ્રસ્ટી અને જનરલ સેક્રેટરી છે. મુંબઈથી પ્રગટ થતાં જાણીતાં અખબાર ‘મુંબઈ સમાચાર’ દૈનિક તથા ‘ગુજરાત સમાચાર', લંડન, (યુ.કે.)ના કોલમનિસ્ટ ઉપરાંત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy