SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૫oo. આદર્શ મૂલ્યોના પ્રવર્તીકાશે –ડો. રમેશભાઈ જમીનદાર જેમ પ્રત્યેક સદીના સમયકાળમાં ધરતીની ધૂળમાંથી સુવર્ણકણો શોધતા ધૂળધોયા મળ્યા છે તેમ ગુજરાતની આ ભૂમિમાં ભવ્ય અને ઉદાત્ત પ્રેરણાનાં પિયુષ ધરબાયેલાં છે. જ્યાં શૌર્ય, ભક્તિ, પ્રેમ ભરપૂર રીતે પાંગર્યા છે. એ સંસ્કાર કેડીનું તથા ભાવનાના એ ઘુઘવતા સાગરનું આ લેખમાળામાં દર્શન થાય છે. જેનામાં સ્વ'ના સ્થાને “સર્વના સુખની કામના કિલ્લોલતી હતી, જેમનાં અંતરમાં સ્વાર્થના સ્થાને પરમાર્થની પ્રતિષ્ઠાએ ઘર કર્યું હતું ? નરપુંગવોનાં તપ, ત્યાગ અને પ્રભાવક પ્રતિભાથી જ આપણો આજનો સંસ્કારભવ હર્યોભર્યો લાગે છે. તેમના ગુણવૈભવનો આસ્વાદ જ આપણને શીતળતા અને સંતોષ આપી શકે તેમ છે. મહાન દેશભક્ત-ક્રાંતિકારી પંડ્યાજી, વિદ્યાના પરમઉપાસક ૨.ના. મહેતા કે અન્વેષણના આચાર્ય હરિવલ્લભ ભાયાણી ભલે કાળની ગોદમાં વિલીન થઈ ગયા પણ તેમણે કરેલાં કાર્યો નિરંતર ચાંદનીની માફક ચમકી રહ્યાં છે. અને એ કાર્યો જ તેઓની સ્વપ્રસિદ્ધિઓની પ્રતીતિ કરાવે છે. તેમની ચિંતનયાત્રા આપણને નવો રાહ ચીધે છે. આ લેખમાળાના અન્ય પાત્રોમાં વિમલભાઈ શાહ અને વજુભાઈ દવે જેવા પુરુષોએ ગુજરાતની ગરિમાને ખરેખર ચાર ચાંદ લગાડ્યા હતા. તેમના જીવનમાં આપણને વિલક્ષણ બુદ્ધિ પ્રજ્ઞાનો, અપ્રતિમ પુરુષાર્થનો અને જાજરમાન પ્રતિભાનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. આ લેખમાળાનાં પાત્રો ખરેખર તો આદર્શો અને નૈતિક મૂલ્યોના પ્રવર્તનકારો હતા. આવા પ્રતાપી વ્યક્તિત્વનો પરિચય કરાવનાર ડૉ. રસેશભાઈ જમીનદાર શિક્ષણજગતમાં આદરણીય માનપાન પામ્યા છે. ઇતિહાસ અને સંસ્કૃતિના જ્ઞાતા છે. લાંબા સમય સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં ઇતિહાસ અને સંસ્કૃત વિભાગના અધ્યક્ષ હતા. ભારતની અનેક યુનિવર્સિટીઓમાં તેમની સેવા નોંધપાત્ર બની છે. ઇતિહાસની વિભાવના અને ઇતિહાસનું તત્ત્વજ્ઞાન એ ડૉ. જમીનદારનાં મુખ્ય કાર્યક્ષેત્રો છે. આ પરત્વેનું એમનું ચિંતન અને તેમનું લેખન પ્રદાન ધ્યાનાર્ય ગણાય છે. ભારતમાં દફતરવિદ્યાના ક્ષેત્રે થયેલાં ચિંતનના વિકાસ સબબ એમનો અભ્યાસ પ્રશંસાઈ છે અને તેથીસ્તો તેમના પ્રયાસોને કારણે ભારતીય યુનિવર્સિટી જગતમાં સહુ પ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠે ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અંતર્ગત દફતરવિદ્યાના પૂર્ણકક્ષાના વિવિધ સ્તરના અભ્યાસક્રમો એંસીના દાયકાથી અમલી બનાવ્યા. અને ગુજરાત રાજ્ય અભિલેખાગાર ખાતાના લગભગ ચાલીસેક કાર્યકર્તાઓને એમના માર્ગદર્શન હેઠળ સુગ્રથિત તાલીમ સંપ્રાપ્ત થઈ શકી છે. સ્થળનામોના અભ્યાસ પરત્વે એમનું અન્વેષણ ગણનાપાત્ર હોઈ માયસોર સ્થિત પ્લેસનેમ્સ સોસાયટી ઓફ ઇન્ડિયા'ની કાર્યવાહક સભાના સભ્ય તરીકે ઇ. સ. ૧૯૮૦ના દાયકા પયેત્ત સેવાઓ આપી છે. આઝાદીની લડત અંગેના એમના લખાણો પ્રશંસનીય ગણાયાં છે. “યક્ષપ્રશ્ન આર્યોનો-ઐતિહાસિક વિશ્લેષણ'નામનો આશરે ૬૦ પૃષ્ઠનો મોનોગ્રાફ પ્રકારનો લેખ “સંબોધિ'માં અને “બાબુરી સામ્રાજ્ય અને સાંસ્કૃતિક ગતિવિધિ' વિશેનો લેખ “ફાર્બસ ત્રિમાસિકમાં તથા “ભારતીય વિદ્યા : વિશ્લેષણ અને વિભાવના' વિશેનો લેખ “સ્વાધ્યાય'માં પ્રગટ થયેલ છે તેને શિક્ષણ જગત સુંદર આવકાર આપ્યો છે. –સંપાદક ગાંધીવાદી ક્રાંતિવીર પંડ્યાજી' દેશભક્તોએ પોતાના કાર્યરત જીવનની આહુતિ અર્પી હતી. આઝાદીની લડતનો ઇતિહાસ અવલોકતાં આવાં અનેક ઉદાહરણો સ્વ. મોહનલાલ કામેશ્વર પંડ્યા આપણને પ્રાપ્ત થાય છે. આવા એક અનામી ક્રાંતિવીર (અહિંસક ભારતની આઝાદીના યજ્ઞમાં અનેક નામી તથા અનામી વિપ્લવી) “પંડ્યાજી'ના હુલામણા નામથી જાણીતા મોહનલાલ બુ. પ્ર. ૭૩ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy