SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ ગાંધીયુગનો પ્રભાવ ઝીલ્યો હતો. એમની નવલકથાઓમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ઝાંખી જોવા મળે છે. એક સાહિત્યકાર ઉપરાંત એક આદર્શ પત્રકાર તરીકે એમનામાં ગજબની સ્ફૂર્તિ હતી. એક સાથે બે દૈનિકમાં તંત્રી હોવા છતાં તેઓ ઘણાં ક્ષેત્રોમાં ઘૂમી વળતા. ‘જન્મભૂમિ’ જેવા દૈનિકનું તંત્રીપદ સંભાળતા ‘સોપાન’ વિવિધ વિષયોનું વિશદ જ્ઞાન ધરાવતા હતા. કોઈપણ સાંપ્રત ઘટના પર સુંદર લખાણ કરી શકવાની એમની ક્ષમતા અદ્ભુત હતી. ૭૪ વર્ષની વયે વડોદરામાં એમનું અવસાન થયું હતું. રંભાબહેન ગાંધી ગુજરાતી લેખિકાઓમાં રંભાબહેન ગાંધી એક વિશિષ્ટ નામ ગણી શકાય. રંભાબહેનનો જન્મ સૌરાષ્ટ્રના એક ગામડાંમાં થયો હતો. નાની ઉંમરે લગ્ન થયાં હોવા છતાં એમના પતિ શ્રી મનમોહનભાઈ ગાંધીના સહયોગથી રંભાબહેને ઘણો વિકાસ કર્યો હતો. રંભાબહેન સારાં લેખિકા ઉપરાંત સારા વક્તા પણ હતાં. ખાસ કરીને રેડિયો નાટિકાના લેખન અને અભિનય બન્ને ક્ષેત્રમાં એમણે સંગીન કાર્ય કર્યું હતું. એમનો કાઠિયાવાડી લહેકો ખૂબ જાણીતો બનેલો. એમની રેડિયો નાટિકાઓમાં ઘરગથ્થુ વિષયો, રોજ-બરોજના ઘરેલુ સંવાદો, સરેરાશ મહિલા શ્રોતાઓનાં હૃદયને સ્પર્શી ગયેલાં. રંભાબહેનનું વાંચન પણ વિશાળ હતું. રંભાબહેનનાં વાંચનમાં એમના પતિએ સિંહફાળો આપેલો. જીવનના અંતિમ વર્ષમાં પણ રંભાબહેને દસ પુસ્તકો પ્રગટ કરેલાં! પોતાને કેન્સર છે એમ વાતની ખબર હોવા છતાં હિમ્મતપૂર્વક, બુલંદીથી પોતાનું જીવન જીવ્યાં! મૃત્યુનો આવો આગોતરો સ્વીકાર રંભાબહેનનાં જીવનને મહાકાવ્ય જેવું બનાવી ગયો. ૭૪ વર્ષની વયે એમની જીવનલીલા સમાપ્ત થઈ ગઈ. શ્રી અમૃતલાલ યાજ્ઞિક આપણા શિક્ષણ, સાહિત્ય અને સંસ્કાર ક્ષેત્રની મિલનસાર, મધુરભાષી વ્યક્તિ એટલે આચાર્ય શ્રી અમૃતલાલ યાજ્ઞિક. તેમનું જીવન એટલે શૂન્યમાંથી સર્જન. ગામડાંની સાધારણ સ્થિતિમાંથી ઉત્તરોત્તર પ્રગતિ કરતાં જઈ એમણે પોતાનાં જીવનને આનંદમંગલરૂપ બનાવ્યું હતું! યાજ્ઞિક સાહેબનો જન્મ ઇ. સ. ૧૯૧૩માં ધ્રાંગધ્રામાં થયો હતો. મેટ્રિક સુધીનું શિક્ષણ વતનમાં મેળવ્યું અને શામળદાસ કોલેજમાં બી.એ.નો અભ્યાસ કર્યો હતો. પ્રખ્યાત અધ્યાપક શ્રી રવિશંકર જોશીના તેઓ પ્રિય વિદ્યાર્થી હતા. એમ.એ. કર્યા બાદ યાજ્ઞિક સાહેબ રૂઈયા કોલેજમાં અધ્યાપક થયા અને પછી મુંબઈની મીઠીબાઈ કોલેજના આચાર્ય થયા. Jain Education International બૃહદ્ ગુજરાત અધ્યાપન ક્ષેત્રે સક્રિય હોવા છતાં યાજ્ઞિક સાહેબે મહત્ત્વપૂર્ણ લેખનકાર્ય પણ કર્યું હતું. તેમણે ‘આત્મગંગોત્રીનાં પુનિત જળ', ‘જળ ગંગાનાં વહેતાં નીર, ‘જાગીને જોઉં તો’, ‘મુખડા ક્યા દેખ દર્પણ મેં’, ‘કુટુંબ જીવનનાં રેખાચિત્રો, ‘વિદ્યાસૃષ્ટિનાં પ્રાંગણમાં' વગેરે ઉત્કૃષ્ટ પુસ્તકો લખેલાં છે. સાદાઈ અને સરળતા યાજ્ઞિક સાહેબના બે આગવા ગુણ હતા. એક માણસ તરીકે તેઓ સજ્જન હતા. નિવૃતિ વખતે મળેલી થેલીની રકમ એમણે ‘લોકભારતી, સણોસરા’ને અર્પણ કરેલી. આજીવન અધ્યાપક, લેખક, સદ્ગૃહસ્થ રહેલા અમૃતલાલ યાજ્ઞિકનું ૭૮ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયેલું. ‘માતૃસમાજ' સંસ્થાનાં સ્થાપક ચંચળબહેન ટી. જી. શાહ મુંબઈની ‘માતૃસમાજ’ સંસ્થાના સ્થાપક, સંનિષ્ઠ કાર્યકર, સેવામૂર્તિ ચંચળબહેન ટી. જી. શાહનું નામ સમાજસેવા સંદર્ભે મોખરે આવે છે. ચંચળબહેન અને એમના પતિ શ્રી ટી.જી. શાહ. આ દંપતીએ સમાજસેવાનો જાણે કે ભેખ લીધો હતો! આ દંપતી વ્યસનમુક્તિ અને સંયમના પ્રચાર માટે ખૂબ પ્રશંસા પામેલું. જીવનમાં ગાંધીજી અને પૂ. સંતબાલજીની અસરમાં આવેલાં ચંચળબહેને આઝાદીની રાષ્ટ્રીય ચળવળમાં સક્રિયભાગ લીધો હતો. ઘરે ઘરે જઈ ખાદી વેચી ‘સ્વદેશી'નું મહત્ત્વ સમજાવવાનું એમણે હિમ્મતપૂર્વક કરેલું! એમનામાં ગજબનો આત્મવિશ્વાસ હતો. સ્મશાનમાં જઈ પશુઓની બલી ચડાવવાનો વિરોધ પણ ચંચળબહેને જ કરેલો! ‘માતૃસમાજ’ સંસ્થામાં એમણે બહેનોને ઉપયોગી પ્રવૃત્તિઓ શરૂ કરી સમાજમાં એક નવી સુવાસ ફેલાવેલી. એમનું જીવન પણ સાદગીસભર હતું. ખાદીનાં શ્વેતવસ્ત્રો, પગમાં ચપ્પલ જ પહેરવાં, ચા કોફી ન પીવી, દૂધ ન પીવું! ઉપવાસ, આયંબિલ ક૨વા વગેરે કઠિન વ્રતોનું પાલન કરવા છતાં ચંચળબહેને સમાજસેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. ચંચળબહેન ટી. જી. શાહનું ૯૨ વર્ષની વયે મુંબઈ ખાતે અવસાન થયેલું. ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં આગવું નામ ધરાવતાર શ્રી વિજય મરચન્ટ ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક આગવું નામ છે વિજય મરચન્ટ. ક્રિકેટના ક્ષેત્રે નિવૃત થયા પછી વિજયભાઈએ મુંબઈમાં માનવતાનું સેવાનું કાર્ય વેગથી ઉપાડેલું. ગર્ભશ્રીમંત, સુખી, તેજસ્વી વિજયભાઈએ ગરીબલોકોનાં દુઃખમાં સાચા દિલથી રસ લઈ કંઈક કરી છૂટવાની પ્રતિજ્ઞા લીધી હતી. ક્રિકેટના ખેલાડી તરીકે વિજય મરચન્ટની પ્રતિભા અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy